પી. વી. સિંધુએ રચ્યો ઇતિહાસ, પહેલી વર્લ્ડ ટૂર ફાઇનલ જીત્યાં

ઇમેજ સ્રોત, EPA
ઑલિમ્પિક સિલ્વર મેડલિસ્ટ પીવી સિંધુએ રવિવારે જાપાનનાં નોઝોમી ઓકુહારાને ગેમમાં 21-19, 21-17થી હરાવીને પ્રથમ બીએફડબ્લ્યૂ વર્લ્ડ ટૂર ફાઇનલ જીતી લીધી છે.
આ વર્ષનો સિંધુનો આ પહેલો ખિતાબ છે. સિંધુ હજુ સુધી કોઈ ખિતાબ જીતી શક્યાં નથી, આ ટુર્નામેન્ટમાં તેઓ સારા ફૉર્મમાં હતાં અને આ વખતે આપરાજિત રહ્યાં.
ચીનના ગ્વાંગ્જોમાં સિંધુ અને જાપાની શટલર વચ્ચે ફરી એકવખત સારી ટક્કર જોવા મળી હતી.
બન્ને ગેમમાં સિંધુનું પ્રદર્શન શરૂઆતથી જ સારું રહ્યું હતું, ઓકુહારાએ પણ ધૈર્ય ગુમાવ્યા વગર ટક્કર આપી હતી.
આશરે એક કલાક અને 2 મિનિટ સુધી ચાલેલા આ મુકાબલામાં સિંધુએ પહેલી ગેમમાં 14-6થી બઢત મેળવી હતી, પણ પછી ઓકુહારાએ જોરદાર વાપસી કરી અને સિંધુ માટે એક પોઇન્ટ મેળવવો પણ મુશ્કેલ થયું હતું.

ઇમેજ સ્રોત, EPA
જોતજોતામાં સ્કોર 16-16 સુધી પહોંચી ગયો. છેવટે સિંધુએ બાજી મારી લીધી અને 21-19થી ગેમ જીત્યાં.
બીજી ગેમમાં ધૈર્યથી જીતીને સિંધુએ વર્ષનો આ પહેલો ખિતાબ પોતાના નામે કર્યો.
23 વર્ષનાં સિંધુએ સેમીફાઇનલમાં થાઈલૅન્ડમાં રતચાનોક ઇંતાનોનને 21-26, 25-13ના મુકાબલામાં હરાવીને સતત બીજા વર્ષે ફાઇનલમાં સ્થાન મેળવ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગયા વર્ષે પણ ફાઇલનમાં સિંધુનો ઓકુહારા સાથે જ મુકાબલો હતો, પણ આ વખતે સિંધુએ જાપાની ખેલાડીનો પડકાર ધ્વસ્ત કરી દીધો.

તમે આ વાંચ્યું કે નહીં?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















