ફ્રાન્સ: કાન ફિલ્મ ફેસ્ટિવલમાં રંગ વિખેરતી બોલીવૂડ અભિનેત્રીઓ

ફ્રાન્સમાં 71માં કાન ફિલ્મ ફેસ્ટિવલની ધમાકેદાર શરૂઆત થ ચૂકી છે. 8થી 19મે સુધી ચાલનારા આ મહોત્સવમાં હોલીવૂડથી લઈને બોલીવૂડ જગતની સેલિબ્રિટિઓ પણ સામેલ થ છે.

આ મહોત્સવના જૂરી અધ્યક્ષ તરીકે ઑસ્ટ્રેલિયાનાં અભિનેત્રી કેટ બ્લાંશેટને પસંદ કરવામાં આવ્યા છે.

બોલીવૂડની ડ્રીમ ગર્લ દીપિકા પાદુકોણે સફેદ ડ્રેસમાં રેડ કાર્પેટ પર હાજરી આપી હતી. તેઓ ફિલ્મ 'સૉરી એન્જલ'ના સ્ક્રીનિંગ માટે પહોંચ્યાં હતાં.

બચ્ચન બહૂ એશ્વર્યા રાય પણ દીકરી આરાધ્યા સાથે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચ્યાં હતાં.

બોલીવૂડનાં 'ક્વિન' કંગના રનૌટ પોતાની હટકે સ્ટાઇલ માટે જાણીતા છે. તેઓ પોતાની મન મનમોહક અદામાં પોઝ આપતા નજરે પડ્યાં હતાં.

બોલીવૂડમાં દમદાર રોલ માટે જાણીતા હુમા કુરેશી પ્રથમ વખત ઇન્ટરનેશલ ફિલ્મ ફેસ્ટિવમાં ભાગ લેવા પહોંચ્યાં હતાં.

બોલીવૂડનાં જાણીતાં એક્ટ્રેસ મલ્લિકા શેરાવત પણ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા પહોંચ્યાં હતાં. તેઓ તેમની અનોખી સ્ટાઇલમાં નજરે પડ્યાં હતાં.

71માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બોલીવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ રેડ ડ્રેસમાં જોવા મળ્યાં હતાં. તેમણે પોતાની મનમોહક અદામાં પોઝ આપ્યો હતો.

પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં હાજરી આપવા માટે પહોંચ્યાં હતાં.

બોલીવૂડ સિંગર રવીના મહેતાએ કાન ફેસ્ટિવલમાં બોલીવૂડના સ્વર્ગીય અભિનેત્રી શ્રીદેવીને શ્રદ્ધાંજલી આપવા અનોખો પ્રયાસ કર્યો હતો.

બોલીવૂડનાં અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન સુંદર ડ્રેસમાં રેડ કાર્પેટ પર નજરે પડ્યાં હતાં. તેની સુંદર અદાઓથી તે આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો