'ઠગ' કિરણ પટેલ, કાશ્મીર પ્રવાસ અને ઝેડ પ્લસ સિક્યોરિટી - એ પ્રશ્નો જેના જવાબ હજુ મળ્યા નથી

ઇમેજ સ્રોત, @BANSIJPATEL/TWITTER
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી ગુજરાતી
તાજેતરમાં જમ્મુ કાશ્મીર પોલીસના હાથે પકડાયેલા કિરણ પટેલે ખુદને પીએમઓના અધિકારી તરીકે ઓળખ આપીને ઝેડ પ્લસ સિક્યોરિટી મેળવી હતી. 23 માર્ચે સ્થાનિક કોર્ટમાં કિરણ પટેલના જામીન અંગે સુનાવણી થયા બાદ કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી છે.
જોકે, કિરણ પટેલના આ કેસમાં સરકારી તંત્ર અને પોલીસ એટલી હદે મુંઝવણમાં મૂકાયેલા જણાય છે કે આ મુદ્દે કોઈ કંઈ જ બોલવા તૈયાર નથી.
જેને કારણે આ કેસમાં હજી પણ એવા ઘણા મહત્ત્વપૂર્ણ સવાલ છે જેના જવાબ નથી મળી રહ્યા. સૌથી મોટો પ્રશ્ન છે કે નકલી અધિકારી બનીને આવેલા કિરણ પટેલને ઝેડ પ્લસ સુરક્ષા મળી કેવી રીતે?
કિરણ પટેલ પર આરોપ છે કે તેમણે જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના કેટલાક ઉચ્ચ અધિકારીઓ સાથે પણ બેઠક યોજી હતી અને એલઓસી સહિત ઘણા સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી.
જોકે, દેશની સુરક્ષા માટે અતિસંવેદનશીલ કહી શકાય એવા વિસ્તારમાં નકલી અધિકારી બનીને આવેલી એક વ્યક્તિ સરકારી આતિથ્ય માણી લે, એ ગંભીર બાબત કહેવાય.
આ સાથે જ સુરક્ષા એજન્સીઓ પર પણ સવાલ ઉઠ્યા છે કે તેમણે કિરણ પટેલને સુરક્ષા કેવી રીતે આપી?

ધરપકડની વાત 15 દિવસ કેમ છુપાવી?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
જમ્મુ કાશ્મીર પોલીસે કિરણ પટેલની ધરપકડ 3 માર્ચ, 2023ના રોજ કરી હતી. જોકે, આ મામલો તેના 15 દિવસ પછી રિમાન્ડ પૂર્ણ થયા બાદ સામે આવ્યો હતો.
આ મામલો બહાર આવતા જ પોલીસે નિવેદન જાહેર કરીને ધરપકડની પુષ્ટિ કરી હતી. આ સિવાય વધુ કોઈ માહિતી આપી ન હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેથી પ્રશ્ન થાય છે કે પોલીસે આ ધરપકડ 15 દિવસ માટે કેમ છુપાવી? કાશ્મીર ઝોનના એડીજીપી વિજય કુમારે સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું કે આ મામલો તપાસ હેઠળ છે અને તેમાં જે પણ અધિકારી કે અન્ય વ્યક્તિની સંડોવણી હશે તેની સામે કાર્યવાહી થશે.
બીબીસી ગુજરાતીએ જ્યારે તેમની સાથે ફોન પર વાત કરવાનો પ્રયત્ન કર્યો તો તેમણે ઇન્કાર કરી દીધો હતો.

કિરણ પટેલ વિશે બાતમી આપનાર કોણ?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
કિરણ પટેલની ધરપકડને લઈને કાશ્મીર પોલીસ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, તેમના સીઆઈડી વિભાગને સૂચના મળી હતી કે કોઈ ઢોંગી વ્યક્તિ શ્રીનગરમાં રોકાયેલ છે.
આ સૂચનાના આધારે પોલીસના ઉચ્ચ અધિકારીએ કાશ્મીરની હોટલ લલિતમાં દરોડો પાડ્યો હતો અને કિરણ પટેલની ધરપકડ કરી હતી.
પોલીસના આ નિવેદન પરથી એ પ્રશ્ન ઊભો થાય છે કે પોલીસને આ બાતમી કોણે આપી હતી અને પોલીસ કેટલા સમયથી તેમના પર નજર રાખી રહી હતી?
આ વિશે જાણવા જ્યારે બીબીસી ગુજરાતીએ કાશ્મીરના એસએસપી સીઆઈડી અજિતસિંહનો સંપર્ક કર્યો તો તેમણે પણ વાત કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

કેવી રીતે મળી ઝેડ પ્લસ સિક્યોરિટી અને ભલામણ કરનાર કોણ?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
કિરણ પટેલના ટ્વીટર હૅન્ડલને તપાસીએ તો ખબર પડે કે તેમને ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી. તેઓ બુલેટપ્રૂફ ગાડીમાં ફરતા હતા. અહીં પ્રશ્ન એ છે કે કોઈ ઉચ્ચ સરકારી અધિકારી કે નેતા ન હોવા છતાં તેમને આ સુરક્ષાકવચ મળ્યું કેવી રીતે?
શું પોલીસ કે ઉચ્ચ અધિકારીઓએ તેમની ઠોસ તપાસ નહોતી કરી કે ખુદને પીએમઓના ઍડિશનલ ડાયરેક્ટર (સ્ટ્રૅટેજી ઍન્ડ કૅમ્પેન્સ) તરીકે ઓળખાવનાર કિરણ પટેલ ખરેખર એ હોદ્દો ધરાવે છે કે નહીં?
અગાઉના પ્રશ્નોની જેમ પોલીસ આ મામલે પણ મૌન છે. જોકે, સંસદમાં વિપક્ષે આ મુદ્દે સરકારને ઘેરી છે.
રાજ્યસભામાં કૉંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે ગૃહમાં ચર્ચાની માગ કરતી નોટિસ આપી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
ઝેડ પ્લસ સિક્યોરિટી માટે એક પ્રોટોકોલ હોય છે અને તેને આપવા માટે કેટલાક નિશ્ચિત ધારાધોરણો છે. વિપક્ષ તરફથી આરોપ મૂકવામાં આવ્યો છે કે આ મામલે ગૃહમંત્રાલય તરફથી ચૂક કેવી રીતે થઈ?
જમ્મુ કાશ્મીરના પૂર્વમુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાએ એક સમારોહમાં સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે અમારા સમયના મંત્રીઓને ધમકીઓ મળે છે અને માગવા છતાં તેમને સુરક્ષા મળતી નથી અને એક સામાન્ય માણસ અહીં આવીને સુરક્ષા કેવી રીતે મેળવી જાય?

શું છે ઝેડ પ્લસ સુરક્ષા?
- દેશનું બીજું સૌથી કડક સુરક્ષાકવચ છે
- ગૃહમંત્રી, મુખ્ય મંત્રીઓને મળે છે
- સુરક્ષા માટે સૌપ્રથમ અરજી કરવી પડે છે
- સુરક્ષા એજન્સીઓ જોખમની તપાસ કરે છે
- ઝેડ પ્લસ સિક્યોરિટીમાં કુલ 36 જવાનો હોય છે
- 10 એનએસજી કમાન્ડો
- આઈટીબીપી, સીઆરપીએફ અને રાજ્ય પોલીસના જવાનો

કિરણ પટેલ કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારો સુધી કેવી રીતે પહોંચ્યો?

ઇમેજ સ્રોત, @BANSIJPATEL/TWITTER
ધરપકડ પહેલાં કિરણ પટેલ એલઓસી પાસેના ઉરી સેક્ટર પાસે આવેલી કમાન પોસ્ટ પર પહોંચ્યા હતા. તેમણે શ્રીનગરના લાલ ચૉકની મુલાકાત લઈને તેનો ફોટો પાડ્યો હતો અને પોતાના સોશિયલ મીડિયા ઍકાઉન્ટ્સ પર શૅર કર્યો હતો.
આ પરથી પ્રશ્ન ઉભો થાય છે કે એક નકલી અધિકારી દેશના નાગરિકને મળી શકતા સર્વોચ્ચ સુરક્ષા કવચ સાથે દેશના અતિસંવેદનશીલ વિસ્તાર સુધી પહોંચી જાય અને સુરક્ષા એજન્સીને તેની જાણ પણ ન થાય? શું સુરક્ષા એજન્સીઓએ તેમની મુલાકાત પહેલાં કે સુરક્ષા આપતા પહેલાં પૃષ્ઠભૂમિ તપાસી નહીં હોય?
કિરણ પટેલ વતી આ મામલે શ્રીનગરની કોર્ટમાં કેસ લડી રહેલાં વકીલ રેહાન ગોહરે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "આ તો એજન્સીનો પ્રશ્ન છે. આટલા દિવસો સુધી તેમણે મારા ક્લાયન્ટને સુરક્ષા કેમ આપી? આમાં એજન્સીનો પણ વાંક અને લાપરવાહી છે."
આ સાથે તેમણે એમ પણ કહ્યું કે "સુરક્ષા એજન્સીઓને પણ પૂછવું જોઈએ કે તેમણે કયા ધારાધોરણો અંતર્ગત સુરક્ષા પૂરી પાડી?"

ટોચના અધિકારીઓ સાથે બેઠકો કરી ત્યારે પણ જાણ ન થઈ?

ઇમેજ સ્રોત, @BANSIJPATEL/TWITTER
પોલીસે ફરિયાદમાં નોંધ્યું છે કે કિરણ પટેલે ખુદને પીએમઓના એડિશનલ ડિરેક્ટર ગણાવીને અનેક ટોચના અધિકારીઓ સાથે બેઠકો યોજી હતી. પોલીસને શરૂઆતમાં તેમની ગતિવિધિઓ અને વાતોમાં શંકા ગઈ અને બાદમાં તેમણે કાર્યવાહી કરી હતી.
ધરપકડ સમયે કિરણ પટેલ પાસેથી 10 જેટલા બોગસ વિઝિટિંગ કાર્ડ્સ અને બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા. તેમનું વ્યક્તિત્વ અને અંગ્રેજી ભાષા પરની પકડના કારણે લોકો તેમનાથી છેતરાઈ જતા હતા. આ જ કારણથી ઘણા અધિકારીઓ તેમને મળવા માટે તલપાપડ રહેતા હતા. જોકે, કિરણ પટેલે આ અધિકારીઓ સાથે છેતરપિંડી કરી છે કે નહીં, તે તપાસ બાદ જ ખબર પડશે.
કિરણ પટેલનાં પત્ની ડૉ. માલિની પટેલના ટ્વિટર હૅન્ડલ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તેમના ગુજરાતમાં મુખ્ય મંત્રી તરીકેના કાર્યકાળમાં લેવાયેલી તસવીર પણ જોવા મળે છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 5
કાશ્મીર ભાજપના નેતાઓના સંપર્કમાં?

ઇમેજ સ્રોત, @BANSIJPATEL/TWITTER
કિરણ પટેલ પર આરોપ છે કે તેઓ કાશ્મીર ભાજપના નેતાઓને ફોન કરીને પોતે ઉચ્ચ અધિકારી હોવાનો રોફ દેખાડતા હતા અને પછી તેમના થકી કાશ્મીરમાં પોતાનું નેટવર્ક ફેલાવતા હતા.
આ મામલે કાશ્મીર ભાજપના મીડિયા સેલના પદાધિકારી મંઝૂર બટ્ટે બીબીસી સમક્ષ કબૂલ્યું કે તેમણે ગત ઑક્ટોબર મહિનામાં શ્રીનગર ખાતેની હોટલ લલિતમાં કિરણ પટેલ સાથે મુલાકાત કરી હતી.
તેઓ કહે છે, "તેમનો દેખાવ અને વાતચીત કરવાની રીત પરથી મને જરાય શંકા ન ગઈ કે આ માણસ મોટો નેતા કે પદાધિકારી નહીં હોય."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 6
તેમણે આગળ કહ્યું, "ફોન પર તેમણે પોતાની ઓળખ રાષ્ટ્રવાદી અને ભાજપના આગેવાન કાર્યકર્તા તરીકે આપી હતી અને એ જ કારણથી હું તેમને મળવા ગયો હતો."
જોકે, તેઓ એક વાતને લઈને સ્પષ્ટ હતા કે જ્યારે તેઓ કિરણ પટેલને મળ્યા ત્યારે તેમની પાસે ઝેડ પ્લસ સિક્યોરિટી ન હતી. આ ઉપરાંત કિરણ પટેલને ક્યાંથી અને કેવી રીતે સુરક્ષા મળી એ વિશે તેમને કોઈ ખ્યાલ નથી.
કિરણ પટેલના ટ્વીટર હૅન્ડલ પર ભાજપના ઘણા નેતાઓ સાથેનો ફોટો જોવા મળે છે અને આ જ પ્રકારે આ નેતાઓ સાથે તેમનો ગાઢ ઘરોબો હોવાનો દાવો કરીને તેઓ લોકોને ભરમાવતા હોવાનો આરોપ છે.
માત્ર કિરણ જ નહીં પણ તેમના પત્ની ડૉ. માલિની પટેલના ટ્વીટર હૅન્ડલ પર પણ ભાજપના નેતાઓ સાથેની તસવીરો છે.

અન્ય ત્રણ શકમંદો સામે પણ સવાલ

ઇમેજ સ્રોત, @BANSIJPATEL/TWITTER
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હવે કાશ્મીર પોલીસ તપાસ કરી રહી છે કે કિરણ પટેલ સાથે હોટલમાં રોકાયેલી અન્ય ત્રણ વ્યક્તિઓની આ મામલામાં શું ભૂમિકા છે. આ ત્રણ પૈકી એક ગુજરાત સરકારમાં મુખ્ય મંત્રી ઓફિસમાં પબ્લિક રિલેશન ઑફિસર તરીકે કાર્ય કરતા હિતેશ પંડ્યાના પુત્ર અમિત પંડ્યા. બીજા છે, રાજકોટના નિવાસી જય સિતાપરા અને ત્રીજા છે રાજસ્થાનના ત્રિલોક સિંહ.
પોલીસ આ મામલે ફોડ પાડવા તૈયાર નથી પણ અમિત પંડ્યાના પિતા હિતેશ પંડ્યાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે આ મામલે તેમના પુત્રની પૂછપરછ કરવામાં આવી છે. જોકે, તેમણે અમિતની ધરપકડ થઈ હોવાની વાતને નકારી હતી.
તેમણે આગળ કહ્યું, "મારો પુત્ર નિર્દોષ છે. લોકો અફવા ફેલાવે છે. હું સરકારમાં પદાધિકારી હોવાથી આગળ વધુ કહી શકું એમ નથી."
બાકીના બે શકમંદો ત્રિલોક સિંહ અને જય સિતાપરા વિશે પોલીસ કોઈ માહિતી આપવા તૈયાર નથી અને તેમના પરિવારજનો પણ આ મામલે સામે આવ્યા નથી.
કિરણ પટેલ વિરુદ્ધ ગુજરાતમાં પણ નરોડા, બાયડ અને વડોદરાના એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જાણકારો અનુસાર જો અગાઉના કેસોમાં જ તલસ્પર્શી તપાસ કરવામાં આવી હોત તો મામલો આટલો આગળ વધ્યો ન હોત.