You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ત્રણ વર્ષની સૌથી વધુ પેટ્રોલ કિંમતથી ભારતમાં ભડકે બળતા ઇંધણના ભાવ
- લેેખક, મેધાવી અરોરા
- પદ, બિઝનેસ રિપોર્ટર, બીબીસી ન્યૂઝ
વાહન માટે લાઇફ સેવિંગ કીટ ગણાય તેવા સ્થિરતાપૂર્વક આગળ વધી રહેલા પેટ્રોલ - ડીઝલના ભાવોએ આજના ભાવ વધારા પછી નવો જ રેકોર્ડ સર્જ્યો છે.
ભારત સરકારની આંશિક માલિકીની કંપની ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન જે રીતે રેકોર્ડ રાખે છે તેને ધ્યાનમાં લેતાં બુધવારે (19 જાન્યુઆરી) પેટ્રોલના ભાવો ઑગસ્ટ 2014 પછીની સૌથી ઊંચી સપાટીએ છે.
દેશની રાજધાની નવી દિલ્હીમાં બુધવારે સવારે છ કલાકે પેટ્રોલ 71.39 રૂપિયે લિટર અને ડિઝલ 62.06 રૂપિયે લિટર વેચાતું હતું.
તેનો એ અર્થ એ કે આગલા દિવસ મંગળવારની સરખામણીએ માત્ર ચોવીસ કલાકમાં જ પેટ્રોલમાં 12 પૈસાનો અને ડિઝલમાં 18 પૈસાનો વધારો થયો છે.
તમને આ પણ વાંચવું ગમશે
દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં પેટ્રોલ - ડીઝલની કિંમતો નવી જ ઊંચાઈએ છે.
મુંબઈમાં એક લિટર પેટ્રોલના 79.27 રૂપિયા અને એક લિટર ડિઝલના 66.09 રૂપિયા છે.
શા માટે ભારતમાં દૈનિક ધોરણે ભાવ બદલે છે?
પેટ્રોલિયમના ભાવો નક્કી કરવાની નવી પધ્ધતિ ગયા વર્ષે જૂન મહિનાથી અમલમાં આવી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેને ધ્યાનમાં લઇએ તો દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં અનુક્રમે સાત ટકા અને અગિયાર ટકાનો વધારો થયો છે.
જૂન મહિનાથી પેટ્રોલિયમની કિંમતો ડાઇનેમિક પ્રાઇસિંગ સિસ્ટમ પ્રમાણે નક્કી થાય છે.
આથી ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ બદલાય છે.
આ અગાઉની પધ્ધતિમાં દર પખવાડિયે ભાવો નવેસરથી નિર્ધારિત થતા હતા અને તે પંદર વર્ષના લાંબા સમય માટે અમલમાં રહી.
આજે જે ભાવવધારો થયો તેનું કારણ બ્રેન્ટ ક્રૂડના ભાવોમાં વૈશ્વિક ધોરણે આવેલો ઉછાળો છે.
ગયા અઠવાડિયે બ્રેન્ટ ક્રૂડના ભાવ છેલ્લા ચાર વર્ષની સૌથી વધુ ઊંચાઈએ એટલે કે બેરલ દીઠ 70 ડોલરે પહોંચ્યા હતા.
ઑઇલ ઉત્પાદનોમાં ભારત ત્રીજા ક્રમે
ઓપેક (ઑર્ગેનાઇઝેશન ઑફ ધ પેટ્રોલિયમ એક્સપૉર્ટિંગ કન્ટ્રીઝ) અને રશિયા દ્વારા ક્રૂડનો જથ્થો - વિતરણ નિયંત્રિત કરવામાં આવતા અને અમેરિકા દ્વારા ઉત્પાદનમાં ઘટાડો કરવામાં આવતા આમ બન્યું.
ઑઇલ ઉત્પાદનોના ઉપયોગમાં અમેરિકા અને ચીન પછી ભારત દુનિયામાં ત્રીજા ક્રમે આવે છે.
ભારતની સ્થાનિક સ્તરે ઉપયોગમાં લેવાતી સિત્તેર ટકા ખનીજ તેલની માંગ તેની આયાતથી પૂરી થાય છે. એટલે જ ભાવો વધતા રહે છે એ સ્વાભાવિક છે.
આજ કારણે સરકાર સમક્ષ એવી માગણી થતી આવી છે, થતી રહે છે કે તેણે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવો જોઇએ જેથી ગ્રાહકોનો ભાર-બોજો હળવો થાય.
સ્થિતિ ક્યારે સામાન્ય થશે?
પણ આ ભાવવધારાથી કંઈ બધા જ લોકો ચિંતામાં નથી.
મુંબઈ ખાતે જિઓજિટ ફાઇનાન્સિઅલ સર્વિસીસના ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ ગૌરાંગ શાહના જણાવ્યા પ્રમાણે ક્રૂડ ઑઇલ ક્ષેત્રે ભાવવૃધ્ધિનું વલણ માત્ર ટૂંકા અને મધ્યમ સમયગાળા માટે જ હોય છે.
બીબીસી સંવાદદાતાને તેમણે જણાવ્યું કે, ''ઉત્પાદનમાં ઘટાડો, ઈરાનની બદલાયેલી ભૂ-રાજકીય પરિસ્થિતિ અને વિશ્વભરમાં સતત ઘટી રહેલા તાપમાને ક્રૂડ ઑઇલની માગમાં વધારો કર્યો."
"આગામી ત્રણથી ચાર મહિનામાં આ તમામ બાબતો હળવી થતાં કે તેનો અંત આવતા તમને પૂર્વવત સ્થિતિ જોવા મળશે.''
પેઇન્ટસ્ (રંગ-રસાયણ) અને ટાયર-ટ્યુબ ઉત્પાદકો કે જેઓ કાચા માલ તરીકે ક્રૂડ ઑઇલનો મોટા પાયે ઉપયોગ કરે છે.
અથવા તો માલવહનનું કામ કરતા લોકો-કંપનીઓ પર આ ભાવવધારાની તાત્કાલિક અસર થશે તેમ હાલ જણાતું નથી એમ પણ ગૌરાંગ શાહ માને છે.
કેમ કે તેઓ ક્રૂડ ઑઇલનો નિયમિત પૂરવઠો મેળવવા માટે લાંબા ગાળાના કોન્ટ્રાક્ટ ધરાવતા હોય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો