પાકિસ્તાનમાં ભયંકર પૂર બાદ ઘરો કાટમાળમાં ફેરવાયાં, 'ઘરના 28 લોકોમાંથી 26 તણાયા'
ઉત્તર પાકિસ્તાનના કેટલાક ભાગમાં હાલમાં અભૂતપૂર્વ વરસાદ અને પૂરની સ્થિતિ છે, જેના કારણે 650થી વધુ લોકો માર્યા ગયા છે.
પાકિસ્તાનની ઇમર્જન્સી ઑથોરિટી એજન્સી એનડીએમએનું કહેવું છે કે આ વર્ષે ચોમાસા દરમિયાન વિભિન્ન ઘટનાઓમાં 657 લોકો માર્યા ગયા છે અને 929 લોકો ઘાયલ થયા છે. એજન્સીનું કહેવું છે કે વધારે વરસાદને કારણે ખૈબર પખ્તૂનખ્વા, પંજાબ અને બલૂચિસ્તાનના વિસ્તારોમાં ભયંકર પૂર આવી શકે છે.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ભારે વરસાદ અને ભયંકર પૂરને કારણે સૌથી વધુ ખૈબર પખ્તૂનખ્વા પ્રભાવિત છે. ત્યાં અત્યારસુધીમાં 390થી વધુ મોત થયાં છે અને સેંકડો લાપતા છે.
એનડીએમએનું કહેવું છે કે પંજાબમાં અત્યારસુધીમાં ભારે વરસાદને કારણે કુલ 164 લોકોનાં મૃત્યુ થયાં છે. જેમાં 70 બાળકોનો પણ સમાવેશ થાય છે.
સિંધમાં 28 લોકોનાં મોત થયાં છે અને બલૂચિસ્તાનમાં અત્યારસુધીમાં 20 લોકોનાં મૃત્યુ થયાં છે.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન



