વાંચો ચાર જજોએ ચીફ જસ્ટિસને લખેલો પત્ર

ઇમેજ સ્રોત, PTI
સુપ્રીમ કોર્ટના પાંચ વરિષ્ઠ ન્યાયાધીશોએ ચીફ જસ્ટિસ દીપક મિશ્રને પત્ર લખીને ગત થોડા મહિનાઓ દરમિયાન આપવામાં આવેલા ચુકાદાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
આ જજોનું કહેવું છે કે આ આદેશોને કારણે ન્યાયતંત્રના વ્યવસ્થાતંત્ર પર વિપરીત અસર થઈ છે.
જસ્ટિસ જે. ચેલમેશ્વર, રંજન ગોગોઈ, મદન લોકુર તથ કુરિયન જોસેફે લખેલા આઠ પન્નાનો પત્ર લખ્યો છે. જે આ મુજબ છે.

ડિયર ચીફ જસ્ટિસ,
ભારે નારાજગી અને ચિંતા સાથે અમે આપને આ પત્ર લખવાનું વિચાર્યું, જેથી અદાલત દ્વારા આપવામાં આવેલા કેટલાક ચુકાદાને રેખાંકિત કરવામાં આવે.
આના પગલે ન્યાય વ્યવસ્થા તથા હાઈકોર્ટ્સની સ્વતંત્ર ઉપરાંત સુપ્રીમ કોર્ટની કાર્યપદ્ધતિને પણ માઠી અસર પહોંચી છે.
તમને આ પણ વાંચવું ગમશે

ઇમેજ સ્રોત, Supreme Court
કલકતા, બોમ્બે તથા મદ્રાસમાં ત્રણ હાઈકોર્ટની સ્થાપના સાથે જ ન્યાય વ્યવસ્થામાં કેટલીક પરંપરાઓ અને માન્યતાઓ સ્થાપિત થઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ હાઈકોર્ટ્સની સ્થાપનાના એક દાયકા બાદ સુપ્રીમ કોર્ટ અસ્તિત્વમાં આવી. આ પરંપરાઓ સુપ્રીમ કોર્ટના અસ્તિત્વ પહેલાથી ન્યાયતંત્રમાં છે.
સારી રીતે સ્થાપિત સિદ્ધાંતોમાંથી એક સિદ્ધાંત એવો પણ છે કે કામકાજની ફાળવણી (રોસ્ટર)નો વિશેષાધિકાર મુખ્ય ન્યાયાધીશ પાસે છે.
જેથી કરીને કઈ કોર્ટના કયા સભ્ય તથા કઈ બેન્ચ કયા કેસની સુનાવણી કરશે.
આ પરંપરાઓ એટલા માટે સ્થાપિત કરવામાં આવી હતી કે જેથી કરીને કોર્ટની કામગીરીનું નિયમન પ્રભાવક રીતે થઈ શકે.
આ પરંપરા મુખ્ય ન્યાયધીશને તેમની વાત સાથીઓ (અન્ય જજો) પર થોપવાની છૂટ નથી આપતી.
આ દેશમાં ન્યાયતંત્રમાં એ બાબત સારી રીતે પ્રસ્થાપિત છે કે મુખ્ય ન્યાયધીશ અન્યોમાં પ્રથમ છે. ન તેમનાથી આગળ, કે ન તેમનાથી પાછળ.
રોસ્ટર નક્કી કરવાની બાબતમાં પણ સ્થાપિત અને માન્ય પરંપરા છે કે ચીફ જસ્ટિસ કોઈ બેન્ચને કોઈ કેસની ફાળવણી કેવી રીતે કરશે.

ઇમેજ સ્રોત, PTI
ઉપરોક્ત સિદ્ધાંત બાદ બીજું તર્કસંગત પગલું એ છે કે અદાલત સહિત અલગઅલગ ન્યાય વ્યવસ્થાઓ આ બાબતોનું નિરાકરણ પોતાની જાતે જ ન લાવી શકે.
તેની સુનાવણી કોઈ યોગ્ય બેન્ચ દ્વારા થવી જોઇએ. ઉપરોક્ત બંને નિયમોનો ભંગ કરવાથી વિપરીત અને અનિચ્છિત પરિણામો આવશે.
જે ન્યાયતંત્રની અખંડતા અંગે દેશના રાજનીતિના મનમાં સંશય પેદા થશે.
સાથે જ આવા નિયમોને દૂર કરવાથી જે બબાલ થશે, તેની કલ્પના કરી શકાય છે.
અમને એ વાત જણાવતા અત્યંત નિરાશા થઈ રહી છે કે ગત થોડા સમયથી ઉપરોક્ત બંને નિયમોનું પાલન નથી થઈ રહ્યું.
દેશ તથા સંસ્થાનને અસર કરતા અનેક કેસ મુખ્ય ન્યાયધીશે 'પોતાની પસંદની બેન્ચ'ને સોંપ્યા હતા.
જેની પાછળ કોઈ તર્ક નથી જણાતો. કોઈ પણ સંજોગોમાં તેની જાળવણી થવી જોઈએ.

ઇમેજ સ્રોત, PTI
સુપ્રીમ કોર્ટે વધારે શર્મિંદગી ન વેઠવી પડે એટલે અમે તેનું વિવરણ નથી આપી રહ્યા. સાથે જ એ યાદ રાખવું ઘટે કે નિયમોનું પાલન ન થવાને કારણે અગાઉ જ તેની છાપને આંશિક નુકસાન થઈ ગયું છે.
અમને એવું લાગે છે કે ઉપરોક્ત મામલે આપનું ધ્યાન 27 ઓક્ટોબર 2017ના આર.પી. લૂથરા વિરુદ્ધ ભારત સરકારની તરફ દોરવામાં આવે.
જેમાં ઠેરવવામાં આવ્યું હતું કે, વ્યાપક જનહિતને ધ્યાને લેતા મેમોરેન્ડમ ઑફ પ્રોસિજરને અંતિમ સ્વરૂપ આપવામાં ઢીલ ન કરવી જોઈએ.
જ્યારે મેમોરેન્ડમ ઑફ પ્રોસિજર સુપ્રીમ કોર્ટ એડ્વોકેટ્સ ઑન રેકર્ડ એસોસિયેશન ઍન્ડ એએનઆર વિરુદ્ધ ભારત સરકારના કેસમાં બંધારણીય બેન્ચમાં હતો.
ત્યારે એ સજવું મુશ્કેલ હતું કે બીજી કોઈ બેન્ચ આ કેસની સુનાવણી કેમ કરે?
ઉપરાંત બંધારણીય ખંડપીઠના ચુકાદા બાદ મે અને પાંચ ન્યાયાધીશોએ કોલેજિયમ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
અને મેમોરેન્ડમ ઓફ પ્રોસિજરને અંતિમ સ્વરૂપ આપીને માર્ચ 2017માં દેશના મુખ્ય ન્યાયધીશને મોકલી આપ્યું હતું.
ભારત સરકારે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નહીં અને આ ચુપકીદીને જોતા એવું માનવું જોઈએ કે:
ભારત સરકારે સુપ્રીમ કોર્ટ એડ્વોકેટ્સ-ઑન-રેકર્ડ એસોસિયેશન મામલામાં સર્વોચ્ચ અદલાતના ચુકાદાના આધારે મેમોરેન્ડમ ઑફ પ્રોસિજર સ્વીકારી લીધી છે.
આથી કોઈ તબક્કે બેન્ચે મેમોરેન્ડમ ઑફ પ્રોસિજરને અંતિમરૂપ આપવા અંગે કોઈ વ્યવસ્થા ઊભી કરવાની ન હતી કે આ કેસને અનિશ્ચિતકાલીન રીતે ટાળી શકાય તેમ નથી.

ઇમેજ સ્રોત, PTI
ચોથી જુલાઈ 2017ના દિવસે આ કોર્ટના સાત જજોની બેન્ચે માનનીય જસ્ટિસ સી. એસ. કર્ણન અંગે ચુકાદો આપ્યો હતો.
એ ચુકદામાં (આર. પી. લૂથરા કેસમાં) અમારામાંથી બેએ નોંધ્યું હતું કે, જજોની નિમણૂક પ્રક્રિયા અંગે ફેર વિચાર કરવાની જરૂર છે.
સાથે જ મહાભિયોગ સિવાયની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. મેમોરેન્ડમ ઑફ પ્રોસિજર અંગે કોઈ ટિપ્પણી કરી ન હતી.
મેમોરેન્ડમ ઑફ પ્રોસિજર સંબંધિત કોઈપણ મુદ્દે મુખ્ય ન્યાયાધીશોની કોન્ફરન્સ તથા પૂર્ણ અંદાલતમાં વિચારણા થવી જોઈએ.
આ બાબત મહત્વપૂર્ણ છે અને જો ન્યાયતંત્ર આ મામલો હાથ ધરવામાં આવે તો માત્ર બંધારણીય બેન્ચને જ તેની જવાબદારી મળવી જોઈએ.

ઇમેજ સ્રોત, PTI
ઉપરોક્ત ઘટનાક્રમને ગંભીરતાથી લેવો જોઈએ.ભારતના માનનીય મુખ્ય ન્યાયાધીશની ફરજ છે કે, તેઓ આ સ્થિતિનો ઉકેલ લાવે.
કોલેજિયમના અન્ય સભ્યો સાથે અને બાદમાં અદાલતના માનનીય જજો સાથે વિચાર-વિમર્શ કરે અને બાદમાં સુધાર લાવે તેવા પગલા લે.
એક વખત આપના દ્વારા તા. 27 ઓકટોબર 2017ના આર. પી. લૂથરા વિ. ભારત સરકાર કેસમાંથી ઉદભવતા મુદ્દાઓને ઉકેલી લેવામાં આવે.
ત્યારબાદ જો જરૂર પડશે તો આપને કોર્ટ દ્વારા આપવામાં આવેલાં ન્યાય સંબંધિત અન્ય ચોક્કસ કેસો અંગે જણાવીશું કે તેને કઈ રીતે ઉકેલવા.
ધન્યવાદ,
જે. ચેલમેશ્વર, રંજન ગોગોઈ, મદન બી લોકુર, કુરિયન જોસેફ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













