#MeToo: ભારતીય મીડિયામાં જાતીય સતામણીની વાતો સામે આવવાં લાગી

મી ટૂ
    • લેેખક, ટીમ બીબીસી હિંદી
    • પદ, નવી દિલ્હી

મહિલાઓ માટે કોઈ પણ ક્ષેત્રમાં પોતાની જાતને સાબિત કરવી અત્યંત મુશ્કેલ બની જતું હોય છે. કામના પડકાર ઉપરાંત કેટલીય વખત તેમને કામનાં સ્થળે જાતીય ગેરવર્તણૂકનો સામનો પણ કરવો પડતો હોય છે.

આ મામલે મીડિયાની દુનિયા પણ અછૂતી નથી રહી. બહારથી આ દુનિયા ગમે એટલી ઝગમગ લાગે પણ એની ઊંડાણમાં ડોકીયું કરીએ તો એટલી જ અંધારી બાજુઓ પણ નજરે પડે.

છાશવારે નાનામોટા મીડિયા હાઉસીઝ્માં કોઈ મહિલા સાથે થયેલા ગેરવ્યવહારની વાતો ઘુસપુસ ચર્ચામાં સંભળાતી જ હોય છે.

જોકે, પ્રથમ વખત એવું થઈ રહ્યું છે કે આવી ચર્ચાઓમાં આવતા ઉલ્લેખો હવે જાહરેમાં ચર્ચાઈ રહ્યા છે.

ખુદ મહિલાઓ જ સામે આવીને આવી વાતોને ઉજાગર કરી રહી છે.

પત્રકારત્વ સાથે સંકળાયેલી કેટલીય મહિલાઓએ પોતાની સાથે થયેલી જાતીય સતામણી અંગે સોશિયલ મીડિયામાં લખવાનું શરૂ કર્યું છે.

આમાની કેટલીય મહિલાઓ દેશનાં જાણીતાં સંસ્થાનોનો હિસ્સો રહી ચૂકી છે, કાં તો હજુ પણ ત્યાં કામ કરી રહી છે.

જે પુરુષો પર આરોપ લગાવાઈ રહ્યા છે, તેઓ મીડિયા અને પત્રકારત્વ જગતના જાણીતા ચહેરા છે.

આને ભારતમાં #MeToo મૉમેન્ટના પ્રારંભ તરીકે જોવાઈ રહ્યું છે.

line

ચૅટના સ્ક્રીનશૉટ

મીડિયા

ઇમેજ સ્રોત, AFP

તાજેતરમાં જ બૉલીવુડ અભિનેત્રી તનુશ્રી દત્તાએ અભિનેતા નાના પાટેકર પર એક ફિલ્મનાં શૂટિંગ દરમિયાન છેડતી કરવાનો આરોપ લગાવ્યો હતો.

એ બાદ કેટલીય મહિલાઓએ શ્રેણીબંધ રીતે પોતાની સાથે ઘટેલી જાતીય શોષણની ઘટનાઓનો ઉલ્લેખ કરવાનું શરી કરી દીધું હતું.

મહિલાઓ કામના સ્થળે ઘટેલી જાતીય ગેરવર્તણૂક અંગે વાત કરવા સામે આવી રહી છે. સોશિયલ મીડિયા થકી તેઓ આવી ઘટનાઓનો ઉલ્લેખ કરી રહી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

એટલું જ નહીં, આવું કરનારા પુરુષોના નામ પણ જાહેર કરી રહી છે.

મીડિયા સાથે સંકળાયેલી કેટલીય મહિલાઓએ આ મામલે ટ્વીટ્સ કર્યાં છે.

તેમણે પોતાની સાથે જાતીય ગેરવર્તન કરનારા પુરુષો સાથેની ચેટના સ્ક્રીનશૉટ્સ પણ સોશિયલ મીડિયામાં શૅર કર્યા છે.

ઉત્સવ ચક્રવતી

ઇમેજ સ્રોત, TWITTER/@WOOTSAW

ઇમેજ કૅપ્શન, ઉત્સવ ચક્રવતી

આ સમગ્ર મામલાની શરૂઆત કૉમેડીયન ઉત્સવ ચક્રવર્તી પર એક મહિલાએ લગાવેલા આરોપો થકી થઈ.

મહિલાએ ગુરુવારે ટ્વીટ કરીને આરોપ લગાવ્યો કે ઉત્સવે તેમને પોતાની નગ્ન તસવીર મોકલવાની વાત કરી હતી.

મહિલાના જણાવ્યા અનુસાર ઉત્સવે તેમને પોતાના જનનાંગની તસવીર પણ મોકલી હતી.

એ બાદ કેટલીય મહિલાઓ પોતપોતાની આપવીતી સોશિયલ મીડિયા પર જાહેર કરવા લાગી.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

મહિલા પત્રકાર સંધ્યા મેનને ટ્વીટ કરીને કે.આર. શ્રીનિવાસ પર આરોપ લગાવ્યો છે, ''હાલ 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના હૈદરાબાદમાં રેસિડેન્ટ એડિટરે એક વખત મારી સમક્ષ ઘરે મૂકી જવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.''

''આ ઘટના વર્ષ 2008ની છે. એ વખતે બેંગલુરુ મારા માટે નવું શહેર હતું અને અહીં તેઓ અખબારના એક સંસ્કરણને લૉન્ચ કરવા પહોંચ્યા હતા.''

સ્ક્રીનશૉટ

ઇમેજ સ્રોત, TWITTER

આના જવાબમાં કે.આર. શ્રીનિવાસે લખ્યું, '''ટાઇમ્સ ઑઇ ઇન્ડિયા'ની સેક્સ્યુઅલ હરૅસમેન્ટ કમિટીએ આ અંગે તપાસ શરૂ કરી દીધી છે.''

''એક વરિષ્ઠ મહિલાનાં વડપણ હેઠળની સમિતિ આ મામલે તપાસ કરી રહી છે. હું આ મામલે પૂરો સહયોગ કરીશ.

line

સેલિબ્રિટીઝ્ પર પણ આરોપ

સુપ્રીમ કોર્ટનાં વકીલ ઇંદિરા જયસિંહે મહિલાઓએ અવાજ ઉઠાવ્યો એ બાબતની સરાહની કરી છે.

તેમણે ટ્વીટ કરીને લખ્યું, "મીડિયાની જે મહિલાઓએ તેમની સાથે થયેલી જાતીય ગેરવર્તણૂકના કડવા અનુભવો વિશે અવાજ ઉઠાવ્યો તેમને હું સલામ કરું છું.''

''ન્યાયપાલિકામાં પણ આવી કેટલીક મહિલાઓ છે, જેઓ આ મામલે લડત ચલાવી રહી છે. તમને બધાને મારું સમર્થન છે."

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

આ પૂર્વે 'હફિંગટન પોસ્ટ'માં કામ કરતા અનુરાગ વર્મા પર પણ ઘણી મહિલાઓએ વાંધાજનક મૅસેજ મોકલવાનો આરોપ લગાવ્યો હતો.

મહિલાઓએ લખ્યું કે અનુરાગ તેમને સ્નૅપચૅટ પર આવા મૅસેજ મોકલતા હતા.

આ મામલે અનુરાગે માંફી માગતા ટ્વીટ સાથે લખ્યું કે તેમણે આ તમામ મૅસેજ મજાકમાં મોકલ્યા હતા.

અનુરાગે ટ્વીટ કરીને લખ્યું, "તેમને આ વાતનો અંદેશો નહોતો કે મૅસેજથી કોઈની લાગણી દુભાશે.'' તેમણે એવું પણ માન્યું કે તેમણે કેટલીક મહિલાઓને પોતાની નગ્ન તસવીરો મોકલવાં મૅસેજ કર્યા હતા.

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

આ અંગે 'હફિંગટન પોસ્ટ'એ પણ નિવેદન આપ્યું છે.

તેમાં કહેવાયું છે કે તેમના બે પૂર્વ કર્મચારી અનુરાગ વર્મા અને ઉત્સવ ચક્રવર્તી પર ઘણી મહિલાઓએ જાતીય ગેરવર્તણૂકના આરોપ લગાવ્યા છે.

'હફિંગટન પોસ્ટ'એ લખ્યું,"અમે આ પ્રકારનાં વર્તનને ક્યારેય યોગ્ય ન ઠેરવી શકીએ.''

''ચક્રવર્તીએ ત્રણ વર્ષ પહેલા હફિંગટન પોસ્ટ છોડી દીધું હતું, જ્યારે અનુરાગ વર્માએ ઑક્ટોબર 2017માં હફિંગટન પોસ્ટની નોકરી છોડી હતી."

"જ્યાં સુધી તેઓ અમારી સંસ્થા સાથે કામ કરતા હતા ત્યાં સુધી અમને તેમના આરોપો વિશે જાણકારી નહોતી."

"અમે તપાસ કરી રહ્યા છીએ કે જ્યારે તેઓ અહીં કામ કરતા હતા ત્યારે પણ તેમના પર કોઈ આરોપ લાગ્યો હતો કે કેમ?"

line

#MeeToo શું છે?

હાર્વી વાઇન્સ્ટાઇન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હાર્વી વાઇન્સ્ટાઇન

#MeeToo અથવા 'હું પણ' જાતીય ગેરવર્તણૂક અને યૌન હુમલા વિરુદ્ધ ચાલી રહેલું એક મોટું અભિયાન છે.

ખાસ કરીને કામકાજના સ્થળ પર યૌન શોષણનો શિકાર બનેલી વ્યક્તિ આ હૅશટૅગ સાથે પોતાની આપવીતી શૅર કરે છે.

આ અભિયાન પીડિત વ્યક્તિને હિંમત આપીને તેની સાથે થયેલા દુર્વ્યવહાર વિશે અવાજ ઉઠાવવા અને પ્રતાડિત કરનાર સામે પણ અવાજ ઉઠાવવા માટે પ્રેરિત કરે છે.

ગત વર્ષે જ્યારે હૉલીવૂડ નિર્દેશક હાર્વી વાઇન્સ્ટીન પર યૌન શોષણનો આરોપ લાગ્યો હતો ત્યારે સમગ્ર વિશ્વમાં આ અભિયાને જોર પકડ્યું હતું.

અત્યાર સુધી તેમાં સામાન્ય વ્યક્તિથી લઈને તેમાં ઘણી જાણીતી હસ્તીઓ સામેલ થઈ ચૂકી છે.

line

ક્યાંથી શરૂઆત થઈ?

ઑક્ટોબર-2017થી સોશિયલ મીડિયા પર લોકોએ કાર્યસ્થળ પર તેમના સાથે થયેલાં યૌનશૌષણ કે દુર્વ્યવહાર વિશેની આપવીતી શૅર કરવાની શરૂઆત કરી હતી.

'ધી ગાર્ડિયન' અનુસાર ટૅરાના બર્ક નાનમી અમેરિકાની એક સામાજિક કાર્યકર્તાએ કેટલાંક વર્ષો પહેલાં જ વર્ષ 2005માં 'મી ટૂ' શબ્દનો પ્રયોગ કર્યો હતો.

પરંતુ વર્ષ 2017માં આ શબ્દ એ સમયે પ્રચલિત બન્યો જ્યારે અમેરિકાની અભિનેત્રી ઍલિસા મિલાનોએ ટ્વીટર પર તેનો ઉપયોગ કર્યો.

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

મિલાનોએ પીડિત વ્યક્તિઓએ જવાબમાં ટ્વીટ કરવા માટે આહ્વાન કર્યું હતું.

જેથી લોકો આ વાતની ગંભીરતા સમજી શકે કે આ કેટલી મોટી સમસ્યા છે.

તેમની કોશિશ સફળ રહી અને ઘણા લોકોએ #MeeToo સાથે પોતાની આપવીતી કહી.

ત્યારથી જ #MeeToo વિશ્વભરમાં મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે.

જોકે, અન્ય કેટલાંક લોકોએ તેમની આપવીતી શૅર કરવા અન્ય હૅશટૅગ પણ વાપર્યા હતા. પરંતુ તે સ્થાનિક સ્તરે જ મર્યાદિત રહી ગયા.

ઉદાહરણ તરીકે ફ્રાંસમાં લોકોએ #balancetonporc નામનું અભિયાન શરૂ કર્યું હતું. જેથી મહિલાઓ તેમની પર યૌન હુમલા કરનારને શરમજનક સ્થિતિમાં મૂકી શકે.

કેટલાંક લોકોએ #Womenwhoroar નામનું હૅશટૅગનો ઉપયોગ કર્યો હતો. જોકે, એને એટલી ખ્યાતી નહોતી મળી.

તદુપરાંત #MeeToo એ માત્ર સોશિયલ મીડિયા પર જ પૉપ્યુલર નથી થયું.

હવે તે વર્ચ્યુઅલ દુનિયાથી બહાર આવીને યૌનશોષણ વિરુદ્ધનું લોકપ્રિય અભિયાન બની ગયું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો