આર્થિક વૃદ્ધિને વેગ આપવાનો દાવ સફળ થશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વિવેક કૌલ
- પદ, વિશ્લેષક
રાજકારણીઓ અને દેશો મુશ્કેલીમાં સપડાય ત્યારે બ્રિટનના પ્રભાવી અર્થશાસ્ત્રી જોન મેનર્ડ કેઇન્સને શરણે જાય છે.
કેઇન્સ માનતા હતા કે વૃદ્ધિ ફરી શરૂ કરવા માટે સરકારોએ વધુ ધિરાણ લેવા અને જાહેર કામોમાં રોકાણ કરવા તૈયાર રહેવું જોઈએ.
એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળામાં ભારતીય અર્થતંત્ર છેલ્લા ત્રણ વર્ષની સૌથી ધીમી ગતિએ વિકસ્યું હતું અને સતત છઠ્ઠા ત્રિમાસિક ગાળામાં વૃદ્ધિ ઘટી હતી.
તમને આ પણ વાંચવું ગમશે :
કેઇન્સના વિચારોમાંથી પ્રેરણા લઈને નરેન્દ્ર મોદી સરકારે 83,677 કિલોમીટરના માર્ગ નિર્માણ માટે 107 અબજ ડોલરના કાર્યક્રમની જાહેરાત મંગળવારે (તા. 24મી ઓક્ટોબરે) કરી હતી.
આ રસ્તાઓ ઉત્તર-પશ્ચિમના રાજ્ય રાજસ્થાનથી ઉત્તર-પૂર્વના રાજ્ય અરૂણાચલ પ્રદેશ સુધીનાં તમામ રાજ્યોને આગામી પાંચ વર્ષમાં જોડશે.
107 અબજ ડોલર પૈકીનાં મોટાભાગનાં નાણાં 34,800 કિલોમીટરના હાઇ વે નિર્માણ માટે ખર્ચવામાં આવશે.
અર્થશાસ્ત્રી મિહિર સ્વરૂપના જણાવ્યા મુજબ વાસ્તવમાં આ યોજના સરકારના બે દાયકા લાંબા કાર્યક્રમનું સુધારેલું સ્વરૂપ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ આશ્ચર્યજનક નથી કારણ કે મોદી સરકારને જૂની યોજનાઓને નવા સ્વરૂપે રજૂ કરવાની ટેવ છે.

ઇમેજ સ્રોત, AFP
એ વાતને બાજુ પર મૂકીએ અને આ કાર્યક્રમનો અમલ કઈ રીતે થશે તેના પર ધ્યાન કેન્દ્રીત કરીએ.
સરકારે જણાવ્યું હતું કે નેશનલ હાઇવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયા તથા અન્ય સત્તાધીશો અને સરકારી વિભાગોને નોંધપાત્ર પ્રમાણમાં સત્તા આપવામાં આવી છે.
ભારતનો સમાવેશ સૌથી મોટું રોડ નેટવર્ક ધરાવતા દેશોમાં થાય છે.
ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો, રાજ્ય ધોરીમાર્ગો અને જિલ્લા તથા ગ્રામીણ માર્ગોનું 54 લાખ કિલોમીટરનું નેટવર્ક છે.
એ નેટવર્કમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો હિસ્સો માત્ર 1.79 ટકા છે.
દર મહિને દસ લાખ ભારતીયો રોજગાર ક્ષેત્રે પ્રવેશે છે. એ લોકોને રોજગાર મેળવવામાં આ માર્ગ નિર્માણ યોજનાઓ મદદરૂપ બનવી જોઈએ.
સરકારના જણાવ્યા અનુસાર માત્ર હાઇ વે પ્રોજેક્ટને લીધે 14 કરોડથી વધુ શ્રમ દિવસોનું સર્જન થવાની આશા છે.
તમને આ પણ વાંચવું ગમશે :
જેમાં મોટાભાગના લોકો અકુશળ અને અર્ધ-કુશળ હશે.
માર્ગ નિર્માણ કાર્યક્રમમાં સરકાર સસ્તી મજૂરી ચૂકવીને કામ કરાવવાનો લાભ મેળવી શકશે.
સરકાર આ રોડ પ્રોજેક્ટ્સ માટે ફાઇનાન્શિઅલ માર્કેટમાંથી ધિરાણ લઈને, ખાનગી-સરકારી ભાગીદારી મારફત ખાનગી રોકાણ વડે, હાઈવે ટોલ કલેક્શન વડે અને રોડ ફંડ સહિતના વિવિધ વિકલ્પોમાંથી નાણાં એકઠાં કરવા ધારે છે.

વૃદ્ધિને વેગ

ઇમેજ સ્રોત, EPA
તેથી કાગળ પર આ યોજના એકદમ મજબૂત લાગે છે.
સરકાર માર્ગોનું નિર્માણ કરશે.
આ પ્રક્રિયામાં અનેક લોકોને રોજગાર આપશે અને તેમને પગાર ચૂકવશે.
એ નાણાં લોકો ખર્ચશે ત્યારે વેપાર-ઉદ્યોગો તેમજ અર્થતંત્રને વેગ મળશે.
અલબત, વાત આટલી સરળ હોત તો સારું હતું.
પાંચ વર્ષમાં કુલ 83,677 કિલોમીટરના રોડના નિર્માણની સરકારની યોજના છે.
તેનો અર્થ એ થયો કે દર વર્ષે 16,735.4 કિલોમીટરના રોડનું નિર્માણ કરવું પડશે.

આ શક્ય છે?

ઇમેજ સ્રોત, Getty Images
સરકારના છેલ્લાં ત્રણ વર્ષનાં માર્ગ નિર્માણના આંકડાઓ પર નજર કરીએ.
2014-15માં 4,410 કિલોમીટર, 2015-16માં 6,061 કિલોમીટર અને 2016-17ના નાણાકીય વર્ષમાં ડિસેમ્બર-2016 સુધીમાં 4,699 કિલોમીટર રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
ભૂતકાળમાં માર્ગ નિર્માણની જે ગતિ હતી તેમાં સરકારે મોટા પ્રમાણમાં વધારો કરવો પડશે એ સ્પષ્ટ છે.
જોકે આ કામ મોટા પડકારરૂપ લાગે છે.
આ બધાં ઉપરાંત રસ્તાનાં નિર્માણ માટે જમીન અધિગ્રહણ કરવાનું કામ સરળ નથી.
કેન્દ્રના માર્ગ તથા પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ''જમીન સંપાદન મુશ્કેલ અને ગૂંચવણભરી બાબત છે, પણ મારા મંત્રાલય માટે એ સમસ્યા નથી,
કારણ કે વળતરમાં વધારો કર્યા પછી ખેડૂતો અને અન્ય લોકો હાઇવેઝ પ્રોજેક્ટ્સ માટે તેમની જમીન આપવા લાઈન લગાવી રહ્યા છે.''
જોકે આ વાત નીતિન ગડકરી કહે છે એટલી સરળ નથી.
દિલ્હી અને મુંબઈનાં શહેરોને સાંકળતા એક ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરની વાત કરીએ.

ઇમેજ સ્રોત, Getty Images
એ પ્રોજેક્ટની જાહેરાત એકાદ દાયકા પહેલાં કરવામાં આવી હતી.
તેનું કામ શરૂ થઈ ગયું છે પણ એ કોરિડોરનો મોટાભાગનો હિસ્સો જમીન સંપાદનની પ્રક્રિયામાં અટવાયેલો છે.
આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે રસ્તાઓનું નિર્માણ કરવું એ જૂનો આઇડિયા છે.
હકીકતમાં આ આઇડિયાને કેઇન્સે તેના વિશે લખ્યું એ પહેલાંથી અમલમાં મૂકવામાં આવતો હતો.
કેઇન્સ તેમની થિઅરીને સમજાવી એ પહેલાં એડોલ્ફ હિટલર તેને અમલમાં મૂકી ચૂક્યા હતા.
તમને આ પણ વાંચવું ગમશે :
એડોલ્ફ હિટલરે ઇન્ટરસેક્શન્શ વિનાના ચાર લેનના વિભાજિત હાઈવેઝના રાષ્ટ્રવ્યાપી નેટવર્ક ઓટોબમના નિર્માણ માટે એક લાખ લોકોને કામે લગાડ્યા હતા.
હિટલરે પહેલીવાર 1933માં સત્તા સંભાળી હતી.
1936 સુધીમાં જર્મનીનું અર્થતંત્ર સારી રીતે ચાલવા લાગ્યું હતું.
વિનાશક મંદી અને બેરોજગારીમાંથી ઉગરી ગયું હતું.
ઈટલી અને જાપાને પણ એ જ વ્યૂહરચના અપનાવી હતી.

ભારતીય સંદર્ભમાં કઈ રીતે થશે કામ?

ઇમેજ સ્રોત, Getty Images
તેનો આધાર સરકાર માર્ગ નિર્માણનું કામ કેટલી સારી રીતે કરે છે તેના પર છે.
મોદી સરકારમાં સારી કામગીરી કરતા પ્રધાનો પૈકીના એક નિતિન ગડકરી આ પ્રોજેક્ટના સૂત્રધાર છે એ સારી વાત છે.
અસરકારક અમલ માટે ભારત જાણીતું નથી એ ખરાબ બાબત છે.
(વિવેક કૌલ 'ઈન્ડિયાઝ બિગ ગવર્નમેન્ટ- ધ ઈન્સ્ટ્રુસિવ સ્ટેટ એન્ડ હાઉ ઈટ ઈઝ હર્ટિંગ અસ' પુસ્તકના લેખક છે.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












