'અમે તો ઘરમાં બેઠાં હતાં, અચાનક ક્યાંથી પૂર આવ્યું?' - કિશ્તવાડમાં વાદળ ફાટ્યા પછી પરિવારજનોને શોધી રહેલા લોકો

વીડિયો કૅપ્શન,
'અમે તો ઘરમાં બેઠાં હતાં, અચાનક ક્યાંથી પૂર આવ્યું?' - કિશ્તવાડમાં વાદળ ફાટ્યા પછી પરિવારજનોને શોધી રહેલા લોકો

"મારી દીકરીને મેં નથી જોઈ...પછી શું થયું મને નથી ખબર..."

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટ્યા પછી જેમની દીકરી ગાયબ છે એવાં સુખીદેવી રડતાં રડતાં માત્ર આટલું જ બોલે છે.

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડના ચાશોટી વિસ્તારમાં વાદળ ફાટવાથી ભારે નુકસાની થઈ છે. જ્યાં નજર પડે ત્યાં કાટમાળનો ઢગલો દેખાય છે. અનેક ઘર પૂરમાં વહી ગયાં છે.

અનેક લોકો ગાયબ છે અને પરિવારજનો રડી રહ્યા છે, વ્યથિત અવસ્થામાં પરિવારજનોને શોધી રહ્યા છે.

60 લોકોનાં મૃત્યુ થયાં છે અને હજુ ઘણા લોકો લાપતા છે. પરિવારજન ગુમાવનાર કે શોધનારા લોકોએ શું કહ્યું?

વધુ જુઓ આ વીડિયોમાં...

જમ્મુ-કાશ્મીર, કિશ્તવાડ, વાદળ ફાટ્યું, ભારે વરસાદ, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન