ગુજરાતની આસપાસ વરસાદી સિસ્ટમ યથાવત્, આ જિલ્લામાં ત્રણ દિવસ પડશે અતિભારે વરસાદ

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર વાવાઝોડું ડિપ્રેશન

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતના અલગ-અલગ વિસ્તારમાં વરસાદ અટકવાનું નામ નથી લેતો અને તેના કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડે તેવી ભીતિ છે. આજે પણ કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અને હજુ ત્રણ દિવસ સુધી કોઈ રાહત ન મળે તેવી શક્યતા છે.

છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં લગભગ 45 જગ્યાએ વરસાદ નોંધાયો છે, તેમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ 1.38 ઇંચ વરસાદ થયો છે. જ્યારે બનાસકાંઠાના અમીરગઢમાં 1.22 ઇંચ, સુઇગામમાં 0.83 ઇંચ, ભાવનગરના મહુવામાં 0.75 ઇંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં 0.55 ઇંચ વરસાદ પડ્યો છે.

આ ઉપરાંત જાફરાબાદ, રાજુલા, વલસાડ, કોડિનાર, થરાદ, ધાનેરા, દિયોદર, જેસર, ધરમપુર, ડીસા, ઉના, શિહોર, ખાંભા, તળાજામાં પણ 0.20 ઇંચથી લઈને 0.55 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર વાવાઝોડું ડિપ્રેશન

ઇમેજ સ્રોત, IMD

ડિપ્રેશન ક્યાં પહોંચ્યું?

ગુજરાતમાં તહેવારો પછી કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો તેના માટે અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણભૂત માનવામાં આવે છે.

હાલમાં આ ડિપ્રેશન મુંબઈથી 410 કિમી, વેરાવળથી 430 કિમી, પણજીથી 560 કિમી અને મેંગલોરથી 820 કિમીના અંતરે આવેલું છે. આગામી 36 કલાકમાં તે પૂર્વમધ્ય અરબી સમુદ્રને પાર કરી જાય તેવી આગાહી છે.

ગુજરાતમાં હવે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી છે?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધપ અપડેટ તાપમાન વાવાઝોડું ડિપ્રેશન

ઇમેજ સ્રોત, IMD

અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 30 ઑક્ટોબર, ગુરુવારે ગુજરાતમાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. ગુરુવારે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટીછવાઈ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડશે.

આ ઉપરાંત આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડત તાપી, દમણ, દાદરા અને નગરહવેલી, રાજકોટ, દ્વારકા અને બોટાદમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની આગાહી છે.

રાજ્યના બાકીના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડશે જે દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે.

ગુરુવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગરહવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે.

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધપ અપડેટ તાપમાન વાવાઝોડું ડિપ્રેશન

ઇમેજ સ્રોત, IMD

31 ઑક્ટોબર શુક્રવારે પોરબંદર, જૂનાગઢ અને દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. જ્યારે આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની આગાહી છે.

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગરહવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાંછવાયાં સ્થળે શુક્રવારે હળવો વરસાદ પડશે.

પહેલી નવેમ્બર, શનિવારે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે રાજ્યના બાકીના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

બીજી નવેમ્બર, રવિવારે પણ રાજ્યમાં મોટા ભાગના જિલ્લામાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.

ગુજરાતનું હવામાન કેવું રહેશે?

હવામાન વિભાગના બુલેટિન મુજબ આગામી ચાર દિવસ સુધી ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. ત્યાર પછી તાપમાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે. લઘુતમ તાપમાનમાં આગામી સાત દિવસ સુધી મોટા ફેરફારની શક્યતા નથી.

અમદાવાદ આસપાસ મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે, જ્યારે લઘુતમ તાપમાન લગભગ 22 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન