ગુજરાતમાં હજુ છ દિવસ સુધી વરસાદ નહીં અટકે, હવે કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે?

ચોમાસું વરસાદ ગુજરાત હવામાન પાણી રેલ પૂર ખેતી ખેતર ખેડૂત ખાતર, ગુજરાતના સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

અમદાવાદસ્થિત હવામાન વિભાગના આંકડા પ્રમાણે હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છ પર ચોમાસું વધારે સક્રિય છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે.

ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર અને ગુજરાતથી 3.1 કિમીની ઊંચાઈએ એક અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું હતું તે હજુ યથાવત્ છે. હવામાન વિભાગનું બુલેટિન જણાવે છે કે હાલમાં નલિયા, જલગાંવ, બ્રહ્માપુરી પરથી એક મોન્સુન ટ્રોફ પસાર થાય છે જે બંગાળની ખાડી અને ઉત્તર આંધ્ર પ્રદેશ સુધી પહોંચે છે. જેના કારણે વરસાદ પડવાની આગાહી છે.

અત્યારે બંગાળની ખાડીથી લઇને ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના કિનારા સુધી એક લો-પ્રેશર એરિયાની રચના થઈ છે. તેની સાથે એક સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે સમુદ્રની સપાટીથી 9.6 કિમીની ઊંચાઈએ છે અને દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આગામી 12 કલાકમાં તે ઓડિશા અને ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકિનારે ભારે વરસાદ લાવે તેવી શક્યતા છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 69 ટકા વરસાદ પડી ગયો છે. તેમાં કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 70 ટકા કરતાં વધારે વરસાદ નોંધાયો છે જ્યારે સાઉથ ગુજરાતમાં સરેરાશના 72 ટકા વરસાદ પડી ગયો છે. સૌરાષ્ટ્રમાં હજુ માત્ર 63 ટકા વરસાદ પડ્યો છે જ્યારે પૂર્વ ગુજરાતમાં 69 ટકાથી વધારે વરસાદ પડ્યો છે એવું સરકારના ડેટા દર્શાવે છે.

હવે કયા જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે

બીબીસી ગુજરાતી વરસાદ ચોમાસું હવામાન વેધર અપડેટ રેડ ઍલર્ટ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત

ઇમેજ સ્રોત, IMD

હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ છ દિવસ સુધી અલગ-અલગ જગ્યાએ ભારે વરસાદ પડશે અને કેટલાક જિલ્લામાં તો ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.

19 ઑગસ્ટ, મંગળવારે રાજ્યમાં ઘણી જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. તેમાં નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયાં સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને આ તમામ જિલ્લા અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે રેડ ઍલર્ટની જાહેરાત કરવામાં આવી છે.

આ ઉપરાંત મંગળવારે સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં પણ છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરવામાં આવે તો રાજકોટ, પોરબંદર, ભાવનગર અને દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.

તેવી જ રીતે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચમાં ભારે વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, બોટાદ અને કચ્છ જિલ્લામાં પણ આજે ભારે વરસાદ પડવાની આગાહી છે. આ સિવાયના જિલ્લાઓમાં મંગળવારે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવે છે, જે દરમિયાન ગાજવીજ જોવા મળી શકે છે અને પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે.

બીબીસી ગુજરાતી વરસાદ ચોમાસું હવામાન વેધર અપડેટ રેડ ઍલર્ટ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત

ઇમેજ સ્રોત, IMD

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

20 ઑગસ્ટ, બુધવારે પણ ગુજરાતમાં કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયાં સ્થળે અતિભારે વરસાદ પડશે.

બુધવારે કેટલાક વિસ્તારોમાં ઑરેન્જ ઍલર્ટની જાહેરાત કરવામાં આવી છે.

હવામાન વિભાગનું કહેવું છે કે બનાસકાંઠા, સાબરકાંઠા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર-સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, મોરબી, બોટાદ અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદ પડી શકે છે. રાજ્યના બાકીના જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડશે.

21 ઑગસ્ટે ભારેથી અતિભારે વરસાદ પડવાનો હોય તેવા જિલ્લામાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છનો સમાવેશ થાય છે. આ તમામ જિલ્લાઓ માટે ઑરેન્જ ઍલર્ટની જાહેરાત કરવામાં આવી છે.

બાકીના જિલ્લાઓ માટે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને 21 ઑગસ્ટ, ગુરુવારે મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાછવાયાં સ્થળો પર ભારે વરસાદ થવાની શક્યતા છે.

22 ઑગસ્ટની આગાહી પ્રમાણે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને આ વિસ્તારોમાં ઑરેન્જ ઍલર્ટની જાહેરાત કરવામાં આવી છે.

બીબીસી ગુજરાતી વરસાદ ચોમાસું હવામાન વેધર અપડેટ રેડ ઍલર્ટ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત

ઇમેજ સ્રોત, IMD

આ ઉપરાંત 22 ઑગસ્ટે મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, પોરબંદર અને દ્વારકા માટે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ જિલ્લાઓમાં છૂટાછવાયાં સ્થળો પર ભારે વરસાદ પડી શકે છે.

23 અને 24 ઑગસ્ટે પણ ગુજરાતમાં ઘણા જિલ્લામાં યલો ઍલર્ટની જાહેરાત કરવામાં આવી છે. હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે આ બે દિવસ દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છમાં કેટલાંક સ્થળો પર ભારે વરસાદ પડવાની શક્યતા છે.

ગુજરાતના ડૅમના પાણીમાં વધારો

બીબીસી ગુજરાતી વરસાદ ચોમાસું હવામાન વેધર અપડેટ રેડ ઍલર્ટ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત

ઇમેજ સ્રોત, GSDMA

ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાના કારણે જળાશયોનાં પાણીના સ્તરમાં વધારો થયો છે. રાજ્યના સૌથી મોટા ડૅમ સરદાર સરોવર બંધમાં હાલમાં લગભગ 77 ટકા પાણી ભરાયું છે. જ્યારે ઉત્તર ગુજરાતના ડૅમોમાં 65 ટકા પાણી છે.

મધ્ય ગુજરાતનાં 17માંથી ચાર જળાશય છલકાયાં છે અને સરેરાશ પાણીનો સ્તર 81 ટકા છે. સાઉથ ગુજરાતમાં 13માંથી આઠ જળાશય છલકાયાં છે અને એકંદરે 75 ટકાથી વધારે પાણી છે.

કચ્છમાં 20માંથી ત્રણ જળાશય છલકાયાં છે અને પાણીનો સરેરાશ જથ્થો 55 ટકાથી વધુ છે. સૌરાષ્ટ્રમાં 141માંથી 19 ડૅમ છલકાયા છે અને 70 ટકા પાણીનો જથ્થો છે.

મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે વરસાદ

બીબીસી ગુજરાતી મહારાષ્ટ્ર મુંબઈ વરસાદ
ઇમેજ કૅપ્શન, મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ

પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ આજે ભારે વરસાદ પડી રહ્યો છે જેમાં મુંબઈ, પૂના સહિતનાં શહેરોમાં જનજીવનને અસર થઈ છે.

મુંબઈમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં હતાં અને ટ્રેનના ટ્રેક પાણી નીચે ડૂબી ગયા હતા. છેલ્લી સ્થિતિ પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં મુંબઈ, કોંકણ, મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર અને કર્ણાટકના કિનારાવર્તી વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડ્યો છે.

પીટીઆઈના અહેવાલ પ્રમાણે સોમવારે મુંબઈના કેટલાક પરા વિસ્તારોમાં નવ કલાકમાં 100 મીમીથી વધારે વરસાદ નોંધાયો હતો. વિખરોલીમાં સૌથી વધારે 135 મીમી વરસાદ પડી ગયો હતો. સાંતાક્રૂઝ અને જુહૂમાં પણ નવ કલાકમાં 123 મીમીથી વધારે વરસાદ નોંધાયો હતો.

ભારે વરસાદના કારણે મુંબઈ મહાનગરપાલિકાએ મંગળવારે તમામ શાળાઓ અને કૉલેજોમાં રજાની જાહેરાત કરી છે.

બીબીસી મરાઠીના અહેવાલ મુજબ પશ્ચિમી વિદર્ભના તમામ જિલ્લામાં ભારે વરસાદના કારણે લગભગ 59 હજાર હેક્ટર જમીન પર પાકને નુકસાન થયું છે.

હવામાન વિભાગ મુજબ 20 ઑગસ્ટ સુધી મધ્ય મહારાષ્ટ્ર, મુંબઈ, કોંકણ અને ગોવામાં કેટલાંય સ્થળે ભારે વરસાદ પડવાની સંભાવના છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન