હિમોફિલિયા : એક એવો રોગ જેમાં ઘા પડ્યા પછી લોહી સતત વહ્યા કરે છે

ઇમેજ સ્રોત, Getty Images
સામાન્ય રીતે શરીર પર આપણને ઘા પડ્યા પછી લોહી વહે છે જે થોડાક સમય પછી બંધ થઈ જાય છે. પરંતુ કેટલાક લોકોમાં રક્તસ્ત્રાવ લાંબા સમય સુધી બંધ થતો નથી.
આ રોગનું નામ છે હિમોફિલિયા. જેમાં લોહી સતત વહ્યા કરે છે. તે જીવલેણ પણ બની શકે છે.
17 ઍપ્રિલને હિમોફિલિયા જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

હિમોફિલિયા શું છે?

ઇમેજ સ્રોત, iStock
જ્યારે શરીરને ઈજા પહોંચે છે અને રક્તસ્ત્રાવ શરૂ થાય છે. તે સમયે પ્લેટલેટ્સ લોહીના પ્રવાહને રોકવા માટે ગંઠાઈ જાય છે અને તેને વહેતું અટકાવે છે.
હિમોફિલિયા ધરાવતી વ્યક્તિના શરીરમાં આ પ્રક્રિયા થતી નથી અથવા તો ઘણી ધીમી થાય છે. જેના લીધે તેમને જ્યારે ઈજા પહોંચે ત્યારે લાંબા સમય સુધી લોહી વહેતું રહે છે.
ગંગારામ હૉસ્પિટલના મેડિસિન કન્સલ્ટન્ટ ડૉ. અતુલ ગોગિયા કહે છે, "આ રોગ મોટા ભાગે આનુવંશિક પરિબળોના કારણે થાય છે. જો માતા-પિતાને આ રોગ હોય, તો બાળકો પણ તેનાથી પીડાય છે. અન્ય કારણોસર આ રોગ થવાની શક્યતા ઓછી હોય છે."
"હિમોફિલિયાના બે પ્રકાર છે અને બંને પ્રકારના હિમોફિલિયા એવા પરિબળોની ઊણપના કારણે થાય છે, જે લોહી ગંઠાઈ જવા માટે જરૂરી હોય છે."
ડૉ. અતુલના મતે આ એક દુર્લભ રોગ છે. હિમોફિલિયા A દર 10 હજારમાંથી એક વ્યક્તિમાં જોવા મળે છે. જ્યારે હિમોફિલિયા B દર 40 હજાર લોકોમાંથી એકને અસર કરે છે. પ્રકાર ભલે ગમે તે હોય, તે એક ગંભીર રોગ છે અને લોકો એ વિશે જાગૃત નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

હિમોફિલિયાનાં લક્ષણો

ઇમેજ સ્રોત, iStock
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેનાં લક્ષણો હળવાં અથવા ગંભીર હોઈ શકે છે. તે લોહીના ગંઠાઈ જવાના પરિબળોની માત્રા પર આધાર રાખે છે. લાંબા સમય સુધી રક્તસ્ત્રાવ અન્ય કોઈ રોગની પણ નિશાની હોઈ શકે છે.
- નાકમાંથી લોહી આવવું
- પેઢામાંથી લોહી નીકળવું
- ત્વચાની છાલ સરળતાથી નીકળી જવી
- શરીરમાં આંતરિક રક્તસ્ત્રાવને કારણે સાંધામાં દુખાવો
હિમોફિલિયાના કારણે માથામાં આંતરિક રક્તસ્ત્રાવ થાય છે. ગંભીર માથાનો દુખાવો, ગરદન અકડાઈ જવી, ઊલટીઓ થવી, ભૂખ લાગવી, બેભાન થઈ જવું, ચહેરા પર લકવો થઈ જવા જેવાં પણ લક્ષણો જોવાં મળે છે.
હિમોફિલિયાનાં ત્રણ સ્તર છે. હળવા સ્તરે, પાંચથી 10 ટકા લોહી ગંઠાઈ જવાના પરિબળો શરીરમાં હાજર હોય છે. મધ્યમ સ્તર 1થી 5 ટકા છે. જો કોઈ ગંભીર બીમારી હોય, તો આ આંકડો માત્ર એક ટકાનો છે.
આ રોગ જન્મજાત હોઈ શકે છે. ઘણી વખત આ રોગ બાળકના જન્મ બાદ જાણી શકાય છે. જો તેનું સ્તર મધ્યમ અથવા ગંભીર હોય તો બાળપણમાં આંતરિક રક્તસ્ત્રાવને કારણે કેટલાંક લક્ષણો જોવાં મળી શકે છે.
ગંભીર હિમોફિલિયા હોય તો જોખમ વધારે રહે છે. આવા કિસ્સામાં જો તમે જોરથી કંઇક મારશો તો પણ આંતરિક રક્તસ્ત્રાવ શરૂ થઈ શકે છે.
આ રોગની અન્ય નોંધવાલાયક બાબત એ છે કે તે ગંભીર છે કે નહીં, તેની જાણકારી સરળતાથી મેળવી શકાતી નથી. બાળકોમાં આ રોગની જાણકારી ત્યારે જ મળે છે જ્યારે તેમને દાંત આવે છે અને રક્તસ્ત્રાવ બંધ થતો નથી.
ઘણી વખત પગમાં મૂઢમાર વાગે ત્યારે આંતરિક રક્તસ્ત્રાવના કારણે લોહી એકઠું થાય છે અને ઘૂંટણમાં સોજો આવી ગયો હોવાનું જાણવા મળે છે.

ઉકેલ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
થોડાં વર્ષો પહેલાં, હિમોફિલિયાની સારવાર મુશ્કેલ હતી, પરંતુ હવે ઇન્જેક્શન દ્વારા ગંઠાઈ જવાનાં પરિબળો શરીરમાં પહોંચાડી શકાય છે. જો રોગ ગંભીર ન હોય તો દવાઓથી પણ સારું થઈ શકે છે.
જો માતાપિતાને આ રોગ હોય અને બાળકને આ રોગ થયો હોવાની શંકા હોય તો તાત્કાલિક પરીક્ષણ જરૂરી છે.
જો ભાઈ-બહેનમાંથી એકને આ રોગ હોય અને બીજામાં કોઈ લક્ષણો ન હોય, તો થોડા સમય પછી પણ અન્યને આ રોગ થવાની શક્યતા રહેલી છે.
ડૉ. અતુલ કહે છે, "મોટા ભાગના દર્દીઓમાં લોહી ગંઠાવાના પરિબળની ઉણપ હોય છે. શરીરમાં કયા પરિબળની ઉણપ છે તે જાણી શકાય એમ છે. આવા પરિબળો બજારમાં ઉપલબ્ધ છે. તેથી યોગ્ય સમયે સારવાર શરૂ કરી શકાય છે. જો સમયસર ખબર પડે તો ઇન્જેક્શન આપીને પણ સારવાર શરૂ કરી શકાય છે."














