સાત વર્ષના છોકરાની જાતીય સતામણી બાદ હત્યાઃ સંતાનોની સલામતી કેવી રીતે સુનિશ્ચિત કરવી?

- લેેખક, બી. સુદાગર
- પદ, બીબીસી તામિલ માટે
ફોનલાઇન ઑપરેટર આદિ મૂલમ તામિલનાડુના ધર્મપુરી જિલ્લાના પુર્મથિકરાઈની બાજુમાં આવેલા કટ્ટમપટ્ટી ગામમાં રહે છે.
30 વર્ષના આદિ મૂલમ અને 27 વર્ષનાં તેમના પત્ની સુધાનો સાત વર્ષનો મથીરાસુ નામનો પુત્ર કદુર વિસ્તારમાંની એક ખાનગી સ્કૂલમાં બીજા ધોરણમાં અભ્યાસ કરતો હતો.
તેમના ઘર પાસે આવેલી સરકારી પ્રાથમિક શાળાના વિસ્તારમાં રમી રહેલો આ છોકરો 16, જુલાઈની સાંજે ગુમ થઈ ગયો હતો. શોધખોળ કરવા છતાં તેનો પત્તો ન મળતાં માતા-પિતા અને સંબંધીઓએ કૃષ્ણપુરમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ફરિયાદ મુજબ તપાસ હાથ ધરી હતી. આ વિસ્તારમાં રહેતા લોકોના ધ્યાનમાં આવ્યું હતું કે કટ્ટમપટ્ટીમાં પાણી આવતું નથી અને પાણીની ખાલી ઓવરહેડ ટાંકીમાંથી દુર્ગંધ આવી રહી છે. તપાસ કરતાં મથીરાસુની લાશ એ ટાંકીમાંથી મળી આવી હતી. તેની ગરદન પર ઈજાના નિશાન હતાં અને તેનો મૃતદેહ પ્લાસ્ટિકમાં લપેટવામાં આવ્યો હતો.

છોકરો ગુમ કેવી રીતે થયો?

આ વિસ્તારના રહેવાસીઓએ આપેલી માહિતીને પગલે પોલીસ તથા ધર્મપુરી ફાયર વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મથીરાસુના મૃતદેહને ટાંકીમાંથી બહાર કાઢ્યો હતો તથા પોસ્ટમૉર્ટમ માટે ધર્મપુરી સરકારી મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
કૃષ્ણપુરમ પોલીસ આ ઘટના સંબંધે વિવિધ લોકોને પૂછપરછ કરી રહી છે. પોલીસ એ તપાસ પણ કરી રહી છે કે કોઈએ માનવબલિ માટે મથીરાસુનું અપહરણ કર્યું હતું કે પછી તેના મોત પાછળ અન્ય કોઈ કારણ છે?
મથીરાસુના માતા સુધાએ કહ્યું હતું કે, “મારા દીકરાની હત્યા કરી તેમને સજા થવી જોઈએ. પહેલાં મારો ગુમ થયેલો પુત્ર હવે મૃત્યુ પામ્યો છે. જેણે આ કામ કર્યું છે તેને સજા થવી જ જોઈએ.”
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે મથીરાસુ ગુમ થયો તે દિવસે આદિ મૂલમના પુત્ર પ્રકાશની સાથે હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ પછી પોલીસે પ્રકાશની પૂછપરછ કરી હતી અને પ્રકાશે કરેલી કબૂલાતથી બધા ચોંકી ગયા હતા.
જિલ્લા પોલીસ વડા સ્ટીફન જેસુપદમે બીબીસીને કહ્યુ હતું કે, “પ્રકાશે કબૂલ્યું હતું કે તે મથીરાસુને ચોકલેટ તથા આઇસક્રીમ અપાવવાના બહાને એક ગુપ્ત સ્થળે લઈ ગયો હતો. ત્યાં તેણે મથીરાસુના હાથ-પગ ઇલેક્ટ્રિક વાયર વડે બાંધી દીધા હતા અને તેના પર બળાત્કાર કર્યો હતો.”
તેમણે ઉમેર્યું હતું કે, “માત્ર નવમા ધોરણ સુધી ભણેલો પ્રકાશ ગૌલી મજૂર તરીકે કામ કરે છે અને તેણે બીજા કોઈ પર અત્યાચાર કર્યો છે કે કેમ, તેની તપાસ ચાલી રહી છે.”

પૉક્સો હેઠળ કેસ

કૃષ્ણપુરમ પોલીસે પ્રકાશ સામે બાળકોને જાતીય સતામણી સામે રક્ષણ આપતા પૉક્સો કાયદા અને ભારતીય દંડ સંહિતાની કલમ ક્રમાંક 5 (એમ) તથા 6 હેઠળ કેસ નોંધ્યો હતો. પ્રકાશની ધરપકડ કરવામાં આવી હતી અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.
પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં પ્રકાશે જણાવ્યું હતું કે, “હું મથીરાસુ સાથે ઘણીવાર રમતો હતો. એ દિવસે હું તેને પુર્ધીકરાઈ પંચાયતની પાણીની ઓવરહેડ ટાંકી પાસે લઈ ગયો હતો. મેં તેનું મોં તથા હાથ ઇલેક્ટ્રિક વાયર્સ વડે બાંધી દીધા હતા અને તેના પર બળાત્કાર કર્યો હતો.”
પ્રકાશે પોલીસને એવું પણ જણાવ્યું હતું કે તેણે જમણા હાથ વડે મથીરાસુનું ગળું દાબી દીધું હતું અને તેની લાશ ઓવરહેડ ટાંકીની અંદર મૂકી દીધી હતી.

માતા-પિતા અને સંબંધીઓનો સંઘર્ષ
મથીરાસુના માતા-પિતા તથા સંબંધીઓએ તેના મૃતદેહનો કબજો સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. “આ હત્યા કોઈ એક વ્યક્તિનું કામ નથી. અન્ય લોકો તેમાં સંડોવાયેલા હોય તે શક્ય છે. તેથી યોગ્ય તપાસ થવી જોઈએ અને કસૂરવારો સામે પગલાં લેવાવા જોઈએ,” એવું તેમણે ધર્મપુરી-તિરુપત્તુર રોડ પરના કૃષ્ણપુરમ પોલીસ સ્ટેશનમાં કહ્યું હતું.
ધર્મપુરીના જિલ્લા પોલીસ વડા સ્ટીફન જેસુપદમ અને પાપારેટ્ટીપટ્ટીના વિધાનસભ્ય ગોવિંદાસામી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો સાથે વાતચીત કરી હતી. તેમની ખાતરી પછી લોકો વિખેરાયા હતા.
પોસ્ટમૉર્ટમ બાદ મથીરાસુનો મૃતદેહ તેના સંબંધીઓને હવાલે કરવામાં આવ્યો હતો.
આ ઘટના બાબતે બીબીસી સાથે વાત કરતાં મનોવિજ્ઞાની સી. વેલિયાચસામીએ જણાવ્યું હતું કે દુનિયાભરમાં બાળકો સમલૈંગિક સંબંધમાં ફસાઈ રહ્યાં છે અને માત્ર અમુક કિસ્સામાં જ તે જાહેર થાય છે.

જાતીય હુમલાથી બાળકોને કેવી રીતે બચાવવાં?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વેલિયાસામીએ કહ્યું હતું કે, “આ પ્રકારના ગુના ઘણી જગ્યાએ ગુપ્ત રીતે આચરવામાં આવે છે અને બાળકો તેમનાં માતા-પિતાની જાણબહાર તેનો શિકાર બની રહ્યાં છે. આ પણ માનસિક બીમારીનું જ એક સ્વરૂપ છે.”
આવા લોકોની વહેલીતકે તપાસ અને માનસિક સારવાર કરવામાં આવે તો સમાજમાં બાળકોની સલામતી સુનિશ્ચિત કરી શકાય, એવું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે, “આવા લોકોને શોધી કાઢવાનું બહુ મુશ્કેલ છે. એ લોકો આપણામાંના જ એક હોય છે. તેઓ તેમની જાતીય ઇચ્છાને સંતોષવા માટે તકની રાહ જોતા હોય છે અને તક મળે ત્યારે તેનો બરાબર લાભ લે છે.”
તેમના કહેવા મુજબ, “આવા લોકો બહુ હળતાભળતા નથી, એકલા રહેવાનું પસંદ કરે છે. તેમના દોસ્ત પણ ઓછા હોય છે. તેઓ વાસ્તવમાં શું છે તે દુનિયાને ત્યારે જ સમજાય છે, જ્યારે તેઓ આવી ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાય છે.”
ડૉ.વેલિયાસામી ભારપૂર્વક જણાવે છે કે, “માતા-પિતાએ તેમના સંતાનોને ભરપૂર સ્નેહ આપવો જોઈએ. સારા-ખરાબની સમજ આપવી જોઈએ. એ પછી માતા-પિતા તેમની સંતાનની સમસ્યા જાણી શકશે. પોતાના સંતાનની સમસ્યા જાણવી માતા-પિતા માટે બહુ જરૂરી છે. એ જાણ્યા પછી જ બાળકોની સલામતી સુનિશ્ચિત કરી શકાય.”














