હરિયાણા : જીંદની સ્કૂલમાં 60 વિદ્યાર્થિનીઓના ‘યૌન શોષણ’નો મામલો, છોકરીઓમાં હજુ સુધી છે ખોફ

હરિયાણા

ઇમેજ સ્રોત, SAT SINGH/BBC

    • લેેખક, સતસિંહ
    • પદ, બીબીસી માટે, જીંદથી પરત ફરીને

હરિયાણાના જીંદ જિલ્લાની એક સરકારી સ્કૂલમાં માહોલ તણાવભર્યો છે અને વિદ્યાર્થિનીઓના ચહેરા પર ગભરાટ દેખાઈ રહ્યો છે.

લગભગ બે મહિના પહેલાં જિલ્લાના એક ગામની સરકારી સ્કૂલોમાં લગભગ 60 વિદ્યાર્થિનીઓ સાથે યૌન ઉત્પીડનનો મામલો સામે આવ્યો છે.

આ બાબતે વડા પ્રધાન, મહિલા આયોગ સહિત ઘણા વરિષ્ઠ અધિકારીઓને પત્ર લખાયો હતો.

સ્કૂલના પ્રિન્સિપાલ પર જ વિદ્યાર્થિનીઓ સાથે યૌન શોષણ કર્યાનો આરોપ છે.

આ મામલે કાર્યવાહી કરતાં ગત અઠવાડિયે જ પ્રિન્સિપાલની ધરપકડ કરી લેવાઈ છે અને પૂછપરછ ચાલી રહી છે. પરંતુ છોકરીઓ હજુ પણ ખોફનો સામનો કરી રહી છે.

સ્કૂલમાં કેવો છે માહોલ?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SAT SINGH/BBC

સવારે લગભગ 11 વાગ્યે અને જીંદના જિલ્લા કેન્દ્રથી બાળકલ્યાણ સમિતિના ચાર સભ્યો બાળકોને પોક્સો ઍક્ટ અને ચાઇલ્ડ હેલ્પલાઇન અંગે જાણકારી આપવા આવ્યા છે.

જે સ્કૂલમાં આ ઘટના બની એ છોકરીઓની શાળા છે, અહીં ગામ-કસબાથી છોકરીઓ ભણવા આવે છે.

આ સ્કૂલમાં શિક્ષક અને બિનશૈક્ષણિક આમ કુલ 40 કર્મચારી છે, જેમાંથી લગભગ અડધી સંખ્યા શિક્ષિકાની છે અને વિદ્યાર્થિનીઓની સંખ્યા 1,200 કહેવાઈ રહી છે.

હાલ સ્કૂલનો માહોલ એવો છે કે વિદ્યાર્થિનીઓને કોઈની સાથે વાત કરવાની પરવાનગી નથી.

શિક્ષકોની નજર બહારથી આવેલા લોકો પર પડતાં જ તેઓ વિદ્યાર્થિનીઓને આગળ ન આવવાનો ઇશારો કરતા દેખાયા.

આખી સ્કૂલમાં સીસીટીવી કૅમેરા લાગેલા છે, એક કૅમેરા પ્રિન્સિપાલના રૂમમાં પણ લાગ્યો છે અને એક મૉનિટિરિંગ પૅનલ પણ પ્રિન્સિપાલના રૂમમાં જ લાગેલી છે.

એ વાત અંગે પણ સવાલ ઊઠી રહ્યા છે કે આરોપી પ્રિન્સિપાલ છ વર્ષથી એક જ શાળામાં કેવી રીતે ફરજ બજાવતા હતા, જ્યારે અન્ય સ્ટાફની આ દરમિયાન ઘણી વખત બદલી થઈ છે.

લોકો એવો પણ આરોપ કરી રહ્યા છે કે આરોપી એક પ્રભાવશાળી રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે તેથી તેના પર અત્યાર સુધી કોઈ કાર્યવાહી નથી કરાઈ.

એવો પણ આરોપ છે કે પ્રિન્સિપાલની કથિત હરકતોને કારણે ઘણી છોકરીઓએ શાળાએ આવવાનું પણ બંધ કરી દીધું છે.

વડા પ્રધાન સહિત ઘણા લોકોને મોકલાયો એક અનામી પત્ર

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SAT SINGH/BBC

31 ઑગસ્ટના રોજ દેશનાં રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, ભારતના મુખ્ય ન્યાયાધીશ, કેન્દ્રીય મહિલા આયોગ, હરિયાણા મહિલા આયોગ અને હરિયાણાના શિક્ષણમંત્રીને પાંચ પાનાંનો એક અનામી પત્ર મોકલ્યો હતો.

તેમાં વિદ્યાર્થિનીઓએ ફરિયાદ કરેલી કે તેમણે યૌન ઉત્પીડનનો સામનો કરવો પડી રહ્યો છે.

પત્રમાં કહેવાયું છે કે સ્કૂલના પ્રિન્સિપાલ વિદ્યાર્થિનીઓને કાળા કાચવાળી કૅબિનમાં બોલાવે છે અને તેમની સાથે દુર્વ્યવહાર કરે છે.

પત્રમાં આપત્તિજનક પ્રકારે અડકવાની વાતનો પણ ઉલ્લેખ છે અને દાવો કરાયો છે કે આવું કરતી વખતે પ્રિન્સિપાલે વિદ્યાર્થિનીઓને ધમકી આપેલી કે જો તેમણે કોઈનેય આ વાત જણાવી તો પ્રૅક્ટિકલ અને પરીક્ષામાં નાપાસ કરી દેવાશે.

પ્રિન્સિપાલની કૅબિન કાળા કાચવાળી હતી

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SAT SINGH/BBC

પત્રમાં લખ્યું છે કે કાળા કાચવાળી કૅબિનમાં શું ચાલી રહ્યું છે એ બહારથી કોઈને દેખાતું નથી, પરંતુ અંદરથી બહારનું દૃશ્ય જોઈ શકાય છે.

પત્રમાં વિદ્યાર્થીઓના હવાલાથી કહેવાયું છે કે અધિકારી સ્કૂલની બહાર આવીને વિદ્યાર્થિનીઓને વાત કરશે તો તેઓ તેમના પ્રિન્સિપાલની તમામ હરકતો કહી બતાવશે.

પત્રમાં એક શિક્ષિકાનો પણ ઉલ્લેખ છે, જેમની બદલી કરી દેવાઈ છે.

પત્રમાં આરોપ લગાવાયો છે કે તેઓ પ્રિન્સિપાલના નિર્દેશ પર વિદ્યાર્થિનીઓને કાળા કાચવાળી કૅબિનમાં મોકલતાં હતાં.

જોકે આ ઘટના સામે આવ્યા બાદ કાળા કાચવાળી કૅબિન હઠાવી દેવાઈ છે.

ખૂબ દબાણ બાદ પ્રિન્સિપાલની ધરપકડ કરવામાં આવી

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, GETTY IMAGES

પત્ર મળ્યા બાદ 14 સપ્ટેમ્બરના મહિલા આયોગે હરિયાણા પોલીસને આ સંબંધમાં કાર્યવાહી કરવાનું કહ્યું.

આરોપ છે કે પોલીસે મામલામાં વિલંબ કર્યો અને એક મહિના બાદ પ્રિન્સિપાલ વિરુદ્ધ મામલો દાખલ કરાવાયો.

આ મામલામાં ગત અઠવાડિયે જ પ્રિન્સિપાલની ધરપકડ કરાઈ છે.

જીંદ પોલીસે જણાવ્યું કે પ્રિન્સિપાલ વિરુદ્ધ IPCની કલમ 354 (યૌન ઉત્પીડન), 341, 342 અને પૉક્સો ઍક્ટ હેઠળ મામલો દાખલ કર્યો છે.

સ્કૂલના શિક્ષકોએ શું કહ્યું?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SAT SINGH/BBC

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીબીસી સાથેની વાતચીતમાં સ્કૂલના એક પુરુષ શિક્ષકે કહ્યું, "આરોપ પ્રિન્સિપાલ પર છે, પરંતુ આશ્ચર્ય તો એ વાતનું છે કે જો આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ સાથે કંઈક ખોટું બની રહ્યું હતું તો સ્ટાફના સભ્યોને પણ બધી જાણકારી હોવી જોઈએ."

શિક્ષકે દાવો કર્યો છે કે તેમણે મામલાની જાણકારી ત્યારે મળી જ્યારે શિક્ષણવિભાગની ટીમ તપાસ કરવા સ્કૂલે પહોંચી.

તેમણે કહ્યું, “અમારે ત્યાં ત્રણ સભ્યોની યૌન ઉત્પીડનવિરોધી સમિતિ પણ છે, પરંતુ તેમને પણ કંઈ ન જણાવાયું. પત્ર સીધો જ ઉચ્ચ અધિકારીઓને જ મોકલાયો હતો.”

“જોકે એની પ્રમાણિકતા તપાસનો વિષય છે, પરંતુ કોઈ પણ વિદ્યાર્થિની કે વાલીએ સ્કૂલના સ્ટાફ સાથે વાત નથી કરી. ઘટના બાદથી એટલા માટે તમામ શિક્ષકો સ્તબ્ધ છે કે આટલી મોટી ઘટના બન્યા છતાં તેમને તેની જાણ ન થઈ.”

આગળ વાત કરતાં તેમણે કહ્યું કે સ્કૂલના મોટા ભાગના સ્ટાફની ગત વર્ષે બદલી થઈ હતી એ સમયે સ્કૂલમાં પહેલાંથી જ કાળા કાચની કૅબિન પહેલાંથી જ હતી, જેના કારણે તેમને આ વાતમાં કંઈ અજુગતું ન લાગ્યું અને કોઈએ આ બાબતે વિરોધ પણ વ્યક્ત ન કર્યો.

શિક્ષકે જણાવ્યું, "આ શાળાનાં દસમા અને બારમા ધોરણનાં પરિણામ પણ ખૂબ સારાં આવ્યાં છે અને 20-30 વિદ્યાર્થિનીઓ તો મેરિટમાં આવી છે."

‘પીડિત બાળકીઓ ખૂબ ગભરાયેલી છે’

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SAT SINGH/BBC

બાળકલ્યાણ ટીમ સાથે પહોંચેલાં જીંદનાં જિલ્લા બાળસંરક્ષણ અધિકારી સુજાતાએ જણાવ્યું "પીડિત અને અન્ય વિદ્યાર્થિનીઓ આઘાતમાં છે."

તેમણે કહ્યું, "છોકરીઓ હાલ ખૂલીને વાત કરવામાં ખચકાટ અનુભવી રહી છે અને તેમનાં માતાપિતા પણ હાલ વાત નથી કરી રહ્યાં."

સુજાતા પ્રમાણે, તેમની સાથે વાત કરવાની અને તેમની સમજાવટની કોશિશ કરાઈ રહી છે. જેથી તેઓ સહજ અનુભવી શકે અને હાલ ‘પીડિત’ છોકરીઓની સંખ્યા 60 કરતાં પણ વધુ હોય એવું લાગી રહ્યું છે.

બાળકલ્યાણ સમિતિનાં કાઉન્સિલર મમતા શર્માનું કહેવું છે કે વિદ્યાર્થિનીઓ ખૂબ ગભરાયેલી છે અને તેમના મનમાં કહેવા માટે ઘણું બધું છે, પરંતુ માહોલ તેમના વિરુદ્ધ થઈ ગયો છે.

મમતા શર્માનું કહેવું છે કે આ ઘટનાનો છોકરીઓનાં મન પર ઘેરી અસર પડી છે અને ભવિષ્યમાં કેટલીક નવી વાતો પણ સામે આવી શકે છે.

મામલાની તપાસ શરૂ કરાઈ

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SAT SINGH/BBC

જીંદના ડેપ્યુટી કમિશનર મોહમ્મદ એ. રાજાએ કહ્યું છે કે તેમને પણ વૉટ્સઍપ પર પત્ર મળ્યો છે અને તેમણે આના પર કાર્યવાહી કરી છે.

આ સિવાય પોલીસની પણ તપાસ ચાલુ છે, જેમાં પ્રિન્સિપાલ વિરુદ્ધ મામલો દાખલ કરીને કરીને તેની ધરપકડ કરી લેવાઈ છે.

આ સિવાય નિદેશક સ્કૂલ શિક્ષણ, પંચકુલા પણ પોતાની તપાસ કરી રહ્યા છે અને હરિયાણા સરકાર પણ કાર્યસ્થળે યૌન ઉત્પીડનના આરોપ બાદ તપાસ કરી રહી છે.

તેમણે કહ્યું છે કે મહિલા આયોગની અલાયદી તપાસ પણ આગળ વધી રહી છે.

રેડ લાઇન
રેડ લાઇન