હિન્દી ફિલ્મોમાં પશ્ચિમની કૃતિઓનો કેટલો પગપેસારો?

    • લેેખક, લયા મહેશ્વરી
    • પદ, બીબીસી કલ્ચર

અમેરિકાના તત્કાલીન પ્રેસિડેન્ટ બરાક ઓબામાને 2015માં ભારતના ગણતંત્ર દિવસની પરેડમાં અતિથિ વિશેષ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.

ગણતંત્ર દિવસની પરેડ પહેલાં તેમની ટીમ એક બાબતે વિચારતાં આખી રાત જાગતી રહી હતી.

તેમની ટીમના સભ્યોએ કલાકો સુધી રિસર્ચ કર્યું હતું, વિવિધ વિકલ્પો અજમાવ્યા હતા અને તેમાંથી એક વિકલ્પ નક્કી પસંદ કરવામાં આવ્યો હતો.

જેના પાઠ બરાક ઓબામાને ભણાવવામાં આવ્યા હતા.

અમેરિકન પ્રેસિડેન્ટની ટીમને ક્યો મુદ્દો કનડતો હતો?

બરાક ઓબામાએ તેમના ભાષણમાં બોલિવૂડની કઈ ફિલ્મની લાઇન બોલવી એ બાબતે નિર્ણય લેવા તેમણે લાંબી માનસિક કસરત કરવી પડી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા મહિના પહેલાં ન્યૂ યોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં તેમનું ભાષણ સાંભળવા આવેલા શ્રોતાઓમાં છવાઈ ગયા.

તમને આ પણ વાંચવું ગમશે

મોદીએ કહ્યું, ''મે ધ ફોર્સ બી વિથ યુ'' (પરમ શક્તિ હંમેશા તમારી સાથે રહે) એવું કહીને ગૂડબાય કહ્યું હતું અને ધમાલ મચાવી દીધી હતી.

નરેન્દ્ર મોદીએ લક્ષ્યાંકને ઉંચું બનાવી દીધું હતું.

નરેન્દ્ર મોદીએ 'સ્ટાર વોર્સ' શ્રેણીની એક ફિલ્મની લાઈન તેમના ભાષણમાં ટાંકી હતી અને એ વખતે 'એક્સ-મેન'નો સ્ટાર હ્યૂ જેકમેન સ્ટેજ પર તેમની પાસે ઉભો હતો.

સહજ દેખાવાના પ્રયાસમાં તેમણે એ લાઇનને વધુ રમૂજી બનાવી દીધી હતી.

બરાક ઓબામાની ટીમે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે (ડીડીએલજે) ફિલ્મનો એક સંવાદ પસંદ કર્યો હતો.

જે બોલિવૂડની સૌથી વધુ સફળ ઓન-સ્ક્રીન જોડી શાહરુખ ખાન અને કાજોલને ચમકાવતી આ રોમૅન્ટિક ફિલ્મે કેટલો મોટો પ્રભાવ છોડ્યો છે તેનો ખ્યાલ આપે છે.

'ઇન્ડિયાના જોન્સ એન્ડ ધ ટેમ્પલ ઓફ ડૂમ' ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવી ચૂકેલા અમરીશ પુરીએ ડીડીએલજેમાં પરિવારના કઠોર વડાનું પાત્ર ભજવ્યું હતું.

ડીડીએલજેના ઓપનિંગ સીનમાં અમરીશ પુરી લંડનના ટ્રાફાલ્ગર સ્ક્વેરમાં કબુતરોને ચણ આપી રહ્યા છે અને તેમના પર આકાશ ઘેરાયેલું છે.

તમને આ પણ વાંચવું ગમશે

તેમને એવું લાગે છે કે તેઓ પંજાબમાંના તેમના ગામમાં લીલાં અને પીળાં ખેતરમાં ઉભા છે અને બેકગ્રાઉન્ડમાં સંગીત વાગી રહ્યું છે.

ડીડીએલજેના એક જ દૃશ્ય ડિરેક્ટર આદિત્ય ચોપડાએ એ દર્શાવ્યું હતું કે આ ફિલ્મ શેના વિશેની છે.

દુનિયાભરમાં ફેલાયેલા ભારતીયો શું જોવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

દુનિયાભરમાં ફેલાવો

બ્રિટન, અમેરિકા, મલેશિયા અને સાઉથ આફ્રિકા જેવા દેશોમાં દાયકાઓથી ભારતીયો નોકરી-ધંધા અર્થે જતાં રહ્યાં છે.

એ પૈકીના ઘણાએ અલગ સમાજ સાથે સંકલન સાધવાની સાથે 'ભારતીય મૂલ્યો'ને જાળવી રાખવાના પ્રયાસ કર્યા છે.

દરમ્યાન પાડોશીમાંથી બહારના બનેલા એ લોકો ભણી ભારતમાં લોકો ઉત્સુકતા અને શંકાની નજરે જોતા રહ્યા છે.

ભારત છોડીને પરદેશ ગયેલા લોકો મૂલ્યહિન પશ્ચિમી સમાજના સભ્ય બનીને ભારતીયપણું કઈ રીતે જાળવી શકે?

મુખ્ય ધારાની હિન્દી ફિલ્મોમાં નોન-રેસિડેન્ટ ઇન્ડિયન્સ (એનઆરઆઇ)ને પોતાના મૂળિયાં ગૂમાવી ચૂકેલા રમૂજી લોકો કે વિલન સ્વરૂપે ચિત્રિત કરવામાં આવે છે.

એનઆરઆઇને સહાનુભૂતિભર્યા કથાનાયકો તરીકે રજૂ કરવાનો ડીડીએલજેનો અભિગમ નવતર અને પ્રભાવકારક હતો.

દુનિયાના કેટલાક દેશોમાં ભારતીયોની વધુ વસતી ધરાવતા હોવાને કારણે 'લિટલ ઈન્ડિયા'ના નામે ઓળખાતા પોતાના ઘર નજીકના વિસ્તારોમાંના થિયેટરોમાં હિન્દી ફિલ્મો જોવા જાય છે.

એનઆરઆઈ તેમજ ભારતમાંના ભારતીયો બન્ને માટે એ અભિગમ અહં પોષનારો પુરવાર થયો હતો.

ઇમિગ્રન્ટસ એટલે કે વસાહતીઓ માટે ડીડીએલજે એવી દલીલ કરે છે કે 'ભારતીયતા' કોઈ ભૌગોલિક લેબલ નથી.

એ મૂલ્યો છે, જેને દરેક ભારતીયે એ જ્યાં હોય ત્યાં જાળવવાનાં હોય છે.

ડીડીએલજેની મુખ્ય જોડી રાજ અને સિમરન બ્રિટનના ભારતીય પરિવારોમાં જન્મેલી પહેલી પેઢીના સભ્યો છે.

લગ્ન પહેલાં કૌમાર્ય જાળવી રાખવાના, પેરન્ટ્સનો આદર કરવાના અને નિસ્વાર્થપણાંના ભારતીય મૂલ્યોને જાળવવાના પ્રયાસ તેઓ હંમેશા કરતા રહે છે.

ભારતમાં વસતા ભારતીયો માટે ડીડીએલજેએ પુરવાર કર્યું હતું કે ભારતીયો ભલે દુનિયાના ગમે તે દેશમાં જાય પણ તેઓ ભારતનાં નૈતિક મૂલ્યો, પરિવેશ અને આનંદ જાળવવા પ્રયાસરત રહે છે.

આજે પણ ડીડીએલજે સૌથી વધુ સફળ સર્વકાલીન ભારતીય ફિલ્મો પૈકીની એક જ નહીં, પણ સૌથી વધુ લાંબો સમય ચાલેલી ફિલ્મો પૈકીની એક પણ છે.

રીલિઝ થયાના 20 વર્ષ બાદ પણ મુંબઇના મરાઠા મંદિર થિયેટરમાં એ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી રહી છે.

ડીડીએલજેની નકલ કરતી કેટલીય ફિલ્મો બની ચૂકી છે.

તેમનો ભૌગોલિક પરિવેશ અને કથાવસ્તુ અલગ હશે, પણ તેમની થીમ લગભગ એકસમાન રહી છે.

સ્થાનિક તથા વિદેશી દર્શકોને ખુશ કરવાના હેતુસર એ ફિલ્મો બનાવવામાં આવી હતી.

અમેરિકા સાથે વિશેષ પ્રેમ?

2001ની 'કભી ખુશી, કભી ગમ'ની માફક વિદેશવાસી ભારતીયોની કથાઓમાં બ્રિટનનો મોટો પ્રભાવ થોડા સમય સુધી રહ્યો હતો.

છતાં છેલ્લા કેટલાક દાયકાઓમાં અનેક ભારતીયો અમેરિકામાં સ્થાયી થયાં હોવાથી અમેરિકાએ બ્રિટનનું સ્થાન ઝડપથી લઈ લીધું છે.

1997ની પરદેશમાં અમેરિકન સમાજના ભ્રષ્ટ પ્રભાવની વાત કરવામાં આવી હતી.

એ ભ્રષ્ટ પ્રભાવને કારણે ફિલ્મનો પ્રતિનાયક સિગારેટ્સ, દારૂ, બેવફાઈ અને અન્યના અનાદરની ચૂંગાલમાં ફસાય છે.

પરદેશમાં પણ કથાનાયકનું પાત્ર શાહરુખ ખાને ભજવ્યું હતું, જે તેના ભારતીય મૂલ્યોને સફળતાપૂર્વક જાળવી રાખે છે.

તેથી કોઈ મહિલાને માટે પરિવારના વડીલોની આમન્યાનો અનાદર કરતો નથી.

અમેરિકામાં રહેતા પરિવારપ્રેમી વડીલનું પાત્ર અમરીશ પુરીએ ભજવ્યું હતું, જે તેમનો ભારતપ્રેમ 'આઈ લવ માય ઇન્ડિયા...' ગીતમાં વ્યક્ત કરે છે.

ભારતીય સિનેમા વિરહની લાગણીને તીવ્ર રીતે વ્યક્ત કરી શકે છે, જે ક્યારેય સાંસ્કૃતિક લવારાબાજીમાં ફેરવાઇ જાય છે.

ડીડીએલજેના બે દાયકા બાદ 2017માં આદિત્ય ચોપરાએ 'બેફિકરે' ડિરેક્ટ કરી હતી.

પેરિસમાં મળતા ભારતીય મૂળના બે 'વૈશ્વિક નાગરિકો' વચ્ચેના બેફામ રોમાન્સની આ કથા કંઇક વધારે લઇને આવી હતી.

કથા પેરિસમાં આકાર લે છે તેનું કારણ એ છે કે મુખ્યધારાની હિન્દી ફિલ્મોમાં વેસ્ટર્ન લોકેશન્સમાં ભાગ્યે જ ભેદ પાડી શકાય છે.

હીરો-હીરોઇન ગીત ગાતાં હોય તેના બેકગ્રાઉન્ડમાં સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીના સ્થાને ઍફીલ ટાવર જોવા મળ્યો તેને બાદ કરતાં 'કલ હો ના હો' જેવી ફિલ્મોમાં જે રીતે અમેરિકા દર્શાવવામાં આવ્યું હતું.

એવી જ રીતે અહીં ફ્રાન્સ દેખાડવામાં આવ્યું હતું.

ભારતના પરિવેશ અને ઉત્સાહને પ્રદર્શિત કરવાની ઝંખના એવી દંભી માન્યતામાં પરિવર્તિત થાય છે કે ફ્રાન્સ, અમેરિકા કે બ્રિટનના નિરસ તથા નિર્જીવ જીવન કરતાં 'ભારતીય સંસ્કૃતિ' વધારે ઉત્સાહસભર છે.

ફિલ્મના હીરો-હીરોઇનની જોડી જીવનનો ભરપૂર આનંદ માણવા ટેવાયેલી છે, પણ પશ્ચિમી સમાજના પ્રકૃતિને ઓળખાવતું લક્ષણ જીવનને ભરપૂર માણવાનું વિરોધી હોય એવું લાગે છે.

