You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉર્ફી જાવેદે 'થ્રી ઇડિયટ્સ'ના લેખક ચેતન ભગતને કેમ કહ્યું કે, "તમે તો મારા અંકલની ઉંમરના છો"
રિયાલિટી ટીવી સ્ટાર ઉર્ફી જાવેદ અને લેખક ચેતન ભગત વચ્ચે એક ટિપ્પણીને લઈને વિવાદ થઈ ગયો છે.
ચેતન ભગતે એક કાર્યક્રમમાં વાત કરતા કહ્યું હતું કે 'ઉર્ફી જાવેદની તસવીરો છોકરાઓનું ધ્યાન ભટકાવે છે.'
આ મામલે વિવાદ વકરતાં ચેતન ભગતે કહ્યું છે, "યુવાનોને મેં માત્ર એટલું જ કહ્યું હતું કે કારકિર્દી પર ધ્યાન આપો. ઇસ્ટાગ્રામ પર સમય બરબાદ ના કરો."
ટ્વિટર પર પ્રતિક્રિયા આપતાં ભગતે કહ્યું હતું, "મારી વાતને સંદર્ભમાંથી બહાર રાખવામાં આવી. મારા નિવેદનને કાપી નખાયું અને એ વાત જોડી દેવાઈ જે મેં ક્યારેય કહી જ નહોતી."
આ પહેલાં એક સાહિત્યસંમેલનમાં ભગતે કહ્યું હતું, "મોબાઇલ યુવાનોનું ધ્યાન ભટકાવી રહ્યો છે. તેઓ કલાકો સધી ઇન્સ્ટાગ્રામ રીલ જોતા રહે છે."
તેમણે ઉમેર્યું હતું, "આ ઉર્ફી જાવેદની તસવીર છે, સૌ કોઈ જાણે છે. કેમ ખબર છે? કોર્સમાં આવવાની છે? પ્રગતી થવાની છે? જૉબ ઇન્ટરવ્યૂમાં બોલશે કે મને ઉર્ફી જાવેદના તમામ ડ્રેસોની ખબર છે. એ બીચારીની ભૂલ નથી. એ પોતાની કારકિર્દી ઘડી રહી છે. એમાં બીજા ફસાય છે."
ભગત પર વ્યક્તિગત ટિપ્પણી
ઉર્ફી જાવેદે ચેતન ભગત પર અંગત ટિપ્પણી પણ કરી.
ઉર્ફી જાવેદે કહ્યું, "તમે કહ્યું કે મારા લીધે યુવાનો ખરાબ થઈ રહ્યા છે. છુપાઈ-છુપાઈને મારી તસવીરો જુએ છે. યુવાનોને છોડો, તમે તો મોટા છો. તમે તો મારા અંકલની ઉંમરના છે. યુવાનોના બાપની ઉંમરના છો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉર્ફીએ વધુમાં કહ્યું,"તમે પરિણીત હોવા છતાં પોતાના કરતાં અડધી ઉંમરની છોકરીઓને મૅસેજ કેમ કરી રહ્યા હતા? ત્યારે તમારું કંઈ ખરાબ નહોતું થઈ રહ્યું. ના તમારાં લગ્ન ખરાબ થઈ રહ્યાં હતાં કે ના તમારાં બાળકો ખરાબ થઈ રહ્યાં હતાં."
ઉર્ફી જાવેદે કથિત રીતે લીક થયેલા વૉટ્સઍપ સ્ક્રિનશૉટ શૅર કર્યા. કથિત રીતે ચેતન ભગતની લીક થયેલી આ ચૅટમાં ભગત કોઈ યુવતી સાથે વાત કરી રહ્યા હતા.
ઉર્ફીએ લખ્યું, "જો તમે વિકૃત છો તો એનો અર્થ એવો નથી કે મહિલાઓની ભૂલ છે કે એમણે શું પહેર્યું છે. તમે ટિપ્પણી કરી કે મારાં કપડાં યુવાનોનું ધ્યાન ભટકાવી રહ્યાં છે. તમે છોકરીઓને જે મૅસેજ કરો છો એનાથી એમનું ધ્યાન નથી ભટકતું?"
ચેતન ભગતનો જવાબ
ચેતન ભગતે ઉર્ફીના આરોપો પર કહ્યું કે તેમણે ના કોઈ છોકરી સાથે આવી વાતચીત કરી છે કે ના તેઓ આવી કોઈ છોકરીને ઓળખે છે.
તેમણે ટ્વિટર પર લખ્યું, "ના મેં ક્યારેય વાત કરી છે, ના ચૅટ કરી છે કે ના આવી કોઈ વ્યક્તિને ઓળખું છું. જેવો પ્રચાર કરાઈ રહ્યો છે કે મેં આવું કર્યું છે, એ ખોટું છે. એક જૂઠાણું અને એ મુદ્દો પણ નથી. મેં કોઈની ટીકા પણ નથી કરી. મને લાગે છે કે લોકોને ઇન્સ્ટાગ્રામ પર સમય ન બગાડો અને તંદુરસ્તી તથા કારકિર્દી પર ધ્યાન આપવાનું કહેવામાં કશું ખોટું નથી."
સોશિયલ મીડિયા પર સક્રિય ઉર્ફી જાવેદ એક રિયાલિટી ટીવી સ્ટાર છે અને હંમેશાં ચર્ચામાં રહે છે.
ઉર્ફી જાવેદના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 10 લાખ ફૉલોઅર છે અને લાખો લોકો એમનાં રિલ્સ અને વીડિયો જુએ છે.
ઉર્ફી મુંબઈમાં તસવીરો ખેંચાવતી જોવા મળે છે.
ઉર્ફી બિગ બૉસમાં ભાગ લઈ ચૂકી છે અને સ્પ્લિટ્સવિલામાં ભાગ લેવા જઈ રહી છે.