ઓડિશા રેલ દુર્ઘટના : ટ્રેન મુસાફરીમાં મૃત્યુ કે ઈજા થાય તો વીમો કેવી રીતે પાકે? જાણવા જેવી 10 વાતો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અમરેન્દ્ર યરલગડ્ડા
- પદ, બીબીસી માટે
ઓડિશાના બાલાસોર પાસે એક ટ્રેન દુર્ઘટનામાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં મોટી સંખ્યામાં મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.
રેલ વિભાગે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોને 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
એવું કહેવામાં આવ્યું છે કે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 2 લાખ રૂપિયા અને સામાન્ય ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે.
ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ ટ્રેન મુસાફરી દરમિયાન લેવામાં આવતા વીમાને લઈને મોટી ચર્ચા ચાલી રહી છે.
દક્ષિણ મધ્ય રેલવેના એક પૂર્વ જનરલ મૅનેજરે બીબીસીને જણાવ્યું હતું કે, "હવે વીમા સુવિધા ટિકિટ બુકિંગ સમયે ઉપલબ્ધ હશે. એ પણ ખૂબ જ ઓછા પ્રીમિયમ પર બુક કરી શકાશે. ઓડિશા ટ્રેન દુર્ઘટનાને પગલે તેની માગ વધશે. ત્યારબાદ બુકિંગ સમયે મુસાફરોની મુસાફરી વીમો લેવાની શક્યતાઓ વધી જશે."
ટ્રેનની મુસાફરી માટે ટ્રાવેલ ઇન્શ્યૉરન્સ લેવાના શું ફાયદા છે? પ્રીમિયમ કેટલું છે? વીમો કયા કિસ્સામાં લેવામાં આવે છે? તેની કિંમત કેટલી છે?
આવો દસ મુદ્દાઓમાં તેની વિગતો જાણીએ.

1. વીમો કેવી રીતે લેવો?

ઇમેજ સ્રોત, Getty Images
ટિકિટ બુકિંગ સમયે વીમો લેવો જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આઈઆરસીટીસીની વેબસાઇટ અથવા એપ પર ટિકિટ બુક કરતી વખતે ટ્રાવેલ ઇન્શ્યૉરન્સનો વિકલ્પ હોય છે.
વીમો માત્ર કન્ફર્મ અથવા આરએસી ટિકિટ માટે જ લાગુ પડે છે.
આ વીમા યોજના માત્ર ભારતીય નાગરિકો માટે જ લાગુ છે, વિદેશીઓને લાગુ પડતો નથી.
બર્થ અથવા સીટ બુકિંગની આવશ્યક્તા વિના મુસાફરી કરતા પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને લાગુ પડતું નથી.

2 શું પ્રીમિયમ વધારે હશે?
ટિકિટની કિંમત ઉપરાંત વધારાના 35 રૂપિયા ચૂકવવા પડશે.
આ પ્રીમિયમ 1 નવેમ્બર, 2021થી લાગુ છે.
એક પીએનઆર નંબર અંતર્ગત જેટલા મુસાફરો હોય તેના માટે પ્રીમિયમ ચૂકવવું જોઈએ.

3. વીમો કયા કિસ્સાઓમાં આવરી લેવામાં આવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
રેલ દુર્ઘટનાના કિસ્સામાં વીમાની સુવિધા મેળવવી શક્ય છે.
સામાન્ય રીતે દુર્ઘટનાના ચાર મહિનાની અંદર વીમા કંપનીને અરજી કરવી જોઈએ.
રેલ દુર્ઘટનામાં મુસાફરોનાં મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સમાં વીમા કંપની મહત્તમ 10 લાખ રૂપિયા સુધીનું વળતર આપશે.
તે પીડિત અથવા નૉમિનીને આપવામાં આવે છે.
હૉસ્પિટલમાં દાખલ થાય તો રૂપિયા 2 લાખ તબીબી ખર્ચ આવરી લે છે.
આંશિક અપંગતાના કિસ્સામાં રૂપિયા 7.5 લાખનું વળતર મળશે.
ગંભીર ઈજાના કિસ્સામાં રૂપિયા 2 લાખ અને સામાન્ય ઈજાઓ માટે 10 હજાર ચૂકવવામાં આવશે.
અમુક અણધાર્યા સંજોગોમાં થતા અકસ્માતો દાવાને ધ્યાનમાં લીધા વિના આવરી લેવામાં આવે છે.
ઉદાહરણ તરીકે ઓડિશા રેલ દુર્ઘટનાના કિસ્સામાં દાવાને ધ્યાનમાં લીધા વિના પીડિતો અથવા નૉમિનીને વળતર આપવામાં આવે છે.
જો નૉમિની વિગતો દાખલ ન કરે તો જેઓ કાયદેસર રીતે પાત્ર છે, તેમને ચુકવણી કરવામાં આવશે.

4. વીમો મેળવવા માટે શું જરૂરી છે?
મુસાફરોએ માત્ર દુર્ઘટનાની તારીખે ખરીદેલી ટિકિટ હોવી જરૂરી છે.
પ્રત્યાવર્તન અથવા અગ્નિસંસ્કાર માટેના ખર્ચ હેઠળ 10 હજાર આપવામાં આવશે.
તે સમયે કોઈ પણ દસ્તાવેજો બતાવવાની જરૂર નથી.

5. આ પૉલીસી કેવી રીતે લેવી?
ટિકિટ કન્ફર્મ થયા બાદ મુસાફરોને વીમા કંપનીઓ પાસેથી એસએમએસ અથવા ઈમેલ દ્વારા માહિતી પ્રાપ્ત થશે.
તમે તેમના દ્વારા આપવામાં આવેલી લિંન્ક પર ક્લિક કરી શકો છો અને નૉમિની વિગતો દાખલ કરી શકો છો.
પૉલીસી નંબર ટિકિટ બુકિંગ હિસ્ટ્રીમાં દેખાશે.

6. શું માત્ર ટ્રેન અકસ્માતના કિસ્સામાં જ વીમો ચૂકવશે?

ઇમેજ સ્રોત, Getty Images
રેલવે એક્ટ 1989ની કલમ 124 દુર્ઘટના માટે વળતર સાથે સંબંધિત છે.
ટ્રેનમાં મુસાફરી કરતી વખતે કોઈ પણ અણધાર્યા અકસ્માતને કારણે મૃત્યુના કિસ્સામાં વળતર ચૂકવવામાં આવે છે.
1 ઑગસ્ટ 1994ના રોજ કેન્દ્ર સરકારે એક્ટમાં બીજો સુધારો કર્યો હતો.
તદ્દાનુસાર તે માત્ર અકસ્માતોના કિસ્સામાં જ નહીં, પરંતુ અન્ય કિસ્સાઓમાં પણ વળતર ચૂકવવાની મંજૂરી આપે છે.
આતંકવાદી હુમલા, હિંસક ઘટનાઓ, લૂંટફાટ, ચોરી, અથડામણ અને ગોળીબારના કારણે મુસાફરોનું મૃત્યુ થાય તો વળતર ચૂકવવામાં આવે છે.
ટ્રેનમાં મુસાફરી કરતી વખતે અથવા રેલવે સ્ટેશનના પરિસરમાં અકસ્માત કે હુમલો થાય તો જ વળતર ચૂકવવામાં આવે છે.
બુકિંગ ઑફિસ, વેઇટિંગ હૉલ, બૅગેજ રૂમ, પ્લેટફોર્મ વગેરે જેવા સ્થળોએ અકસ્માતના કિસ્સામાં મૃત કે ઈજાગ્રસ્ત મુસાફરોને વળતર આપવામાં આવે છે.
‘વિકલ્પ’ યોજના હેઠળ બુક કરાયેલી બીજી ટ્રેનને બદલે એક ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને પણ લાગુ પડે છે.

7. કયા કિસ્સાઓમાં રેલવે વીમો લાગુ પડતો નથી?
કલમ 124-એ અંતર્ગત અમુક કિસ્સામાં મુસાફરોનું મૃત્યુ થાય તો પણ વળતર ચૂકવી શકાતું નથી.
દુર્ઘટના સિવાય આત્મહત્યા દ્વારા મૃત્યુ, ગુનાહિત કૃત્યો અને રોગોને વળતર આપવામાં આવશે નહીં.
રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે કોઈનું મૃત્યુ થાય તો કોઈ વળતર આપવામાં આવતું નથી.
એક જ અકસ્માતમાં વીમાની રકમ અલગ-અલગ લાભો આપતી નથી.
ટિકિટ કન્ફર્મેશન વિના ટ્રેનમાં મુસાફરી કરતી વખતે અકસ્માત થાય તો પણ વીમાના પૈસા આપવામાં આવશે નહીં.

8. કોને અરજી કરવી?
રેલ ઍક્ટની કલમ 125 મુજબ વીમા કંપનીને ચાર મહિનાની અંદર અરજી કરવી જરૂરી છે.
મુસાફરો કે નૉમિની અરજી કરી શકે છે.
આઈઆરસીટીસીનું કહેવું છે કે તેમને લીબર્ટી ઇન્સ્યૉરન્સ અને એસબીઆઈ જનરલ લાઇફ ઇન્સ્યૉરન્સ કંપની સાથે ભાગીદાગી કરી છે.
ટિકિટ બુકિંગ સમયે મળેલા એસએમએસના આધારે મુસાફરો જાણી શકે છે કે કઈ વીમા કંપનીને પ્રીમિયમ ચૂકવવામાં આવ્યું છે.

9. કયાં પ્રમાણપત્રો આપવા જોઈએ?

ઇમેજ સ્રોત, Getty Images
અરજી કરતી વખતે જરૂરી તમામ દસ્તાવેજો વીમા કંપનીને આપવા જોઈએ.
રેલવે અધિકારીઓ તરફથી અકસ્માતની ઘટના અને મુસાફરના મૃત્યુ કે ઈજા અંગેનો રિપોર્ટ કરવો જોઈએ.
આ સિવાય જરૂરિયાત પ્રમાણેના વધારાના પ્રમાણપત્રો આપવા જોઈએ.
ઈજાગ્રસ્ત મુસાફરો અથવા તેમના સંબંધીઓ કે અધિકૃત એજન્ટો તેમના વતી અરજી કરી શકે છે.
જો વ્યક્તિ અકસ્માતમાં મૃત્યુ પામે છે, તો તેમના આશ્રિત અથવા વાલી (જો સગીર હોય તો) અરજી કરવી જોઈએ.

10. વીમાની રકમ ક્યારે મળશે?
વીમા કંપનીએ તમામ દસ્તાવેજો આપ્યા પછી 15 દિવસની અંદર વીમાની રકમ આપવી જોઈએ.
જોકે ટ્રેન દુર્ઘટનાના કિસ્સામાં પ્રીમિયમના ભાગરૂપે મોટી રકમ વીમા કંપનીઓને જાય છે, જોકે દરેક વર્ષે ક્લેમ ઓછા છે.
ઇકોનોમિક્સ ટાઇમ્સના અહેવાલ અનુસાર, મધ્ય પ્રદેશના સામાજિક કાર્યકર્તા ચંદ્રશેખરે આરટીઆઈના માધ્યમથી નીચેની માહિતી એકઠી કરી હતી.
વર્ષ 2018 અને 2019 માટે આઈઆરસીટીસી અને મુસાફરો પાસેથી વીમા કંપનિઓને 46.18 કરોડ રૂપિયા ગયા હતા. દાવાઓમાં માત્ર 7 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી હતી.














