ઑસ્ટ્રેલિયાની હાઈકોર્ટે નાયબ વડાપ્રધાનને ગેરલાયક ઠેરવ્યા

ઇમેજ સ્રોત, EPA
ઑસ્ટ્રેલિયાના હાઈકોર્ટે તેના ચુકાદામાં ત્યાંના નાયબ વડાપ્રધાન બર્નાબી જૉઇસ અને બીજા ચાર રાજકારણીઓને ભૂલથી ચૂંટી કાઢવામાં આવ્યા હતા. કારણ કે તેમની પાસે બે દેશોની નાગરિક્તા હતી.
કોર્ટના આ નિર્ણયને પગલે નાયબ વડાપ્રધાનપ્રધાન જૉઈસ સહિત ત્રણ રાજકારણીઓ તેમના પદ માટે ગેરલાયક ઠર્યાં છે.
જ્યારે બે અન્ય રાજનેતાઓનો કાર્યકાળ જુલાઈ મહિનામાં પૂર્ણ થશે.
ઑસ્ટ્રેલિયાના બંધારણમાં બેવડી નાગરિક્તા ધરાવતા નાગરિકોના ચૂંટણી લડવા પર પ્રતિબંધ છે.
આ સ્થિતિથી સરકારની એક બેઠકથી બહુમતી છીનવાઈ જશે. જોકે જૉઇસ પાસે પેટાચૂંટણી દ્વારા ફરીથી ચૂંટાવાનો વિકલ્પ છે.
બર્નાબી જૉઇસે ન્યૂઝીલેન્ડની નાગરિક્તા ઑગસ્ટમાં છોડી દીધી હતી. જોઇસે નીચલા ગૃહની બેઠક માટે ફરી લડવાનું નક્કી કર્યું છે.
ચુકાદા બાદ બર્નાબીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે હું કોર્ટના ચુકાદાનું સન્માન કરું છું.
"તમામ તપાસ અને સંતુલનો સાથે આપણને સ્વતંત્રતા મળે તેવી આપણી પાસે ઉત્તમ લોકશાહી છે. હું કોર્ટનો આભારી છું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમને આ પણ વાંચવું ગમશે

અન્ય રાજકારણીઓ

ઇમેજ સ્રોત, AFP
બીજા ચાર રાજકારણીઓ ફિયોના નૅશ, મૅલ્કમ રોબર્ટ્સ, લરિસ્સા વૉટર્સ અને સ્કૉટ લડલેમ ઉપરના ગૃહમાં ચૂંટાયાં હતાં. જેઓ પણ ગેરલાયક ઠર્યા છે.
બીજા બે રાજરકારણીઓ મેથ કેનવાન અને નિક ઝેનોફોન યોગ્ય રીતે ચૂંટાયા હોવાનું કોર્ટે કહ્યું હતું.
જુલાઈ મહિનાથી બે દેશોની નાગરિક્તાના મુદ્દાએ ઑસ્ટ્રેલિયામાં જોર પકડ્યું હતું. જેના કારણે ડઝનેક સાંસદોને તેમની સ્થિતિ અંગે જાહેરમાં સ્પષ્ટતા કરવાની ફરજ પાડી હતી.
ત્રણ દિવસ ચાલેલી સુનાવણી દરમિયાન સરકારે પોતાની દલીલો રજૂ કરી. જેમાં સરકારે કોર્ટને કહ્યું કે મૅલ્કમ રોબર્ટ્સ અને સ્કૉટ લડલેમને ગેરલાયક ઠેરવવા જોઇએ.
આ માટે સરકારે એવી દલીલ કરી કે ચૂંટણી વખતે તેમની બે દેશોની નાગરિક્તાની સ્થિતિ અંગે જાહેરાત નહોતી કરી.
સામે મૅલ્કમ રોબર્ટ્સનું કહેવું હતું કે તેમણે બીજા દેશનું નાગરિકત્વ રદ કરાવવા પ્રયાસ કર્યા હતા.
લરિસ્સા વૉટર્સ અને સ્કૉટ લડલેમે તમામ સાતને અયોગ્ય ઠેરવવાની માંગ સાથે રાજીનામાં આપી દીધા હતા.

કોર્ટનું શું કહેવું હતું?
સાત જજની બેંચે ચુકાદો આપતા પહેલાં બે અઠવાડિયા માટે સુનાવણી કરી હતી.
તેમણે બંધારણના સેક્શન 44(i) અંતર્ગત કહ્યું કે આ પાંચ રાજકારણીઓ "વિદેશી સત્તાના વિષય અથવા નાગરિક" હોવાથી તેઓ અયોગ્ય ઠરે છે.
નિક ઝીનોફોન અને મૅટ કૅનવૅન બંધારણીય રીતે બે દેશોના નાગરિક ન હોવાનું કોર્ટે કહ્યું હતું.
કોર્ટે એ વાત અમાન્ય રાખી કે મેટ કૅનવૅને મૂળે ઇટલીના હોવાના નાતે ત્યાંની નાગરિક્તા પ્રાપ્ત કરી હતી.
એ જ રીતે નિક ઝીનોફોનની વારસાગત યુકેની નાગરિક્તા તેમને પૂરા અધિકારો અને વિશેષાધિકારો આપતા હોવાની વાત પણ કોર્ટે નકારી હતી.

સરકાર માટે હવે શું?

ઇમેજ સ્રોત, Glenn Hunt/Getty Images
નાયબ વડા પ્રધાન અયોગ્ય ઠરતા વડા પ્રધાન મૅલ્કમ ટર્નબુલની માટે 150ની સંખ્યાના પ્રતિનિધિ ગૃહમાં આંકડો 75 પર પહોંચી ગયો છે. મતલબ કે સરકાર પૂર્ણ બહુમતમાં નથી.
બીજી ડિસેમ્બરે જો બેર્નાબી જૉઇસ ફરી પેટા ચૂંટણી જીતી જાય તો સરકારને ફરી 76 બેઠકોની પૂર્ણ બહુમતી મળી શકે છે. બર્નાબી જૉઇસ પાસે હવે ફક્ત ઑસ્ટ્રેલિયાની જ નાગરિક્તા છે.
લઘુમતીમાં સરકાર હોવાથી વડા પ્રધાન ટર્નબુલને હવે નીચલા ગૃહમાં કાયદા પાસ કરાવવા અપક્ષ સાંસદો અને નાની પાર્ટીઓના સમર્થનની જરૂર પડશે.
બેર્નાબી જૉઇસ અને ફિયોના નૅશ મંત્રીઓ હતા, જેથી કેબિનેટમાં પણ ફેરફાર થશે.
વિરોધપક્ષે દાવો કર્યો છે કે બન્ને મંત્રીઓ દ્વારા કરવામાં આવેલા નિર્ણયોની તપાસ થવી જોઇએ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












