ગુજરાતમાં આજથી ફરી શરૂ થશે વરસાદ, કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર અપડેટ સૌરાષ્ટ્ર કચ્છ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતના કેટલાક ભાગોમાં દિવાળીના તહેવારો પછી પણ વરસાદ ચાલુ રહેશે તેવી આગાહી છે. હવામાન વિભાગ અનુસાર ખાસ કરીને આગામી ત્રણથી ચાર દિવસ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડી શકે છે. તેમાં પણ ઓછામાં ઓછા 15થી 16 જિલ્લામાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.

છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો છે જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હવામાન સૂકું રહ્યું છે. ગુરુવારે અને શુક્રવારે ગુજરાતમાં દિવસના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નથી થયો. રાતનું તાપમાન પણ સામાન્ય છે, પરંતુ હવે વરસાદના કારણે તાપમાન બદલાઈ શકે છે.

ભારતીય હવામાન વિભાગનું લેટેસ્ટ બુલેટિન જણાવે છે કે અરબી સમુદ્રમાં પૂર્વ-મધ્ય ભાગમાં એક ડિપ્રેશનની રચના થઈ છે.

તેના કારણે ગુજરાતમાં 25થી 27 ઑક્ટોબર દરમિયાન ઘણી જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત કેરળ, કોંકણ અને ગોવાના પ્રદેશમાં પણ આગામી ત્રણ દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.

આ દરમિયાન ઝડપી પવન ફૂંકાવાના કારણે અરબી સમુદ્રનું હવામાન ખરાબ રહેશે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સલાહ આપવામાં આવે છે

વરસાદની કઈ સિસ્ટમ સક્રિય થઈ?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર અપડેટ સૌરાષ્ટ્ર કચ્છ

ઇમેજ સ્રોત, IMD

અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર એક ડિપ્રેશનની રચના થઈ છે જે છેલ્લા છ કલાકથી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધે છે. ગોવાની રાજધાની પણજીથી આ સિસ્ટમ 360 કિમીના અંતરે અને લક્ષદ્વિપથી 430 કિમીના અંતરે છે. મેંગલોરથી આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તર પશ્ચિમમાં 480 કિમી દૂર દરિયામાં સ્થિત છે.

હવામાન વિભાગ કહે છે કે આગામી ચોવીસ કલાક સુધી ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. ત્યાર પછી બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી મહત્તમ તાપમાન ઘટી શકે છે. તેવી જ રીતે લઘુતમ તાપમાનમાં આગામી ત્રણ દિવસ સુધી ફેરફાર નહીં થાય. મંગળવારથી લઘુતમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટવાની આગાહી છે.

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર અપડેટ સૌરાષ્ટ્ર કચ્છ

ઇમેજ સ્રોત, IMD

હવે કયા જિલ્લામાં વરસાદ પડશે?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર અપડેટ સૌરાષ્ટ્ર કચ્છ

ઇમેજ સ્રોત, IMD

હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 25 ઑક્ટોબર, શનિવારે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની શક્યતા છે.

આ ઉપરાંત રાજ્યના અન્ય ભાગો, જેમ કે ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે.

રવિવાર, 26 ઑક્ટોબરે અમદાવાદ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગરહવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ થવાની સંભાવના છે.

રવિવારે આ સિવાયના જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે જે દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે.

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર અપડેટ સૌરાષ્ટ્ર કચ્છ

ઇમેજ સ્રોત, IMD

સોમવાર, 27 ઑક્ટોબરે પણ ગુજરાતના અનેક જિલ્લામાં ભારે અથવા હળવો વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગ મુજબ સોમવારે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, ભરુચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદ પડવાની આગાહી છે, જ્યારે બાકીના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.

અમદાવાદમાં શનિવારે મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી છે જ્યારે લઘુતમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન