100થી વધુ છોકરીઓ સાથે શારીરિક સંબંધ બાંધીને વીડિયો રેકૉર્ડિંગ કરનારને આજીવન કેદ, શું છે સમગ્ર મામલો?

આ કિસ્સો તામિલનાડુના નાગરકોઈલનો છે. 100થી વધુ તરુણીઓ સાથે શારીરિક સંબંધ બાંધ્યા પછી તેમને બ્લૅકમેઈલ કરનાર યુવકને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ગુનેગાર યુવકનું નામ કાશી છે.
આ સમગ્ર ઘટના શું છે? કાશીએ આટલી બધી તરુણીઓને કેવી રીતે ફસાવી હતી? આ બધું કેવી રીતે જાહેર થયું?
કાશી નાગરકોઈલના ગણેશપુરમ વિસ્તારનો રહેવાસી છે. તે ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી અનેક છોકરીઓના સંપર્કમાં આવ્યો હતો.
એ પૈકીની ઘણી સાથે તેને શારીરિક સંબંધ હતા. તેણે એ છોકરી સાથેની અંગત પળોના ફોટા પાડ્યા હતા. તેનું વીડિયો શૂટિંગ કર્યું હતું. ફોટોગ્રાફ્સ અને વીડિયો વડે છોકરીઓને બ્લૅકમેઈલ કરીને તે છોકરીઓ પાસેથી પૈસા પડાવતો હતો.
ચેન્નાઈની એક મહિલા તબીબને પણ કાશીએ ફસાવી હતી. એ મહિલાએ આ મામલે 2020માં કન્યાકુમારીમાં ફરિયાદ નોંધાવી હતી. એ ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને કાશી વિરુદ્ધ નાગરકોઈલ જિલ્લાના કોટ્ટાર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.
એ પછી કરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા.
કાશીએ તામિલનાડુ તથા બૅંગલુરુમાં પણ નાની છોકરીઓ, શાળા તથા કૉલેજમાં અભ્યાસ કરતી યુવતીઓને આવી જ રીતે પોતાની જાળમાં ફસાવી હતી. 100થી વધુ છોકરીઓ કાશીની જાળમાં ફસાઈ હતી.
કાશીએ જેને ધમકી આપતો હતો અને બ્લૅકમેલ કરતો હતો એવી અનેક રડતી યુવતીઓના મીડિયા સોશિયલ મીડિયા પર લીક થયા હતા. તેના પગલે જોરદાર વિવાદ અને તણાવ સર્જાયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ દરમિયાન કાશી વિરુદ્ધ પોક્સો કાયદા હેઠળ તેમજ છોકરીઓનું જાતીય શોષણ તથા તેને રેકોર્ડિંગ અને તેમને બ્લૅકમેલ કરીને પૈસાની માગણી સંબંધી અનેક ફરિયાદો નોંધાઈ હતી. કાશી વિરુદ્ધ કન્યાકુમારીના જુદાં જુદાં પોલીસ સ્ટેશનમાં સાત કેસ નોંધાયા હતા અને એપ્રિલ, 2020માં પોલીસે કાશીની ધરપકડ કરી હતી.

1900 ફોટોગ્રાફ્સ અને 300થી વધુ વીડિયો મળ્યા

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પોલીસે કાશીમા પિતા થંગપાંડિયનની પણ ધરપકડ કરી હતી. તેમના પર પુરાવાનો નાશ કરવામાં મદદ કરવાનો આરોપ હતો. જોકે, એક વર્ષ બાદ તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. કાશીને મદદ કરવા બદલ તેના બે દોસ્તની પણ ધરપકડ કરવામાં આવી હતી.
કાશી જે લેપટૉપ અને સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતો હતો તેની તપાસ પોલીસે કરી ત્યારે તેમાંથી સેંકડો અશ્લીલ ફોટોગ્રાફ્સ મળી આવ્યા હતા. તેમાં કેટલીક છોકરીઓના રેકોર્ડેડ વીડિયો પણ હતા.
પોલીસના જણાવ્યા મુજબ, કાશીના મોબાઇલ ફોનમાંથી છોકરીઓના 1,900થી વધુ નગ્ન ફોટોગ્રાફ્સ અને 300થી વધુ નગ્ન વીડિયો મળી આવ્યા હતા.
કાશી સામેના તમામ કેસની સુનાવણી નાગરકોઈલ મહિલા કોર્ટ અને વિશેષ પોક્સો કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી. (એક પીડિતા સગીર વયની હતી)
આ કેસમાં ગત 14 જુને ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. મૅજિસ્ટ્રેટ જોસેફ જોયે ભારતીય દંડ સંહિતાની કલમ ક્રમાંક 376 (2), 354 (સી) અને 506 (22) હેઠળ કાશીને આજીવન કેદની સજા ફરમાવી હતી. તેને એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
આ કેસના સરકારી વકીલે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે પ્રસ્તુત કેસમાં મૌખિક અને વૈજ્ઞાનિક બન્ને પ્રકારના પુરાવા છે. મૌખિક પુરાવામાં પીડિતાઓનાં નિવેદનોનો, જ્યારે વૈજ્ઞાનિક પુરાવામાં સાયબર નિષ્ણાતો દ્વારા વીડિયો તથા ફોટોગ્રાફ્સની ચકાસણીનો સમાવેશ થાય છે.
માત્ર એક કેસમાં સજા થઈ છે

સરકારી વકીલે કહ્યું હતું કે “કાશીના વકીલોએ તેના બચાવમાં વિવિધ દલીલો કરી હતી. તેમણે સવાલ કર્યો હતો કે પીડિતાઓએ આટલા લાંબા સમય પછી ફરિયાદ કેમ નોંધાવી? બચાવ પક્ષના વકીલોએ અદાલતની કાર્યવાહી લંબાવવા માટે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં અલગ-અલગ અરજીઓ પણ કરી હતી, પરંતુ એ બધી અરજીને ફગાવી દેવામાં આવી હતી. તમામ પક્ષોની રજૂઆત સાંભળ્યા બાદ ન્યાયાધીશે કાશીને આજીવન કેદની સજા ફરમાવી હતી.”
પુરાવા છુપાવવામાં મદદ કરનાર કાશીના પિતાને અદાલતે નિર્દોષ જાહેર કર્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
આ કેસની તપાસ 2022 સુધી કરી ચૂકેલાં કન્યાકુમારી પોલીસ સ્ટેશનનાં ઇન્સ્પેક્ટર શાંતિ સાથે બીબીસીએ વાત કરી હતી.
ઇન્સ્પેક્ટર શાંતિએ જણાવ્યું હતું કે આ કેસની સુનાવણી બહુ પડકારજનક હતી. અમે સમયસર ચાર્જશીટ દાખલ કરી હતી અને આરોપીને જામીન ન મળે તેની તકેદારી રાખી હતી. તેના પરિણામે આરોપી કાશી તેની ધરપકડથી માંડીને સુનાવણી સુધીના ત્રણ વર્ષ સુધી જેલમાંથી બહાર આવી શક્યો નહીં.
ઇન્સ્પેક્ટર શાંતિએ કહ્યું હતું કે “આ કેસમાં 100થી વધુ છોકરીઓનું જાતીય શોષણ થયું હતું. એ છોકરીઓ સારા પરિવારોની હતી. કોર્ટના ચુકાદા પછી એ છોકરીઓએ અમારી સાથે વાત કરતાં સંતોષ વ્યક્ત કર્યો હતો.”
કાશી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા કુલ સાત કેસ પૈકીના એક કેસમાં આ સજા ફરમાવવામાં આવી છે. અન્ય પૈકીના બે કેસમાં ચાર્જશીટ સુદ્ધાં દાખલ ન કરવામાં આવી હોવાનું કહેવાય છે.














