દ્વારકા કેમ ડૂબી, વડોદરાના મહારાણીએ શા માટે ઇસ્લામ અપનાવ્યો, બીબીસી ગુજરાતીની 2024માં સૌથી વધુ વંચાયેલી કહાણીઓ

આ વર્ષે તમે અનેક પ્રકારનાં વીડિયો, ઓડિયો અને ડિજિટલ આર્ટિકલ કન્ટેન્ટ સ્વરૂપે જોયા, સાંભળ્યા અને વાંચ્યા હશે. એવી જ રીતે આ વર્ષે બીબીસી ન્યૂઝ ગુજરાતીએ પણ વર્ષ 2024માં તમારા માટે વિજ્ઞાનથી માંડી ઇતિહાસ સુધી અને રાજકારણથી માંડીને પર્સનલ ફાઇનાન્સ સુધીના વિવિધ વિષયોને આવરી લઈને આ ક્ષેત્રોમાં બનેલી સાંપ્રત ઘટનાઓને ધ્યાનમાં રાખીને સેંકડો કહાણીઓ પ્રકાશિત કરી હતી.
બીબીસી ન્યૂઝ ગુજરાતી હંમેશાં પોતાના વાચકોને સચોટ સમાચારો તથા ગુજરાત અને ભારત સહિત દુનિયાભરમાંથી એકઠી કરેલી વિશિષ્ટ કહાણીઓ પીરસતી રહે છે.
આ તમામ કહાણીઓમાંથી બીબીસી ન્યૂઝ ગુજરાતીના વાચકોએ આ વર્ષ દરમિયાન સૌથી વધુ વાંચેલી દસ કહાણીઓ અહીં રજૂ કરી રહ્યા છીએ. આ કહાણીઓમાંથી તમને કઈ કહાણી સૌથી વધુ ગમી એ અમને જરૂરથી જણાવશો.
છેલ્લાં 100 વર્ષ કરતાં વધુ સમયથી સમગ્ર વિશ્વમાં સમાચાર, મનોરંજન અને શિક્ષણની રસપ્રદ માહિતી પીરસતી બીબીસી વિશ્વની 42 ભાષાઓમાં ઓડિયો, વીડિયો સ્વરૂપે ટીવી, રેડિયો અને ડિજિટલ તથા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર પોતાના કરોડો દર્શકો સુધી પહોંચાડે છે.
1. વડોદરાનાં મહારાણી, જેમણે મહારાજા સાથે લગ્ન કરવા ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે પણ ભારતના રૉયલ પ્રેમકહાણીની વાત થાય છે ત્યારે વડોદરાનાં મહારાણી સીતાદેવીની પ્રેમકહાણીની ચર્ચા જરૂરથી થાય છે. ભારતીય રાજવી પરિવારોની વૈભવી જીવનશૈલીની કથાઓમાં મહારાણી સીતાદેવીનું નામ ખાસ છે.
વડોદરાનાં આ મહારાણી કે જેમની પ્રેમકહાણી ન માત્ર ચર્ચાસ્પદ રહી, પરંતુ એ સમયે તેમનાં લગ્નને અંગે વિવાદ પણ થયો હતો. સીતાદેવી વડોદરાના મહારાજા પ્રતાપસિંહ રાવ ગાયકવાડનાં પ્રેમમાં પડ્યાં હતાં.
જ્યારે બંને વચ્ચે પ્રણયસંબંધ બંધાયો ત્યારે સીતાદેવી પરિણીત હતાં અને તેમને એક પુત્ર પણ હતો. વડોદરાના રાજા પ્રતાપસિંહ રાવ આઠ સંતાનોના પિતા હતા. આવા સંજોગોમાં તેમનાં લગ્ન વચ્ચે ઘણા અવરોધો હતા. જોકે, સીતાદેવીએ એ સમયે ભરેલું પગલું ભારતના રાજવી પરિવારોના ઇતિહાસમાં બેજોડ મનાય છે.
એક સમયે જ્યારે રૉયલ પરિવારોમાં પણ મહિલા વાળ ઢાંક્યા વિના બહાર નીકળતી નહોતી તેવા સમયે તેમણે ઘણી રૂઢિવાદી પરંપરા અને માન્યતાઓ સામે બંડ પોકાર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કહાણી વાંચવા અહીં ક્લિક કરો.
2. સોનાની દ્વારકા શોધવા દરિયાના પેટાળમાં ગયેલા મરજીવાઓને શું મળ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલી દ્વારકાનગરી હિંદુ ધર્મના અવતાર મનાતા શ્રીકૃષ્ણની મહાભારતના યુદ્ધ પછીની રાજધાની મનાય છે. દ્વારકાનું મહત્ત્વ જેટલું ધાર્મિક છે તેટલું જ પુરાતત્ત્વીય પણ છે.
ભારતીય સંસ્કૃતિનાં પ્રાચીન નગરોમાં સ્થાન પામતી દ્વારકાના દરિયામાં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગે એક સંશોધન અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાનમાં દરિયાના પેટાળમાં ગયેલા મરજીવાઓને કેટલીક વિશિષ્ટ વસ્તુઓ મળી.
શું હતી આ વસ્તુઓ અને તેનું મહત્ત્વ શું છે તે જાણવા અહીં ક્લિક કરો.
3. 'હલાલ હૉલિડેઝ' શું છે અને મુસલમાનોમાં એની માગ કેમ વધી રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રવાસ એ દરેક મનુષ્યને એક નવી દુનિયા અને નવા અનુભવોથી સમૃદ્ધ બનાવે છે. જોકે, ઘણી રૂઢિચુસ્ત ધાર્મિક માન્યતાઓ ધરાવતાં લોકોને પ્રવાસ સમયે પોતાના ધાર્મિક રીતરિવાજોનું પાલન કરવાની પણ મોકળાશ મળે તેવી સુવિધા ઉપલબ્ધ થાય તે વધુ પસંદ પડે છે.
પ્રવાસીઓની આવી પસંદગીઓને ધ્યાનમાં રાખીને વિશ્વનાં અનેક સ્થળોએ વસતાં મુસ્લિમ પ્રવાસીઓને તેમની ધાર્મિક માન્યતાઓ અનુસાર 'હલાલ હૉલિડેઝ' તરીકે પ્રવાસ કરાવવાનું ચલણ વધી રહ્યું છે. શું છે વૅકેશન ગાળવાની આ પદ્ધતિ અને તેમાં કેવી રીતે પ્રવાસીઓને સુવિધાઓ આપવામાં આવે છે? જાણવા માટે અહીં ક્લિક કરો
4. 'બેટા, ખાધું? એવું પૂછનાર અહીં કોઈ નથી', કૅનેડામાંથી બીબીસીનો ગ્રાઉન્ડ રિપોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત સહિત ભારતના હજારો યુવાનો વધુ અભ્યાસ અને વિદેશમાં સ્થાયી થવા માટે અમેરિકા, યુકે, કૅનેડા અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં સ્થળાંતર કરવા ઇચ્છતા હોય છે.
આંખમાં ઉચ્ચ અભ્યાસથી સારી કારકિર્દી બનાવવાનાં અને મહેનત કરીને ડૉલર કમાઈને સમૃદ્ધ જીવનશૈલી માણવાનાં સપનાં સાથે કૅનેડા પહોંચેલા ભારતીય વિદ્યાર્થીઓનો જ્યારે ત્યાંની વાસ્તવિકતા સાથે સામનો થાય છે ત્યારે તેમની સ્થિતિ કેવી થાય છે.
ઘર-પરિવાર છોડીને કૅનેડા પહોંચેલા વિદ્યાર્થીઓને કેવા અનુભવો થાય છે, તેનો ગ્રાઉન્ડ રિપોર્ટ બીબીસીએ ત્યાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને તૈયાર કર્યો છે. આ લિંક પર ક્લિક કરીને વાંચો આ વિદ્યાર્થીઓની વ્યથાનો ચિતાર.
5. સરદાર સરોવર ડૅમ પ્રોજેક્ટ બન્યા છતાં ગુજરાતમાં પાણીની સમસ્યા કેમ ઉકેલાઈ નથી?

ઇમેજ સ્રોત, Getty Images
પાણી માટે ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદી પર અનેક મુશ્કેલીઓ બાદ બનેલો સરદાર સરોવર ડૅમ ગુજરાતની પાણીની સમસ્યાઓનું સમાધાન કરશે તેવા આયોજનથી તૈયાર કરવામાં આવ્યો હતો.
જોકે, સરદાર સરોવર ડૅમ તૈયાર થયા બાદ પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પાણીની તંગી છે અને લોકો પીવાના પાણીની વ્યવસ્થાઓ માટે ઝઝૂમે છે.
આ બંધ બાંધવાના પ્રોજેક્ટ છતાં ગુજરાતમાં હજી પણ પાણીની તંગી કેમ છે? આ સવાલનો જવાબ મેળવવા વાંચો બીબીસી ન્યૂઝ ગુજરાતીનો આ વિશિષ્ટ અહેવાલ.
6. મોદીને સંઘમાં કોણ લાવ્યું હતું અને ગુજરાત મોકલતી વખતે વાજપેયીએ તેમને શું કહ્યું હતું? CMથી PM બનવાની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યા અને ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા તે પહેલાં ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી બન્યા હતા. અને એનાથી પણ અગાઉથી તેઓરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક છે.
પરંતુ તેમને આરએસએસ સાથે કોણે જોડ્યા? ત્યાં તેમનું કોણે ઘડતર કર્યું અને જ્યારે તેમને ગુજરાતના મુખ્ય મંત્રી બનાવવાનું નક્કી થયું ત્યારે તેઓ શું કરતા હતા?
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં જાહેરજીવનમાં પગરણ થયાં તે સમયની ઓછી જાણીતી પણ રસપ્રદ વાતો જાણવા અહીં ક્લિક કરો.
7. 'અમે મિત્રોના મૃતદેહ ખાધા,' વિમાન તૂટી પડ્યા બાદ પ્રવાસીઓ કેવી રીતે જીવતા રહ્યા?

ઇમેજ સ્રોત, NETFLIX
માનવ ઇતિહાસમાં કેટલીક એવી ઘટનાઓ બની છે, જેને હકીકત માનવાની કલ્પના પણ ન થઈ શકે. એવી ઘટનાઓ પણ છે, જેમાં માનવમનની તાકત તેમની શારીરિક ક્ષમતાઓને ઓળંગી જતી જોવા મળી. એટલું જ નહીં અસહ્ય પરિસ્થિતિમાં પણ જીવન ટકાવીને એ સ્થિતિમાંથી જીવતા નીકળી જવાની જિજીવિષાએ વિજ્ઞાનને પણ આશ્ચર્યચકિત કરી દીધું.
આવી જ એક ઘટના દાયકાઓ પહેલાં એન્ડિઝની પર્વતમાળામાં બની હતી. બરફ આચ્છાદિત પહાડોમાં જ્યારે ઉરુગ્વેની રગ્બીની રમતના ખેલાડીઓની એક ટીમને લઈ જતું વિમાન તૂટી પડ્યું અને પછી શરૂ થયો જીવન ટકાવી રાખવાનો એક ઐતિહાસિક સંઘર્ષ.
શું થયું હતું એ ઘટનામાં? અહીં ક્લિક કરીને વાંચો 72 દિવસના સંઘર્ષની કહાણી.
8. સુનીતા વિલિયમ્સને અંતરિક્ષમાં ભોજન કઈ રીતે મોકલવામાં આવે છે?

ઇમેજ સ્રોત, NASA
થોડા દિવસોના સંશોધન મિશન માટે અંતરિક્ષમાં આવેલા ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચેલાં ગુજરાતી મૂળનાં અમેરિકન અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ તેમના સહકર્મી સાથે ત્યાં ફસાઈ ગયાં છે.
તેમને પૃથ્વી પર પરત લઈ આવનારું યાન ક્ષતિગ્રસ્ત થઈ જતાં સુનિતા વિલિયમ્સ મહિનાઓથી અવકાશના ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનમાં જ છે. તેમને પરત લાવવામાં હજી પણ કેટલાક મહિના લાગી શકે તેમ છે. આવી સ્થિતિમાં તેમને જીવનજરૂરિયાતની વસ્તુઓ અને ભોજન કેવી રીતે પહોંચાડવામાં આવે છે. આ ભોજન કેવી રીતે તૈયાર કરવામાં આવે છે.
વાંચો વિજ્ઞાને વિકસાવેલી આ અટપટી વ્યવસ્થાને સરળ શબ્દોમાં અહીં ક્લિક કરીને.
9. હોમ લોન મુદત પહેલાં પૂરી કરી નાખવી જોઈએ કે પૂરા હપ્તા ભરવા જોઈએ, ફાયદો શેમાં?

ઇમેજ સ્રોત, Getty Images
ઘરનું ઘર ખરીદવું અને ભાડાં ભરવાથી રાહત મેળવવી એ દરેક પરિવારનું સપનું હોય છે.
લાખો લોકોએ પોતાનું ઘર ખરીદવા માટે સૌથી મોટો આધાર હોમ લોન પર રાખવો પડતો હોય છે.
આવી સ્થિતિમાં હોમ લોનના હપ્તા ભરવાની વ્યવસ્થામાં ટૅક્સ બચાવવાની અને ઓછું વ્યાજ ભરવાની ગણતરી સાથે ઝડપથી હોમ લોન પૂરી કરવાનું આયોજન પણ સેંકડો લોકો કરે છે.
બીબીસી ગુજરાતીના આ લેખમાં વાંચો કે હોમ લોન ઝડપથી પૂરી કરી દેવાથી કેટલો ફાયદો થાય અને હોમ લોનના હપ્તા ક્યાં સુધી ચાલુ રાખવા જોઈએ?
10. ગુજરાતને અડીને આવેલું દીવ રાજ્યમાં કેમ સામેલ ન થયું?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતીઓ માટે ગુજરાતની નજીકમાં આવેલો સૌથી મોટો ટાપુ અને કેન્દ્રશાસિત પ્રદેશ જ્યાં સમુદ્રના કિનારે રજાઓ ગાળવા માટે દીવ એ પસંદગીનાં સ્થળોમાંથી એક છે.
ભારતની આઝાદી પછી પણ પૉર્ટુગલના શાસન હેઠળ રહેલું દીવ જ્યારે એ શાસનમાંથી મુક્ત થયું ત્યારે તેને ગુજરાત રાજ્યનો ભાગ બનાવવાને બદલે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો.
એવાં શું કારણો હતાં કે દીવને ગુજરાતમાં સામેલ કરવાને બદલે તેનો સરકારી વહીવટ અલગ રાખવામાં આવ્યો? જાણો, આ વિશેષ લેખમાં અહીં ક્લિક કરીને.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.













