મુંબઈમાં મોનોરેલ ફસાઈ, યાત્રીઓને બે કલાકની મથામણ બાદ કઢાયા – ન્યૂઝ અપડેટ

મંગળવારે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ભારે વરસાદ ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં મુંબઈ, કોંકણ, મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, UGC

મંગળવારે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ભારે વરસાદ ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં મુંબઈ, કોંકણ, મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે.

મુંબઈમાં ભારે વરસાદને કારણે વિવિધ સ્થળોએ પાણી ભરાઈ જવાથી સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. ભારે વરસાદને જોતાં મ્યુનિસિપલ વિસ્તારની તમામ સરકારી અને અર્ધ-સરકારી કચેેરીઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

ધોધમાર વરસાદને કારણે પરિવહન સેવાઓ પર પણ અસર પડી છે જેમાં સેન્ટ્રલ હાર્બર અને વેસ્ટર્ન રેલવે લાઇન પર ટ્રાફિક પણ પ્રભાવિત થયો છે. વસઈ અને વિરાર સ્ટેશનો વચ્ચે ટ્રૅક પર પાણી ભરાઈ જવાને કારણે લોકલ ટ્રેન પર પણ અસર થઈ રહી છે.

મુંબઈમાં ભારે વરસાદ દરમિયાન જમીનથી ઊંચી મુસાફરી કરતી મોનોરેલ અચાનક થંભી ગઈ. મોટી સંખ્યામાં મુસાફરો અંદર ફસાયા હયા. લગભગ બે કલાક પછી મુસાફરોને બચાવવામાં આવ્યા હતા.

મોનો રેલ મંગળવારે સાજે 6.15 કલાકે ચેંબુર અને ભક્તિ પાર્ક સ્ટેશન વચ્ચે ઊભી રહી ગઈ હતી. ટ્રેનમાં મુસાફરોની ભીડ હતી. એસ પણ બંધ હતું અને દરવાજા પણ બંધ હતા જેનાં કારણે મુસાફરોમાં ફફડાટ વધી ગયો હતો. મુસાફરોએ બીબીસી મરાઠીને જણાવ્યું કે કેટલાક મુસાફરોએ મદદ માટે ફોન કરવા માટે દરવાજા ખોલવાનો પ્રયાસ પણ કર્યો હતો.

મહિલા ક્રિકેટ વર્લ્ડકપ 2025 માટે ભારતીય ટીમ જાહેર, હરમનપ્રીત કોર કૅપ્ટન

હરમનપ્રીત કોર કૅપ્ટન છે અને સ્મૃતિ મંધાના તથા જેમિમા રૉડ્રિગ્ઝ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 માટે ટીમ જાહેર કરી દીધી છે. હરમનપ્રીત કોર કૅપ્ટન છે અને સ્મૃતિ મંધાના વાઇસ કૅપ્ટન છે.

આ વખતે મહિલા વર્લ્ડકપ ભારત અને શ્રીલંકામાં રમાશે.

ટુર્નામેન્ટની શરૂઆત 30 સપ્ટેમ્બરના રોજ બૅંગલુરુમાં ભારત વિરુદ્ધ શ્રીલંકા મૅચમાં થશે. ફાઇનલ બીજી નવેમ્બરના રમાશે.

ટીમ ઇન્ડિયા:

હરમનપ્રીત કોર (કૅપ્ટન)

સ્મૃતિ મંધાના (વાઇસ કૅપ્ટન)

પ્રતિકા રાવલ

હરલીન દેઓલ

દીપ્તિ શર્મા

જેમિમા રૉડ્રિગ્સ

રેણુકાસિંહ ઠાકુર

અરુંધતિ રેડ્ડી

ઋચા ઘોષ(વિકેટકીપર)

ક્રાંતિ ગોડ

અમનજોત કોર

રાધા યાદવ

શ્રી ચરણી

યસ્તિકા ભાટિયા (વિકેટકીપર)

સ્નેહા રાણા

એશિયા કપ 2025: ટીમ ઇન્ડિયા જાહેર, ગિલ અને બુમરાહની વાપસી

એશિયા કપ 2025, ભારતીય ટીમ જાહેરાત, બીસીસીઆઈ,

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીસીસીઆઈએ ચાલુ વર્ષે રમાનારી એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. શુભમન ગિલની ટીમના ઉપકપ્તાન તરીકે વાપસી થઈ છે.

મુંબઈ ખાતે બીસીસીઆઈના સચિવ દેવજીત સાઇકિયાના નેતૃત્વમાં પસંદગીકારોની બેઠક મળી હતી. ચીફ સિલેક્ટર અજિત અગરકર તથા કૅપ્ટન સૂર્યકુમાર યાદવ ટીમની જાહેરાત સમયે હાજર હતા.

ગિલ ઉપરાંત ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ પણ આ ટીમમાં સામેલ હશે. અગરકરે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે અમે બુમરાહની ઉપર રહેલા ભારણને ધ્યાને લીધું છે.

આઈપીએલમાં સફળ શ્રેયસ અય્યર તથા ટેસ્ટમાં સફળ યશસ્વી જયસ્વાલને ટીમમાં સ્થાન નથી મળ્યું.

ટીમમાં કૅપ્ટન સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ (ઉપકપ્તાન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટ કિપર), જસપ્રીત બુમરાહ, અર્શદીપસિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, સંજુ સેમસન (વિકેટ કિપર), હર્ષિત રાણા, રિંકુસિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે.

બીસીસીઆઈએ ચાલુ વર્ષે રમાનારી એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. શુભમન ગિલની ટીમના ઉપકપ્તાન તરીકે વાપસી થઈ છે.

મુંબઈ ખાતે બીસીસીઆઈના સચિવ દેવજીત સાઇકિયાના નેતૃત્વમાં પસંદગીકારોની બેઠક મળી હતી. ચીફ સિલેક્ટર અજિત અગરકર તથા કૅપ્ટન સૂર્યકુમાર યાદવ ટીમની જાહેરાત સમયે હાજર હતા.

ગિલ ઉપરાંત ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ પણ આ ટીમમાં સામેલ હશે. અગરકરે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે અમે બુમરાહની ઉપર રહેલા ભારણને ધ્યાને લીધું છે.

આઈપીએલમાં સફળ શ્રેયસ અય્યર તથા ટેસ્ટમાં સફળ યશસ્વી જયસ્વાલને ટીમમાં સ્થાન નથી મળ્યું.

ટીમમાં કૅપ્ટન સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ (ઉપકપ્તાન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટ કિપર), જસપ્રીત બુમરાહ, અર્શદીપસિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, સંજુ સેમસન (વિકેટ કિપર), હર્ષિત રાણા, રિંકુસિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે નવમી સપ્ટેમ્બરથી સંયુક્ત આરબ અમિરાત ખાતે એશિયા કપ 2025 ચાલુ થશે. આ વખતે તે ટી-20 ફૉર્મેટમાં રમાશે. ફાઇનલ મૅચ 28મી સપ્ટેમ્બરે રમાશે.

ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રૂપમાં રાખવામાં આવ્યાં છે. બંને ટીમ 14 સપ્ટેમ્બરમાં એકબીજા વિરુદ્ધ રમશે. ભારત અને પાકિસ્તાન જો ફાઇનલ સુધી પહોંચ્યાં તો બંને ટીમો વચ્ચે વધુ બે મુકાબલા રમાશે.

એસીસી તરફથી જાહેર કરાયેલા નિવેદન પ્રમાણે, એશિયા કપની 17મી સિઝનમાં આઠ ટીમો ભાગ લેશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલના પાંચ પૂર્ણ સભ્યો અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભારત, પાકિસ્તાન અને શ્રીલંકા સિવાય સંયુક્ત આરબ અમીરાત, ઓમાન અને હૉંગકૉંગ પણ આ ટુર્નામેન્ટનો ભાગ હશે.

પાકિસ્તાન અને ભારત સિવાય ગ્રૂપ એમાં ઓમાન અને સંયુક્ત આરબ અમીરાત પણ સામેલ છે. તેમજ ગ્રૂપ બીમાં અફઘાનિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને હૉંગકૉંગ સામેલ છે.

ટ્રમ્પ અને ઝેલેન્સ્કીની વાતચીત બાદ પણ યુક્રેન પર રશિયાના હુમલા યથાવત્

ટ્રમ્પ અને ઝેલેન્સ્કીની વાતચીત બાદ પણ યુક્રેન પર રશિયાના હુમલા યથાવત્ - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, ઉત્તર-પૂર્વ યુક્રેનના એક વિસ્તારમાં રશિયાના ડ્રૉન હુમલાના સ્થળે બચાવ કર્મચારીઓ કામ કરી રહ્યા છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી અને યુરોપના ઘણા નેતાઓ જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરી રહ્યા હતા, તે જ સમયે રશિયાએ યુક્રેન પર હુમલાઓ યથાવત્ રાખ્યા હતા.

પોલ્ટાવા ક્ષેત્રના ગવર્નરે જણાવ્યું કે યુક્રેની શહેર પર રશિયાના હુમલાની સૂચના મળી છે. આ હુમલાને કારણે ઘરોમાં વીજળી પ્રભાવિત થઈ અને વીજળી કાર્યાલયોને પણ હુમલાથી નુકસાન થયું છે.

તેમણે કહ્યું કે કોઈના હતાહતના સમાચાર નથી, પરંતુ લુબની જિલ્લામાં લગભગ 1,500 ઘરો તથા 119 વ્યવસાયિક કેન્દ્રોની વીજળી ડૂલ થઈ ગઈ છે.

ત્યાં, રશિયાના દક્ષિણ પશ્ચિમ પ્રશાસને જણાવ્યું છે કે યુક્રેની ડ્રૉન હુમલામાં વોલ્ગોગ્રાદમાં એક રિફાઇનરી તથા એક હૉસ્પિટલની અગાસી પર આગ લાગી હતી. જોકે, આ ડ્રૉનને નષ્ટ કરી દેવામાં આવ્યું.

રશિયાના નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે વોલ્ગોગ્રાદથી આવતી-જતી ફ્લાઇટ લગભગ ત્રણ કલાક રોકાઈ રહી હતી.

ગાઝામાં યુદ્ધવિરામ અને ઇઝરાયલી બંધકોની મુક્તિના નવા પ્રસ્તાવ પર સંમત થયું હમાસ

ગાઝામાં યુદ્ધવિરામ અને ઇઝરાયલી બંધકોની મુક્તિના નવા પ્રસ્તાવ પર સંમત થયું હમાસ - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

પેલેસ્ટેનિયન સશસ્ત્ર જૂથ હમાસે ગાઝામાં યુદ્ધવિરામ અને ઇઝરાયલ સાથે બંધકોની મુક્તિ માટે મધ્યસ્થો દ્વારા રજૂ કરાયેલા નવા પ્રસ્તાવને મંજૂરી આપી છે.

પેલેસ્ટાઇન જૂથના એક સૂત્રએ બીબીસીને આ વાતની પુષ્ટિ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઇજિપ્ત અને કતારનો આ પ્રસ્તાવ જૂનમાં અમેરિકી દૂત સ્ટીવ વિટકૉફ દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવની રૂપરેખા પર આધારિત છે.

આ યોજના મુજબ, પહેલા 60 દિવસનું યુદ્ધવિરામ લાગુ કરવામાં આવશે. ત્યારબાદ હમાસ બાકી રહેલા 50 ઇઝરાયલી બંધકોને બે જૂથોમાં મુક્ત કરશે. જેમાંથી 20 લોકો જીવિત હોવાની શક્યતા દર્શાવવામાં આવી છે. ત્યારબાદ સ્થાયી યુદ્ધવિરામ અંગે ચર્ચા આગળ વધશે.

હાલમાં ઇઝરાયલની પ્રતિક્રિયા હજુ સુધી સામે આવી નથી.

ગત અઠવાડિયે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું હતું કે "દેશ કોઈ પણ સમજૂતી ત્યારે જ સ્વીકારશે જ્યારે બધા બંધકોને એક સાથે મુક્ત કરવામાં આવશે."

હમાસની સંમતિ અંગેના સમાચાર વચ્ચે જારી કરાયેલા એક વીડિયોમાં નેતન્યાહૂએ સીધી ટિપ્પણી નથી કરી.

તેમણે ફક્ત એટલું કહ્યું કે "આમાંથી તમને એક જ સંકેત મળે છે — હમાસ ખૂબ દબાણમાં છે."

કચ્છના નાના રણમાં વરસાદ વચ્ચે ફસાયેલા 9 લોકોને પોલીસે કેવી રીતે બચાવ્યા?

કચ્છના નાના રણમાં વરસાદ વચ્ચે ફસાયેલા 9 લોકોને પોલીસે કેવી રીતે બચાવ્યા? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, SACHIN PITHVA

કચ્છના નાના રણમાં ભારે વરસાદને કારણે ફસાયેલા નવ લોકોને 18 કલાકના રૅસ્ક્યૂ ઑપરેશન બાદ બહાર કાઢવામાં આવ્યા છે.

આ ફસાયેલા નવ યુવાનોને શોધવા માટે તેમના ત્રણ વાલીઓ ગયા હતા તેઓ પણ રણમાં ફસાઈ ગયા હતા. પોલીસે તેમને પણ બચાવ્યા છે.

બીબીસી ગુજરાતીના સુરેન્દ્રનગરના સહયોગી સચીન પિઠવાના જણાવ્યા પ્રમાણે, "પાટડીમાં રહેતા આ નવ મિત્રો ચાર બાઇક લઈને પાટડીથી ખારાઘોડા થઈ કચ્છના નાના રણમાં આવેલા વાછડાદાદાના દર્શને ગયા હતા. પરંતુ તે વખતે મુશળધાર વરસાદ પડતા તેઓ રણમાં અટવાઈ ગયા હતા."

સચીન પિઠવાના જણાવ્યા પ્રમાણે આ નવ યુવાનો પૈકી એકે તેના મોબાઇલ ફોનથી તેમના પિતાને આ વિશે માહિતી આપી હતી.

તેઓ જણાવે છે, "આ નવ યુવાનોના ત્રણ વાલીઓ તેમને શોધવા માટે ખારાઘોડાથી નીકળ્યા હતા પરંતુ તેઓ પણ રસ્તામાં અટવાઈ ગયા હતા."

ત્યાર બાદ પોલીસને આ મામલાની જાણ થઈ હતી. પાટડી પોલીસે ટ્રૅક્ટર લઈને આ ફસાયેલા લોકોનું રૅસ્ક્યૂ કર્યું હતું.

આ ફસાયેલા યુવાનો પૈકી બે યુવાનોનો ફોન ચાલુ હતો. તેથી તેમના મોબાઇલના લૉકેશનના આધારે પોલીસ તેમના સુધી પહોંચી હતી.

પાટડી પોલીસ સ્ટેશનના એએસઆઈ રોહિતભાઈ રાઠોડે બીબીસી સહયોગી સચીન પિઠવાને જણાવ્યું હતું કે "હું અને મારી સાથે હૅડ કૉન્સ્ટેબલ દિપકભાઈ રાઠોડ એક થાર ગાડી અને ટ્રૅક્ટર સાથે બે રણ ભોમિયા સંજયભાઈ અને ઇસ્માઇલભાઈ મિયાણાને લઇને રાત્રે ત્રણ વાગ્યે રણમાં ગયા હતા. જ્યાં રસ્તામાં અમારી થાર ગાડી પણ રણમાં કાદવમાં ફસાઈ હતી. બાદમાં ટ્રૅક્ટરમાંની લાઇટ પણ બંધ થઇ ગઈ હતી, એમાં આ બારેય લોકોને ચાર બાઇક સાથે ટ્રૅક્ટરમાં બેસાડી પાટડી પહોંચાડ્યા હતા."

ટ્રમ્પ સાથેની મુલાકાત બાદ યુદ્ધવિરામ અને યુક્રેનને 'સુરક્ષાની ગૅરંટી' મામલે શું બોલ્યા યુરોપના નેતા?

ટ્રમ્પ સાથેની મુલાકાત બાદ યુદ્ધવિરામ અને યુક્રેનને 'સુરક્ષાની ગૅરંટી' મામલે શું બોલ્યા યુરોપના નેતા? - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Reuters

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી અને યુરોપિયન નેતાઓ સાથે બેઠક કરી.

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને અટકાવવા માટે થયેલી આ બેઠક અંગે યુરોપિયન નેતાઓએ નિવેદન આપ્યું છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું કે "ચર્ચા રચનાત્મક રહી" અને "સુરક્ષા ગૅરંટી સહિત સંવેદનશીલ મુદ્દાઓ" પર ચર્ચા કરવામાં આવી.

બ્રિટનના વડા પ્રધાન કિઅર સ્ટાર્મરે કહ્યું કે "સુરક્ષા ગૅરંટી અને રશિયા, યુક્રેન અને અમેરિકા વચ્ચે ત્રિપક્ષીય બેઠક એક ઐતિહાસિક પગલું હશે."

જર્મન ચાન્સલર ફ્રૅડરિક મર્સે રશિયા સાથે કોઈ પણ બેઠક પહેલાં "યુદ્ધવિરામની જરૂરિયાત" પર ભાર મૂક્યો અને ટ્રમ્પને કહ્યું: "આ મુદ્દે કામ કરીએ અને રશિયા પર દબાણ બનાવવાનો પ્રયાસ કરીએ."

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૅક્રૉં પણ આ ચર્ચાને "યુરોપની સુરક્ષા સાથે જોડાયેલો મુદ્દો" ગણાવ્યો અને "યુદ્ધવિરામ માટે મર્સના આહ્વાન"ની પુનરાવૃત્તિ કરી.

ઇટાલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોનીએ કહ્યું કે "સૌથી મહત્ત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે આ ઘટના ફરીથી ન બને, જે શાંતિ માટે પ્રથમ શરત છે."

નેટોના મહાસચિવ માર્ક રુટેએ કહ્યું કે "યુક્રેનના ઢાંચાકીય તંત્રને નિશાન બનાવતા અટકાવવા માટે પ્રયાસો થવા જોઈએ."

યુરોપિયન કમિશનનાં અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયને "અપહ્રત કરાયેલાં યુક્રેનિયન બાળકોની વાપસી"ને "સૌપ્રથમ પ્રાથમિકતા" આપવાની વાત કરી.

તેમણે કહ્યું: "એક માતા અને દાદી તરીકે, દરેક બાળકને તેના પરિવાર પાસે પાછું જવું જોઈએ."

ટ્રમ્પ સાથે મુલાકાત બાદ ઝેલેન્સ્કીએ યુક્રેનની સુરક્ષા મામલે શું કહ્યું?

ટ્રમ્પ સાથે મુલાકાત બાદ ઝેલેન્સ્કીએ યુક્રેનની સુરક્ષા મામલે શું કહ્યું? - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી

યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિ સમજૂતી અંગે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી અને યુરોપિયન નેતાઓએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વ્હાઇટ હાઉસમાં મુલાકાત કરી.

મુલાકાત બાદ ઝેલેન્સ્કીએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે 'લાંબી અને વિગતવાર ચર્ચા' થઈ, જેમાં સુરક્ષા ગૅરંટી સહિત અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.

તેમણે જણાવ્યું કે "અમેરિકા યુક્રેનની સુરક્ષા ગૅરંટીનું સમર્થન કરે છે." આ ઉપરાંત "યુદ્ધબંદીઓ અને નાગરિકોની મુક્તિ" પર પણ સહમતિ થઈ.

ઝેલેન્સ્કીએ કહ્યું કે "રાષ્ટ્રપતિ ટ્રમ્પે રશિયા અને યુક્રેન વચ્ચેના સંવેદનશીલ મુદ્દાઓને ઉકેલવા માટે બેઠકને સમર્થન" આપ્યું છે. તેમણે આ માટે 'અમેરિકાના રાષ્ટ્રપતિનો આભાર' વ્યક્ત કર્યો.

તેમણે કહ્યું કે "રશિયા અને યુક્રેન વચ્ચે દ્વિપક્ષીય બેઠકને તો તેઓ સમર્થન તો આપે જ છે, પરંતુ તેઓ ત્રિપક્ષીય બેઠક માટે પણ તૈયાર છે."

જોકે, પુતિન અને તેમના વચ્ચે ભવિષ્યમાં કોઈ પણ વાતચીતની તારીખ હજુ નક્કી થઈ નથી.

યુક્રેનના રાષ્ટ્રપતિએ યુરોપિયન નેતાઓનો પણ આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે 'આ યુરોપ અને અમેરિકા વચ્ચેની એકતાનું ઉત્તમ ઉદાહરણ છે.'

આ પહેલાં 15 ઑગસ્ટે અલાસ્કામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત બાદ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે 'શાંતિ વાર્તા માટે ઝેલેન્સ્કી અને યુરોપિયન નેતાઓને વ્હાઇટ હાઉસમાં આમંત્રિત' કર્યા હતા.

અમેરિકાના વિદેશ મંત્રાલયે રદ કર્યા 6 હજાર વિદ્યાર્થીઓના વિઝા, શા માટે?

અમેરિકાના વિદેશ મંત્રાલયે રદ કર્યા 6 હજાર વિદ્યાર્થીઓના વિઝા, શા માટે? - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના વિદેશ મંત્રાલયે બીબીસીને જણાવ્યું છે કે અમેરિકી કાયદા તોડવા અને નિર્ધારિત સમયગાળા કરતાં વધુ સમય રોકાવાના કારણે છ હજારથી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવ્યા છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, આમાંથી મોટાભાગના કેસ નશામાં વાહન ચલાવવું, ચોરી અને 'આતંકવાદને સમર્થન' સાથે સંબંધિત હતા.

આ કાર્યવાહી ટ્રમ્પ પ્રશાસનની કડક ઇમિગ્રેશન નીતિનો ભાગ છે, જેના હેઠળ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર પણ કડકાઈ દાખવવામાં આવી રહી છે.

જોકે, વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું નથી કે 'આતંકવાદને સમર્થન' મામલાનો શું અર્થ છે.

ટ્રમ્પ પ્રશાસને પેલેસ્ટાઇનના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરનારા કેટલાક વિદ્યાર્થીઓ સામે પણ કાર્યવાહી કરી છે અને આરોપ લગાવ્યો છે કે તેમણે 'યહૂદી-વિરોધી વર્તન' કર્યું.

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે છ હજારમાંથી ચાર હજાર વિઝા કાયદા તોડવાના કેસમાં રદ કરવામાં આવ્યા. આ ઉપરાંત, 200 થી 300 વિઝા 'આઈએનએ 3-બી હેઠળ આતંકવાદ સંબંધિત કેસોમાં' રદ કરવામાં આવ્યા છે.

ટ્રમ્પ અને ઝેલેન્સ્કીની મુલાકાત, સીઝફાયર પર બંને નેતાઓએ શું કહ્યું?

ટ્રમ્પ અને ઝેલેન્સ્કીની મુલાકાત, સીઝફાયર પર બંને નેતાઓએ શું કહ્યું? - ન્યૂઝ અપડેટ
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં મુલાકાત કરી હતી.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં મુલાકાત કરી હતી.

ગત શુક્રવારે અલાસ્કામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી અને યુરોપિયન નેતાઓ સાથે વ્હાઇટ હાઉસમાં મુલાકાત કરી હતી.

આ વખતે બંને નેતાઓ વચ્ચે વધુ સમન્વય જોવા મળ્યો અને ઝેલેન્સ્કી આ વખતે સૂટ પહેરીને આવ્યા હતા. આ અંગે એક પત્રકારે તેમને પ્રશ્ન પણ કર્યો.

પત્રકારો સાથે સંવાદ દરમિયાન મોટાભાગના પ્રશ્નોનો જવાબ ટ્રમ્પે આપ્યો.

યુદ્ધવિરામ અંગે ટ્રમ્પે કહ્યું, "કોઈપણ શાંતિ સમજૂતીના ભાગરૂપે અમેરિકા યુક્રેનને સુરક્ષા ગૅરંટી આપશે અને તેની ખાતરી કરશે."

તેમણે કહ્યું કે યુદ્ધવિરામ સમાપ્ત કરવા અંગે વાતચીત કરવા માટે યુદ્ધવિરામ હોવો જરૂરી નથી.

ટ્રમ્પે જણાવ્યું કે વાતચીત પૂરી થયા પછી તેઓ પુતિનને ફોન કરશે.

ઝેલેન્સ્કીએ સંકેત આપ્યો કે તેઓ અમેરિકા અને રશિયાના નેતાઓ સાથે બેઠકના પક્ષમાં છે અને કહ્યું કે યુક્રેનના લોકો યુદ્ધને 'કૂટનીતિક રીતે' સમાપ્ત કરવાની ટ્રમ્પની યોજનાનું સમર્થન કરે છે.

જોકે, અમેરિકા તરફથી સુરક્ષા ગૅરંટીના પ્રશ્ન પર ઝેલેન્સ્કીએ કહ્યું, "મજબૂત યુક્રેનિયન સેના જરૂરી છે. તેના માટે હથિયાર, લોકો, તાલીમ મિશન અને ગુપ્તચર માહિતી બધું જરૂરી છે."

વ્હાઇટ હાઉસમાં આજનો દિવસ હિલચાલથી ભરેલો રહેશે. ટ્રમ્પ ઝેલેન્સ્કી સાથે આવેલા યુરોપિયન નેતાઓ સાથે ડિનર પર મળી રહ્યા છે.

તે પછી તેઓ સાથે એક બહુપક્ષીય બેઠક થશે અને અંતે ઝેલેન્સ્કી પત્રકારોને સંબોધિત કરશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન