જ્યારે હુલ્લડોની વચ્ચે 'સરહદના ગાંધી' ગફાર ખાનના કારણે શક્ય બની અ'વાદની રથયાત્રા

    • લેેખક, કલ્પિત ભચેચ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

અમદાવાદ માટે વાર્ષિક લોકઉત્સવ ગણાતી ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા ગુરુવારે યોજાઈ રહી છે.

રથયાત્રા દરમિયાન ઘણી વખત કોમી તણાવ સર્જાતો હતો.

વર્ષ 1969ની રથયાત્રા ઘણા અર્થમાં ઐતિહાસિક બની રહી હતી. એ વર્ષે કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા.

આ જ સમયે 'સરહદના ગાંધી' ગફાર ખાને જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી અને શહેરમાં તોફાનો શમી જાય એવા પ્રયાસો કર્યા હતા.

એમના પ્રયાસોનું જ ફળ હતું કે એ વખતની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે યોજવાનું શક્ય બન્યું હતું.

અન્ય એક ઐતિહાસિક રથયાત્રા વર્ષ 1946ની છે. સૌપ્રથમ વખત 1946ની રથયાત્રા વખતે હુલ્લડ થયાં હતાં.

એ સમયે વસંત હેગિષ્ટે તથા રજબ લાખાણી નામના બે યુવાનોએ હિંસક ટોળાને ગાંધી માર્ગે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.

હિંસક ટોળાએ બંનેની હત્યા કરી નાખી હતી, ત્યારથી કોમી એખલાસના આ દૂતોને 'વસંત-રજબ' એમ એક જ નામથી બોલાવવામાં આવે છે.

અમદાવાદમાં ગાયકવાડની હવેલી ખાતે 'બંધુત્વ સ્મારક'ના નામથી સ્મૃતિસ્થળ ઊભું કરવામાં આવ્યું છે.

ત્યારે બીબીસી ગુજરાતી રથયાત્રાની કેટલીક રસપ્રદ તસવીરો લઈ આવ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો