ઈરફાન ખાનની બીમારીનો ઇલાજ આ રીતે કરવામાં આવશે?

ઇમેજ સ્રોત, Getty Images
એક્ટર ઈરફાન ખાને તેમની 'વિશિષ્ટ બીમારી' બાબતે ટ્વિટર પર ટ્વીટ કરી જાણકારી આપી છે.
ઈરફાન ખાને પાંચમી માર્ચે જણાવ્યું હતું કે તેઓ એક ખતરનાક બીમારીથી પીડાઈ રહ્યા છે.
એ પછી ઈરફાન ખાનની બીમારી બાબતે જાતજાતના અનુમાનો કરવામાં આવી રહ્યું હતું.
ઈરફાન ખાને શુક્રવારે એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેઓ 'ન્યૂરોએંડોક્રાઈન ટ્યૂમર'થી પીડાઈ રહ્યા છે.

શું જણાવ્યું ટ્વીટમાં?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ઈરફાન ખાને આ ટ્વીટમાં જણાવ્યું છે, "જીવનમાં અનપેક્ષિત ફેરફાર તમને આગળ વધતાં શીખવે છે. મારી સાથે ગત દિવસોમાં આવું જ કંઈક થયું હતું."
"મને ન્યૂરોએંડોક્રાઈન ટ્યૂમર થયું છે એ જાણ્યા પછી તેને સ્વીકારવાનું મારા માટે મુશ્કેલ છે પણ મારી આસપાસ જે લોકો છે તેમના પ્રેમ અને દુઆઓને મને શક્તિ આપી છે. થોડી આશા પણ બંધાઈ છે."
"આ બીમારીની સારવાર માટે હાલ મારે દેશમાંથી દૂર જવું પડી રહ્યું છે, પણ બધા શુભેચ્છા મોકલવાનું ચાલુ રાખે એવું હું ઇચ્છું છું."

આ બીમારી મસ્તક સંબંધી છે?
પોતાની બીમારી વિશે ઈરફાન ખાને આ ટ્વીટમાં આગળ જણાવ્યું હતું, "ન્યૂરો સાંભળીને લોકોને લાગે છે કે આ બીમારીને જરૂર દિમાગ સાથે સંબંધ હશે, પણ એવું નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"આ બીમારી વિશે વધુ જાણવા માટે આ ગૂગલ કરી શકો છો."
"મારી બીમારી વિશે હું કંઈ કહું એ જાણવા માટે જે લોકોએ મારા શબ્દોની પ્રતિક્ષા કરી છે તેમના માટે હું અનેક નવી કથાઓ સાથે જરૂર પાછો ફરીશ."

કેવું હોય છે આ પ્રકારનું ટ્યૂમર?

ઇમેજ સ્રોત, Getty Images
એનએચએસ ડોટ યૂકે પ્રમાણે, "ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર એક દુર્લભ પ્રકારનું ટ્યૂમર હોય છે. જે શરીરના ઘણાં અંગોમાં વિકસીત થઈ શકે છે."
જોકે, દર્દીઓની સંખ્યા દર્શાવે છે કે આ ટ્યૂમર મોટાભાગે આંતરડાંમાં થાય છે.
તેમની શરૂઆતની અસર એ બ્લડ સેલ્સ પર થાય છે જે લોહીમાં હૉર્મોન છોડે છે.
આ બીમારી ઘણીવાર ખૂબ જ ધીમી ગતિથી વધે છે. પરંતુ દરેક મામલામાં આવું હોય તે જરૂરી નથી.

શું હોય છે તેના લક્ષણો?
દર્દીનાં શરીરમાં ટ્યૂમર કયા ભાગમાં થયું છે તેના પર લક્ષણો નક્કી થાય છે.
જો તે પેટમાં થાય તો દર્દી સતત કબજિયાતની ફરિયાદ કરે છે. જો ફેફસાંમાં થાય તો સતત કફ રહેશે.
આ બીમારી થયા બાદ દર્દીનું સુગર લેવલ વધતું-ઘટતું રહે છે.

બીમારીનું કારણ શું હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
ડૉક્ટર હજી સુધી આ બીમારીને લઈને તેનાં કારણોના કોઈ નિષ્કર્ષ સુધી પહોંચી શક્યા નથી.
ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર વિવિધ કારણોને લીધી થઈ શકે છે. જોકે, તે આનુવાંશિકરૂપે પણ થાય છે.
માનવામાં આવી રહ્યું છે કે જે પરિવારમાં આવા મામલા ભૂતકાળમાં સામે આવ્યા હોય તે પરિવારના લોકોને વધારે જોખમ રહે છે.
વિવિધ બ્લટ ટેસ્ટ, સ્કેન અને બાયોપ્સી કર્યા બાદ આ બીમારી પકડમાં આવે છે.

આ બીમારીનો ઇલાજ શું છે?
ટ્યૂમર કયા સ્ટેજ પર છે, તે શરીરના ક્યા હિસ્સામાં છે અને દર્દીની તબિયત કેવી છે, આ બધાના આધાર પર નક્કી થાય છે કે તેનો ઇલાજ કેવી રીતે થશે.
સર્જરી દ્વારા આનો ઇલાજ કરવામાં આવે છે.
પરંતુ મોટાભાગના મામલામાં સર્જરીનો ઉપયોગ બીમારી પર કાબૂ મેળવવા માટે કરવામાં આવે છે.
તેના દ્વારા દર્દીને એવી દવાઓ આપવામાં આવે છે જેથી શરીર ઓછી માત્રામાં હૉર્મોન છોડે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












