વિમાનમાં કોઈ સીટ 'સંપૂર્ણપણે' સુરક્ષિત હોય છે ખરી જે અકસ્માત વખતે જીવ બચાવી શકે?

 પ્લેન ક્રૅશ, દક્ષિણ કોરિયા, વિમાની દુર્ઘટના, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દક્ષિણ કોરિયામાં થયેલી વિમાન દુર્ઘટનામાં 179 લોકોએ જીવ ગુમાવ્યા છે
    • લેેખક, આર્જવ પારેખ
    • પદ, બીબીસી સંવાદદાતા

30 ડિસેમ્બર, 2024ની સવાર એક અતિ ભયાનક પ્લેન ક્રૅશના સમાચારો સાથે પડી હતી. જેમાં જેજુ ઍરલાઇન્સનું બૅંગકોકથી દક્ષિણ કોરિયા જઈ રહેલું વિમાન મુઆન ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પર ક્રૅશ થઈ ગયું, જેમાં 181માંથી 179 મુસાફર મૃત્યુ પામ્યા હતા. ત્યારે જાણો કે વિમાનની કઈ સીટ ઉપર બેસવાથી ભયાનક અકસ્માત દરમિયાન પણ જીવિત રહેવાની સંભાવના વધુ હોય છે.

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર,
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો
બીબીસી ગુજરાતી સાથે સમજો, દક્ષિણ કોરિયા વિમાન અકસ્માત, પ્લેનમાં કઈ સીટ પસંદ કરવી, પ્લેનમાં સેફ સીટ ગઈ, પ્લેનમાં ટિકિટ બૂક કરતી વખતે શું ધ્યાન રાખવું, બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર

આ વિમાન લૅન્ડિંગ સમયે જ રન-વે બાઉન્ડરી વૉલ સાથે ટકરાયું હતું અને પછી અગનગોળો બની ગયું હતું.

પરંતુ ફ્લાઇટના પાછળના છેડે રહેલા બે ક્રૂ-મૅમ્બર્સ જીવિત બચી ગયા હતા અને તેઓ હાલમાં હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.

વિમાન ક્રૅશ થવાની ઘટનાઓના ઇતિહાસમાં ઘણાં ઉદાહરણો છે, એવું પણ નથી કે વિમાન ક્રૅશ થાય તો તેમાં રહેલા તમામ લોકો મૃત્યુ જ પામે. દક્ષિણ કોરિયા જેવી ભયાનક દુર્ઘટનામાં પણ બે લોકો બચી ગયા છે.

પરંતુ શું વિમાનમાં તમે કઈ જગ્યાએ બેઠા છો તેના પરથી તમારા પર જીવનું જોખમ કેટલું છે એ નક્કી કરી શકાય? ખરેખર પાછલી હરોળમાં બેસેલા વ્યક્તિ પ્લેન ક્રૅશમાં બચી જાય? આ સવાલ દાયકાઓથી ચર્ચાતો રહે છે અને તેની પાછળ અનેક સંશોધનો પણ થઈ ચૂક્યા છે.

જ્યારે પ્લેન ક્રેશનો પ્રયોગ થયો દક્ષિણ કોરિયા વિમાન અકસ્માત, પ્લેનમાં કઈ સીટ પસંદ કરવી, પ્લેનમાં સેફ સીટ ગઈ, પ્લેનમાં ટિકિટ બૂક કરતી વખતે શું ધ્યાન રાખવું, બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર,

વિમાનમાં કઈ જગ્યાએ બેસવાથી તમારા જીવને પ્લેન ક્રૅશ દરમિયાન સૌથી ઓછું જોખમ રહે એ સવાલનો જવાબ મેળવવા માટે વર્ષ 2012માં એક પૅસેન્જર વિનાના વિમાનને ક્રૅશ કરવામાં આવ્યું હતું.

ડિસ્કવરીના 'ક્યુરિઓસિટી: પ્લેન ક્રૅશ' પ્રોજેક્ટ હેઠળ વૈજ્ઞાનિકો, સેફ્ટી ઍક્સપર્ટ્સ અને પાઇલૉટ્સે મળીને આ પ્રયોગ હાથ ધર્યો હતો.

આ પ્રોજેક્ટમાં હકીકતમાં બોઇંગ 727 વિમાનને મૅક્સિકોના રણમાં ક્રૅશ કરાવવામાં આવ્યું હતું.

વિમાનમાં અલગ-અલગ ઍન્ગલે કૅમેરા ફીટ કરવામાં આવ્યા હતા તથા માણસોના ડમી પૂતળાં પણ સીટ પર મૂકવામાં આવ્યાં હતાં. જેમાંથી અમુક ડમીને સીટબૅલ્ટ પણ પહેરાવવામાં આવ્યો હતો.

ઍપ્રિલ 27,2012ના રોજ આ વિમાને ઉડાણ ભરી અને પછી એ વિમાન ક્રૅશ ઝોન (ખુલ્લા રણમાં) પહોંચે એ પહેલાં જ નિયત સમયે પાઇલોટે પૅરેશૂટ વડે કૂદકો મારી દીધો હતો અને વિમાનને ક્રૅશ થવા છોડી દેવાયું હતું.

રણમાં જ્યારે વિમાન ક્રૅશ થયું ત્યારે તે જમીનને 225 કિમી પ્રતિકલાકની ઝડપે અથડાયું હતું.

વિમાન ક્રેશ કરવાથી શું તારણો મળ્યાં દક્ષિણ કોરિયા વિમાન અકસ્માત, પ્લેનમાં કઈ સીટ પસંદ કરવી, પ્લેનમાં સેફ સીટ ગઈ, પ્લેનમાં ટિકિટ બૂક કરતી વખતે શું ધ્યાન રાખવું, બીબીસી ગુજરાતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બોઇંગ 727 ક્રૅશ થયા બાદ તેના ઘણા ટુકડાઓ થઈ ગયા હતા.

આ ક્રૅશમાં એ તારણ મળ્યું હતું કે વિમાનની પહેલી હરોળથી લઇને સાતમી હરોળ સુધીમાં બેસેલા મુસાફરોનો જીવ બચવાની શક્યતા સૌથી ઓછી હોય છે. સીટ 7A તો આ પ્રયોગમાં 150 મીટર દૂર ફંગોળાઈ ગઈ હતી.

વિમાનની પાંખની આસપાસ એટલે કે મધ્ય હરોળનું તારણ નીકળ્યું હતું કે અહીં બેસેલા મુસાફરોને હાડકાં ભાંગી જવા જેવી ઇજાઓ થઈ શકે છે, પણ કદાચ તેમનો જીવ બચી જાય.

જ્યારે વૈજ્ઞાનિકોએ તારણ કાઢ્યું હતું કે પાછળની બેઠકોમાં રહેલા પૅસેન્જરો થોડી અથવા નહીંવત ઇજા સાથે બચી જાય છે. હકીકતમાં તો તેમણે એવું કહ્યું હતું કે છેલ્લી હરોળમાં બેસેલા લોકો આરામથી કોઈ ઇજા વગર બહાર નીકળી શકે છે.

જોકે, આ ક્રૅશ એવો હતો કે જેમાં વિમાનનો આગળનો ભાગ જમીન સાથે અથડાયો હતો. પરંતુ જો અન્ય કોઈ રીતે વિમાન ક્રૅશ થાય તો પરિણામો અલગ હોઈ શકે.

આ પ્લેન ક્રૅશથી એ તારણ પણ નીકળ્યું હતું કે જો વ્યક્તિ પોતાની સીટ પર જ માથું તેના ગોઠણ તરફ નમાવીને, હાથ વડે માથું રક્ષિત કરીને બેસે (બ્રૅસ પોઝિશન) તો તે ગંભીર ઇજાઓથી બચી જાય છે. પગ પર વજન ટ્રાન્સફર થઈ જવાથી ત્યાંનું હાડકું તૂટી શકે, પણ માથું કે કરોડરજ્જુની ગંભીર ઇજા નથી થતી.

વિમાન દુર્ઘટનાઓ પરથી શું ખ્યાલ આવે છે?

પ્લેન ક્રૅશ, દક્ષિણ કોરિયા, વિમાની દુર્ઘટના, બીબીસી ગુજરાતી

અમેરિકાના ફેડરલ ઍવિએશન ઍડમિનિસ્ટ્રેશનના ડેટાબેઝના 35 વર્ષના આંકડાઓને આધારે ટાઇમ મૅગેઝિને એક તારણ કાઢ્યું હતું.

એ તારણમાં સામે આવ્યું હતું કે વિમાન અકસ્માતમાં મૃત્યુ પામવાનો દર આગળના ભાગમાં બેસેલા લોકો માટે 38 ટકા, વચ્ચેના ભાગમાં બેસેલા લોકો માટે 39 ટકા અને છેલ્લી કેટલીક હરોળમાં બેસેલા લોકો માટે 32 ટકા હતો.

એ સિવાય 2008ના યુનિવર્સિટી ઑફ ગ્રીનવિચના એક અભ્યાસમાં એવું પણ તારણ નીકળે છે કે જે વ્યક્તિઓ ઍક્ઝિટની વધુ નજીક હોય તેના જીવિત નીકળી જવાના ચાન્સ વધારે હોય છે.

અમેરિકાના નૅશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે 1971 પછી થયેલા 20 પ્લેન ક્રૅશનો અભ્યાસ કરીને તારણો આપ્યાં હતાં.

આ 20 દુર્ઘટનાઓ પરથી એ તારણ નીકળ્યું હતું કે વિમાનના છેલ્લી કેટલીક હરોળમાં બેસેલા મુસાફરોની જીવિત રહેવાની શક્યતા 69 ટકા છે. જ્યારે પહેલી કેટલીક હરોળમાં જીવિત રહેવાની શક્યતા 49 ટકા અને વચ્ચેની હરોળમાં 59 ટકા છે.

વિમાન દુર્ઘટનાઓ પરથી શું ખ્યાલ આવે છે? દક્ષિણ કોરિયા વિમાન અકસ્માત, પ્લેનમાં કઈ સીટ પસંદ કરવી, પ્લેનમાં સેફ સીટ ગઈ, પ્લેનમાં ટિકિટ બૂક કરતી વખતે શું ધ્યાન રાખવું,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ઍવિએશન ઍક્સપર્ટ ડૉ. વિપુલ સક્સેનાનું કહેવું છે કે વિમાની અકસ્માતમાં વ્યક્તિનો જીવ બચી શકે કે નહીં એ કેવા પ્રકારનો અકસ્માત છે તેના પર નિર્ભર કરે છે.

તેઓ કહે છે કે, "તાજેતરમાં દક્ષિણ કોરિયામાં જે દુર્ઘટના બની એમાં વિમાન બાઉન્ડરી વૉલ સાથે અથડાયું હતું અને અતિશય ભયાનક અકસ્માત થયો હતો, આથી આવી દુર્ઘટનામાં જીવ બચી જાય તેની શક્યતા ખૂબ ઓછી છે. પરંતુ એ વાત સત્ય છે કે પ્લેન ક્રૅશ થાય ત્યારે સૌથી વધુ જીવનું જોખમ આગળની સાત-આઠ હરોળમાં બેસેલા લોકોને હોય છે અને પાછળની હરોળમાં બેસેલી વ્યક્તિઓને ઓછું હોય છે."

તેઓ આગળ સમજાવતાં કહે છે કે, "જો વિમાનનું બૅલી લૅન્ડિંગ થાય તો વિમાનમાં છેક આગળથી લઇને પાછળ સુધી બેસેલી વ્યક્તિઓનો સર્વાઇવલ ચાન્સ લગભગ સરખો હોય છે, અને બચી જવાની શક્યતા પણ તેમાં વધારે છે. પરંતુ જો વિમાન કોઈ પહાડ સાથે ટકરાય કે ઉપરથી જમીન પર પડે તો આગળનો ભાગ પહેલાં અથડાવાની શક્યતા સૌથી વધુ છે, આથી આગળ બેસેલી વ્યક્તિઓને વધુ ખતરો છે."

આમ, મુસાફરોના જીવ બચશે કે નહીં તેનો મોટો આધાર પ્લેન ક્રૅશ કેવી રીતે થાય છે તેના પર રહેલો છે.

ડૉ. સક્સેના કહે છે કે, પાછલી હરોળમાં બેસવાથી જીવ બચી જ જશે તેવી કોઈ ગૅરંટી નથી, પણ સામાન્ય રીતે જોઈએ તો જોખમ ઓછું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.