You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમિતાભે શા માટે કહ્યું ''હું શાંતિથી રહેવા માંગુ છું''
બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન 75 વર્ષની ઉંમરમાં પણ સતત કામ કરી રહ્યા છે.
તેમણે ફિલ્મી પડદા સિવાય નાના પદડા પર પણ સતત પોતાની હાજરી જાળવી રાખી છે. તેઓ ઘણી જાહેરાતોમાં પણ જોવા મળે છે.
પરંતુ એવું શું થયું કે અમિતાભે કહેવું પડ્યુ કે હવે તેઓ શાંતિથી રહેવા ઈચ્છે છે, તેમને હેડલાઇન્સમાં આવવાની કોઈ લાલચ નથી.
તમને આ પણ વાંચવું ગમશે:
ઉલ્લેખનીય છે કે રવિવારે બિગ બીએ તેમના બ્લૉગ બચ્ચન બોલમાં અનેક સવાલોના જવાબ લખ્યા છે.
તેમણે મીડિયા પર પણ અમુક સવાલ કર્યા હતા અને તેમણે વધુમાં જણાવ્યું કે ઘણી વખત તેમને હેરાન કરવામાં આવ્યા હતા.
બીએમસી નોટિસનો જવાબ આપ્યો
અમિતાભ બચ્ચનને કેટલાક દિવસ પહેલા બીએમસી તરફથી ગેરકાયદેસર નિર્માણ સંબંધી એક નોટિસ રજુ કરવામાં આવી હતી.
અમિતાભે લખ્યું કે મીડિયા મને તરત જ જવાબ આપવા કહે છે. હું આવું કરુ પણ છું, પરંતુ ઘણી વખત મોડું પણ થઈ જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીએમસીની નોટિસના સંબંધમાં અમિતાભે પોતાના વકીલ અમિત નાઈકનું નિવેદન પણ લખ્યું છે, જે આ પ્રકારે છે.
“મારા ક્લાયન્ટે 29 ઓક્ટોબર 2012ના દિવસે ઓબરોય રિઍલિટી લિમિટેડથી ઓબરોય સેવેનમાં એક પ્રોપર્ટી ખરીદી હતી. જેમાં નોંધણી 2 નવેમ્બર 2012ના રોજ કરવામાં આવી.
આ પહેલેથી જ બનાવેલી પ્રૉપર્ટી હતી, જેમાં મારા ક્લાયન્ટ તરફથી ન તો કોઈ એક ઈંટ જોડવામાં આવી કે ન તો હટાવવામાં આવી. જેથી તેના પર કોઈ પણ રીતે ગેરકાયદેસર નિર્માણ કરવાનો સવાલ જ નથી ઊભો થતો.''
'બોફોર્સ કેસમાં અમને બદનામ કરવામાં આવ્યા'
અમિતાભે પોતાના બ્લૉગ દ્વારા ઈતિહાસના પાનાં પણ પલટાવ્યા હતા. તેમણે બોફોર્સ કાંડને યાદ કરતા લખ્યું કે તેના પરિવારને ઘણાં વર્ષો સુધી સવાલો વચ્ચે જીવવું પડ્યું હતું.
અમિતાભે લખ્યું, ''અમને ઘણાં વર્ષો સુધી હેરાન કરવામાં આવ્યા. ગદ્દાર સાબિત કરવામાં આવ્યા અને જ્યારે આ બધું અસહ્ય થવા લાગ્યું તો અમે જલ્દી ન્યાય મેળવવા માટે યુનાઇટેડ કિંગડમની અદાલતમાં પહોંચ્યા હતા.
અમે યુકેના એક અખબાર સામે કેસ કર્યો અને અમે એ કેસ જીત્યો ખરો.”
“લગભગ 25 વર્ષ બાદ દેશના એક પ્રમુખ વકીલે બધાને જણાવ્યું કે આ કાંડમાં અમારા પરિવારનું નામ ઈરાદાપૂર્વક જોડવામાં આવ્યું હતું. જ્યારે આ વાત સામે આવી તો મીડિયાએ મને પૂછ્યું કે શું હું તેનો બદલો લઈશ?”
અમિતાભ આગળ લખે છે કે, “હું શું બદલો લઈશ? શું તેનાથી અમારા દુઃખથી ભરેલા દિવસો જતા રહેશે. શું તેનાથી શાંતિ મળશે. નહીં તેનાથી કંઈ નહીં મળે.”
પનામા પેપર્સમાં પણ અમારું નામ ઉછળ્યું
દુનિયાભરમાં તહેલકો મચાવનાર પનામા પેપર્સ લીક મામલમાં પણ બચ્ચન પરિવારનું નામ સામેલ હતું. અમિતાભ બચ્ચને તેનો ઉલ્લેખ પણ બ્લૉગમાં કર્યો હતો.
તેમણે લખ્યું, “કેટલાક મહિના પહેલા મેં પનામા પેપર્સ લીક થવાની બાબતમાં પોતાનું નામ ફરી જોયું. આ રિપોર્ટ ઇન્ડિયન એક્સપ્રેસે જાહેર કર્યો હતો.
આ અખબારે મારી પ્રતિક્રિયા જાણવાના પ્રયત્ન કર્યા. તેઓ બધા જ સવાલો પર મારી ટિપ્પણી ઈચ્છતા હતા.
અમારા તરફથી તે જ સમયે તેઓને બે જવાબ આપવામાં આવ્યા અને તેઓએ જવાબ પ્રકાશિત પણ કર્યા હતા.''
''એક્સપ્રેસમાં આ ખબર પછી અત્યાર સુધીમાં અમારા નામ પર 6 સમન્સ પાઠવવામાં આવ્યા હતા. અમે નિષ્ઠાપૂર્વક અને વિધિવત રીતે બધાં જ જવાબ આપ્યા હતા.
જ્યાં પણ અમારે વ્યક્તિગત રીતે હાજર રહેવાનું કહેવામાં આવ્યુ ત્યાં અમે હાજર પણ રહ્યાં હતા, પછી ભલે તે દિલ્હી હોય કે મુંબઈ. તેઓ અમારી પાસેથી જેટલી માહિતી ઈચ્છતા હતા તે બધી જ માહિતી અમે તેઓને આપી.
કેટલાક સવાલો માટે અમે તેમની પાસેથી સમય માગ્યો, કેમ કે આટલી જુની વાતો અને આ વાત સાથે જોડાયેલા સાચા જવાબ શોધવા માટે સમયની જરૂર રહે છે.”
મીડિયા પર સવાલ ઉઠાવ્યા
અમિતાભે પોતાના બ્લૉગ દ્વારા મીડિયાની કાર્યશૈલી પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેઓ લખે છે કે મીડિયા પાસે હંમેશા સૌથી પહેલા સૂચના મેળવવાનો વિશેષ અધિકાર રહે છે.
આવું હોવું પણ જોઈએ કેમ કે મીડિયા જ આ લોકતંત્રનો ચોથો સ્તંભ છે.
“મીડિયાના પણ કેટલાક સિદ્ધાંત છે. તે કોઈ પણ ખબરને છાપતા પહેલા તેની તપાસ કરે છે અને આ બાબતે તેઓ અલગ અલગ સ્ત્રોત દ્વારા મારા સુધી તેમના સવાલ મોકલે છે. ઘણી વખત તેઓને જવાબ મળ્યાં નથી.
ઘણી વખતે જવાબ આપવો ખૂબ જ જરૂરી હોય છે કેમ કે ખોટા આરોપો પર ચૂપ રહેવાથી તેને સાચું માની લેવામાં આવે છે.”
અમિતાભ લખે છે કે ''આજનું મીડિયા પહેલા જેવું રહ્યું નથી, સવારે અખબાર આપણી પાસે પહોંચે છે તે પહેલા રાતે જ ઇન્ટરનેટના માધ્યમથી સમાચાર વંચાઈ જાય છે. સોશિઅલ મીડિયા ઈનપુટના આધારે સમાચારની હેડલાઇન બને છે.''
''ઈલેક્ટ્રૉનિક મીડિયા પ્રિન્ટથી વધારે ઝડપી છે. તેમાં તરત જ માહિતી મળી જાય છે. પછીના દિવસે તે ખબર અખબારમાં હશે કે નહીં તે તો તેમના વિવેક પર નિર્ભર કરે છે.”
અમિતાભ આગળ લખે છે, “કેટલાક મીડિયા હાઉસ મારા તરત જ જવાબ દેવાની રીતને કારણે મારા વખાણ કરે છે. હું કોઈના પણ વિશે પહેલાથી અભિપ્રાય બાંધતો નથી.
જો મારા પર કોઈ આરોપ છે તો તો હું તેમને યોગ્ય રીતે બધાંની સામે લાવવાનો પ્રયત્ન કરુ છું. ઘણી વખત હું ચૂપ પણ રહુ છું, પરંતુ શું મીડિયાના જવાબ આપવાથી સમસ્યાનો અંત આવી જશે.
મારે અંતમાં તો બધી જ એજન્સીઓ સામે જવાબ આપવા જ પડે છે.”
'હું હવે શાંતિ ઈચ્છુ છું'
બ્લૉગના અંતમાં અમિતાભ લખે છે કે ઉંમરના આ પડાવમાં આવીને હું શાંતિની ખોજ કરી રહ્યો છું.
તેઓ લખે છે કે, “પોતાના જીવનના બચેલા કેટલાક અંતિમ વર્ષોને હું પોતાની રીતે જીવવા ઈચ્છુ છું. મારે કોઈ પણ જાતના વિશેષણોની જરૂર નથી. મને તેનાથી અણગમો થઈ ગયો છે.
મને હેડલાઇનમાં રહેવાની લાલચ નથી. હું તેને લાયક નથી અને હું કોઈ પણ પ્રકારની મારી ઓળખ બનાવવા ઈચ્છુ છું. હું તેના માટે યોગ્ય પણ નથી.”
અમિતાભે પોતાનો બ્લૉગ ટ્વિટર પર પણ રજુ કર્યો છે, જેમાં તેઓએ લખ્યું છે 'I write because I write.. હા હું લખું છું.”
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો