જ્યારે હુલ્લડોની વચ્ચે 'સરહદના ગાંધી' ગફાર ખાનના કારણે શક્ય બની અ'વાદની રથયાત્રા

રથયાત્રા 1956

ઇમેજ સ્રોત, Shukdev bhachech

ઇમેજ કૅપ્શન, 1956ની રથયાત્રામાં 12 અશ્વોની બગી આકર્ષણનું કેન્દ્ર હતી, આ બગીમાં જગન્નાથ મંદિરના મહંત બેસતા
    • લેેખક, કલ્પિત ભચેચ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

અમદાવાદ માટે વાર્ષિક લોકઉત્સવ ગણાતી ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા ગુરુવારે યોજાઈ રહી છે.

રથયાત્રા દરમિયાન ઘણી વખત કોમી તણાવ સર્જાતો હતો.

વર્ષ 1969ની રથયાત્રા ઘણા અર્થમાં ઐતિહાસિક બની રહી હતી. એ વર્ષે કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા.

આ જ સમયે 'સરહદના ગાંધી' ગફાર ખાને જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી અને શહેરમાં તોફાનો શમી જાય એવા પ્રયાસો કર્યા હતા.

એમના પ્રયાસોનું જ ફળ હતું કે એ વખતની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે યોજવાનું શક્ય બન્યું હતું.

અન્ય એક ઐતિહાસિક રથયાત્રા વર્ષ 1946ની છે. સૌપ્રથમ વખત 1946ની રથયાત્રા વખતે હુલ્લડ થયાં હતાં.

એ સમયે વસંત હેગિષ્ટે તથા રજબ લાખાણી નામના બે યુવાનોએ હિંસક ટોળાને ગાંધી માર્ગે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.

હિંસક ટોળાએ બંનેની હત્યા કરી નાખી હતી, ત્યારથી કોમી એખલાસના આ દૂતોને 'વસંત-રજબ' એમ એક જ નામથી બોલાવવામાં આવે છે.

અમદાવાદમાં ગાયકવાડની હવેલી ખાતે 'બંધુત્વ સ્મારક'ના નામથી સ્મૃતિસ્થળ ઊભું કરવામાં આવ્યું છે.

ત્યારે બીબીસી ગુજરાતી રથયાત્રાની કેટલીક રસપ્રદ તસવીરો લઈ આવ્યું છે.

line
રથયાત્રા 1969

ઇમેજ સ્રોત, Shukdev bhachech

ઇમેજ કૅપ્શન, 1969માં કોમી હુલ્લડોના માહોલમાં જગન્નાથ મંદિરના મહંત સેવાદાસ મહારાજ સાથે 'સરહદના ગાંધી' ગફાર ખાન.
રથયાત્રા 1985

ઇમેજ સ્રોત, Shukdev bhachech

ઇમેજ કૅપ્શન, 1985માં તોફાનોના કારણે ગુજરાત સરકારે રથયાત્રા પર પ્રતિબંધ મૂક્યો હતો છતાં રથયાત્રા કાઢવામાં આવી હતી.
રથયાત્રા 1993

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, વર્ષ 1993માં રથયાત્રાની સુરક્ષાના હેતુથી ભગવાન જગન્નાથના ત્રણ રથોને બુલેટપ્રૂફ કાચથી સુરક્ષિત કરાયા હતા.
રથયાત્રા 2013

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, વર્ષ 2013ની રથયાત્રામાં એ વખતના મુખ્ય મંત્રી અને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી
રથયાત્રા 2014

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, વર્ષ 2014ની રથયાત્રા દરમિયાન જગન્નાથ મંદિર ખાતે પૂર્વ મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલ.
રથયાત્રા 2017

ઇમેજ સ્રોત, kalpit bhachech

ઇમેજ કૅપ્શન, વર્ષ 2017ની રથયાત્રામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી.
line
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો