એ યહૂદીઓ જે ઇઝરાયલના વિરોધમાં અને પેલેસ્ટાઇનના પક્ષમાં છે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, આર્ચી અંત્રદીલા
- પદ, બીબીસી સંવાદદાતા
ઇઝરાયલનો જન્મ યહૂદીઓના પોતાના અલગ રાષ્ટ્રની અવધારણાથી થયો હતો.
યહૂદીઓના અસ્તિત્વ અને અધિકારોની પૃષ્ઠભૂમિમાં ઇઝરાયલનો જન્મ થયા છતાં એવા કેટલાય યહૂદીઓ છે જેઓ ઇઝરાયલનું સમર્થન નથી કરતા.
એની પાછળનાં કારણો ઘણાં છે.
19મી સદીના અંતમાં યહૂદી વિરોધની સાપેક્ષ અને પેલેસ્ટાઇનના વિસ્તારમાં એક યહૂદી રાષ્ટ્રની સ્થાપનાના હેતુથી યહૂદી રાષ્ટ્રીય આંદોલન ‘ઝાયનવાદ’નો ઉદય થયો હતો.
જોકે ‘યહૂદીવાદ’ અને ‘ઝાયનવાદ’ સમાન નથી. હિબ્રૂ બાઇબલમાં જિઉન શબ્દથી જેરૂસલેમને સમજાવાય છે અને ‘ઝાયનવાદ’ મુખ્યરૂપે ઇઝરાયલની વકીલાત છે.
ઝાયનવાદ વિરુદ્ધ ઝાયનવાદ વિરોધી

ઇમેજ સ્રોત, Getty Images
આ સમયે યહૂદી રાષ્ટ્ર તરીકે ઇઝરાયલની સુરક્ષા, વિકાસ અને વિસ્તાર પર ભરોસો કરનારાઓને પણ ‘ઝાયોનિસ્ટ’ કે ‘ઝાયનવાદી’ કહેવાય છે. જો અન્ય ધર્મની કોઈ પણ વ્યક્તિ આ વિચારમાં વિશ્વાસ કરે છે તે પણ ‘ઝાયનવાદી’ છે.
બીજી બાજુ ઇઝરાયલી રાષ્ટ્રનો વિરોધ કરનારાઓને એન્ટી ઝાયોનિસ્ટ કહેવાય છે. આ લોકો ઇઝરાયલની દખલગીરીનો વિરોધ કરે છે અને ઇઝરાયલી સરકારની નીતિઓની ટીકા કરે છે.
‘ઍન્ટી ઝાયોનિસ્ટ’ને ઘણીવાર યહૂદી વિરોધી તરીકે પણ જોવામાં આવે છે. ખાસકરીને ઇઝરાયલના રાષ્ટ્રવાદ અને એ દેશના સમર્થનમાં રહેનારા લોકો મોટા ભાગે આવું જ દર્શાવવા માગે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યહૂદી વિરોધી નફરત ફેલાવવાના મામલાને યહૂદી વિરોધી ભાવનાના નામે પણ ઓળખવામાં આવે છે.
‘ઍન્ટી સેમિટિઝમ’ સ્પષ્ટ રીતે યહૂદી વિરોધી છે અને ‘ઍન્ટી ઝાયોનિઝમ’ ઇઝરાયલી રાષ્ટ્રનો વિરોધ છે. યહૂદી-વિરોધની પૃષ્ઠભૂમિમાં ‘ઝાયનવાદ’ની આંદોલનની શરૂઆત થઈ હતી.
યહૂદીઓનો એક વર્ગ ઇઝરાયલના વિરોધમાં કેમ છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કેટલાય લોકો માને છે કે ઇઝરાયલ સરકાર તેમના ટીકાકારોને ‘યહૂદી વિરોધી’ અથવા ‘ઍન્ટી સેમિટિક’ તરીકે રજૂ કરવા ઇચ્છે છે. જોકે અલગ રાષ્ટ્રના વિચારનો વિરોધ અને યહૂદી ધર્મ પ્રત્યે દ્વેષ બંને એક વાત નથી.
‘ઝાયનવાદ’ કે યહૂદીરાષ્ટ્રની ધારણા પર વિશ્વાસ રાખનારા એવા યહૂદી લોકો પણ છે જેઓ સરકારના હસ્તક્ષેપની નીતિને પસંદ નથી કરતા.
યહૂદીઓમાં ઇઝરાયલનો વિરોધ કરવાવાળી વિચારધારાના કેટલાય લોકો છે. તેમાં ડાબેરીઓ ઉપરાંત કટ્ટર યહૂદી વિચારધારાને માનનારા લોકો પણ છે.
ઉદાહરણ તરીકે ઇઝરાયલ-ગાઝા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની પૃષ્ઠભૂમિમાં 18 ઑક્ટોબરે હજારો યહૂદીઓએ અમેરિકાના કેપિટલ હિલ સામે પેલેસ્ટાઇવાસીઓના ઉત્પીડન વિરુદ્ધ પ્રદર્શન કર્યાં હતાં.
ત્યાં જ હાથોમાં પેલેસ્ટાઇનના ધ્વજને લઈ કેટલાક લોકોએ આરોપ લગાવ્યો કે ઇઝરાયલ ગાઝામાં સામૂહિક હત્યાઓ કરી રહ્યું છે. એ દિવસે અમેરિકાની પોલીસે ત્યાં ઓછામાં ઓછા 300 લોકોની ધરપકડ કરી હતી.
એ આંદોલનનું નેતૃત્વ ‘જ્યૂઇશ વૉઇસ ફૉર પીસ’ કે ‘શાંતિ માટે યહૂદી અવાજ’ નામક એક ‘ઝાયનવાદી’ સંગઠને કર્યું હતું.
જે રીતે ‘ઝાયનવાદ’એ પેલેસ્ટાઇનના લોકોને નુકસાન પહોંચાડ્યું છે તેઓ તેની વિરુદ્ધમાં છે. સંગઠનની વેબસાઇટ પર આ વાતનો ઉલ્લેખ છે કે ‘ઝાયનવાદ’ હકીકતમાં યહૂદીઓમાં નફરત અને વૈમનસ્ય પેદા કરી રહ્યો છે.
‘ઝાયનવાદ’ના વિરોધીઓ હિંસા, દ્વેષ અને આક્રમકતાના વિરોધમાં છે. તેઓ પેલેસ્ટાઇનની જમીન પર ઇઝરાયલની સરકારના કબજાને પણ યોગ્ય નથી માનતા.
તેમનું માનવું છે કે ‘ઝાયનવાદ’ની ધારણા એક એવી પરિસ્થિતિ પેદા કરે છે જેનાથી લાગે છે કે જે લોકો ઇઝરાયલની ટીકા કરે છે તે ‘યહૂદી વિરોધી’ છે. જોકે યહૂદીઓમાં ઇઝરાયલ પ્રત્યે સમર્થન જ વધારે છે.
ડાબેરીઓ ઉપરાંત અતિ કટ્ટર યહૂદીઓ પણ ઇઝરાયલ રાષ્ટ્રની ધારણા સાથે સંમત નથી. એમાં ખાસ કરીને ‘હરેદી સમૂહ’ સામેલ છે જે યહૂદી ધર્મના રીત રિવાજનું ચુસ્ત પાલન કરે છે.
પેલેસ્ટાઇનવાસીઓના પક્ષમાં પ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images
કટ્ટર યહૂદીઓના એક વર્ગે ભલે કેટલાક અંશે સામાજિક આધુનિકતાને અપનાવી હોય પણ તેઓ આજે પણ તેમના પ્રાચીન યહૂદી ધર્મનું પાલન કરે છે.
નેતુરેઈ કાર્ટા આવું જ એક અતિ કટ્ટર અને ઝાયનવાદ વિરોધી સંગઠન છે. 1938માં તેની સ્થાપના થઈ હતી. તે અમેરિકામાં ઘણું મજબૂત છે. તે જર્મની, બ્રિટન અને ઇઝરાયલમાં પણ સક્રિય છે.
આ સંગઠનના ફેસબુક પેજને જોવાથી અંદાજ આવે છે કે તે ઇઝરાયલે કરેલા હુમલાની વિરોધમાં છે અને પેલેસ્ટાઇનવાસીઓના પક્ષમાં પ્રદર્શન કરી રહ્યું છે.
તેમના હાથોમાં પેલેસ્ટાઇનના ધ્વજ છે અને ઇઝરાયલના ધ્વજના પોસ્ટર પણ તેમણે લાલા શાહીથી ચોકડી મારેલી છે.
10 નવેમ્બરે ન્યૂયૉર્કથી પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં તેમના એક રબ્બી ( પૂજારી)ને ભાષણ આપતા જોઈ શકાય છે.
રાજકીય હિત

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલના ડેવિડ વાઇસ નામના એક રબ્બી કહે છે કે પેલેસ્ટાઇનમાં યહૂદી અને મુસ્લિમ શાંતિથી રહતા આવ્યા છે પણ તેમાં ઝાયનવાદ ખલેલ બની રહ્યો છે.
તેમણે આરોપ લગાવ્યો કે ઝાયનવાદી પોતાના રાજકીય હિત માટે યહૂદીઓના ધર્મનો દુરુપયોગ કરી રહ્યા છે અને નફરત ફેલાવી રહ્યા છે.
બીબીસી સાથે વાત કરતા તેમણે યહૂદી ધર્મ કે યહૂદીવાદની વ્યાખ્યા કરી.
તેમનું કહેવું હતું, "અમને 2,000 વર્ષ પહેલાં દેશમાંથી કાઢી મુકાયા હતા. રાજા સોલોમનની ભવિષ્યવાણી થકી અમારા સૃષ્ટિકર્તાએ સ્પષ્ટ નિર્દેશ કર્યો છે કે યહૂદી રાજ્ય કે સંપ્રભુતાની સ્થાપના કરવી અમારા માટે વર્જિત છે."
"એ પવિત્ર ધરતી (જેરૂસલેમ) પર અમારું મોટા પ્રમાણમાં પાછા ફરવું વર્જિત છે અને અમે જે દેશમાં રહીએ છીએ ત્યાં જ અમારે એક વફાદાર નાગરિક તરીકે રહેવું પડશે."
યહૂદીઓની માન્યતા

ઇમેજ સ્રોત, NETUREI KARTA
રબ્બી વાઇસ તેમના ધર્મ ગ્રંથ તોરાહા (જેને મુસ્લિમ તૌરાત નામે ઓળખે છે) નો ઉલ્લેખ કરતા કહે છે કે દેશ નિકાલ પછી યહૂદીઓ પાછા ના ફરી શકે.
યહૂદીઓના મસીહાના આગમન સમયે જ તેમનો પોતાનો દેશ અને રાજ તેમને પાછા મળશે. એ મસીહા જ તેમની જમીનને કબજા મુક્ત કરશે અને ઈશ્વર જ તેમના આવાસની સ્થાપના કરશે.
કેમ્બ્રિજ શબ્દકોશ અનુસાર મસીહાનો અર્થ ઈશ્વરે મોકલેલો યહૂદી રાજા છે.
આ બાજુ ખ્રિસ્તીઓ માટે મસીહા ઈશુ મસીહ છે તો મુસ્લિમો માટે તે પયગંબર નબી ઈશા (આ) નામથી ઓળખાય છે.
ઝાયનવાદ વિરોધી કટ્ટર યહૂદીઓની દલીલ છે કે મસીહાના આગમન પહેલાં પોતાના રાષ્ટ્રની સ્થાપનાની કોઈ જરૂર નથી. યહૂદી ધર્મ ક્યારેય કોઈને નુકસાન નથી પહોંચાડવાને કે રક્તપાતને સમર્થન નથી કરતો.
વાઇસની વાતોમાં વારંવાર સહ અસ્તિત્વનો ઉલ્લેખ થાય છે.
તેમનું કહેવું છે માત્ર દોઢસો વર્ષ પહેલાં આવેલા ઝાયનવાદથી લોકતંત્રની સ્થાપના થઈ છે. આ એક રાજકીય સ્થિતિ છે જે ધર્મ નથી.
જોકે આ સિદ્ધાંતને મોટાભાગે યહૂદીઓ સારી નજરે નથી જોતા. કેટલાય લોકો એ વિચારી પણ નથી શકતા કે યહૂદી પણ ઝાયનવાદ વિરોધી હોઈ શકે છે.
સ્કૉટલૅન્ડનો યહૂદી સમુદાયના એક પ્રતિનિધિ અને ગારનેટ હોલી સિનાગોગના ચેયર સુજન સહગલે બીબીસીને જણાવ્યું કે તેમણે હજી સુધી ઝાયનવાદ વિરોધી યહૂદીને જોયા નથી અને યહૂદી લોકો સામાન્ય રીતે ઇઝરાયલ પર જ ભરોસો કરે છે.
પણ વાઇસ માને છે કે અતિ ધાર્મિક યહૂદી સંશોધિત કે પરિવર્તિત યહૂદીવાદ અને તેની સાથે ઉપસ્થિત યહૂદી રાષ્ટ્રની અવધારણાનું સમર્થન ના કરી શકે.
હિબ્રૂ ભાષાનું આધુનિકીકરણ
આવા કટ્ટર યહૂદી મુખ્યધારાથી અલગ જ રહે છે અને મોટા ભાગે ધર્મના પાલન પર જ ધ્યાન આપે છે.
ઇઝરાયલમાં આવા વર્ગના લોકો ત્યાંની આખી વ્યવસ્થાથી જ અળગા છે.
તે લોકો તેમની ધર્મ આધારિત શિક્ષણ વ્યવસ્થાનું પાલન કરે છે અને આધુનિક જીવનના કર્મકાંડોથી દૂર રહે છે.
રબ્બી વાઇસનું કહેવું હતું કે યહૂદી ધર્મના હાલના બદલાવને તે લોકો સ્વીકારી ના શકે.
આ સમયે યહૂદીઓની શિક્ષણ વ્યવસ્થા અને પહેરવેશમાં ધર્મની છાપ નથી અને તેમની હિબ્રૂ ભાષાનું પણ આધુનિકીકરણ કરાયું છે.
તેઓ પેલેસ્ટાઇન પ્રત્યે સહાનુભૂતિ દાખવતા કહે છે કે ઇઝરાયલમાં જે 1,400 લોકો મરી ગયા તે પણ આક્રમકતાનું જ પરિણામ છે.
આને બંધ કરવું એ જ શાંતિ સ્થાપવાનો એમ માત્ર ઉપાય છે.
બીજા લોકો તેમના આ અભિગમને યહૂદી-વિદ્વેષ કે ઍન્ટી સિમેટિક ગણાવે છે.
આનાથી વિરુદ્ધ વાઇસ માને છે કે ઝાયનવાદ અને યહૂદીવાદ પરસ્પર વિરોધી છે અને હકીકતમાં ઝાયનવાદ જ યહૂદી-વિદ્વેષ છે.














