You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડૉ.આંબેડકરની પ્રતિમા તોડવાનો ક્યાં અને કોણે પ્રયાસ કર્યો? દલિતોએ આપ્યું બંધનું એલાન
રવિવારે સમગ્ર દેશ પ્રજાસત્તાક પર્વની 76મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો હતો. દલિત નેતા બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વમાં બંધારણસભાએ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ ઘડ્યું.
એ સમયે પંજાબના અમૃતસરમાં એક શખ્સે સીડી પર ચઢીને બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ક્ષતિ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. તેણે સ્મારકસ્થળે બનેલી બંધારણની પ્રતિમાને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો.
સ્થાનિકોએ તેને ઝડપી લઈને પોલીસને હવાલે કર્યો હતો. આ ઘટનાને પગલે દલિતોમાં રોષ ફાટી નીકળ્યો અને બંધનું એલાન આપ્યું હતું.
બીજી બાજુ, આ અંગે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. જાણો અલગ-અલગ પ્રાદેશિક તથા રાષ્ટ્રીય રાજકીયપક્ષના નેતાઓએ શું કહ્યું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન