#Hischoice: 'મારા બાળકને 'ના' શબ્દની તાકત ખબર હોવી જોઈએ'

'પાપા પ્લીઝ....નો,' હાલના દિવસોમાં જ્યારે મારો દીકરો રમતો હોય ત્યારે તેને હું પકડી લઉં તો તે સહજતાથી આ શબ્દો કહે છે.
તેને ખબર પડી ગઈ છે કે આ વસ્તુ કામ કરી રહી છે. માત્ર શબ્દ પાપા પ્લીઝ....નો'.
આ મામલે તેની માતા સાથે મારે ડીલ થઈ છે કે જ્યારે પણ આ શબ્દોનો ઉપયોગ કરે મારે તેને તરત જ મુક્ત છોડી દેવો અને રમવા દેવો.
ભલેને કેટલાક કલાક બાદ મળવા છતાં મને તેને ભેટવાનું મન થાય પણ હું તેને ખલેલ નહીં કરીશ. અથવા તો જ્યારે ક્યારેક તેને મસ્તીમાં પરેશાન કરવાનું મન થાય ત્યારે તેની મરજી વિરુદ્ધ તેને સ્પર્શ નહીં કરીશ.
છેલ્લા 15-20 દિવસથી હું આવું કરી રહ્યો છું અને હું આ જોઈને પરેશાન છું કે આ મામૂલી આદતે તેનામાં કેવો બદલાવ લાવ્યો છે.
તેને સમજાઈ ગયું છે કે ઘરમાં તેની વાતને સાંભળવામાં આવે છે. તેના આત્મવિશ્વાસને મજબૂત કરવા માટે આ જરૂરી છે.

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, સૌથી મહત્ત્વની વાત એ છે કે તે અત્યારથી જ 'ના'ની તાકતને સમજી રહ્યો છે.
આ વાત સમજવામાં ઘણા લોકોની આખી જિંદગી નીકળી જતી હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જો તે અઢી વર્ષની ઉંમરમાં આ વાત સમજી રહ્યો છે, તો હું આશા રાખું કે તે મોટો થઈને બીજા કોઈની 'ના'નું સન્માન કરશે.
આપણે આપણા સમયમાં ઘણુ સાંભળ્યું છે કે 'શું છોકરીની જેમ રડે છે? આ વાતમાં એક પ્રકારે મર્દાનગીનો અનુભવ કરાવવાની કોશિશ હોય છે કે કોઈ પણ વ્યક્તિ 'છોકરો' હોય તો તે રડી કઈ રીતે શકે.
તમે આ વાંચ્યું કે નહીં?

'મારા પિતા સાથે આવી વાત કરવાની મારી હિંમત નહોતી'
હું આ મામલે મારા માતાપિતા સાથે આ અંગે આજ સુધી ખુલીને વાત નથી કરી શક્યો કેમકે કદાચ તેમના માટે બાળકનું ધ્યાન ભટકાવવા માટે આ જ એક વિકલ્પ હોઈ શકે.
કેટલાક દિવસો બાદ મારો દીકરો પણ ઘરની બહાર નીકળવાનું શરૂ કરશે. બીજા બાળકો સાથે રમવાનું શરૂ કરશે.
સાઇકલ ચલાવવાનું શરૂ કરશે અને તે ચલાવતાં ચલાવતાં પડી પણ જશે.
જોકે, મારી કોશિશ તેને આ દબાણથી આઝાદ રાખવાની છે. તેના પર એવું દબાણ કેમ હોય કે તે રડી ન શકે અથવા રડીને પોતાની વાત રજૂ ન કરી શકે.
શું દુ:ખને વ્યક્ત કરતાં પહેલાં વિચાર કરવો જરૂરી છે કે તે છોકરો છે કે છોકરી છે?
દુઃખ તમામને થાય છે અને તેની તીવ્રતા ઓછી કે વધારે હોઈ શકે છે. આ બાબતને રુદન સાથે કોઈ સંબંધ ન હોવો જોઈએ.

'છોકરીઓ રડે, છોકરાઓ નહીં'

ખુદની ભાવના વ્યક્ત કરવાનો તમામને અધિકાર છે.
યુવક(પુરુષ)ને જ્યારે એવું કહેવામાં આવે છે કે 'છોકરીઓ રડે, છોકરાઓ નહીં.' ત્યારે અપ્રત્યક્ષરૂપે એવું કહેવાની કોશિશ કરવામાં આવે છે કે આ નબળાઈની નિશાની છે.
યુવકોને જાણ અથવા અજાણમાં આપવામાં આવતી આ શીખ તેમના મનમાં ઘર કરી જાય છે અને તે દરેક ક્ષેત્રમાં જોવા મળતી થઈ જાય છે.
સ્કૂલમાં ખેલના મેદાનમાં તેઓ નથી ઇચ્છતા કે તેમની ટીમમાં વધુ છોકરી હોય કેમકે તેઓ તો નબળી છે અને કદાચ ટીમમાં આવવાથી તેમની ટીમ માટે જીવતું આસાન નહીં રહેશે.
પરંતુ શું કોઈ યુવક નબળો ન હોઈ શકે. હું ક્યારેય મારા દીકરાને એવું નહીં કહીશ કે તું કેવો છોકરો છે જે છોકરી સામે હારી ગયો.
ખેલને ખેલની રીતે જ જોવો જોઈએ. તેને છોકરા અને છોકરીના આધારે ન જોવું જોઈએ. ખેલમાં જીત અને હારનો આધાર ક્ષમતા પર હોય છે.
આ અંતર સમય સાથે વધતું જાય છે. આઠમાં ધોરણમાં જ્યારે શિક્ષકે જ્યારે વિજ્ઞાનના વિષયમાં રિ-પ્રોડક્શન (પ્રજનન સંબંધી) પ્રકરણ ભણાવ્યું હતું ત્યારે મને યાદ છે કે અમે લોકો એ સમયે ક્લાસમાં ધીમેથી મંદ મંદ હસી રહ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
છોકરાઓના ખિલખિલાટ હસવાથી છોકરીઓ અસહજ થઈ રહી હતી.
આથી શિક્ષકે કોઈ પણ સવાલ વગર જ ક્લાસમાં પ્રકરણ પૂરું કરી દીધું.
જોકે, શિક્ષકો કરતાં પહેલાં માતાપિતાએ કેટલાક સવાલોના જવાબ આપ્યા હોત તો એ દિવસે ક્લાસમાં ફરીથી સ્કૂલમાં છોકરીઓ વિશે લતીફા કહેવાનો સમય જોવો ના પડ્યો હોત.
આજના સમયમાં જ્યારે દરેક મુદ્દે જાહેરમાં વાત થાય છે અને કેટલાંક અભિયાનો પણ ચાલી રહ્યાં છે.
જેમકે રાઇટ ટૂ બ્લડ, મી ટૂ. આથી શું અમારા જેવા પિતાએ તેમનાં બાળકો સાથે ખુલીને વાતચીત ન કરવી જોઈએ?
શું છોકરાઓને ન સમજાવવું જોઈએ કે તેમણે છોકરીઓ પિરિયડ્યમાં હોય ત્યારે તેમની સાથે સંવેદનશીલતાથી વર્તવું જોઈએ?
તેમની લાગણીઓને સમજવી જોઈએ, શું આવું કરવાથી તેઓ તેમની બહેન અને માતાને વધુ સારી રીતે ન સમજી શકે? આનાથી એક સકારાત્મક સમાજ બનાવવામાં મદદ નહીં મળે?

બાળકોના મિત્ર બનવું પડશે
બાળકો આપમેળે પોતાની રીતે પણ ઘણી બાબતો શીખી લેતા હોય છે. પરંતુ હું ઇચ્છું છું કે મારા બાળકો સાથે હું તેમની જિજ્ઞાસા વિશે હું યોગ્ય સમયે વાત કરું. જેથી તેમને યોગ્ય સમયે તેમના સવાલોના જવાબ મળી શકે.
આ મારે મારે તેનો મિત્ર બનવું પડશે. હું જાણું છું કે બાળકો મિત્રો સાથે જે વાતો સરળતાથી શેર કરતા હોય છે તે વાત કદાચ જ તેઓ માતાપિતા સાથે એ રીતે શેર કરે.
પરંતુ તેમનામાં આ માટેનો આત્મવિશ્વાસ પેદા કરવો મારી ફરજ છે. હું જાણું છું કે અન્ય બાળકોની જેમ તેપણ બીજા બાળકની સરખાણીને મુદ્દેના દબાણનો સામનો કરશે.
તેનામાં પણ અન્ય બાળકોની જેમ દરેક નવી બાબતનો પ્રયોગ કરવાની જિજ્ઞાસા હશે. આથી એ મારી જવાબદારી છે કે હું પિતા અને દીકરા વચ્ચેની એ પાતળી રેખાને પાર કર્યા વગર તેને સારા-ખોટા વિશે સમજાવી શકું.

મારે મારા પિતા સાથે સારા સંબંધો છે પરંતુ તેમની સાથે દરેક બાબતમાં ખુલીને વાત કરવાની મારામાં હિંમત નહોતી.
પરંતુ બાળકો સાથે વાત કરવી જરૂરી છે કેમકે જ્યારે તેઓ મુશ્કેલીમાં હોય તો તેમના મનમાં શું ચાલી રહ્યું છે તે વિશે તેઓ તેમની લાગણી વ્યક્ત કરી શકે.
દસમું, બારમું અને પછી કૉલેજ પછી નોકરી. આ એવા તબક્કા છે જેમાં બાળકોને તેમની વાત કરવા માટે પોતાના પરિવારની સૌથી વધુ જરૂર હોય છે.
હું તેને એ સમજાવીશ કે અભ્યાસ મહત્ત્વનો છે પરંતુ તેમાં માર્ક્સ ઓછા આવે તો હું તેનું મૂલ્યાંકન માર્ક્સના આધારે નહીં કરીશ.

લોકો શું કહેશે?
લોકો શું કહેશે? હું તેને આ દબાણથી દૂર રાખવાની કોશિશ કરીશ જેથી સંકીર્ણ વિચારોને તેઓ પડકારી શકે.
ભૂલ દરેક બાળકો કરતાં હોય છે પરંતુ તેમને સાચા અને ખોટાનો તફાવત સમજાવવો મારું કામ છે.
હું માનું છું કે તેઓ ભૂલ કરે અને પછી તેમાંથી શીખ મેળવે. હું ક્યારેય એવું નથી ઇચ્છતો કે તે કોઈ એવી ભૂલ કરે જેનાથી કોઈ અન્યને તેનું નુકસાન થાય.
આ બધું જ આપણે વેઠ્યું છે આથી બાળકોને તેના દબાણથી આઝાદ રાખવાં જોઈએ.
(બીબીસી પ્રતિનિધિ પ્રશાંત ચહલ સાથેની વાતચીતના આધારે. આ વ્યક્તિના આગ્રહને પગલે તેમનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે. આ સિરીઝનાં પ્રોડ્યુસર સુશીલા સિંહ છે.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















