ઍપ્સ્ટીન ફાઇલ્સ : જેફ્રી પાસે નાની ઉંમરની છોકરીઓ મોકલનારી મહિલા સૅલિબ્રિટી કોણ છે?

જેફ્રી ઍપ્સ્ટીન, ગિલીન મૅક્સવેલ કોણ હતી, જેફ્રી ઍપ્સ્ટીન ફાઇલમાં તેની શું ભૂમિકા હતી, ગિલીન મૅક્સવેલ જેફ્રીની સ્ત્રીમિત્ર, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર ઇન્ટરનેશનલ ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તપાસકર્તાઓને જેફ્રી અને ગિલીનની કેટલીક અંતરંગ તસવીરો પણ મળી હતી

ચેતવણી : આ અહેવાલમાં આપવામાં આવેલી કેટલીક માહિતી અમુક વાચકોને વિચલીત કરી શકે છે. વાચકનો વિવેક અપેક્ષિત.

એક સમયે તે લંડન અને ન્યૂ યૉર્કની હાઇ સોસાયટીનો ચમકતો સિતારો હતી. તે મોટા અને જાણીતા લોકો સાથે જોવા મળતી અને આ સૅલિબ્રિટીની પ્રસિદ્ધિ ચોમેર ફેલાયેલી હતી. પરંતુ આજે તેની પ્રતિષ્ઠા જતી રહી છે અને તે જેલની નાનકડી કોટડીમાં બંધ છે. આ સૅલિબ્રિટી એટલે ગિલીન મૅક્સવેલ.

અદાલતની કાર્યવાહી દરમિયાન જુબાની આપનાર કૅરોલિયનના કહેવા પ્રમાણે, "એ સમયે મારી ઉંમર માંડ 14 વર્ષ હતી. હું ખૂબ જ મુશ્કેલીમાં હતી. હું માત્ર ચાર વર્ષની હતી, ત્યારે મારા સગા દાદાએ મારું જાતીય શોષણ કર્યું હતું. મારી માતાને ડ્રગ્સનું વ્યસન હતું. મને પૈસાની જરૂર હતી. ત્યારે મારી ઉંમરની જ બીજી એક છોકરીએ મને પૈસા કમાવવાનો રસ્તો દેખાડ્યો."

"ત્યારે મારી મુલાકાત ગિલીન મૅક્સવેલ સાથે પહેલી વખત થઈ. મારે ઍપ્સ્ટીનના રૂમમાં જઈને તેને 'મસાજ' આપવાનો હતો."

પરંતુ વાત એટલેથી અટકી નહીં.

અન્ય એક મહિલા સાક્ષીના કહેવા પ્રમાણે, આ બધું બે વર્ષ સુધી ચાલતું રહ્યું. ક્યારેક ગિલીન પણ ઍપ્સ્ટીનની સાથે મસાજરૂમમાં રહેતી અને એવો વર્તાવ કરતી જાણે કે બધું સામાન્ય છે અને કશું ખોટું નથી થઈ રહ્યું.

તાજેતરમાં અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ દ્વારા ઍપ્સ્ટીન ફાઇલ્સ સંબંધિત અનેક તસવીરો, દસ્તાવેજ તથા અન્ય સામગ્રી સાર્વજનિક કરવામાં આવી છે. જેમાં વિશ્વનાં અનેક નેતા અને સૅલિબ્રિટીને જોઈ શકાય છે.

જોકે, યાદ રાખવું રહ્યું કે ઍપ્સ્ટીન સાથેની તસવીરોનો મતલબ એવો નથી કે જે-તે વ્યક્તિ ઍપ્સ્ટીન સાથે સંડોવાયેલી છે કે તેણે કશું ખોટું કર્યું છે.

ગિલીન મૅક્સવેલની ઉપર નાની ઉંમરની છોકરીઓની તસ્કરી કરવાનો તથા તેમને 'તાલીમ આપવાનો' દોષ સાબિત થયો છે અને તેને 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.

છેલ્લા કેટલાક દિવસોથી ઍપ્સ્ટીન ફાઇલ્સ ચર્ચામાં છે. જેફ્રી ઍપ્સ્ટીન દ્વારા કેવી રીતે નાની ઉંમરની છોકરીઓનું જાતીય શોષણ કરવામાં આવતું અને તેમને અન્ય લોકો પાસે પણ મોકલવામાં આવતી, તેની દાસ્તાન ચર્ચામાં છે.

એક સમયે અમેરિકાના ધનાઢ્ય ફાઇનાન્સિયરમાં જેફ્રીનું નામ સામેલ હતું. તા. 10 ઑગસ્ટ, 2019ના રોજ અમેરિકાની હાઇસિક્યૉરિટી જેલમાં તેણે સંદિગ્ધાવસ્થામાં 'આત્મહત્યા' કરી લીધી. આમ છતાં તેનું નામ સમયાંતરે ચર્ચાતું રહ્યું છે.

જેફ્રી ઍપ્સ્ટીનના સમગ્ર રૅકેટમાં ગિલીન મૅક્સવેલનું નામ વારંવાર ચર્ચાતું રહ્યું. તાજેતરમાં ઍપ્સ્ટીન ફાઇલ્સ હેઠળ જે તસવીરોને દસ્તાવેજ સાર્વજનિક કરવામાં આવી છે, તેમાં પણ ગિલીનનું નામ વારંવાર સામે આવ્યું છે.

ત્યારે ગિલીન મૅક્સવેલ કોણ છે? તેનો પરિવાર કોણ છે? જેફ્રી ઍપ્સ્ટીન સાથે તેનો શું સંબંધ હતો? સમગ્ર પ્રકરણમાં તેની શું ભૂમિકા હતી? આટીઘૂંટીવાળી કહાણીનાં જટિલ વ્યક્તિત્વ ઉપર નજર કરીએ.

કોણ હતો જેફ્રી ઍપ્સ્ટીન?

જેફ્રી ઍપ્સ્ટીન, ગિલીન મૅક્સવેલ કોણ હતી, જેફ્રી ઍપ્સ્ટીન ફાઇલમાં તેની શું ભૂમિકા હતી, ગિલીન મૅક્સવેલ જેફ્રીની સ્ત્રીમિત્ર, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર ઇન્ટરનેશનલ ન્યૂઝ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ઍપ્સ્ટીનના અત્યાચારનો ભોગ બનેલાં લિઝ સ્ટેઇને તમામ દસ્તાવેજોને સાર્વજનિક કરવા માંગ કરી છે

1970ના દાયકામાં જેફ્રી ઍપ્સ્ટીન ન્યૂ યૉર્ક શહેરની ખાનગી શાળામાં બાળકોને ગણિત અને ભૌતિકશાસ્ત્ર ભણાવતો. કૉલેજકાળ દરમિયાન તેણે ગણિત અને ફિઝિક્સ લીધા હતા, પરંતુ તેની ડિગ્રી નહોતી મેળવી.

શાળાના એક વિદ્યાર્થીના પિતા જેફ્રીની બૌદ્ધિકક્ષમતાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેમણે જેફ્રીની મુલાકાત વૉલ સ્ટ્રીટ ખાતે ઇન્વેસ્ટમેન્ટ બૅન્કર સાથે કરાવી.

જેફ્રીએ તેમની સાથે કામ કરવાનું ચાલુ કર્યું અને માત્ર ચાર વર્ષમાં જ તેમનો સિનિયર પાર્ટનર બની ગયો. જેફ્રીએ વર્ષ 1982માં જે ઍપ્સ્ટીનના નામથી પોતાની કંપની ચાલુ કરી.

જેફ્રી પાસે પૈસો આવવા લાગ્યો હતો, મોટા લોકો સાથે તેની ઓળખાણ હતી. આવા સમયે તેણે પાર્ટીઓ આપવાનું ચાલુ કર્યું.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂ યૉર્ક મૅગેઝિનને એક સમયે આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "તે સારો માણસ છે. મારી જેમ તેને પણ સુંદર સ્ત્રીઓ ગમે છે અને મોટાભાગે તે નાની ઉંમરની હોય છે."

પહેલી વખત જાતીયશોષણનો આરોપ

જેફ્રી ઍપ્સ્ટીન, ગિલીન મૅક્સવેલ કોણ હતી, જેફ્રી ઍપ્સ્ટીન ફાઇલમાં તેની શું ભૂમિકા હતી, ગિલીન મૅક્સવેલ જેફ્રીની સ્ત્રીમિત્ર, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર ઇન્ટરનેશનલ ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જેફ્રી ઍપ્સ્ટીન અને ગિલીન
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વર્ષ 2005માં ફ્લૉરિડામાં 14 વર્ષની છોકરીનાં માતા-પિતાએ જેફ્રી ઉપર તેમની દીકરીનું જાતીય શોષણ કરવાનો આરોપ મૂક્યો હતો. પોલીસે જ્યારે જેફ્રીના ઘરની તપાસ કરી, તો ત્યાંથી છોકરીની તસવીરો મળી આવી હતી.

ધ મિયામી હૅરાલ્ડે રિપોર્ટ કર્યું કે જેફ્રી દ્વારા લાંબા સમયથી નાની ઉંમરની છોકરીઓનું શોષણ કરવામાં આવે છે.

પોલીસના પામ બીચ પોલીસના કહેવા પ્રમાણે, "આ બધું માત્ર એક છોકરીના આરોપો અને ઍપ્સ્ટીન દ્વારા તેના નકાર વિશે ન હતું. 50થી વધુ છોકરીઓ સામે આવી અને તેમની કહાણી એક જેવી જ હતી."

કૉલમિસ્ટ માઇકલ વુલ્ફે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "તેણે (જેફ્રી) છોકરીઓ વિશેની વાત ક્યારેય છુપાવી ન હતી. જ્યારે તેની ઉપર આરોપ લાગ્યા હતા...ત્યારે એક વખત તેણે મને કહ્યું હતું કે મને નાની ઉંમરની છોકરીઓ ગમે છે. મેં તેને પૂછ્યું, 'મતલબ કે યુવાન સ્ત્રીઓ? '"

જોકે, ઍપ્સ્ટીનની સામે ખટલો ચલાવવામાં ન આવ્યો. સરકારી પક્ષે તેની સાથે ડિલ સાઇન કરી. જે મુબજ, તેને આજીવન કેદને બદલે 18 માસની જેલની સજા ફટકારવામાં આવી.

જેની જોગવાઈ મુજબ, અઠવાડિયામાં છ દિવસ દરરોજ તેને 12 કલાક કામ કરવાની છૂટ હતી. 13 મહિના બાદ તેને છોડી મૂકાયો હતો.

એ સમયે મીડિયામાં એવા આરોપ થયા હતા કે ઍલેક્ઝાન્ડર અકૉસ્ટા નામના પ્રૉસિક્યૂટરે ઍપ્સ્ટીનના ગુનાઓ ઉપર ઢાંકપિછાડો કરવામાં મદદ કરી હતી. તેણે જેફ્રી ઉપરના આરોપોની એફબીઆઈ (ફેડરલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન) દ્વારા તપાસ ન થવા દીધી. આ રૅકેટમાં કેટલાં મોટાં માથાં સંડોવાયેલાં હતાં, એ ક્યારેય બહાર ન આવ્યું.

વર્ષ 2019માં અકૉસ્ટાને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હતી. જોકે અકૉસ્ટાનું કહેવું હતું કે તેમના પ્રયાસોને કારણે જ ઍપ્સ્ટીનને આંશિક સજા થઈ, અન્યથા તે છૂટી ગયો હતો.

જેફ્રીના તત્કાલીન નેટવર્ક તથા તેના સિવાયના અન્ય શોષણકર્તાઓ વિશે કોઈ માહિતી ન મળી. જોકે, ઍપ્સ્ટીનની સંપત્તિ ક્યારેય ટાંચમાં નહોતી લેવાઈ.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન, માઇક્રૉસૉફ્ટના સહ-સંથાપક બિલ ગૅટ્સ, માઇકલ જેક્સન, પૂર્વ રાજવી પ્રિન્સ ઍન્ડ્રૂ જેવા અનેક લોકો સાથે તેનો ઘરોબો હોવાનું જેફ્રી ઍપ્સ્ટીન ફાઇલ્સમાં બહાર આવ્યું છે.

વર્જિનિયા રૉબર્ટ્સ-ગ્યુફ્રેનું કહેવું છે કે 2000ના દાયકામાં હું 17 વર્ષની હતી, ત્યારે તત્કાલીન પ્રિન્સ ઍન્ડ્રુએ મારી સાથે બળજબરીપૂર્વક સેક્સ કર્યું હતું. પ્રિન્સ ઍન્ડ્રુએ આ આરોપો નકારતા રહ્યા છે. જોકે, રાજવી પરિવાર દ્વારા તેમને રાજવી ગ્રાન્ટ અને ઇકલાબોથી બેદખલ કરી દેવાયા હતા.

કોણ છે ગિલીન અને કેવું હતું તેનું જીવન?

જેફ્રી ઍપ્સ્ટીન, ગિલીન મૅક્સવેલ કોણ હતી, જેફ્રી ઍપ્સ્ટીન ફાઇલમાં તેની શું ભૂમિકા હતી, ગિલીન મૅક્સવેલ જેફ્રીની સ્ત્રીમિત્ર, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર ઇન્ટરનેશનલ ન્યૂઝ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, પામ બિચનો ચર્ચિત બંગલો

ગિલીનનો જન્મ થયો તેના ત્રણ દિવસમાં તેના મોટા ભાઈ માઇકલનો અકસ્માત થયો અને તેઓ સાત વર્ષ સુધી કૉમામાં રહ્યા.

ગિલીનનો જન્મ સમૃદ્ધ પરિવારમાં થયો હતો, પરંતુ શરૂઆતનાં વર્ષોમાં તેની ઉપર ધ્યાન આપનારું કોઈ ન હતું.

ગિલીનનાં માતા-પિતા તેમના મોટા દીકરા માટે વલોપાત કરી રહ્યાં હતાં અને ગિલીન વિશે જાણે કે ભૂલી જ ગયાં હતાં. જ્યારે ગિલીન મોટી થઈ, ત્યારે તેના પિતાએ તેની ઉપર ત્રાસ ગુજાર્યો.

ગિલીનના પિતા રૉબર્ટનો જન્મ ગરીબ યહૂદી પરિવારમાં થયો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યહૂદીઓ ઉપર જે અત્યાચાર થયા, તેમાં રૉબર્ટના મોટાભાગના પરિવારજનો માર્યા ગયા હતા.

રૉબર્ટ એકલપંડે બ્રિટન આવ્યો. પહેલા સેનામાં નોકરી કરી અને પછી વૉર હીરો બની ગયો. આગળ જતાં તે મીડિયાગૃહનો માલિક અને સંસદસભ્ય બન્યો.

રૉબર્ટ મૅક્સવેલ તરંગી સ્વભાવના હતા, તેઓ ન કેવળ બાળકોને ગાળો ભાંડતાં, પરંતુ તેમની સાથે મારઝૂડ પણ કરતા. રૉબર્ટના દીકરા ઇયાને એક વખત કહ્યું હતું, "તે અમને પટ્ટે-પટ્ટે મારતા. ચાહે તે દીકરો હોય કે દીકરી. અમે તેમની ઇચ્છા વિરુદ્ધ કંઈ પણ કરીએ તો અમારો માર ખાવો નક્કી હતો."

આમ છતાં પિતાને રાજી રાખવા અને કહ્યું કરાવવાનું કૌશલ જાણતી હતી. ટૂંક સમયમાં તે રૉબર્ટ મૅક્સવેલની માનીતી દીકરી બની ગઈ હતી.

લેખિકા એન્ના પેસ્ટરનેકે ઑક્સફર્ડમાં અભ્યાસ કર્યો છે, તેમણે બીબીસીના જોન કેલીને જણાવ્યું: "તેને સતત તાકતની દરકાર રહેતી. એ તમારી સાથે વાત કરતી હોય, ત્યારે પણ તેની નજર આસપાસમાં ફરતી રહેતી. એ તમારા કરતા વધુ મોટા, વધુ શક્તિશાળી અને વધુ ધનવાન શખ્સની શોધમાં રહેતી."

ગિલીને અભ્યાસ પૂર્ણ કર્યો તે પછી પિતા રૉબર્ટ મૅક્સવેલે પોતાની માલિકીની ઑક્સફર્ડ યુનાઇટેડ ફૂટબૉલ ક્લબમાં ડાયરેક્ટર બનાવી દીધી.

ગિલીનની જિંદગી બદલાઈ

જેફ્રી ઍપ્સ્ટીન, ગિલીન મૅક્સવેલ કોણ હતી, જેફ્રી ઍપ્સ્ટીન ફાઇલમાં તેની શું ભૂમિકા હતી, ગિલીન મૅક્સવેલ જેફ્રીની સ્ત્રીમિત્ર, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર ઇન્ટરનેશનલ ન્યૂઝ

ઇમેજ સ્રોત, US ATTORNEY'S OFFICE SDNY

અહીંથી ગિલીનનું જીવન બદલાઈ જવાનું હતું. 1992માં બહાર આવ્યું કે રૉબર્ટ મૅક્સવેલે તેમના અખબાર 'ડેઇલી મિરર' એ શૅરના ભાવને વધારીને દેખાડી શકાય તે માટે તેમના કર્મચારીઓના પેન્શનનાં નાણાંનો ફ્રૉડ કર્યો હતો.

રૉબર્ટે અખબારના 32 હજાર કર્મચારીઓનો 583 મિલિયન ડૉલરનો સ્કૅમ કર્યો હતો. રૉબર્ટના બે દીકરાઓની ધરપકડ કરવામાં આવી અને વર્ષ 1996માં તેમનો છુટકારો થયો.

કેટલાક લોકોને લાગતું હતું કે રૉબર્ટ દોષિત છે, પરંતુ ગિલીન તેના પિતાની પડખે મક્કમતાપૂર્વક ઊભી રહી.

ગિલીને વર્ષ 1992માં વૅનિટી ફેર મૅગેઝિનને ઇન્ટરવ્યૂ આપ્યો અને કહ્યું, "તેઓ ચોર ન હતા. ચોર કોને કહેવાય? જે પૈસાની ચોરી કરે. મને નથી લાગતું કે મારા પિતાએ ચોરી કરી છે. હા, કશુંક થયું છે, પરંતુ શું તેમણે પૈસા પોતાના ખિસ્સામાં નાખ્યા હતા? શું તેઓ નાણાં લઈને નાસી છૂટ્યા?"

નવેમ્બર-1991માં આ કૌભાંડ બહાર આવ્યું, એ પછી ગિલીનને વધુ એક આંચકો લાગવાનો હતો : મૅક્સવેલ પરિવારની પ્રાઇવેટ યૉટ ઉપરથી રૉબર્ટ ગુમ થઈ ગયા. ચાર દિવસ પછી દરિયામાં તેમની તરતી લાશ મળી આવી.

રૉબર્ટનાં અન્ય સંતાનોનું માનવું હતું કે આ એક અકસ્માત હતો, અથવા તો તેમના પિતાએ આત્મહત્યા કરી છે. જોકે, ગિલીનનું દ્રઢતાપૂર્વક માનવું હતું કે રૉબર્ટની હત્યા કરવામાં આવી છે.

ન્યૂ યૉર્કની વન-વે ટિકિટ

જેફ્રી ઍપ્સ્ટીન, ગિલીન મૅક્સવેલ કોણ હતી, જેફ્રી ઍપ્સ્ટીન ફાઇલમાં તેની શું ભૂમિકા હતી, ગિલીન મૅક્સવેલ જેફ્રીની સ્ત્રીમિત્ર, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર ઇન્ટરનેશનલ ન્યૂઝ

ઇમેજ સ્રોત, Reuters

ગિલીને પિતા રૉબર્ટના કેસને આગળ વધારવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાં નિષ્ફળતા મળી. હવે તેના માટે લંડનમાં કશું નહોતું રહ્યું.

ગિલીને ન્યૂ યૉર્કની વન-વે ટિકિટ ખરીદી. જ્યાં તેની મુલાકાત જેફ્રી ઍપ્સ્ટીન સાથે થઈ.

ગિલીને ન્યૂ યૉર્કમાં નવેસરથી જિંદગી શરૂ કરવાની હતી. અહીં તેની પાસે દોમદોમ સાયબી ન હતી. એવું કહેવાય છે કે તે અહીં એક રિયલ ઍસ્ટેટ કંપની માટે કામ કરતી હતી અને ચાર રૂમના આલિશાન ફ્લૅટમાં રહેતી હતી.

આમ છતાં ગિલીનનો જન્મ જે મૅન્શનમાં થયો હતો, તેની સરખામણીમાં આ ફ્લૅટ કંઈ ન હતો. આ સંજોગોમાં તેની મુલાકાત ઍપ્સ્ટીન સાથે થઈ.

જેફ્રી સાથે મુલાકાત અને સંબંધ

જેફ્રી ઍપ્સ્ટીન, ગિલીન મૅક્સવેલ કોણ હતી, જેફ્રી ઍપ્સ્ટીન ફાઇલમાં તેની શું ભૂમિકા હતી, ગિલીન મૅક્સવેલ જેફ્રીની સ્ત્રીમિત્ર, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર ઇન્ટરનેશનલ ન્યૂઝ

ઇમેજ સ્રોત, US Department of Justice

ગિલીન અને ઍપ્સ્ટીના સંબંધ પરસ્પર લાભકારક હતા. ગિલીને ઍપ્સ્ટીનની ઓળખાણ ન્યૂ યૉર્કના ધનાઢ્ય, શક્તિશાળી અને પહોંચતા પામતા લોકો સાથે મુલાકાત કરાવી.

બદલામાં જેફ્રી ઍપ્સ્ટીન ખૂબ જ વૈભવી એવી ગિલીનની જીવનશૈલી પોષતો.

વર્ષ 2003ના પત્રકાર વિકી વૉર્ડને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જેફ્રી ઍપ્સ્ટીને તેનાં સ્ત્રીમિત્ર ગિલીનને "પરમ મિત્ર" ગણાવ્યાં. લેખમાં જણાવ્યા પ્રમાણે, ઍપ્સ્ટીનનાં જીવનની અનેક બાબતોની સંભાળ ગિલીન લેતી હતી.

અદાલતમાં ટ્રાયલ દરમિયાન પ્રોસિક્યૂટરે ઍપ્સ્ટીન તથા ગિલીનની અંતરંગ તસવીરો રજૂ કરી હતી.

'ઍપ્સ્ટીન માટે છોકરીઓ લાવતી'

જેફ્રી ઍપ્સ્ટીન, ગિલીન મૅક્સવેલ કોણ હતી, જેફ્રી ઍપ્સ્ટીન ફાઇલમાં તેની શું ભૂમિકા હતી, ગિલીન મૅક્સવેલ જેફ્રીની સ્ત્રીમિત્ર, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર ઇન્ટરનેશનલ ન્યૂઝ

ઇમેજ સ્રોત, US Congress

ઇમેજ કૅપ્શન, કૅરેબિયન દ્વીપ ઉપર જેફ્રીના નિવાસસ્થાનનો એક શયનખંડ

ઍપ્સ્ટીનના ભવ્ય મકાનના પૂર્વ કર્મચારીએ અદાલતની જુબાનીમાં જણાવ્યું હતું કે ઍપ્સ્ટીનના ઘરમાં ગિલીન મૅનેજર હતી. તે સ્ટાફની ઉપર નજર રાખતી, નાણાંકીય હિસાબ રાખતી અને પાર્ટીઓ ગોઠવતી.

ઍપ્સ્ટીનની જાતીય સતામણીનો ભોગ બનનારા સારા રેન્સમે બીબીસી પનોરમા સાથે વાત કરતાં કહ્યું હતું, "તે ઍપ્સ્ટીન માટે છોકરીઓ લાવતી. તેમની ઉપર નજર રાખતી. ઍપ્સ્ટીનને શું ગમશે કે નહીં તેના વિશે છોકરીઓને તાલીમ આપતી."

પત્રકાર જોન સ્વેનીએ ગિલીન મૅક્સવેલનાં જીવન અને ટ્રાયલ વિશે ઊંડો અભ્યાસ કર્યો છે. તેમનું કહેવું છે, "પોતાના તરંગી પિતાને ખુશ રાખવા માટે ગિલીન કંઈ પણ કરવા તૈયાર હતી. એ પછી તેના જીવનમાં બીજો દાનવ આવ્યો. ગિલીને એના માટે પણ બનતું બધું કર્યું. એ તેનું જીવન હતું."

ગિલીનના વકીલોનું કહેવું હતું કે ઍપ્સ્ટીનના ગુનાઓ માટે તેને 'બલિનો બકરો' બનાવવામાં આવી હતી. જોકે, પબ્લિક પ્રૉસિક્યૂટરે તેનો વિરોધ કર્યો.

આવા તબક્કે ઍપ્સ્ટીનથી પીડિત યુવતીએ જુબાની આપી, જેમાં ગિલીનની ભૂમિકા સ્પષ્ટ થતી હતી.

યુવતીના કહેવા પ્રમાણે, ઍપ્સ્ટીન ગરીબ પરિવારની, જાતીય સતામણીનો ભોગ બનેલી કે મુશ્કેલીઓમાં ફસાયેલી છોકરીઓને ભોળવીને ફાંસતો.

ગિલીન આ છોકરીઓને તેમનાં જેવી બીજી છોકરીઓને લાવવા માટે કહેતી અને બદલામાં વધુ નાણાં આપવાની લાલચ પણ આપતી.

ગિલીન છોકરીઓને ભેટસૌગાતો કે સ્કૂલની ફિસ ભરવા કે રકમની લાલચ આપતી. જેના બદલામાં તેમણે ઍપ્સ્ટીનને મસાજ કરવાનો રહેતો.

અભિયોજક પક્ષે અદાલતમાં જણાવ્યું, "ઍપ્સ્ટીન આ છોકરીઓનો એવી રીતે સ્પર્શ કરતો, જાણે કે બધું સામાન્ય હોય."

કૅરોલિન નામનાં મહિલાએ જુબાની આપતાં કહ્યું હતું કે તેમણે ઓછામાં ઓછા 100 વખત ઍપ્સ્ટીનને મસાજ આપ્યો હતો. તેમની જ્યારે ઉંમર થઈ અને યુવા નહોતાં દેખાતાં, ત્યારે તે બંધ થયું.

પૂર્વ કર્મચારીની જુબાની

જેફ્રી ઍપ્સ્ટીન, ગિલીન મૅક્સવેલ કોણ હતી, જેફ્રી ઍપ્સ્ટીન ફાઇલમાં તેની શું ભૂમિકા હતી, ગિલીન મૅક્સવેલ જેફ્રીની સ્ત્રીમિત્ર, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર ઇન્ટરનેશનલ ન્યૂઝ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, કોરોનાકાળ દરમિયાન ગિલીન સામે કાર્યવાહી થઈ હતી

બીબીસીનાં નાદા તૌફિકે ગિલીન મૅક્સવેલનો કેસ કવર કર્યો હતો. તેમણે એક મહત્ત્વપૂર્ણ સાહેદની જુબાની રિપોર્ટ કરી હતી.

કર્મચારીના જણાવ્યા પ્રમાણે ઍપ્સ્ટીન દરરોજ ત્રણ વખત મસાજ કરાવતો. ઍલિસીનું કામ મસાજ પત્યાં પછી રૂમની સફાઈ કરવાનું હરતું. જ્યાં મોટા પ્રમાણમાં સેક્સ ટૉયઝ પડ્યાં રહેતાં. ઍલિસીનું કામ તેમને એક બાસ્કેટમાં એકઠા કરીને ગિલીન અને ઍપ્સ્ટીનના કબાટમાં મૂકવાનું હતું.

ઍલિસીના કહેવા પ્રમાણે, ઍપ્સ્ટીન કે ગિલીન ક્યારેક તેમને છોકરી લાવવાનું કહેતાં. એ પછી યુવા છોકરીને 59 પન્નાની બુક આપવામાં આવતી. ઘરકામ કરતી દરેક વ્યક્તિએ તેનું પાલન કરવાનું રહેતું.

સ્ટાફના દરેક કર્મચારીને આંખ, કાન અને મોં બંધ રાખવા માટે સૂચના હતી. તેમણે ઍપ્સ્ટીનની આંખમાં આંખ નાખીને ન જોવું, એવી સ્પષ્ટ સૂચના હતી.

ગિલીનની ધરપકડ

વીડિયો કૅપ્શન, આ વિસ્તારમાંથી ગુમ થઈ રહી છે મહિલાઓ, વર્ષોથી રાહ જુએ છે પરિવારો – ગ્રાઉન્ડ રિપોર્ટ

પિતા રૉબર્ટ મૅક્સવેલની જેમ જ જેફ્રી ઍપ્સ્ટીન ગરીબીમાંથી આગળ આવ્યો હતો. રૉબર્ટની જેમ જ જેફ્રી પણ કાયદાકીય આંટીઘૂંટીમાં ફસાયો હતો. છેવટે રૉબર્ટની જેમ જ તેનું સંદિગ્ધ પરિસ્થિતિઓમાં મૃત્યુ થયું.

જુલાઈ-2020માં ગિલીનની ધરપકડ કરવામાં આવી. તેની ઉપર ઍપ્સ્ટીન પાસે નાની ઉંમરની છોકરીઓને મોકલવાનો અને તેમને દેહવ્યાપારના રૅકેટમાં ધકેલવાનો આરોપ હતો.

છોકરી સગીર છે એમ જાણતા હોવા છતાં ગિલીન છોકરીઓને ડરાવીને, ફોસલાવીને કે લલચાવીને સેક્સ માટે તૈયાર કરતી.

ડિસેમ્બર-2021માં ન્યૂ યૉર્કની અદાલતે તેનો દોષ માન્યો. જેના માટે ઓછામાં ઓછા 40 વર્ષની જેલની સજાની જોગવાઈ હતી.

ભવ્ય મૅન્શનમાં રહેતી ગિલીન હવે જેલની નાનકડી કોટડીમાં બંધ હતી. એક સમયે મહેમાનો, છોકરીઓ અને સ્ટાફની ઉપર સીસીટીવીથી નજર રાખનારી ગિલીન હવે પોતે પોલીસના જાપ્તા હેઠળ હતી અને તેની ઉપર સીસીટીવીથી નજર રાખવામાં આવતી.

ગિલીન હંમેશા લાઇમલાઇટમાં રહેતી, તે સૅલિબ્રિટી હતી અને પાર્ટીઓ અને સમાચારોમાં રહેતી અને જ્યારે નીચે પટકાઈ, ત્યારે પણ લોકોની નજર તેની ઉપર હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન