થ્રી ઇડિયટ્સ અને આ ભાઈ વચ્ચે શું કનેક્શન?
મહારાષ્ટ્રના જળગાંવમાં રહેતા જહાંગીર શેખે એક જુગાડુ ઘરઘંટી અને કારને સ્પ્રે કરવાનું મશીન બનાવ્યું છે.
તેમની આ રચના સુપર હિટ ફિલ્મ ‘થ્રી ઇડિયટ્સ’માં પણ દર્શાવવામાં આવી હતી.
હાલ થોડા સમય માટે અમદાવાદમાં રહેવા આવેલા જહાંગીર શેખના આ મશીનની ખાસ વાત એ છે કે તે તેમના સ્કૂટર સાથે જોડાયેલું છે.
છેલ્લા વીસ વર્ષથી તેઓ આ ઘરઘંટીનો ઉપયોગ લાઇટ ના હોય ત્યારે કરે છે.
તેમના કહેવા મુજબ આ ઘરઘંટી સોલર, ગેસ અને પેટ્રોલથી ચાલે છે.
ઉપરાંત તેમણે કારને કલર કરવાનું પેન્ટર મશીન પણ વિકસાવ્યું છે.
સ્કૂટરમાં કમ્પ્રેસર લાગાડ્યું છે જેના થકી ટાયરમાં હવા પણ ભરી શકાય છે.
જહાંગીરે તેમની આ શોધને પેટન્ટ પણ કરાવી છે.
તેમની આ શોધ કંઈ છે અને કેવી રીતે કામ કરે છે તે માટે જુઓ આ વીડિયો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો