વાઇનસ્ટીન પર એન્જેલિના જોલી સહિતની અભિનેત્રીઓ જાતીય શોષણનો આરોપ

ઓસ્કર અવૉર્ડ આપતી સંસ્થાએ હોલીવૂડના ચર્ચાસ્પદ ફિલ્મ નિર્માતા હાર્વી વાઇનસ્ટીનને તેમના સભ્યપદેથી દૂર કરવાનો નિર્ણય કર્યો છે.

યુએસ અકૅડમિ ઑફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સનાં સભ્યોમાંથી બે તૃત્યાંશથી વધુ સભ્યોએ વાઇનસ્ટીનને તત્કાલીક ધોરણે પદ પરથી દૂર કરવાના નિર્ણયનું સમર્થન કર્યું છે.

આ સભ્યોમાં હોલીવૂડની જાણીતી હસ્તીઓ ટૉમ હૈંક્સ અને વ્હૂપી ગોલ્ડબર્ગ પણ સામેલ છે.

તમને આ વાંચવું પણ ગમશે :

અમેરિકી અભિનેત્રી રોઝ મૈકગોવાને વાઇનસ્ટાઈન પર હોટલના રૂમમાં તેની પર બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો છે. આ સિવાય અન્ય મહિલાઓએ પણ તેમની પર યૌન શોષણના આરોપ લગાવ્યા છે.

તેમાં ગ્વેનેથ પૅલ્ટ્રો અને એન્જેલિના જોલી પણ સામેલ છે.

તાત્કાલિક મીટિંગ કરવામાં આવી

આ આરોપોની લીધે બૉર્ડની તત્કાલીક બેઠક બોલાવામાં આવી જેમાં વાઇનસ્ટીન અંગે ચર્ચા કરવામાં આવી.

ઓસ્કર અકૅડમિએ તેના નિવેદનમાં કહ્યું કે સંસ્થાએ આ નિર્ણય એટલે લીધો કેમકે ફક્ત અમે જ તેમને દૂર કરવા જ નથી માંગતા, જેમને પોતાના સહયોગીઓ પાસેથી જ સન્માન નથી મળતું.

આમ કરીને અમે સંદેશો આપવા માંગીએ છીએ કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાતીય શોષણના વ્યવહાર મામલે જાણીજોઈને અજાણ્યા રહેવું અને શરમજનક રીતે તેમાં સહભાગી થવાનો સમય હવે ખતમ થઈ ચૂક્યો છે.

અકૅડમિએ કહ્યું,"આ એક એવી સમસ્યા છે જેના માટે આપણા સમાજમાં જગ્યા જ ન હોવી જોઈએ."

વાઇનસ્ટીનની ફિલ્મો અત્યાર સુધી 300થી વખત ઓસ્કર માટે નામાંકિત થઈ છે અને 81 વખત ઓસ્કર અવૉર્ડ જીતી ચૂકી છે.

વાઇનસ્ટીને તેમના ઉપર લાગેલા બળાત્કાર, યૌન હિંસા અને યૌન શોષણના આરોપોને નકારી દીધા છે.

તેમની પ્રવક્તાનું કહેવું છે કે તેમણે જેમની પણ સાથે શારિરિક સંબંધ બનાવ્યા તે પરસ્પર સંમતિથી જ બનાવ્યા છે.

ઘણાએ તેમનાથી છેડો ફાડી લીધો

બ્રિટિશ અકૅડમિ ફિલ્મ અઑર્ડ્સ, બાફ્ટા પણ અગાઉ વાઈનસ્ટીનને સસ્પેન્ડ કરી ચૂક્યું છે.

કાન ફિલ્મ ફેસ્ટિવલના અધ્યક્ષ પેરી લેસ્કિયૂરે કહ્યું 'આ આરોપો સાંભળીને તેમની સંસ્થાને ઘણુ આશ્ચર્ય છે.તે નિયમિત પણે કાન ફિલ્મ ફેસ્ટિવલ જતા હતા.'

દરમિયાન રિપોર્ટર્સ સાથે વાત કરતા હાર્વે વાઈનસ્ટીનના ભાઈ બૉબ વાઇનસ્ટીને તેમને બીમાર અને વંચિત ગણાવ્યા. તેમણે કહ્યું કે તેમને આ વાતનો જરાય અંદાજો ન હતો કે "વાઇનસ્ટીન એક પ્રકારે ઘાતકી બની જશે"

જો કે મહિલાઓ સાથે થયેલા કરારો અંગેની વાતચીત મામલે તેમને અને તેમની કંપનીના બૉર્ડને કોઈ જાણકારી હતી તે વિશે બૉબ વાઇનસ્ટીને ટિપ્પણી કરવાની ના પાડી દીધી.

તેમણે કહ્યું કે તેમના ભાઈની કરતૂતો વિશે કંપનીના બૉર્ડને કોઈ જાણકારી નહોતી.

વળી, તેમના ભાઈની માફીને વાહિયાત ગણાવતા તેમણે ઉમેર્યું કે તે જે કંઈ પણ જાણે છે તેટલું જણાવી શકે છે. હાર્વી એક આક્રમક અને ધાકધમકીથી કામ કરાવનારો માણસ છે અને તેમને આ વાત ખબર છે.

સમગ્ર આરોપો બાદ તેમની પત્ની જ્યોર્જીના ચેપમેને કહ્યું કે તે વાઇનસ્ટીનને છોડીને જઈ રહ્યાં છે.

કોણ છે વાઇનસ્ટીન?

હાર્વી વાઇનસ્ટીન હોલીવૂડના ચર્ચિત નિર્માતા છે. 65 વર્ષીય વાઇનસ્ટીન 'પલ્પ ફિક્શન' અને 'ક્લર્ક્સ' જેવી ચર્ચિત ફિલ્મો બનાવનારી કંપની મીરામૈક્સના સંસ્થાપક પણ છે.

તેમને 'શેક્સપિયર ઈન લન' ફિલ્મ બનાવવા બદલ ઓસ્કર પણ મળી ચૂક્યો છે.

બ્રિટનની ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીમાં યોગદાન બદલ તેમને 2004માં બ્રિટિશ રાજપરિવાર તરફથી સીબીઈની માનદ પદવી પણ આપવામાં આવી હતી.

હાર્વીએ બે વખત લગ્ન કર્યા છે. 41 વર્ષીય બ્રિટિશ અભિનેત્રી અને ફેશન ડિઝાઇનર જ્યોર્જીના ચૈપમૈને 2007થી તેમનાં પત્ની છે.

જો કે જાતીય શોષણના આરોપ બાદ તેમણે વાઇનસ્ટીનથી અલગ થવાની ઘોષણા કરી દીધી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો