ભારતના ગ્રામ્યજીવનને આવી ખૂબસૂરત તસવીરોમાં કંડારનારા ગુજરાતી ફોટોગ્રાફરને તમે જાણો છો?

ભારતની આઝાદી બાદ દેશમાં સ્થપાયેલ પ્રારંભિક કળા વિશ્વવિદ્યાલયોમાંથી એકના શરૂઆતના વિદ્યાર્થીઓમાં જ્યોતિ ભટ્ટ સ્થાન પામે છે.

વર્ષ 1934માં ગુજરાતમાં જન્મેલા જ્યોતિ ભટ્ટે લુપ્ત થઈ રહેલી ભારતીય સંસ્કૃતિનું દસ્તાવેજીકરણ કર્યું અને સાથેસાથે શિલ્પ કૌશલ્ય પર મહારત મેળવ્યો.

તેઓ યુરોપ અને ન્યુયૉર્કમાં આર્ટ યુનિવર્સિટીઓમાં અભ્યાસ અર્થે ગયા અને દક્ષિણ એશિયામાં સૌથી નવીન આધુનિકતાવાદી ફોટોગ્રાફરોમાંના એક બન્યા.

2019માં જ્યોતિ ભટ્ટને ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક ‘પદ્મશ્રી’થી સન્માનિત કરવામાં આવ્યા અને તેમનું કામ હાલ ટૅટ મૉર્ડર્ન, લંડન અને મ્યુઝિયમ ઑફ મૉડર્ન આર્ટ, ન્યુયૉર્કના સંગ્રહમાં જોવા મળી શકે છે.

‘ટાઇમ ઍન્ડ ટાઇમ અગેન’ નામથી જ્યોતિ ભટ્ટની તસવીરોનું પ્રથમ મોટું પ્રદર્શન આવતા વર્ષની શરૂઆતમાં બેંગલુરુમાં કળા અને ફોટોગ્રાફીના નવા ખુલેલા સંગ્રહાલયમાં યોજાશે.

આ સંગ્રહાલયોમાં જ્યોતિ ભટ્ટની તસવીરોનો એક ભાગ છે.