ગુજરાતમાં ક્યારથી આવશે ચોમાસાનો વરસાદ, આજે રાજ્યમાં ક્યાં છે ભારે વરસાદની શક્યતા?
ભારતમાં મોટાભાગનો વરસાદ દક્ષિણ-પશ્ચિમના ચોમાસાથી પડે છે, જેની શરૂઆત કેરળથી થાય છે.
સામાન્ય રીતે કેરળમાં પહેલી જૂનથી ચોમાસું બેસે છે, પરંતુ આ વખતે લગભગ એક અઠવાડિયા વહેલું ચોમાસું શરૂ થઈ ગયું છે અને કેરળ, ઉપરાંત કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં પ્રારંભિક ચોમાસાની અસર દેખાવા માંડી છે.
અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સર્જાઈ હતી, જે ગુજરાતમાં ચોમાસાને વહેલું લાવે તેમ હતી, પરંતુ હવે તે મહારાષ્ટ્ર તરફ આગળ વધી ગઈ, જેણે ત્યાં ડિપ્રેશનમાં ફેરવાઈને ત્યાંના ચોમાસાને અસર કરી છે.
બીજી બાજુ, બંગાળની ખાડીમાં લો-પ્રેશર એરિયાનું સર્જન થઈ રહ્યું છે, જે મધ્ય-ભારત સહિત દેશને વરસાદ આપશે.
ગુજરાતમાં ભારે ગરમી પડી રહી છે, બીજી બાજુ, તેની ઉપરથી ભેજવાળા પવન ફૂંકાય રહ્યા છે. જેના કારણે 'થંડર સ્ટ્રૉર્મ ઍક્ટિવિટી' જોવા મળી રહી છે. જે મેઘગર્જના અને ગાજવીજ સાથે છૂટોછવાયો કે મધ્યમ પ્રકારનો વરસાદ લઈ આવશે. સાથે જ 40થી 50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે.
જે ગુજરાતના કેટલાક જિલ્લાના અમુક વિસ્તારોમાં વરસાદ લાવશે. આ જિલ્લા કયા-કયા છે તથા આગામી કેટલા દિવસ સુધી આ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.
ગુજરાતમાં ચોમાસાની સિઝનની ઔપચારિક શરૂઆત તા. 15મી જૂનથી થાય છે. તે દક્ષિણ ગુજરાતમાંથી રાજ્યમાં પ્રવેશે છે અને લગભગ ત્રણેક દિવસમાં સમગ્ર રાજ્ય ઉપર છવાઈ જાય છે.
ત્યારે ગુજરાતના હવામાન અને વરસાદ વિશે જાણવા માટે આ વીડિયો જુઓ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













