You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિલ્હી : જન લોકપાલ બિલ માટે અનશન પર બેઠા અણ્ણા અઝારેની મોદી સરકાર અંગે પ્રતિક્રિયા
- લેેખક, નવીન નેગી
- પદ, બીબીસી સંવાદદાતા
સામાજિક કાર્યકર્તા અન્ના હઝારેએ સોમવારે સરકારની નિયત પર સવાલ ઉઠાવતા આરોપ લગાવ્યો છે કે તેમના આંદોલનમાં આવતા લોકોને રોકવામાં આવી રહ્યા છે.
અન્ના હઝારે લોકપાલની નિમણૂક અને ખેડૂતોના મુદ્દાને લઈને શુક્રવારે દિલ્હીથી રામલીલા મેદાન પર અનશન કરી રહ્યા છે.
અન્નાના આ આંદોલનની સરખામણી 2011ના આંદોલન સાથે કરવામાં આવી રહી છે.
જોકે, ભૂતકાળના આંદોલન કરતા આ વખતે ભીડ ઓછી જોવા મળી રહી છે.
આંદોલનના બીજી દિવસે સાંજે સાડા પાંચ વાગ્યે રામલીલા મેદાનનો મોટો વિસ્તાર ખાલી હતો.
મેદાન પર માત્ર કેટલાંક જ લોકો હતા. જોકે, આ વખતે પણ સાત વર્ષ પહેલાંની જેમ જ માહોલ રચવાની કોશિશ થતી હોય એવું જોવા મળી રહ્યું છે.
મંચ પર તિરંગો લહેરાવતા લોકો જોવા મળી રહ્યા છે. દેશભક્તિના ગીત ગાવામાં આવી રહ્યા છે. પણ તેમ છતાં વધુ ભીડ નથી.
'સરકાર આંદોલનમાં આવતા લોકોને રોકી રહી છે'
દરમિયાન બીબીસી સાથેની વાતચીતમાં અણ્ણા હઝારેને આ અંગે સવાલ કરતા તેમણે જવાબ આપ્યો, ""
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"રાજસ્થાન, પંજાબથી કેટલીક બસ આવી રહી છે અને સરકાર તેને વચ્ચે જ રોકી રહી છે."
"સરકાર તેમને આવતા રોકી રહી છે. ખેડૂતો બસ છોડીને પગપાળા આવી રહ્યા છે. સરકારીની નિયત સાફ નથી."
તમને આ વાંચવું પણ ગમશે:
આંદોલનની સફળતાની આશા અંગે સવાલ પૂછતા તેમણે કહ્યું,"અમે કોઈ પણ આંદોલન કરીએ છીએ, તો અપેક્ષા નથી રાખતા."
"ઇરાદો માત્ર કામ કરતા રહેવાનો હોય છે. મેં 16 વખત અનશન કર્યું છે. અપેક્ષા નથી રાખી, સફળતા મળતી ગઈ."
'સારું છે કે કેજરીવાલ સાથે નથી'
વળી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અંગે પણ સવાલ કર્યો. વર્ષ 2011ના અણ્ણા આંદોલનમાં અરવિંદ કેજરીવાલની ભૂમિકા મહત્ત્વની હતી.
બાદમાં તેમણે આમ આદમી પાર્ટી બનાવી અને હાલ દિલ્હીમાં તેમની જ સરકાર છે.
અણ્ણાએ કહ્યું, "સારું છે કે તેઓ સાથે નથી."
આંદોલનમાં જોડાયેલા લોકો માટે કરવામાં આવેલી વ્યવસ્થાના ખર્ચ વિશે પૂછતા અન્નાએ કહ્યું કે તેઓ સંપૂર્ણ પારદર્શિતામાં વિશ્વાસ ધરાવે છે.
તેમણે કહ્યું, "કાલે એક બોર્ડ લગાવવામાં આવશે. જેમાં મંડપ કોણે લગાવ્યો, ભોજનની વ્યવસ્થાનો ખર્ચ કોણે કર્યો. પાણીની વ્યવસ્થા કોણે કરી તેની વિગતો મૂકવામાં આવશે."
"અમે એટલી બધી પારદર્શિતા રાખી છે કે કોઈ પણ અમારી સામે આંગળી ન ચીંધી શકે."
આંદોલન દરમિયાન અણ્ણા હઝારે અનશન પર બેઠેલા સાથીઓને એ પણ શિખવી રખ્યા હતા કે સ્વાસ્થ્યનું ધ્યાન કેવી રીતે રાખવું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો