કુરાનમાં ઈસુ ખ્રિસ્ત માટે શું લખવામાં આવ્યું? કઈ રીતે વધ્યું બંને વચ્ચે અંતર?

ઇસુ ખ્રિસ્ત

ઇમેજ સ્રોત, THINKSTOCK

    • લેેખક, તારીફ ખાલિદી
    • પદ, બીબીસી સંવાદદાતા

ઇસ્લામના છેલ્લા પયગંબર મહમદ(સલ-લાલ-લાહો અલૈહી વસલ્લમ)એ ઈ.સ.પૂર્વે 630માં મક્કા જીતીને તેમનાં સૌથી જૂનાં સપનાંઓમાંથી એક સ્વપ્નને પૂર્ણ કર્યું. ત્યારબાદ તેમણે મક્કા શહેરમાંથી મૂર્તિપૂજાનાં દરેક નિશાનને નાબૂદ કરવાનો આદેશ આપ્યો હતો.

મક્કા પર મહમદસાહેબના આ ધાર્મિક વિજયમાં ઊંડા રાજકીય સંકેતો પણ છુપાયેલા હતા. મક્કાને નવા ધર્મનું કેન્દ્ર જાહેર કરવામાં આવ્યું હતું; તેથી, મક્કાની જીત એ અલ્લાને આપેલું વચન પૂરું કરવા જેવું હતું.

કાબા એટલે કે એ ચોરસ ઇમારત જ્યાં શહેરની તમામ મૂર્તિઓને રાખવામાં આવી હતી. પયગંબર મહમદે તમામ મૂર્તિઓને ત્યાંથી હઠાવવા અથવા તોડી નાખવાનો આદેશ આપ્યો.

કાબામાં રાખવામાં આવેલી તમામ દેવી-દેવતાઓની મૂર્તિઓમાંથી એક મૂર્તિ કુંવારી યુવતીની અને તેના સંતાનની હતી. આ ખ્રિસ્તી મૂર્તિ તરફ આગળ વધીને મહમદ સાહેબે તેને કપડાંથી ઢાંકી દીધી અને એ સિવાય બધી મૂર્તિઓને બહાર કાઢવાનો આદેશ આપ્યો.

આ હકીકત છે કે કેમ? આ સવાલ મહત્ત્વનો નથી. મેં જ રિપોર્ટને આધાર બનાવીને આ કિસ્સો રજૂ કર્યો છે એ ઓછામાં ઓછો 1200 વર્ષ જૂનો કિસ્સો છે અને ઇસ્લામના ઇતિહાસના મહત્ત્વપૂર્ણ લેખોના શરૂઆતના તબક્કાનો છે.

કુરાનમાં ઈસા મસીહ વિશે શું કહેવામાં આવ્યું છે?

ઇસુ ખ્રિસ્ત ઇસ્લામ કુરાન પયગંબર

ઇમેજ સ્રોત, ALAMY/GETTY IMAGES

આ કહાણી આપણને જે કહે છે તે પ્રમાણે ઇસ્લામ અને ઈસુ ખ્રિસ્તની મૂર્તિ વચ્ચે સાહિત્યની લાંબી પરંપરા રહી છે, એક ઐતિહાસિક સંબંધ છે જે લગભગ દોઢ હજાર વર્ષથી સતત ચાલ્યો આવે છે. વિશ્વના કોઈ પણ બિનખ્રિસ્તી ધર્મનો હઝરત પ્રત્યેનો આ લગાવ અનન્ય છે.

આ ઐતિહાસિક વાસ્તવિકતા સાથે ન્યાય કરવા માટે, મને વધુ વિશાળ કેનવાસની જરૂર પડશે. એ પરિસ્થિતિમાં જો હું ઈસુ ખ્રિસ્ત અને ઇસ્લામ વચ્ચેના સંબંધની મોટી-મોટી રૂપરેખાઓ દોરવાનો પ્રયત્ન કરું તો તે જ વધુ સારું રહેશે. ચાલો હું આ સંબંધના કેટલાક ચોક્ક્સ કિસ્સાઓ અને નિર્ણાયક ક્ષણો વિશે જ કહું.

મુસલમાનોનો પવિત્ર ગ્રંથ કુરાન એ એક દસ્તાવેજ છે જેને ઇસ્લામિક સંસ્કૃતિનું મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં, સ્વાભાવિક છે કે આપણે ઇસ્લામના દૃષ્ટિકોણથી ઈસુનું જે ચિત્ર બનાવવાનો પ્રયત્ન કરીશું તેની શરૂઆત કુરાનથી જ કરવી પડશે.

કુરાનના લગભગ એક તૃતીયાંશ ભાગમાં મહમદ પહેલાંના પયગંબરોની વાત કરવામાં આવી છે. તેમાંથી મોટા ભાગના કિસ્સાઓમાં બાઇબલનો સંદર્ભ મળે છે.

કુરાનમાં હજરત ઈસા

ઇસુ ખ્રિસ્ત ઇસ્લામ કુરાન પયગંબર

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કુરાનમાં જેટલા પયગંબરોનો ઉલ્લેખ છે તેમાંથી માત્ર ઈસા મસીહ જ એવા છે જેમને સૌથી મોટો કોયડો કહી શકાય. કુરાનમાં અન્ય તમામ પયગંબરોની સરખામણીએ ઈસુના કિસ્સાઓને જ સૌથી મૌલિક રીતે રજૂ કરવામાં આવ્યા છે. એ રીતે કુરાનમાં હજરત ઈસાનું બિલકુલ અલગ ચિત્રણ કરવામાં આવ્યું છે.

એ સ્પષ્ટ છે કે તેની પાછળનો હેતુ એ જ હશે કે એ વખતમાં ખ્રિસ્તી લોકો ઈસુને જે નજરે જોતા હતા એ તેનાથી કુરાનમાં ઈસુને અલગ રીતે રજૂ કરવામાં આવે.

તેનું પરિણામ કદાચ ખ્રિસ્તી પાઠકો કે શ્રોતાઓ માટે ચોંકાવનારું હોઈ શકે છે. કુરાનમાં ઈસુ વિશે કોઈ અન્ય પયગંબર કરતાં વધુ ધાર્મિક રીતે લખવામાં આવ્યું છે.

અહીં ઈસુ ખ્રિસ્ત તમને કોઈ ફિરસ્તાથી બિલકુલ અલગ જોવા મળે છે. ના તો તેઓ અવતાર ધારણ કરે છે ન તો તેઓ ધર્મના પ્રચારક છે ન તો તેઓ એ પીડાના પ્રતીક છે જેને ખ્રિસ્તીઓ પ્રમાણે ઈસુને ભોગવી પડી હતી.

કુરાનમાં ન તો ઈસુ પોતાને દેવતા ગણાવે છે કે ન તો તેઓ ઈશ્વરની નજરમાં સીધા દેવતાઓના દરજ્જામાં આવે છે.

કોઈ પણ ખ્રિસ્તી ધર્મનો અનુયાયી એ સવાલ ઉઠાવી શકે છે કે જો ઈસુના વ્યક્તિત્વમાંથી આ ખૂબીઓને અલગ પાડી દેવામાં આવે તો તેમની કિંમત શું રહી જાય?

કુરાનમાં હજરત ઈસાનો ઉલ્લેખ વારંવાર એક એવા પયગંબર તરીકે થાય છે કે જેમની એક ખાસ ઓળખ છે.

તમામ પયગંબરો વચ્ચે કુરાનમાં તેમને અનોખા દર્શાવવામાં આવ્યા છે. તેઓ અલ્લાના કરિશ્મા છે, તેમની જુબાન છે, તેમનો આત્મા છે.

તેઓ અમન અને શાંતિના સૌથી મોટા સંદેશવાહક છે અને અંતે તો એ ઈસુ જ હતા કે જેઓ ઇસ્લામના છેલ્લા પયગંબર મહમદની ભવિષ્યવાણી કરે છે. એ રીતે તમે ઈસુને ઇસ્લામના અગ્રદૂત કહી શકો છો.

ઇસ્લામમાં ઈસુની તસવીર

ઇસુ ખ્રિસ્ત ઇસ્લામ કુરાન પયગંબર

ઇમેજ સ્રોત, Getty Images

તો પછી ઇસ્લામમાં ઈસુની આવી તસવીર કઈ રીતે બની અને ઇસ્લામિક સંસ્કૃતિમાં તેનો વિકાસ કઈ રીતે થયો?

હદીસ (મહમદસાહેબે કહેલા શબ્દોનું સંકલન)માં ઈસુનો ઉલ્લેખ એક એવા પયગંબર સ્વરૂપે જોવા મળે છે જે વિનાશના દિવસે આવશે અને દુનિયાને તેની મંઝિલ સુધી લઈ જશે.

કહેવાનો મતલબ એ છે કે ઈસુ એવા પયગંબર છે કે જેઓ ઇસ્લામના યુગના ખાત્માનું એલાન કરશે. તેઓ ઇસ્લામની શરૂઆતથી લઈને તેના અંત સમય સુધી બંને તબક્કે ઊભા રહેશે. હદીસના આ ઉલ્લેખ બાદ ઇસ્લામિક સાહિત્યની વધતી પરંપરાઓમાં ઈસુને એ જગ્યાઓએ પયગંબર તરીકે કબૂલ કરી લેવામાં આવ્યા હતા જ્યાં ઇસ્લામે તેનો ધ્વજ લહેરાવ્યો હતો.

ઇસ્લામિક સાહિત્યમાં ઈસુના ઉપદેશો અને તેની સાથે જોડાયેલા કિસ્સાઓનો એક મોટો સંગ્રહ છે જેને આપણે મુસ્લિમ ઇંજિલ કહી શકીએ.

ઈસુના પેગામો અને કિસ્સાઓના એ જ સંગ્રહમાંથી કેટલાકનો ઉલ્લેખ હું અહીં કરવા માગીશ. "ઈસુએ કહ્યું કે એ લોકો કિસ્મતવાળા છે જે તેમના દિલની નજરથી જુએ છે પરંતુ તેઓ જે જુએ છે તેમાં તેનું દિલ લાગતું નથી."

એક અન્ય ઉપદેશ એવો છે કે, "ઈસુએ કહ્યું હતું કે દુનિયા એક પુલ છે. આ પુલને પાર કરો પણ તેના ઉપર કંઈ ન બનાવો." એક અન્ય બીજી વાતચીતનો ઉલ્લેખ કંઈક એ રીતે કરવામાં આવ્યો છે, "ઈસુ એક વ્યક્તિને મળ્યા અને તેણે જવાબ આપ્યો કે ‘હું મારી જાતને ઇશ્વરનાં ચરણોમાં સમર્પિત કરું છું.’ ઈસુએ કહ્યું કે તમારું ધ્યાન કોણ રાખે છે?"

એ વ્યક્તિએ જવાબ આપ્યો કે ‘મારો ભાઈ’- ત્યારે ઈસુએ કહ્યું કે તારાથી વધારે તો તારો ભાઈ ઈશ્વર પ્રત્યે સમર્પિત છે.

અને પછી એ વાતચીત આગળ વધે છે. ઈસુએ આપેલા ઉપદેશોના અંદાજે ત્રણસો કિસ્સા છે જેનો ઇસ્લામિક સાહિત્યમાં ઉલ્લેખ જોવા મળે છે. અંદાજે એક હજાર વર્ષના ગાળામાં નોંધાયેલાં આ વ્યાખ્યાનોમાં આપણે હજરત ઈસુનાં વ્યક્તિત્વ અને તમામ રૂપો પ્રત્યે ઇસ્લામિક સંસ્કૃતિના પ્રભાવને વ્યક્ત થતાં જોઈએ છીએ.

ઇસ્લામિક સાહિત્યમાં ઈસુ

ઇસુ ખ્રિસ્ત ઇસ્લામ કુરાન પયગંબર

ઇમેજ સ્રોત, Getty Images

આ ઇસ્લામિક કથાઓમાં, ક્યારેક પ્રભુ ઈસુને પ્રખર સંન્યાસી તરીકે જોવામાં આવે છે, તો ક્યારેક તેમને ઇસ્લામિક રહસ્યવાદના રક્ષક તરીકે જોવામાં આવે છે, જેઓ સૃષ્ટિનાં રહસ્યોના સંદેશવાહક છે, જે પ્રકૃતિ અને માણસના કલ્યાણ માટે કાર્ય કરે છે.

પરંતુ ચાલો આપણે ઈસુનો આલેખ બનાવવાના મારા પ્રયાસ પર પાછા ફરીએ અને ઇસ્લામિક સાહિત્યમાં ઈસુની વ્યાપક ઐતિહાસિક સારવારના કેટલાક વધુ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓનો ઉલ્લેખ કરીએ. દસમી સદીમાં બગદાદમાં એક મહાન રહસ્યવાદી સંત થયા હતા જેમનું નામ અલ-હલ્લાજ હતું. પ્રખ્યાત ફ્રેન્ચ વિદ્વાન લુઈ મેસેનિઓએ અલ-હલ્લાજના જીવન વિશે અને તેઓ શૂળીએ ચઢ્યા ત્યારના કિસ્સાને રજૂ કરતી કહાણી 'ધ પેશન ઓફ અલ-હલ્લાજ' નામથી લખી છે.

જો તમે મારા પર વિશ્વાસ કરો તો અલ-હલ્લાજ, સૉક્રેટિસ, ગાંધી અને તેમના જેવા એક કે બે સંતોની જેમ માનવતાના ઇતિહાસમાં ઇસુ સૌથી વધુ લોકોમાં ભળી ગયેલી વ્યક્તિઓમાંના એક હતા. અલ-હલ્લાજ અને જીસસ વચ્ચે સમાનતાનું મુખ્ય કારણ એ હતું કે તેમણે આત્માના સ્વભાવને સંપૂર્ણ રીતે સ્વીકાર્યો હતો. તેઓ માનતા હતા કે આત્મા ભૌતિક જીવનના નિયમો અને નિયમોની બહારની વસ્તુ છે.

તે એ હકીકતની તલાશ જ હતી જેના કારણે અલ-હલ્લાજે પોતે દૈવીત્વથી નજીક છે એવો દાવો કર્યો. પરંતુ તે જ સમયે, અલ-હલ્લાજમાં કાયદા પ્રત્યે સમર્પણની ભાવના પણ છે, જે તેઓ પોતાના જીવનનું બલિદાન આપીને પૂર્ણ કરે છે.

તેથી, અલ-હલ્લાજનું મૃત્યુ કાયદાની મર્યાદામાં થાય છે, જેથી તે નિયમો અને નિયમોથી ઉપર ઊઠી શકે, તેમને જીતી શકે. તેથી જ અલ-હલ્લાજે એક વખત તેના શિષ્યોને સલાહ આપી હતી કે, 'તમે હજ માટે મક્કા કેમ જશો?

હઝરત ઇસા, ઇસ્લામિક સૂફીવાદના સંરક્ષક

ઇસુ ખ્રિસ્ત ઇસ્લામ કુરાન પયગંબર

ઇમેજ સ્રોત, Getty Images

તમારા ઘરમાં એક નાનકડી ઇબાદતગાહ બનાવો અને સંપૂર્ણ ઇમાનદારીથી તેના પ્રત્યે નિષ્ઠા મહેસૂસ કરતા તેની એક પ્રદક્ષિણા કરો. આ રીતે તમે હજની ફરજ પૂરી કરી શકો છો. અલ-હલ્લાજની સમગ્ર જિંદગી એ લખેલા નિયમો-કાયદાઓ અને ફરજની ભાવના વચ્ચે ખેંચતાણનાં લેખાંજોખાં છે.

તેમની આસપાસ એક પ્રભામંડળ દેખાય છે જેનું સમાપન તેના પર કેસ ચાલ્યા બાદ, તેમને શૂળીએ ચઢાવવાની ઘટના સાથે થાય છે.

અલ-હલ્લાજે જે શુદ્ધતાનું ધોરણ રજૂ કર્યું હતું તે મુસ્લિમ રહસ્યવાદમાં ઈસુ સુધી ટકી રહ્યું હતું. હઝરત ઈસા ઈસ્લામિક સૂફીવાદના સંરક્ષક સંત બન્યા.

પરંતુ હવે તે પછીના સમય તરફ આગળ વધીએ. ધર્મયુદ્ધ દરમિયાન, એટલે કે, બે સદીઓ સુધી ચાલતા યુદ્ધો, યુરોપિયન ખ્રિસ્તી સેનાઓ અને પશ્ચિમ એશિયાની ઇસ્લામિક સેનાઓ વચ્ચે સ્પર્ધા હતી.

ધર્મયુદ્ધ દરમિયાન, મુસ્લિમ વિદ્વાનોને ઈસુ, શાંતિના મસીહા અને તેના કહેવાતા અનુયાયીઓની અસંસ્કારિતા વચ્ચેના વધતા જતા અંતરને દર્શાવવાની તક મળી. બારમી સદીમાં, મુસ્લિમ સાહિત્યે ઈસુને ફરીથી સ્વીકારવાનો પ્રયાસ કર્યો.

ઇસ્લામિક ધર્મગ્રંથોમાં તેમનું નવું પાત્ર રચાયું હતું. ધર્મયુદ્ધોમાં, જો તમે ઇચ્છો તો, ઇસુ ખ્રિસ્ત તેમના કહેવાતા અનુયાયીઓ સામે અને મુસ્લિમોની પડખે ઉભા હતા.

ઈસુના વારસા માટેના આ યુદ્ધમાં મુસ્લિમોને કોઈ શંકા નહોતી કે ઈસુ ઇસ્લામના હતા. એક અર્થમાં, તે કુરાનમાં નોંધાયેલા ઈસુના દૃશ્ય જેવું હતું અને હવે ઈસુની જરૂરિયાત પહેલાં કરતાં વધારે હતી. તેમનો ઉલ્લેખ વધુ ખતરનાક હતો.

અને જેમ જેમ આપણે આપણા પોતાના સમય તરફ આગળ વધીએ છીએ, આપણે જોઈએ છીએ કે અગાઉ વર્ણવેલ ઈસુની ઘણી છબીઓ સમકાલીન ઇસ્લામિક આધ્યાત્મિક વિચારમાં હાજર છે.

વધતા અંતર તરફ ઈશારો

ઇસુ ખ્રિસ્ત ઇસ્લામ કુરાન પયગંબર

ઇમેજ સ્રોત, Getty Images

આમાંથી હું ઈસુની બે તસવીરોનો ખાસ ઉલ્લેખ કરવા માગીશ : એક તો તેઓ ઈસુ છે જે કુદરત અને મનુષ્યના મસીહા છે. જેના માટે હું અમારા શ્રોતાઓને દમાસ્કસના ઉત્તરમાં સ્થિત સિદનાયાના મઠ અથવા તો ઈરાનના શિરાઝ શહેરમાં લઈ જવા માગીશ.

સિદનાયાના મઠની સ્થાપના બાઇઝેન્ટાઇન સમ્રાટ જસ્ટિનિયને ઈસુની છઠ્ઠી શતાબ્દીમાં કરી હતી. આ મઠ, ઘાટી સ્થિત એક ઉપસેલી ટેકરી પર બનેલો છે. આ મઠ તરફે મહિલાઓ અને પુરુષોની લાંબી લાઈન જતી જોવા મળે છે, જે અમારી ખાતૂન અને તેમનાં નવજાત બાળકોનાં આશીર્વાદ લેવા માગે છે.

તેમાંથી મોટાભાગના શ્રદ્ધાળુ મુસલમાન હોય છે, જે આ ખ્રિસ્તી મઠમાં એવી જ શ્રદ્ધા સાથે આવે છે, જે રીતે તેમના પૂર્વજો છેલ્લા એક હજાર વર્ષોથી અહીં આવતા રહ્યા છે.

ત્યાર બાદ તમે કદાચ શિરાઝના પ્રવાસે જવા માગશો. પ્રખ્યાત શહેર શિરાઝને મુસ્લિમ કળા અને સ્થાપત્ય કળાનો ખજાનો કહેવામાં આવે છે.

એ સિવાય કવિઓ અને સૂફી સંતોના બગીચાવાળું એક શહેર પણ અહીં વસેલું છે, જેમાં ઘા પર મલમ લગાવવાની ઇસ્લામિક મેડિકલ પંરપરા અથવા મસીહા-દમ અથવા ઈસુની જીવિત કરી દેતી ફૂંકથી આજે પણ ઇલાજ કરવામાં આવે છે.

મહાન ફારસી કવિ હાફિઝે લગભગ 7 સદી પહેલાં જ પોતાની નજમોમાં આ પરંપરાના પ્રતિબિંબની ઝાંખી આપી હતી. આમ સાહિત્યની દૃષ્ટિએ હોય અથવા ઈરાનમાં પારંપરિક રીતે ઇલાજના ચલણમાં, અમે ઈસા મસીહના અવતારનું સજીવ રૂપ જોઈએ છીએ.

શિયા ઇસ્લામમાં ઈસાની જિંદગી

ઇસુ ખ્રિસ્ત ઇસ્લામ કુરાન પયગંબર

ઇમેજ સ્રોત, Getty Images

ઈરાનમાં દબદબા ધરાવતા શિયા ઇસ્લામમાં પયગંબર મહમદના દૌહિત્ર હુસૈનની ઈ.સ 682માં થયેલી શહાદતને યાદ કરવું એક મુખ્ય આધ્યાત્મિક કાર્યક્રમ હોય છે.

ખાસ કરીને શિયા ઇસ્લામમાં ઈસુનું જીવન અને મૃત્યુ એક સમાનાંતર ધાર્મિક ઘટના છે. શિયા ઇસ્લામની ધાર્મિક અનુભૂતિમાં ઈસુ/હુસૈન વચ્ચે આ સમાનતા હંમેશાં હાજર જોવા મળે છે.

મારે હવે એક વધુ અન્ય કવિનો ઉલ્લેખ કરવો છે. ઇરાકના બદ્ર શાકિર અલ-સય્યાબને 20મી સદીના સૌથી મહાન અરબ શાયર કહેવામાં આવે છે.

તેમનું જીવન દેશનિકાલ, કેદ, ખરાબ સ્વાસ્થ્ય અને જુલમના શિકાર લોકોના અધિકારો માટે સમર્પિત હતું. બદ્ર શાકિરની શાયરીનું રૂપ ઘણું આધુનિક હતું પરંતુ તેમની શૈલી બિલકુલ શાસ્ત્રીય હતી. તેમની કવિતાઓમાં તમને આધુનિક અરબી/ઇસ્લામિક સાહિત્ય પર કદાચ ઈસુનો સૌથી ગાઢ અને યાદગાર પ્રભાવ જોવા મળશે.

બદ્ર શાકિરની એક નજમ જેના શબ્દો છે, ‘સલીબ પર ચઢને કે બાદ ઈસા’. આ નજમ ખાસ રીતે તેમની પીડા વ્યક્ત કરે છે. આ કવિતામાં ઈસુની કલ્પના કુદરતના ખુદા અને દર્દમંદોના મસીહા તરીકે કરવામાં આવી છે. આ કવિતા સાથે ઘોર અન્યાયનું જોખમ ઉઠાવતા, હું તેના પહેલાં અને છેલ્લા છંદોને વ્યક્ત કરું છું.

જબ ઉન્હોંને મુઝે સલીબને નીચે ઉતારા, તો મૈંને હવાઓ કા શોર સુના

જો ઝાર-ઓ-કતાર રો રહી થી, જિનકે શોર સે પત્તોમેં સરસરાહટ હો રહી થી ઔર ઈસી કે સાથ કદમોની ચાપ દૂર જા રહી થી. ઔર તભી મેરા ઘાવ અને વો સૂલી જિસ પર ઉન્હોને મુઝે પૂરી દોપહર ઔર સાંઝ કો ટાંગા થા ઉસસેભી મૈરી મોત નહીં હુઈ થી.

મેં સુનતા રહા વો રુદન જો શહર ઔર મેરે બીચ કે મેદાન સે ગુઝર રહા થા, ઠીક ઉસી તરહ જૈસે સમુદ્ર કી તલહટીમાં ડૂબતે કિસી જહાજકો રસ્સી સે ખીંચા જાયે. વો મર્સિયા, ઉસ ગમઝદા સર્દ આસમાનની આધી રાત અને સવેરે કે બીચ રોશનીની એક ડોર જૈસા થા.

ઔર અપને ઝઝ્બાત કો સહલાતા શહર સો ગયા. મૈં આગાઝ કે વક્ત મૌજૂદ થા. તબ વહાં ગુરબત ભી થી. મેં મર ગયા તાકિ મેરે નામ પર રોટી ખાઈ જા સકે ; જિસસે કિ વો મુઝે રુત આને રોપ સકે. મેં કિતની જિંદગીયા જી પાતા. ક્યોંકિ મેં તો ઝમીન પર ખિંચી હર લકીર જૈસી તકદીર બન ગયા હું ઔર એક બીજ બન ગયા હું.

મેં ઇન્સાનો કી નઈ નસ્લ બન ગયા હું. હર ઇન્સાન કે દિલમેં મેરે ખૂન કા એક કતરા છે, એક છોટી સી બૂંદ હૈ.

જબ ઉન્હોને મુઝે સલીબ પર ટાંગા ઔર મૈંને શહર કી ઓર અપની નઝર ઘુમાઈ, તો મૈં બમુશ્કિલ હી ઉસ મૈદાન, ઉસ દીવાર ઔર કબ્રિસ્તાન કો પહચાન સકા;

જહાં તક મેરી નઝર દેખ શકતી થી, વહાં તક જંગલ મેં આઈ બહાર જૈસા મંઝર થા. જહાં તક નિગાહ પહોંચ સકતી થી, વહાં તક એલ સૂલી થી, એક સોગ મનાતી હુઈ માં થી. ખુદા ઇસે પવિત્ર કરે.

ઈસાની સૌથી સમૃદ્ધ, વિવિધતાપૂર્ણ અને વ્યાપક તસવીરો

ઇસુ ખ્રિસ્ત ઇસ્લામ કુરાન પયગંબર

ઇમેજ સ્રોત, GETTY IMAGES

આ નજમ મુક્તિની છે. રાજકીય પણ અને ધાર્મિક પણ. આ એક કવિતા છે જે કયામતની અસરવાળી નજમમાં કિસ્સા-કહાણીઓનાં ઈસાના પાત્રનો એક મસીહા, એક વિજેતા તરીકે ઉલ્લેખે છે. એ ઈસા જે આ ધરતી પર સતાવવામાં આવેલા લોકોના ખુદા છે, એ ઈસાજે કુદરતના ખુદા અને મસીહા છે.

આ નજમના રૂપમાં એક એંજલ છે, જેમાં ઈસુની એવી કલ્પના કરવામાં આવી છે, જે પીડામાંથી પસાર થઈ રહ્યા છે પણ અંતમાં જીતી જાય છે.

આથી : હું એ માનું છું કે ઇસ્લામિક સંસ્કૃતિમાં ઈસુની સૌથી સમૃદ્ધ, વિવિધતાપૂર્ણ અને વ્યાપક તસવીરો રજૂ કરવામાં આવી છે, જે કોઈ પણ બિન-ખ્રિસ્તી સંસ્કૃતિમાં સૌથી વધુ છે.

મારી જાણકારીમાં તો એવો કોઈ ધર્મ નથી, જેણે ઈસુનાં બંને રૂપો, તેમના ઐતિહાસિક પાત્રો અને સનાતન ઈસુના પ્રતિ આટલો લગાવ અને સમર્પણ દર્શાવ્યું. આજના ખતરનાક અને એક સંકુચિત માનસિકતાવાળા સમયમાં અમે આ ઇસ્લામિક પંરપરાનો જોરશોરથી પ્રચાર કરવો જોઈએ.

આ કહાણીનો નિચોડ ઘણો સ્પષ્ટ છે : એક ધર્મ અસલમાં પોતાના પછી આવેલા ધર્મનો પૂર્વવર્તી છે. એક ધર્મ પોતાની શહાદત અથવા સાક્ષી માટે એની અગાઉના ધર્મની મદદ લે છે. બે ધર્મો વચ્ચે પરસ્પર નિર્ભરતા માટેનું ઈસુ અને ઇસ્લામનું ઉદાહરણ શ્રેષ્ઠ છે.

ખ્રિસ્તી ધર્મ માટે ખાસ કરીને ઈસુના પ્રત્યે લગાવનો એક મતલબ મારી નજરમાં એ જાણવું હોઈ શકે છે કે કઈ રીતે કોઈ અન્ય ધર્મમાં તેમને સ્નેહ મળ્યો છે અને સરાહના થઈ છે.