રાહુલ ગાંધી: ભાજપ-કોંગ્રેસની લડાઈ કૌરવો-પાંડવો જેવી

કોંગ્રેસના મહાધિવેશનને સંબોધિત કરી રહેલા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, TWITTER@INCINDIA

કોંગ્રેસ પાર્ટીનાં 84મા મહાઅધિવેશનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્રમાં સત્તા પર રહેલી ભાજપ સરકાર અને આરએસએસ પર શાબ્દિક હુમલા કર્યા હતા.

દિલ્હીમાં યોજાયેલા મહાઅધિવેશનમાં રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાંડવો જેવા છે. ભાજપ અને આરએસએસ કૌરવો જેવા છે.

અમે સચ્ચાઈ માટે લડીએ છીએ જ્યારે તેઓ શક્તિ માટે લડે છે. તેમણે કહ્યું કે કૌરવોની જેમ ભાજપ સત્તાનાં નશામાં ચૂર છે.

line

ભાષણના મુખ્ય મુદ્દા

રાહુલ ગાંધી સ્ટેડિયમમાં સંબોધતી વખતે

ઇમેજ સ્રોત, CHANDAN KHANNA/Getty Images

  • ભાજપ એક સંગઠનનો અવાજ છે જ્યારે કોંગ્રેસ સમગ્ર દેશનો અવાજ છે.
  • લાખો કોંગ્રેસી કાર્યકર્તાઓએ દેશના માટે પોતાના પ્રાણોની આહુતિ આપી છે.
  • કોંગ્રેસી નેતા અંગ્રેજોના સમયે જેલમાં ગયા હતા. આજે ભ્રષ્ટાચારીઓ સત્તારૂઢ છે.
  • આપણે વિશ્વની સૌથી ઝડપી વિકસી રહેલી અર્થવ્યવસ્થા છીએ. બીજી તરફ કરોડો યુવાનોની પાસે રોજગાર નથી.

તમને આ પણ વાંચવું ગમશે

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, CHANDAN KHANNA/Getty Images

  • અમને નફરત કરતાં આવડતી જ નથી. અમને નફરત કરશો તો પણ અમે નફરત નહીં કરીએ.
  • યુવાઓને રોજગાર આ સંગઠન જ આપી શકે છે. એના માટે કોંગ્રેસનાં સંગઠનને બદલવું પડશે.
  • બહારથી આવેલા નેતાઓને ટિકિટ નહીં આપવાની તથા કાર્યકરોને શિસ્તબદ્ધ રીતે કામ કરવા હાંકલ કરી હતી.
  • મીડિયા વિશે બોલતા કહ્યું કે આજે મીડિયા ડરી રહ્યું છે. પરંતુ જ્યારે આરએસએસ તમને મારવા આવશે, ત્યારે અમે તમારી રક્ષા કરીશું.
  • 2019માં નરેન્દ્ર મોદી ફસાઈ જાશે. તેઓ માને છે કે તેઓ ભગવાનનો અવતાર છે. 2019માં દેખાડીશું કે કેવી રીતે ચૂંટણી લડાય છે.
  • અમે અમે ભૂલ કરી હોય તો સ્વીકારી લઈએ છીએ, પરંતુ મોદીજી માનતા નથી. નોટબંધીની ભૂલ સ્વીકારતા જ નથી.
  • આ સિવાય પીએનબી. દલિતો પર હુમલા, છૂત-અછૂત મુદ્દે વાત કરી.

તમને આ પણ વાંચવું ગમશે

line
વીડિયો કૅપ્શન, #BBCShe : દિલ્હી, પટણા, વિશાખાપટ્ટનમ, કોઈમ્બતૂર, નાગપુર. રાજકોટ. જલંધરની લેશે મુલાકાત

રાહુલ ગાંધીએ કહ્યું, "ગુજરાત ચૂંટણી પ્રચાર વખતે મારા પર મંદિરોમાં જાવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, પરંતુ હું તો વર્ષોથી જાઉં છું.

"હું ખાલી મંદિર જ નહીં, ગુરુદ્વારા-ચર્ચ-મસ્જિદમાં વર્ષોથી જાઉં છું."

દિલ્લીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં મળેલા પાર્ટીના 84મા અધિવેશનમાં રવિવારે પીસીસી ડેલિગેટ્સ અને AICC (ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી)ના સભ્યોની હાજરીમાં તમામ સત્તાઓ રાહુલ ગાંધીએ આપવાના પ્રસ્તાવને સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો