You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સરદારની મૂર્તિથી પણ ઊંચા બ્રીજના ઉદ્ધાટનમાં દિલ્હી ભાજપ અધ્યક્ષનો હંગામો
ઉત્તર પૂર્વ દિલ્હી અને ઉત્તર દિલ્હીને જોડનારા સિગ્નેચર બ્રિજનું ઉદ્ધાટન થતાની સાથે તે ચર્ચામાં આવી ગયો છે.
1500 કરોડથી વધારે રૂપિયાના ખર્ચે યમુના નદી પર તૈયાર થયેલા આ સિગ્નેચર બ્રિજનું રવિવારે ઉદ્ધાટન કરવામાં આવ્યું.
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે આ પુલનું ઉદ્ઘાટન કર્યું.
જોકે, તેના ઉદ્ધાટન પહેલાં ખૂબ જ હંગામો થયો. ઉત્તર-પૂર્વ દિલ્હીના સાંસદ અને દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારી પોતાના સમર્થકો સાથે આ ઉદ્ધાટન સમારોહમાં સામેલ થવા માટે પહોંચ્યા.
આ સમયે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને દિલ્હી પોલીસ સાથે તેમની ઝપાઝપી થઈ.
આ ઝપાઝપીની તસવીરમાં મનોજ તિવારીને પોલીસકર્મીને મુક્કા મારતા જોઈ શકાય છે.
જોકે, આ સમગ્ર વિવાદ પર તેમણે મીડિયાને કહ્યું કે આ કાર્યક્રમમાં તેમને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.
તેમણે કહ્યું કે તેઓ અહીંના સ્થાનિક સાંસદ છે અને આમ આદમી પાર્ટી આ બ્રિજની ક્રેડિટ પોતાના નામે કરવા માગે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક એવો પણ વીડિયો સામે આવ્યો છે જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીને ધક્કો મારતા જોઈ શકાય છે.
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને જ્યારે આ મામલે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે શનિવારે જ આ કાર્યક્રમ માટે દિલ્હીના ઉપ-મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ તમને સાર્વજનિક રીતે આમંત્રિત કર્યા હતા.
તમે આ વાંચ્યું કે નહીં?
અરવિંદ કેજરીવાલે આ બ્રિજને એન્જિનિયરિંગનો એક ઉત્તમ નમૂનો ગણાવ્યો. જોકે, ઉદ્ઘાટન પહેલાં તેમની પાર્ટીથી એક ભૂલ પણ થઈ હતી.
ઉત્તર દિલ્લીને ઉત્તર-પૂર્વ દિલ્હી સાથે જોડતો સિગ્નેચર બ્રિજ એના ઉદ્દઘાટનની સાથે જ ચર્ચામાં આવી ગયો છે.
દિલ્હીમાં જેમની સરકાર છે તે આમ આદમી પાર્ટીએ પોતાના ટ્વીટર હૅન્ડલથી ઘણાં ટ્વીટ કર્યાં.
જેમાં સિગ્નેચર બ્રિજ સિવાય રૉટેરડમના એક બ્રિજનો પણ ફોટો હતો.
જસ ઓબેરૉય નામના ટ્વીટર હૅન્ડલે ટ્વીટ કરતાં લખ્યું કે આમાં જે એક ફોટો છે એ રૉટેરડમ (નેધરલૅન્ડ)ના એરેસમસ પુલનો છે.
એ સિવાય દિલ્હીના ભાજપના પ્રવક્તા તેજિન્દર પાલ સિંહ બગ્ગાએ ટ્વીટ કર્યું છે. એમણે આના મારફતે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે.
અન્ય એક યૂઝર દર્શન પાઠકે ટ્વીટ કર્યું. એમણે કહ્યું કે કેજરીવાલે દિલ્હીને લંડન ભલે નહીં પણ નેધરલૅન્ડ તો બનાવી જ દીધું.
ફોટો પર થયેલી ટીકા બાદ આમ આદમી પાર્ટીએ આ ટ્વીટથી પહેલો ફોટો હટાવીને બાકીના બે રહેવા દીધા છે, જે સિગ્નેચર બ્રિજના છે.
શું છે સિગ્નેચર બ્રિજ
દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીની સરકારના સમય 2004માં સિગ્નેચર બ્રિજ બનાવવાની યોજના ઘડાઈ હતી.
આ એ સમય હતો જયારે દિલ્લીમાં મેટ્રો શરુ થઈ તેને બે વર્ષ થઈ ચુક્યાં હતાં. સાથે જ તત્કાલિન મુખ્ય મંત્રી શીલા દીક્ષિત ફ્લાયઓવર બનાવવાનાં કામોમાં ઝડપ કરી રહ્યાં હતાં.
આ દરમિયાન જ વઝીરાબાદ પાસે સિગ્નેચર બ્રિજની યોજના ઘડાઈ. અત્યાર સુધી દિલ્હીને ઉત્તર-પૂર્વ સાથે જોડતો એક સિંગલ બ્રિજ જ હતો.
આ પુલ બનીને તૈયાર થવાની અંતિમ તારીખો આગળ વધતી રહી અને પછી વર્ષ 2010 માં કૉમનવેલ્થ ગેમ્સ પહેલાં આ બ્રીજ તૈયાર થવાનો હતો.
જોકે, હવે આઠ વર્ષો બાદ આ પુલ જનતા માટે ખુલ્લો મુકાયો છે.
તમે આ વાંચ્યું કે નહીં?
આ દેશનો પહેલો અસિમેટ્રિકલ બ્રિજ છે જે તાર પર ટકેલો છે. જેની કુલ ઊંચાઈ 575 મીટર છે અને 154 મીટરની ઊંચાઈ પર એક ગ્લાસ વ્યૂઇંગ બૉક્સ છે.
આ બૉક્સમાંથી સહેલાણીઓ દિલ્હીનો નજારો જોઈ શકશે.
આ બૉક્સ સુધી જવા માટે ચાર એલીવેટર છે, જ્યાં લગભગ 50 લોકો આવી શકે છે.
આના પર ચઢીને દિલ્હીનો નજારો એક રીતે કુતુબ મીનાર પર ચઢીને જોવા જેવો હશે. કુતુબ મીનારની કુલ ઊંચાઈ 73 મીટર છે.
આ પુલ પાસે સેલ્ફી પોઇન્ટ પણ છે જ્યાંથી લોકો પુલ સાથે પોતાની સેલ્ફી લઈ શકે છે. 8 લેનના આ પુલની લંબાઈ 1.5 કિલોમીટર થી વધારે છે.
સ્વાભાવિક છે કે હાલમાં જ ગુજરાત સરકારે સરદાર સરોવર બાંધ પર દેશના પહેલા ગૃહ મંત્રી સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું છે.
જેની કુલ લંબાઈ 182 મીટર છે અને 153 મીટર પર એક વ્યૂઇંગ ગેલેરી છે.
જ્યાંથી દર્શક સરદાર સરોવર બંધ અને આસપાસની પહાડીઓનો નજારો માણી શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો