You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આત્મહત્યા કરવા માટે ઉશ્કેરતી આ 'મોમો ચેલેન્જ' શું છે?
એક ડરામણી તસવીર, જેની બે મોટી ગોળ આંખો છે અને તેનો રંગ પીળો છે. તેનું સ્મિત પણ ડરામણું છે અને નાક વાંકુંચૂકૂં છે. અચાનક એક અજાણ્યા નંબરથી તમારા મોબાઇલ પર આવી તસવીર આવે, તો જરા ગંભીરતા દાખવજો.
આ તસવીર મોકલનાર નંબર પર કોઈ જ રિપ્લાઈ આપશો નહીં.
ખરેખર તાજેતરના સમયમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલી એક ચેલેન્જની આ તસવીર હોઈ શકે છે.
આ ચેલેન્જનું નામ મોમો ચેલેન્જ છે. તે મોબાઇલ ગેમ યુઝર્સને માનસિક તણાવ આપીને ડરનો માહોલ બનાવે છે. ત્યાર બાદ તેનો જીવ લઈ લે છે.
ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગેમ ચર્ચાનો વિષય બની છે.
તાજેતરમાં જ રાજસ્થાનના અજમેરની એક વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લીધી હતી.
10માં ધોરણમાં અભ્યાસ કરતી આ વિદ્યાર્થિની એ 31મી જુલાઈએ આત્મહત્યા કરી લીધી હતી.
કિશોરીના પરિવારનો આરોપ છે કે કિશોરીનો ફોન જોતાં જાણ થઈ કે તેના મોત માટે મોમો ચેલેન્જ જવાબદાર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, આ વાતની પુષ્ટિ નથી થઈ પરંતુ અજમેર પોલીસે તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કર્યું હતું કે, "મીડિયામાં ચર્ચા છે કે આ કિશોરી મોમો ગેમ રમતી હતી. અમે આ વિશે તપાસ કરી રહ્યા છીએ."
મોમો ચેલેન્જથી દૂર રહેવાની સલાહ આપતા 19 ઑગસ્ટે અજમેર પોલીસે ટ્વિટર પર લખ્યું,"મોમો નામની એક ચેલેન્જ ઇન્ટરનેટ પર યુવાનોને માનસિક રીતે પરેશાન કરી રહી છે."
"લોકોને અજાણ્યા નંબર પર સંપર્ક કરવા અને વ્યક્તિગત માહિતીઓ શેર કરવા માટે કહેવામાં આવે છે. અજમેર પોલીસ નાગરિકોને આગ્રહ કરે છે કે આ ચેલેન્જ નો સ્વીકાર ન કરે."
આ પૂર્વે 18 ઑગસ્ટના રોજ મુબંઈ પોલીસે પણ #NoNoMoMo #MomoChallenge સાથે ટ્વીટ કર્યું હતું.
લોકોને આ ચેલેન્જ નહીં સ્વીકારવાની સલાહ આપતી મુંબઈ પોલીસે ટ્વીટ કર્યું હતું કે અજાણ્યા નંબરથી આવી કોઈ તસવીર આવે તો રિપ્લાઈ ન કરો અને તેની જાણકારી 100 નંબર પર આપો.
'મોમો ચેલેન્જ' શું છે?
મોમો ચેલેન્જ આપનારી વ્યક્તિ તમને અજાણ્યા નંબર પરથી વૉટ્સઍપ મેસેજ કરે છે.
પહેલાં એ તમારી સાથે સામાન્ય વાતચીત કરે છે અને ધીમે ધીમે વાતને આગળ વધારે છે.
તમે તેની ઓળખ પૂછો, તો તમને તે 'મોમો' નામ જણાવે છે. નામ સાથે તે પોતાની તસવીર પણ મોકલે છે.
આપને આ પણ વાંચવું ગમશે
આ તસવીર ડરામણી હોય છે. તેમની મોટી ગોળ આંખો હોય છે જેનો રંગ પીળો હોય છે. વળી તેનો હસતો ચહેરો પણ ડરામણો હોય છે.
તે તમને નંબર સેવ કરી લેવા અને મિત્રતા કરવા માટે કહે છે.
જો તમે ઇન્કાર કરી દો તો તમારી અંગત માહિતી લીક કરી દેવાની ધમકી આપે છે.
વળી આગળ જતાં તે તમને વિવિધ પ્રકારના ચેલેન્જ આપે છે અને બની શકે છે કે તમને આત્મહત્યા કરવા માટે પણ ઉત્તેજિત કરે.
'મોમો ચેલેન્જ' કેમ ખતરનાક છે?
મેક્સિકોના ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન યુનિટ અનુસાર જો તમે અજાણ્યા નંબર પરથી આવેલા મૅસેજ પર મોમો સાથે વાતચીત કરો છો, તો તેની સાથે પાંચ પ્રકારના જોખમ જોડાયેલાં છે.
- અંગત માહિતી લીક થઈ શકે છે
- આત્મહત્યા અથવા હિંસા માટે ઉશ્કેરણી
- અન્ય ધમકી
- ખંડણીની વસૂલીની ધમકી
- શારીરિક અને માનસિક તણાવ
આ ગેમનો ફેલાવો આર્જેન્ટીના, ફ્રાન્સ, જર્મની સહિતના દેશોમાં થઈ ચૂક્યો છે. વળી ભારતમાં પણ તેની હાજરી હોવાનું બહાર આવ્યું છે.
બીબીસીની મુન્ડો સર્વિસમાં પ્રકાશિત અહેવાલ અનુસાર મોમો ચેલેન્જમાં પ્રાપ્ત થતી તસવીર જાપાનની છે.
મેક્સિકોના કમ્પ્યૂટર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન યુનિટ અનુસાર આ બધું ફેસબુક પરથી શરૂ થયું છે.
આ ગેમમાં લોકોને અજાણ્યા નંબર પરથી આવેલા મૅસેજનો રિપ્લાઈ આપવાનું કહેવામાં આવે છે. વળી તેની સાથે એક ચેતવણી પણ આપવામાં આવે છે.
જે વ્યક્તિ આવા મૅસેજનો જવાબ આપે છે તેને હિંસક અને ધમકીભર્યા મૅસેજ મળવાનું શરૂ થઈ જાય છે. યુઝર્સને તે અંગત વિગતો લીક કરી દેવાની ધમકી આપે છે.
મોમો ચેલેન્જની તસવીર એક 'બર્ડ વુમન' (પક્ષી જેવી દેખાતી મહિલા)ની કલાકૃતિ છે.
આ તસવીર સૌપ્રથમ વર્ષ 2016માં ભૂતો સંબંધિત વિષય આધારિત પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી.
સૌપ્રથમ મોમો ચેલેન્જની તસવીર ક્યાં જોવા મળી હતી?
ઉપરાંત તે સોશિયલ મીડિયા પર સૌપ્રથમ જાપાનના એક ઇન્સ્ટાગ્રામ પર જોવા મળી હતી.
અત્રે નોંધવું કે ગત વર્ષે પણ બ્લૂ વહેલ નામની ગેમ મામલે પણ આવી જ સ્થિતિ પેદા થઈ હતી.
તેમાં પણ લોકોને 50 દિવસની ચેલેન્જ આપવામાં આવતી હતી અને અલગ અલગ ટાસ્ક પૂરો કરતા હાથ પર એક નિશાન બનાવવા કહેવામાં આવતું હતું.
ગેમનો આખરી ટાસ્ક આત્મહત્યા હતો. આ સમયે વિશ્વભરના ઘણા બાળકો આ ગેમનો શિકાર બન્યાં હતાં. ભારતમાં પણ આવા કેટલાક કિસ્સા જોવા મળ્યા હતા.
જેને પગલે ભારત સરકારમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ ભારતની સ્કૂલના તમામ આચાર્યોના નામે પર લખ્યો હતો.
પત્રમાં તેમણે બાળકોને આવી ગેમથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે એવી સલાહ આપી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો