જસ્ટિસ શાહ : સીબીઆઈ જજનાં મૃત્યુની તપાસ થવી જોઈએ

સોહરાબુદ્દિન શેખ અને તેમના પત્ની કૌસરબીનો ફોટોગ્રાફ
ઇમેજ કૅપ્શન, સોહરાબુદ્દિન શેખ અને તેમનાં પત્ની કૌસરબી

દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ એ.પી. શાહે જણાવ્યું હતું કે જજ બ્રજગોપાલ હરકિશન લોયાનું મહારાષ્ટ્રમાં ડિસેમ્બર-2014માં કેવા સંજોગોમાં મૃત્યુ થયું હતું તેની તપાસ થવી જોઈએ.

'ધ વાયર'ને જસ્ટિસ શાહે એક ઇન્ટર્વ્યૂ આપ્યો હતો. તેમાં તેમણે જણાવ્યું હતું કે આ કિસ્સાની તપાસ થવી જોઈએ કે નહીં તેનો નિર્ણય હાઈકોર્ટના કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશે કરવાનો રહેશે, કારણ કે આક્ષેપોની તપાસ નહીં થાય તો ન્યાયપાલિકા પર કલંક લાગશે.

તમને આ પણ વાંચવું ગમશે

જસ્ટિસ લોયા તેમના મૃત્યુ સમયે મુંબઈમાં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટના જજ હતા અને તેઓ નાગપુરમાં એક લગ્નમાં હાજરી આપવા ગયા હતા.

ભારતીય જનતા પાર્ટીના વર્તમાન વડા અમિત શાહ અને ગુજરાતના ઘણા સીનિયર અધિકારીઓ વિરુદ્ધના સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની સુનાવણી તેઓ હાથ ધરી રહ્યા હતા.

હૃદયરોગના હુમલાને કારણે જસ્ટિસ લોયાનું મૃત્યુ થયું હોવાનું એ સમયે જણાવવામાં આવ્યું હતું.

line

લોયા પરિવારે ઉઠાવ્યા સવાલ

જોકે, લોયા પરિવારે જસ્ટિસ લોયાના મૃત્યુના સંજોગો વિશે 'ધ કેરવેન' સામયિકમાં તાજેતરમાં કેટલાક સવાલ ઉઠાવ્યા હતા.

'ધ વાયર'ને આપેલા ઇન્ટર્વ્યૂમાં જસ્ટિસ શાહે કહ્યું હતું, ''પરિવારે કરેલા આક્ષેપોની તપાસ નહીં કરવાથી ન્યાયપાલિકામાં અને ખાસ કરીને નીચલી અદાલતોમાં ખોટો સંકેત જશે.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો