પત્રકાર વિનોદ વર્માનો ધરપકડ બાદ ફસાવવામાં આવ્યો હોવાનો દાવો

ઇમેજ સ્રોત, Facebook
છત્તીસગઢ પોલીસે વરિષ્ઠ પત્રકાર વિનોદ વર્માની ધરપકડ કર્યા બાદ ગાઝિયાબાદની સીજેએમ કોર્ટમાં રજૂ કર્યા. ત્યારે તેમણે છત્તીસગઢના મંત્રીની સેક્સ સીડી તેમની પાસે હોવાનો દાવો કર્યો.
બીબીસીના પૂર્વ પત્રકાર વિનોદ વર્માને તેમની સાથે ઇંદિરાપુરમ પોલીસ સ્ટેશનમાં લઈ આવ્યા હતા અને તેમની પૂછપરછ થઈ હતી.
ટ્રાંઝિટ રિમાંડ માટે ગાઝિયાબાદની સીજેએમ કોર્ટમાં લઈ જતી વખતે સંવાદદાતાઓ સાથે વાત કરતા તેમણે કહ્યું "મારી પાસે એક મંત્રીની સેક્સ સીડી છે. આ જ કારણે મને નિશાન બનાવવામાં આવી રહ્યો છે."
જોકે સીડી સાથે જોડાયેલા સવાલના જવાબમાં વિનોદ વર્માએ કહ્યું "મારી પાસે સેક્સ વીડિયો પેન ડ્રાઇવમાં છે. સીડીથી મારે કંઈ લેવા-દેવા નથી."
તમને આ વાંચવું પણ ગમશે :
પોલીસના જણાવ્યા મુજબ વિનોદ વર્મા વિરુદ્ધ કલમ 384 અને કલમ 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસ સૂત્રોનો દાવો છે કે, વિનોદ વર્માના ઘરેથી 500 સીડીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસના સૂત્રોનાં જણાવ્યાં અનુસાર વિનોદ વર્મા વિરુદ્ધ બળજબરીથી પૈસા વસૂલવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

કોણ છે વિનોદ વર્મા?

વિનોદ વર્મા બીબીસીના પત્રકાર રહી ચૂક્યા છે. તે અમર ઉજાલાના ડિજિટલ એડિટર રહી ચૂક્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિનોદ વર્મા છત્તીસગઢનાં સામાજિક અને રાજકારણનાં વિવિધ મુદ્દા પર લાંબા સમયથી લખતા રહ્યા છે. તે એડિટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયાના સભ્ય પણ છે.
રાયપુરના સ્થાનિક પત્રકાર આલોક પુતુલે કહ્યું કે છત્તીસગઢમાં કોંગ્રેસના રાજ્ય એકમના પ્રમુખ અને ધારાસભ્ય ભૂપેશ બઘેલ પત્રકાર વિનોદ વર્માના સંબંધી છે.
ભૂપેશ બઘેલે કહ્યું, “સરકાર વિનોદ વર્માનાં અહેવાલોથી નારાજ હતી અને તેમની ધરપકડ પત્રકારોને ડરાવવાની એક કોશિશ છે.”
માનવ અધિકાર સંગઠન પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ (પીયૂસીએલ)ના છત્તીસગઢ એકમના પ્રમુખ ડૉક્ટર લાખન સિંહે કહ્યું, “આ પત્રકારત્વના અવાજને દબાવવાની કોશિશ છે અને અમે એને સાંખી નહીં લઈએ.”

પોલીસે છત્તીસગઢમાં શું કહ્યું?

ઇમેજ સ્રોત, Facebook
છત્તીસગઢના પાટનગર રાયપુરમાં ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ (આઈજીપી) પ્રદીપ ગુપ્તાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, પ્રકાશ બજાજ નામની વ્યક્તિએ ગુરુવાર બપોરે રાયપુરનાં એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે જ વિનોદ વર્માની ધરપકડ થઈ છે.
પ્રકાશ બજાજે કહ્યું કે, તેમને એક ફોન કૉલ આવ્યો હતો જેમાં તેમના ‘આકા’ની સેક્સ સીડી બની હોવાનું તેમને જણાવવામાં આવ્યું હતું.
પ્રકાશ બજાજની આ ફરિયાદમાં વિનોદ વર્માનાં નામનો ઉલ્લેખ નથી, પરંતુ એક દુકાનનો ઉલ્લેખ છે, જ્યાં કથિત રીતે આ સીડી બનાવવામાં આવતી હતી.
પોલીસે સીડી બનાવનારની પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે તેણે તો તેને મળેલા ઑર્ડરને આધારે એક હજાર સીડી બનાવી હતી.
આ જ વ્યક્તિએ પોલીસને વિનોદ વર્માનો ફોન નંબર પણ આપ્યો. આ હજાર સીડીમાંથી 500 સીડી ક્રાઇમ બ્રાંચે વિનોદ વર્માના ઘરેથી જપ્ત કરી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