પશ્ચિમી લગ્નો ભારતીય લગ્નોની તોલે આવી શકે નહીં.

એવી જ રીતે વેસ્ટર્ન ફૂડનો સ્વાદ પણ ભારતીય વાનગીઓ જેવો ન હોય.

પશ્ચિમી સમાજના લોકો આપણા ભારતીય કથાનાયકો જેટલા ચાલાક નથી.

કેટલાક અપવાદને બાદ કરતાં આ સમાજોમાં બધું શ્વેતવર્ણી જ શા માટે હોય છે એ વિચારીને પણ તકલીફ થાય છે.

સંસ્કૃતિ સંબંધી વિષયો પર લખતાં લેખિકા ઈશા અરોરાએ નોંધ્યું છે તેમ ''વાસ્તવમાં અશ્વેત લોકો અશ્વેત પાત્ર ભજવતાં હોય તેવા જૂજ કિસ્સાઓમાં પણ તેઓ અત્યંત નુકસાનકારક પાત્રો પ્રસ્તુત કરે છે.''

અરોરા ઉમેરે છે, ''દાખલા તરીકે, પ્રિયંકા ચોપડાને ચમકાવતી 2014ની ફિલ્મ 'ફેશન'માં પણ દારૂના નશામાં ચકચૂર પ્રિયંકા એક અશ્વેત પુરુષ સાથે એક વખત સેક્સ માણે છે, ત્યારે ફિલ્મનું મુખ્ય પાત્ર તેને સંસ્કારહિન માનવા લાગે છે.''

ડીડીએલજેમાં રજૂ કરવામાં આવેલો દૃષ્ટિકોણ 90ના દાયકા માટે બરાબર હશે, પણ મુખ્યધારાની હિન્દી ફિલ્મોની ટૂંકી દૃષ્ટિ તેની ખામી બનતી જાય છે.

કારણ કે દુનિયાભરમાં વસતા ભારતીય મૂળના લોકોની પેઢી બદલાઈ રહી છે અને તેઓ પરિપકવ થઇ રહ્યા છે.

પરદેશ અને ભારતીય સિનેમા

ભારત છોડીને પરદેશ ગયેલા પરિવારોના વડીલોને માતૃભૂમિ માટેનું ખેંચાણ અપીલ કરી શકે છે.

પોતાનાં ભારતીય મૂળિયાને જાળવી રાખવાની યુવા કથાનાયકોની ઇચ્છાથી ઘરઆંગણાના દર્શકો રાજી થાય.

છતાં પરદેશમાં જન્મેલા અને ઉછરેલા ભારતીય-અમેરિકનો કે બ્રિટિશ-ભારતીયોને એવું નથી લાગતું કે તેમના જીવનનું પ્રતિબિંબ શાહરુખ ખાન કે અક્ષય કુમારની ફિલ્મોમાં જોવા મળે છે.

તમને આ પણ વાંચવું ગમશે

હિન્દી ફિલ્મોનાં પાત્રો મુખ્યત્વે હિન્દી બોલે છે તથા તેમનું ઇંગ્લિશ પ્રચૂર ભારતીય લઢણવાળું છે એ જાણીને તેમને આઘાત લાગે છે એ યોગ્ય છે.

હોલિવૂડની પ્રચૂર પ્રમાણમાં શ્વેત કથાવિચારવાળી કે બોલિવૂડની ચીલાચાલુ ફિલ્મોએ તેમની અપેક્ષાને સંતોષી નથી.

'ધ બિગ સિક', 'ધ નેમસેક' અને 'મીટ ધ પટેલ્સ' જેવી ફિલ્મોની સફળતા મહત્વની છે.

આ ફિલ્મો લાગણીવેડા કે રતુંબડા ભૂતકાળથી અલગ એવા અનુભવને હાઈલાઇટ કરે છે.

બોલિવૂડ જેની દરકાર નથી કરતું એ દ્વિધાને આ ફિલ્મો વાચા આપે છે. એ ફિલ્મો એક અજાણ્યા જૂથની વાત કહે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો