You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બીબીસી વૉટ્સઍપ ચેનલ્સ અને સમુદાયોની ગોપનીયતા સૂચના
તમારો વિશ્વાસ અમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેનો અર્થ એ છે કે તમારા વ્યક્તિગત ડેટાની ગોપનીયતા તથા સલામતી જાળવી રાખવા બીબીસી પ્રતિબદ્ધ છે. આવા વ્યક્તિગત ડેટાનો ઉપયોગ અમે કેવી રીતે અને શા માટે કરીએ છીએ, તે જાણવા માટે તમારે આ વાંચવું જરૂરી છે. આ પ્રાઇવસી નોટિસમાં જણાવાયું છે કે તમારા અમારી સાથેના સંબંધ દરમિયાન અને એ પછી તમારા વિશેના વ્યક્તિગત ડેટાને અમે ડેટા પ્રૉટેક્શન કાયદા અનુસાર કેવી રીતે એકત્રિત કરીએ છીએ તથા તેનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ.
અમારી ચેનલો સાથે જોડાવાના અને અમારી કૉમ્યુનિટીઝને ફૉલો કરવાના ભાગરૂપે તમે જે વ્યક્તિગત માહિતી અમને આપવા સહમત થયા છો તેને બીબીસી એકત્રિત કરશે અને તેને પ્રોસેસ કરશે. આ માહિતીમાં નીચે સૂચિબદ્ધ કેટલાક કે તમામ ડેટાનો સમાવેશ થઈ શકે છે.
નીચે મુજબનો પર્સનલ ડેટા એકત્રિત કરવામાં આવે છે.
- તમારા વૉટ્સઍપ પ્રોફાઇલનાં હેન્ડલ/ડિસ્પ્લે.
- તમારા મોબાઇલ નંબર, જેમ કે કૉન્ટેક્ટ નંબર.
- ડિસ્પ્લે પિક્ચર્સ
તમારા ડિસ્પ્લે પિક્ચર્સ અને તમારી ગોપનીયતા સેટિંગ્ઝને આધારે શક્ય છે કે સ્પેશિયલ કૅટગરી તરીકે ઓળખાતી જે સંવેદનશીલ માહિતી જાહેર કરવાનું તમે પસંદ કર્યું છે તે પણ બીબીસી એકત્રિત કરશે અને પ્રોસેસ કરશે. તેનાં ઉદાહરણ નીચે મુજબ છે.
- તમારી જાતિ અથવા વંશીયતા.
- તમારી આરોગ્ય વિષયક માહિતી.
- તમારી ધાર્મિક અથવા ફિલોસોફિકલ માન્યતાઓ.
- તમારો લૈંગિક અભિગમ.
- રાજકીય અભિપ્રાય.
તમારા વૉટ્સઍપ ડિસ્પ્લે સેટિંગ્ઝનું પ્રાઇવેટ તરીકે સેટિંગ્સ કરતી વખતે ધ્યાનમાં રાખો કે તમે દરેક વ્યક્તિને તમારા વૉટ્સઍપ એકાઉન્ટમાંનું તમારું ડિસ્પ્લે પિક્ચર જોવાની મંજૂરી આપો છો કે કેમ. એવું હશે તો બીબીસી પણ તે માહિતી જોઈ શકશે. તમે અમારી સાથે વૉટ્સઍપ મારફત જે વ્યક્તિગત માહિતી શૅર કરો છો તેનું પ્રમાણ ઘટાડવા માટે તમને તમારા પ્રાઇવસી સેટિંગ્ઝ ‘કૉન્ટેક્ટ્સ ઑન્લી’માં બદલવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.
ડેટા કન્ટ્રોલર કોણ છે?
તમે અમને આપેલી કોઈ પણ વ્યક્તિગત માહિતી, જે બીબીસી ડિવાઇસીસ અને સિસ્ટમ્સ પર સંગ્રહિત છે, તેનું સ્વતંત્ર ડેટા કન્ટ્રોલર બીબીસી છે.
તમે વૉટ્સઍપ મારફત જે ડેટા મોકલો છો તેનું સ્વતંત્ર ‘ડેટા કન્ટ્રોલર’ વૉટ્સઍપ છે. કૃપા કરીને ધ્યાન રાખો કે તમે વૉટ્સઍપની ગોપનીયતા નીતિ તથા સેવાની શરતોને આધીન છો. વૉટ્સઍપ તમારો ડેટા મેટાની કંપનીઓમાં શૅર કરી શકે છે.
તમારી અંગત માહિતીનો ઉપયોગ શેના માટે થાય છે અને તેને કઈ રીતે પ્રોસેસ કરવો તેનો નિર્ણય દરેક કન્ટ્રોલર કરે છે. શંકાના નિવારણ માટે, તમારી અંગત માહિતી આ પ્રાઇવસી નોટિસમાંના નિર્ધારિત હેતુઓ માટે જ એકત્રિત અને પ્રોસેસ કરવામાં આવશે, જે બીબીસી વૉટ્સઍપ ચેનલમાં જોડાઈને ફૉલો કરી રહી છે. ડેટા સલામતી નિયમોનું પાલન કરવાની અને તે દર્શાવવાની જવાબદારી દરેક કન્ટ્રોલરની છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા વ્યક્તિગત ડેટાના પ્રોસેસિંગનો કાયદાકીય આધાર
અમે તમારા વિશેના વ્યક્તિગત ડેટાના ઉપયોગ માટે તમારી સંમતિ પર આધાર રાખીએ છીએ. તેનું કારણ એ છે કે તમે અમારા વૉટ્સઍપ ચેનલ્સ બ્રૉડકાસ્ટમાં જોડાવાનું સક્રિય રીતે નક્કી કર્યું છે. તમે આ બ્રૉડકાસ્ટ્સ મેળવવા ન ઇચ્છતા હો તો કોઈ પણ સમયે તમે તમારી જાતને ચેનલમાંથી દૂર કરીને તમારી સંમતિ પાછી ખેંચી શકો છો.
તમારી માહિતીનું શૅરિંગ
બીબીસી તમારી પરવાનગી વિના તમારો વ્યક્તિગત ડેટા કોઈ થર્ડ પાર્ટીઝ સાથે શૅર નહીં કરે.
તમારી માહિતીની જાળવણી
આ ગોપનીયતા નોટિસમાં નિર્ધારિત હેતુઓની પરિપૂર્ણતા માટે જરૂરી હોય એટલા સમયગાળા માટે બીબીસી તમારા વ્યક્તિગત ડેટાને પ્રોસેસ કરશે.
તમારા અધિકારો અને વધુ માહિતી
યુનાઇટેડ કિંગ્ડમ ડેટા પ્રૉટેક્શન કાયદા અનુસાર તમારે પાસે અધિકારો છે. તમે તમારા વિશેના જે ડેટા બીબીસી સ્ટોર કરે છે તેની કૉપી માટે વિનંતી કરી શકો છો. તેમાં તમારા બીબીસી એકાઉન્ટ ડેટા અને ઉપર વર્ણવેલા ડેટાનો સમાવેશ થાય છે.
તમે અમારા ઈમેઈલ એડ્રેસ [email protected] મારફત અમારો સંપર્ક કરી શકો છો. તમને કોઈ સવાલ હોય અથવા તમારા અધિકારો વિશે વધુ વિગત મેળવવા ઇચ્છતા હો તો http://www.bbc.co.uk/privacy પર બીબીસીની ગોપનીયતા તથા કૂકીઝ નીતિ વિશેની જાણકારી મેળવી શકો છો.
બીબીસી તમારી અંગત માહિતીને જે રીતે હૅન્ડલ કરે છે એ બાબતે તમને ચિંતા હોય તો તમે યુનાઇટેડ કિંગ્ડમમાંની સુપરવાઇઝરી ઑથૉરિટી, ઇન્ફૉર્મેશન કમિશનરની ઑફિસ (આઈસીઓ) https://ico.org.uk/ મારફત રજૂઆત કરી શકો છો.
આ પ્રાઇવસી નોટિસનું અપડેશન
અમે તમારા વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તેમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થશે તો અમે પ્રાઇવસી નોટિસમાં સુધારો કરીશું.