ડૉ.આંબેડકરની પ્રતિમા તોડવાનો ક્યાં અને કોણે પ્રયાસ કર્યો? દલિતોએ આપ્યું બંધનું એલાન

વીડિયો કૅપ્શન, ડૉ.આંબેડકરની પ્રતિમા તોડવાનો ક્યાં અને કોણે પ્રયાસ કર્યો? દલિતોએ આપ્યું બંધનું એલાન

રવિવારે સમગ્ર દેશ પ્રજાસત્તાક પર્વની 76મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો હતો. દલિત નેતા બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વમાં બંધારણસભાએ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ ઘડ્યું.

એ સમયે પંજાબના અમૃતસરમાં એક શખ્સે સીડી પર ચઢીને બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ક્ષતિ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. તેણે સ્મારકસ્થળે બનેલી બંધારણની પ્રતિમાને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો.

સ્થાનિકોએ તેને ઝડપી લઈને પોલીસને હવાલે કર્યો હતો. આ ઘટનાને પગલે દલિતોમાં રોષ ફાટી નીકળ્યો અને બંધનું એલાન આપ્યું હતું.

બીજી બાજુ, આ અંગે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. જાણો અલગ-અલગ પ્રાદેશિક તથા રાષ્ટ્રીય રાજકીયપક્ષના નેતાઓએ શું કહ્યું.

76મો પ્રજાસત્તાક દિવસ, બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડવાનો અમૃતસરમાં પ્રયાસ, દલિતોમાં આક્રોશ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.