ગુજરાત પર જે વરસાદ વરસવાનો હતો એ મુંબઈમાં કેમ વરસી રહ્યો છે?

મુંબઈમાં હિંદમાતા-પરેલમાં 18 ઑગસ્ટે પડેલો ભારે વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મુંબઈમાં હિંદમાતા-પરેલમાં 18 ઑગસ્ટે પડેલા ભારે વરસાદને કારણે પાણી ભરાયાં હતાં અને લોકોને હાલાકી પડી હતી

ગત ત્રણ-ચાર દિવસથી મુંબઈ, મધ્ય મહારાષ્ટ્ર અને નાસિકના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. એક તબક્કે રાજ્યના અડધોઅડધ જિલ્લામાં રેડ કે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રમાં વરસાદને કારણે અનેક સ્થળોએ જળભરાવની સ્થિતિ ઊભી થઈ છે, જેના કારણે વાહનવ્યવહાર તથા સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે, શાળા-કૉલેજોમાં રજા પણ જાહેર કરવામાં આવી છે.

બંગાળની ખાડીમાં સિસ્ટમ બની હતી. હવામાન વિભાગનાં મોડલ્સની આગાહી પ્રમાણે, તે ગુજરાત થઈને પાકિસ્તાન તરફ આગળ વધી જવાની હતી.

જોકે, આવું બન્યું ન હતું, જેના કારણે ગુજરાતમાં શરૂઆતમાં થોડો વરસાદ જોવા મળ્યો હતો, પરંતુ એ પછી તેમાં ઘટાડો જોવા મળ્યો છે.

હવામાન વિભાગે ગુજરાતના ખેડૂતોને રાહત આપનારી આગાહી કરી છે અને આગામી દિવસો દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

ગુજરાત તરફ આવી રહેલો વરસાદ

ગુજરાત હવામાન વિભાગની આગાહી, મોન્સૂન ટ્રોફ, બંગાળની ખાડીમાં સિસ્ટમ, સર્ક્યુલેશન, દક્ષિણ ગુજરાતમાં વરસાદ, રેડ તથા ઓરેન્જ ઍલર્ટ, મુંબઈ તથા કોંકણમાં વરસાદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મુંબઈમાં માહિમની ખાડી, જેના કિનારે દાદર, પ્રભા દેવી તથા વર્લી જેવા વિસ્તાર આવેલા છે

સ્વતંત્રતા દિવસ આસપાસ બંગાળની ખાડીમાં અપર ઍર સાઇક્લૉનિક સર્ક્યુલેશનની રચના થઈ હતી, જે સિસ્ટમ બનીને ગુજરાત તરફ આગળ વધી રહી હતી અને ગુજરાતમાં વરસાદ લાવનારી હતી.

ખાનગી હવામાન સંસ્થાન સ્કાયમૅટ વેધરના મહેશ પલાવતના કહેવા પ્રમાણે, "એવું લાગી રહ્યું હતું કે કોંકણ, મહારાષ્ટ્રના તટીય પ્રદેશ, દહાણુ, વલસાડ, દમણ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે."

"આને કારણે અમદાવાદ અને વડોદરામાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા હતી."

જોકે આ સિસ્ટમ આગળ વધી ન હતી અને અટકી ગઈ હતી, જેના કારણે મહારાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો.

ગુજરાત હવામાન વિભાગની આગાહી, મોન્સૂન ટ્રોફ, બંગાળની ખાડીમાં સિસ્ટમ, સર્ક્યુલેશન, દક્ષિણ ગુજરાતમાં વરસાદ, રેડ તથા ઓરેન્જ ઍલર્ટ, મુંબઈ તથા કોંકણમાં વરસાદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, imd.gov.in

ઇમેજ કૅપ્શન, બુધવારે ક્યાં અત્યંત ભારે (લાલમાં) તથા ક્યાં અતિ ભારે (નારંગી રંગમાં) તથા ક્યાં ભારે વરસાદ પડશે તેની આગાહી કરતો નક્શો

સ્કાયમેટ વેધરની આગાહી પ્રમાણે, મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં અગાઉના લૉ-પ્રેશર એરિયાની બાકી રહેલી અસર મોન્સુન ટ્રફ સાથે ભળી ગઈ હતી. જેના કારણે કોંકણના દરિયાકિનારાના વિસ્તાર અને મુંબઈમાં ભારે વરસાદ પડ્યો છે.

જેની અસર હેઠળ ભારે વરસાદ પડી શકે છે. જેના કારણે રેલવે, હવાઈ તથા માર્ગ પરિવહન ખોરવાઈ શકે છે તથા સંદેશાવ્યવહારની સેવાઓ ખોરવાઈ શકે છે.

નવી સિસ્ટમ વરસાદ લાવશે

ગુજરાત હવામાન વિભાગની આગાહી, મોન્સૂન ટ્રોફ, બંગાળની ખાડીમાં સિસ્ટમ, સર્ક્યુલેશન, દક્ષિણ ગુજરાતમાં વરસાદ, રેડ તથા ઓરેન્જ ઍલર્ટ, મુંબઈ તથા કોંકણમાં વરસાદ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, મહારાષ્ટ્રમાં અનેક નદીઓ તેની ભયજનક સપાટીને વટાવી ગઈ છે

સરકારી આંકડા મુજબ, છેલ્લા ત્રણ-ચાર દિવસ દરમિયાન પડેલા વરસાદને કારણે ગત વર્ષની સરખામણીમાં રહેલી વરસાદી ઘટ ઓછી થઈ છે.

ગત વર્ષે અત્યાર સુધીમાં સિઝનનો 73 ટકા (644 મીમી) જેટલો વરસાદ પડી ગયો હતો, જ્યારે આ વર્ષે 70 ટકા (618 મીમી) વરસાદ પડી ગયો છે. અગાઉ 12 ટકા જેટલી ઘટ જોવા મળી રહી હતી.

અમદાવાદસ્થિત હવામાન વિભાગના અધિકારી રામાશ્રય યાદવના કહેવા પ્રમાણે, "બંગાળની ખાડીમાં બૅક-ટુ-બૅક સિસ્ટમ બની રહી છે. જેના કારણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે."

મુંબઈ વરસાદ, હવામાન સમાચાર, બીબીસી ગુજરાતી,

ઇમેજ સ્રોત, ANI

આઈએમડીના બુલેટિન પ્રમાણે, નલિયા, જલગાંવ, બ્રહ્માપુરી પરથી એક મોન્સુન ટ્રફ પસાર થાય છે જે બંગાળની ખાડી અને ઉત્તર આંધ્ર પ્રદેશ સુધી વિસ્તરે છે, જેના કારણે વરસાદ પડવાની આગાહી છે.

અત્યારે બંગાળની ખાડીથી લઈને ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના કિનારા સુધી એક લો-પ્રેશર એરિયાની રચના થઈ છે. તેની સાથે એક સાઇક્લૉનિક સર્ક્યુલેશન રચાયું છે સમુદ્રની સપાટીથી 9.6 કિમીની ઊંચાઈએ છે અને દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે.

જેની અસર હેઠળ મંગળવાર રાત્રિથી ઓડિશા અને ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકિનારે ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. જેની અસર આગામી ત્રણ-ચાર દિવસ સુધી રહેવાની સંભાવના છે.

વલસાડ, નવસારી, ભરૂચ, સૌરાષ્ટ્રના ભાવનગર, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ પડશે. જેની રાજકોટ, અમદાવાદ વડોદરા સુધી અસર જોવા મળી શકે છે."

મહારાષ્ટ્રમાં વરસાદને કારણે તારાજી

ગુજરાત હવામાન વિભાગની આગાહી, મોન્સૂન ટ્રોફ, બંગાળની ખાડીમાં સિસ્ટમ, સર્ક્યુલેશન, દક્ષિણ ગુજરાતમાં વરસાદ, રેડ તથા ઓરેન્જ ઍલર્ટ, મુંબઈ તથા કોંકણમાં વરસાદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Alpesh Karkare

ભારે વરસાદને કારણે મુંબઈ તથા તેના પરાવિસ્તારમાં આવેલી સરકારી તથા અર્ધસરકારી કચેરીઓ, શાળા અને કૉલેજોમાં મંગળવારે રજા જાહેર કરવામાં આવી હતી.

અમુક જગ્યાએ રેલવેટ્રૅક ઉપર પાણી ભરાવાને કારણે મુંબઈની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેનને અસર પહોંચી છે. આ સેવાઓ ચાલુ છે, પરંતુ તેનું ટાઇમટેબલ ખોરવાઈ ગયું છે.

દરિયામાં ભરતીને કારણે મીઠી નદીનું જળસ્તર વધી ગયું હતું, જોકે, ઓટ આવતાં નદીનાં પાણી ઓસર્યાં છે અને લોકોએ રાહતના શ્વાસ લીધા છે.

બૃહદ મુંબઈ કૉર્પોરેશન તથા મુંબઈ પોલીસે નાગરિકોને સતર્ક રહેવા તથા વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા માટે તમામ નાગરિકોને અપીલ કરી છે.

નાગરિકોને 'સચેત' ઍપ દ્વારા સતર્ક રહેવાના સંદેશ આપવામાં આવી રહ્યા છે. પુણેના જિલ્લા કલેક્ટરના કહેવા પ્રમાણે, જિલ્લામાં સ્થિતિ નિયંત્રણમાં છે.

પશ્ચિમ વિદર્ભમાં લગભગ 59 હજાર હેક્ટર પાકને ભારે વરસાદ તથા નદીઓમાં પૂરની અસર થઈ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન