You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ કરતાં આઠ ગણો મોટો હિમખંડ દરિયા પર કેમ વહી રહ્યો છે, કેવું જોખમ?
- લેેખક, જોનાથન એમોસ
- પદ, બીબીસી વિજ્ઞાન સંવાદદાતા
વિશ્વનો સૌથી મોટો હિમખંડ લગભગ 30 વર્ષ સુધી સમુદ્રમાં અટકી રહ્યા બાદમાં ફરી એક વખત આગળ વધી રહ્યો છે.
એ ચાર હજાર વર્ગ કિલોમીટરના આકારનો એક હિમખંડ છે, જેને એ23એ નામ અપાયું છે.
તેના વિશાળ કદનો અંદાજ એ વાત પરથી કાઢી શકાય કે એ અમદાવાદ જેવા મોટા જિલ્લા કરતાં પણ લગભગ આઠ ગણો મોટો છે.
1986માં એ ઍન્ટાર્કટિકાના સમુદ્રકાંઠેથી તૂટ્યો હતો, પરંતુ ત્યાં જ વેડેલ સમુદ્રની તળેટી સાથે અથડાઈને રોકાઈ ગયો હતો અને એક હિમદ્વીપ બની ગયો હતો.
જોકે, ગત વર્ષે એ ઉપર તરફ ઊઠવા લાગ્યો અને હવે આ હિમખંડ ઍન્ટાર્કટિકાથી બહાર નીકળવાનું છે.
એ23એના વિશાળપણાનો અંદાજ એ વાત પરથી પણ માંડી શકાય કે એની જાડાઈ 400 મીટર કરતાં પણ વધુ છે. તેની સરખામણી જો લંડનસ્થિત યુરોપની સૌથી મોટી ગગનચુંબી ઇમારત લંડન શાર્ડ સાથે કરાય તો તેની ઊંચાઈ પણ માત્ર 310 મીટર છે. તેમજ ન્યૂયૉર્કની એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગની ઊંચાઈ 443 મીટર છે.
એ23એ હિમખંડ ઍન્ટાર્કટિકાના વિશાળકાય ‘ફિલ્ચનર આઇસ શેલ્ફ’નો ભાગ હતો.
જ્યારે આ હિમખંડ ‘ફિલ્ચનર આઇસ શેલ્ફ’માંથી છૂટો પડેલો ત્યારે ત્યાં એક સોવિયેટ રિસર્ચ સ્ટેશન હતું. આ વાત જણાવે છે કે એ કેટલા સમય અગાઉ છૂટો પડ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ સમયે મૉસ્કોએ દ્રુઝનાયા-1 બૅઝથી ઉપકરણો હઠાવવા માટે એક અભિયાન મોકલ્યું હતું, જેથી એ ગુમ ન થઈ જાય.
પરંતુ આ સપાટ હિમખંડ ‘ફિલ્ચર આઇસ શેલ્ફ’ સાથે અથડાયા બાદ કાંઠેથી અત્યંત દૂર ન ગયો અને તેનો નીચેનો ભાગ વેડેલ સમુદ્રની તળેટીમાં પહોંચી ગયો.
આખરે 40 વર્ષ બાદ એ23એ ફરીથી આગળ કેમ વધવા લાગ્યો?
બ્રિટિશ ઍન્ટાર્કટિક સર્વે સાથે જોડાયેલા રિમોટ સેન્સિંગ ઍક્સપર્ટ ડૉ. ઍન્ડ્ર્યૂએ કહેલું, “આ અંગે મેં ઘણા સહકર્મીઓને પૂછ્યું. સંભવ છે કે શેલ્ફના પાણીના તાપમાનમાં કોઈ બદલાવ આવ્યો હોય જેના કારણે એ ફરી વખત તરવા માંડ્યો છે, પરંતુ સામાન્ય સંમતિ એ જ હતી કે તેનો સમય પાકી ગયો હતો.”
“એ 1986થી જ ત્યાં રોકાયેલો હતો પરંતુ સાથે જ એ ઓગળી રહ્યો હતો, જેના કારણે આખરે તળેટીથી હિમખંડની પકડ ઢીલી પડી અને એ તરવા માંડ્યો. મેં આની ગતિ વર્ષ 2020માં જ ભાળી લીધી હતી.”
એ23એ હિમખંડે હાલના મહિનામાં હવા અને સમુદ્રનાં મોજાંને કારણે ગતિ પકડવાનું શરૂ કર્યું હતું અને હવે એ ઍન્ટાર્કટિકા પ્રાયદ્વીપના ઉત્તર છેડેથી પસાર થઈ રહ્યો છે.
વેડેલ સૅક્ટરના મોટા ભાગના હિમખંડોની માફક જ એ23એ પણ નિશ્ચિતપણે ઍન્ટાર્કટિકા સર્કમપોલર કરન્ટમાં જઈને ભળી જશે, જે તેને દક્ષિણ ઍટલાન્ટિક તરફ ધકેલશે. આ હિમખંડ એક એવા રસ્તા પર ધકેલાશે જે ‘આઇસબર્ગ એલે’ (હિમખંડ માર્ગ) સ્વરૂપે ઓળખાય છે.
આ એ જ પ્રવાહની ગતિ અને પાછોતરી હવા છે જેનો ઉપયોગ પ્રસિદ્ધ શોધકર્તા સર અર્નેસ્ટ શેક્લેટને પોતાના ડૂબતા જહાજમાંથી બચવા કર્યો હતો. તેમનું જહાજ એન્ડ્યૂરેન્સ સમુદ્રી બરફ સાથે અથડાવાને કારણે ડૂબી ગયેલું.
શેક્લેટન પોતાની લાઇફબોટમાં સાઉથ જ્યોર્જિયા તરફ જવાનો પ્રયત્ન કર્યો. આ દ્વીપ પર તમને કાંઠે ઘણા સપાટ હિમખંડ રોકાયેલા જોવા મળશે.
શું કોઈ ખતરો છે ખરો?
બ્લૉક કીલનો અર્થ એ છે કે તેમાં બ્રિટિશ ઓવરસીઝ ટેરેટરીના મહાદ્વીપીય શેલ્ફમાં જોડાવાની પ્રવૃત્તિ છે.
જોકે, તમામ હિમખંડ, ખાસ કરીને મોટા, ઓગળવાને કારણે ખતમ થઈ જાય છે. વૈજ્ઞાનિક એ23એની સ્થિતિ પર નિકટથી નજર રાખી રહ્યા હશે.
જો આ હિમખંડ સાઉથ જ્યૉર્જિયામાં રોકાઈ જાય, તો એ લાખો સીલ, પેંગ્વિન અને અન્ય સમુદ્રી પક્ષીઓ માટે મુશ્કેલી સર્જી શકે છે, જે આ દ્વીપ પર પ્રજનન કરે છે.
એ23એ એટલો વિશાળ છે કે તે સમુદ્રી જીવોના ભોજન માટેના સામાન્ય રસ્તામાં અવરોધ સર્જી શકે છે.
પરંતુ હિમખંડને ખતરો માનવો એ ખોટું હશે. વ્યાપક પર્યાવરણ માટે તેના મહત્ત્વને હવે વધુ સ્વીકાર્યતા મળવા લાગી છે.
જ્યારે આ હિમખંડ ઓગળે છે ત્યારે એ અંદર રહેલાં મિનરલ પણ મુક્ત કરે છે.
આ મિનરલ એ જીવો માટે પોષકતત્ત્વો હોય છે, જે સમુદ્રની ભોજનશૃંખલાનો આધાર રચે છે.
વુડ્સ હૉલ ઓશિએનોગ્રાફિક ઇન્સ્ટિટ્યૂશન સાથે જોડાયેલાં કૅથરીન વાકરનો જન્મ એ વર્ષે જ થયેલો જ્યારે એ23એ અલગ થયો હતો.
તેઓ કહે છે કે, “ઘણા પ્રકારે આ હિમખંડ જીવનદાયી હોય છે, તે ઘણી બધી જૈવિક પ્રવૃત્તિઓના જન્મદાતા હોય છે. હું તેમને આવી જ રીતે ઓળખું છું, એ મારા માટે ખૂબ મહત્ત્વના છે.”