You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પ્રિયંકા-નિકે સગાઈ કરી કે માત્ર 'રોકા' થયા?
બોલિવૂડની 'દેશી ગર્લ' અને 'પીગી ચૉપ્સ'થી જાણીતી પ્રિયંકા ચોપરાએ અમેરિકન બૉયફ્રેન્ડ નિક જોનાસ સાથે એકમેકના થઈ જવાના કોલ લીધા. જો કે તેમણે 'સગાઈ' કરી કે રોકા થયા છે તે અંગે અસમંજસ પ્રવર્તે છે.
પ્રિયંકાએ આ સામાજિક પ્રસંગની તસવીર તેમના ઇન્સ્ટાગ્રામ પર 'ટેકન...ટેકન વિથ માય હાર્ટ ઍન્ડ સોલ' નામે શેર કરી હતી.
જ્યારે નિક જોનાસે પણ એજ તસવીર પોસ્ટ કરીને લખ્યું, 'ફ્યૂચર મિસિસ જોનાસ, માય હાર્ટ, માય લવ'.
આ સૅરિમનીમાં બોલીવૂડની ઘણી સેલિબ્રિટિઝ પણ હાજર હતી.
પ્રિયંકા અને નીક જોનાસ વચ્ચેનો પ્રેમ સંબંધ છેલ્લા ઘણાં સમયથી ચર્ચામાં હતો, બન્ને અનેકવાર સાથે ફરતા પણ જોવા મળ્યાં હતાં.
જોકે, થોડા સમય પહેલાં નિક જોનાસએ ભારતની મુલાકાત લીધી, ત્યારે બન્નેના સંબંધો અંગે ચર્ચા જાગી હતી.
જુલાઈમાં બન્નેના સંબંધો વિશે વાત ત્યારે સામે આવી, જ્યારે નિક જોનાસે પ્રિયંકાને લંડનમાં પ્રપૉઝ કર્યું હતું.
રોકા એટલું શું?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દેશી ગર્લે આ પ્રસંગની તસવીર ઇન્સ્ટાગ્રામ પર મૂક્યા બાદ પ્રાદેશિકથી લઈને રાષ્ટ્રીય મીડિયાએ અહેવાલ છાપ્યા કે પ્રિયંકા અને નિકે 'સગાઈ' કરી લીધી છે.
એટલું જ નહીં તેમની સગાઈની ચર્ચા સાથે હૅશટૅગ પણ ટ્રેન્ડ થવા લાગ્યો.
પરંતુ કેટલાક મીડિયા આઉટલેટ્સના રિપોર્ટ પ્રમાણે, આ 'ઍન્ગેજમૅન્ટ' છે, પરંતુ અમુકના મતે આ 'રોકા' છે.
પ્રિયંકા ચોપડા પરિવાર મૂળ પંજાબી છે, તેમના પિતા ભારતીય સેનામાં અધિકારી હતા.
તમે આ વાંચ્યું કે નહીં?
પંજાબી રિવાજ મુજબ, છોકરી માટે છોકરો પસંદ કરી લેવામાં આવે બાદમાં 'રોકા' કરવામાં આવે છે.
રોકા વિધિમાં બન્ને પરિવારના નજીકના સભ્યો હાજર રહે છે અને સંબંધની ઉપર નજીકના પરિવારજનોની મંજૂરીની મહોર લાગે છે.
ગુજરાતી પરિવારોમાં આ વિધિ 'જળ લીધું' , 'સવા રૂપિયો લીધો', 'ગોળ-ધાણાં ખાધા' કે 'શ્રીફળવિધિ' તરીકે ઓળખવામાં આવે છે.
રોકા થઈ ગયા બાદ છોકરા છોકરીનો સંબંધ નક્કી સમજવામાં આવે છે. તેની પછીનો તબક્કો 'મંગની' અને સગાઈનો હોય છે.
કોણ છે જોનાસ?
25 વર્ષનાં નિક જોનાસ અમેરિકન સિંગર છે. પ્રિયંકા તેમનાથી દસ વર્ષ મોટાં છે.
તેમનો જન્મ અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં 16 સપ્ટેમ્બર 1992ના રોજ થયો હતો, જ્યારે પ્રિયંકાનો જન્મ 18 જુલાઈ 1982ના થયો છે.
નિકે માત્ર સાત વર્ષની ઉંમરથી એક્ટિંગ કરિયરમાં હાથ અજમાવ્યો અને વર્ષ 2002માં ડેબ્યૂ કર્યું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો