એ માણસ, જેણે પોતાના આખલાને અડધા કિલો સોનાથી શણગાર્યો

વીડિયો કૅપ્શન, આ ભાઈ પોતાના આખલાને અડધા કિલો સોનાથી કેમ શણગારે છે?
એ માણસ, જેણે પોતાના આખલાને અડધા કિલો સોનાથી શણગાર્યો

દક્ષિણ ભારતમાં આવેલા મદુરાઈમાં રહેતા જયરામન જલ્લીકટ્ટુ માટે આખલા ઉછેરે છે. તે તેમને ખૂબ પ્રેમ કરે છે. તેથી તેમણે અડધા કિલો સોનાના દાગીનાથી પોતાના આખલાને શણગાર્યો છે.

જયરમન કહે છે કે આપણે આપણાં બાળકો અને પૌત્રોના અભ્યાસ માટે ખર્ચો કરીએ છીએ. મારા માટે આખલા પાછળ ખર્ચ કરવો પણ કંઈક એવું જ છે. તેથી હું ખર્ચ કરું છું અને તેમનું ધ્યાન રાખું છું.

જયરમન કહે છે કે જો કોઈ મારા આખલા પર કાબૂ મેળવે તો હું તેમને રોકડમાં એક લાખ રૂપિયાનું ઇનામ આપીશ. પણ મારો આખલો કાબૂમાં નહીં આવે. હું એ પડકાર આપું છું.

તેઓ કહે છે, 25 વર્ષ પહેલાં પણ મેં મારા આખલાના કપાળ પર અડધા કિલો સોનાનાં ઘરેણાં બાંધ્યાં હતાં. એેવી જ રીતે જેમ કે આપણે આપણાં બાળકો માટે કરીએ છીએ. આ પણ મારું બાળક છે.

આખલા પ્રત્યેનો પ્રેમ અને તેની સારસંભાળનો વીડિયો જુઓ.

દક્ષિણ ભારત, મદુરાઈ, જલ્લીકટ્ટુ, બળદ ઉછેર, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન