ઓસ્ટ્રેલિયામાં યુવાને સો કિલોમીટર ચાલી જીવ બચાવ્યો

ઇમેજ સ્રોત, Getty Images
ઓસ્ટ્રેલિયામાં કાર દુર્ઘટના બાદ એક વ્યક્તિએ 100 કિલોમીટર ચાલીને પોતાનો જીવ બચાવ્યો
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે 21 વર્ષીય થોમસ મેસન બુધવારે એક દુર્ગમ વિસ્તારમાં જતો હતો ત્યારે તેની કાર એક ઊંટ સાથે અથડાઈ હતી.
થોમસ આ અકસ્માતમાં ઘાયલ ન હતો થયો પરંતુ વેરાન વિસ્તારમાં ફસાયો હતો. જ્યાં તેનો અકસ્માત થયો હતો ત્યાંથી વસ્તી 150 કિલોમીટર દૂર હતી.
તે દિવસો સુધી ચાલતો રહ્યો અને પોતે પેશાબ પીને પોતાના શરીરમાં રહેલી પાણીન કમી તેણે પૂરી કરી.
થોમસ દક્ષિણ ઓસ્ટ્રેલિયાના દૂરસ્થ વિસ્તારમાં આવેલા પીપલયતજારા સમુદાય સાથે કાર્યરત હોઈ, તે પોતાનું કામ પતાવી અને ઉત્તરી ઓસ્ટ્રેલિયાના એલિસ સ્પ્રિંગ તરફ જઈ રહ્યો હતો ત્યારે તેને આ અકસ્માત નડ્યો.
જ્યારે થોમસના સંબંધીઓને ખબર પડી કે તેઓ એલિસ સ્પ્રિંગ્સથી ડાર્વિન સુધીની ફ્લાઇટને પકડી શકયો નથી, તો થોમસના સંબંધીઓએ આપાતકાલીન સેવાઓ આપતી સંસ્થાનો સંપર્ક કર્યો અને એક બચાવ દળ થોમસની શોધખોળમાં લાગી ગયું.
બચાવ દળે થોમસને ઉલારા શહેરથી ૩૭ કિલોમીટર દૂર એક નાનકડી સડક પર ચાલતો શોધી કાઢ્યો, ત્યારે તે સો કિલોમીટર સુધીની સફર પગપાળા પ્રવાસે ખેડી ચુક્યો હતો. થોમસને જીવતો રાખવા માટેની સારવાર આપી.

જીવ બચાવાયા પેશાબ પીધો
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નાઈન ન્યુઝ સાથેની વાતચીતમાં થોમસે જણાવ્યું કે, "મને ખબર હતી કે કાં તો હું અહીં પડ્યો રહીશ અને મૃત્યુ પામીશ અથવા તો હાઇવે તરફ જઈશ, જ્યાં કોઈ મને જોઈ લેશે. હું સતત એજ વિચારી રહ્યો હતો કે ક્યારે કોને એ એહસાસ થશે કે હું પાછો મારા ઘેર પહોંચવા હાલમાં અસમર્થ છું"
"હું એ વિચારી રહ્યો હતો કે ક્યારે કોઈને એ અહેસાસ થશે કે હું પરત ફરી રહ્યો નથી."
થોમસે વધુમાં એ પણ જણાવ્યું હતું કે આ સો કિલોમીટરના પગપાળા પ્રવાસ દરમ્યાન તેને રસ્તામાં એક પાણીની ટાંકી અને એક બોટલ મળી. જો કે પાણી ખતમ થયા બાદ પેશાબ પીવો પડ્યો.
પોલીસ કહે છે કે મેસનને એક્સપોઝર અને ડિહાઈડ્રેશન માટે સારવાર આપવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ હાલમાં થોમસની તબિયત સારી છે.












