સાઉદી અરેબિયા : રણમાં ભટકતી પ્રજાએ વિશ્વનો સમૃદ્ધ દેશ કઈ રીતે બનાવી લીધો?

સાઉદી અરેબિય

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, સઈદુલ ઇસ્લામ
    • પદ, બીબીસી સંવાદદાતા

હિમયુગ સમાપ્ત થયા બાદ આશરે 15 થી 20 હજાર વર્ષ અગાઉ સાઉદી અરેબિયાના રણમાં માણસોએ વસવાટ શરૂ કર્યો.

ઇસ્લામ ધર્મના પ્રચાર પછી તે ખલીફાઓનું મુખ્ય કેન્દ્ર હતું. પણ તે લાંબો સમય સ્થાયી ના રહ્યું.

સીરિયા, ઇરાક અને તુર્કીથી સાઉદી અરેબિયા પર શાસન થતું રહ્યું છે. આ પછી ઘણાં વર્ષો સુધી ત્રણવાર પ્રયાસ કર્યા પછી હાલનું સાઉદી અરેબિયા એક સ્વાધીન રાષ્ટ્ર તરીકે અસ્તિત્વમાં આવ્યું.

વિચરતી જાતિ બેદૂઇનનો દેશ કેવી રીતે બન્યો

આજનું સાઉદી અરેબિયા અગાઉ બેદોઈન જાતિઓનો વિચરતી પ્રદેશ હતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આજનું સાઉદી અરેબિયા અગાઉ બેદૂઇન જાતિઓનો પ્રદેશ હતો

આ વિવિધ બેદૂઇન પ્રજાતિઓ જ વિચરતી જાતિઓ છે તેમનો વિસ્તાર હતો. અહીં તમામ જનજાતિઓ આઝાદીથી રહેતી હતી.

જેમ્સ વેનબ્રાંટે તેમનાં પુસ્તક ‘અ બ્રીફ હિસ્ટ્રી ઑફ સાઉદી અરેબિયા’માં લખ્યું છે કે હાલના બહેરીન અને આસપાસના તટીય વિસ્તારોમાં ઈસવીસન પૂર્વે 32ની સદીમાં દિલમુન નામની એક સભ્યતાનો વિકાસ થયો હતો.

તે સમયે અન્ય એક શહેર મેગાન (હાલનું ઓમાન) બેબીલોન અને સિંધુ નદી ઘાટીમાં મેસોપોટેમિયા જેવાં શહેરો સાથે તેમનો વેપાર અને વાણિજ્યનો સંબંધ હતો. દિલમુન તે સમયે મોતી માટે દુનિયામાં ખ્યાતનામ હતું. ત્યારે યમનને સાબા કે સેબા નામે ઓળખવામાં આવતું હતું. આવી જ રીતે જોર્ડનનું નામ નાબાતાયેન હતું.

પણ અરેબિયા ઘાટીના લોકો પોતાને હંમેશાં અલ-અરેબિયા કે અરેબિયનોનો દ્વીપ કહેતા હતા. પણ એ નથી જાણી શકાયું કે તેઓ પોતાને આરબ કેમ કહેતા હતા. જોકે તેમાંથી મોટા ભાગના રણમાં વિચરતા લોકો હતો. તેમને બેદૂઇન કહેવાતા હતા.

બેદૂઇન સમુદાયના લોકો ઇસ્લામ અગાઉના સમાજમાં કેટલાંક જૂથો અને જાતિઓમાં વહેંચાયેલાં હતાં. તે બધાનું પોતાનું અલગ-અલગ શાસન અને રીતરિવાજ હતા.

જેમ્સ વેનબ્રાંટે લખ્યું છે કે ઈસવીસન પૂર્વથી શરૂ કરીને બીજી શતાબ્દી સુધી આમાંથી મોટા ભાગના જૂથો પર રોમનું શાસન હતું. જોકે બાદમાં તેમણે રોમના આધિપત્ય હેઠળ રહેવાથી ઇનકાર કરી દીધો હતો. બેદૂઇન જનજાતિના લોકોએ ત્રીજી શતાબ્દીમાં સંગઠિત થઈને એક મોટો આદિવાસી સંઘ બનાવ્યો. જેનાથી તેમની તાકાત વધી ગઈ. તેમણે પાંચમી શતાબ્દીમાં સીરિયા, પેલેસ્ટાઇન અને જેરૂસલેમ પર હુમલો પણ કર્યો.

મુસ્લિમોના કબજામાં મક્કા ક્યારે આવ્યું?

વર્ષ 630માં મક્કા મુસ્લિમોના કબજામાં આવ્યું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 630માં મક્કા મુસ્લિમોના કબજામાં આવ્યું
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઇસ્લામ ધર્મના પ્રચાર પછી વર્ષ 630માં મક્કા મુસ્લિમોના કબજામાં આવ્યું. તે સમયે મદીનાથી ઇસ્લામનો પ્રચાર શરૂ થયો અને વિભિન્ન વિસ્તારો મુસ્લિમોનાં નિયંત્રણમાં આવવા લાગ્યા.

ઇસ્લામના છેલ્લા પયગંબર મહમદના અવસાન સુધી અરેબિયાનો લગભગ આખો વિસ્તાર મુસ્લિમોનાં નિયંત્રણમાં આવી ગયો હતો. તે સમય સુધી અરેબિયાનું બેદૂઇન જૂથ ઇસ્લામમાં આવી ગયા હતા. તેમણે અંદરોઅંદર મારામારી છોડીને ઇસ્લામ ધર્મનો ચારેબાજુ પ્રચાર-પ્રસારનો સંકલ્પ લીધો.

આગામી સો વર્ષમાં ઇસ્લામ સ્પેન, ભારત સહિત દુનિયાના તમામ ભાગોમાં ફેલાઈ ગયો, પણ એ સાથે જ ઇસ્લામી સામ્રાજ્યનું કેન્દ્ર કે રાજધાની અરેબિયાના વિસ્તારમાંથી હટીને પહેલાં દમાસ્કસ અને પછી બગદાદ બની ગઈ.

તે સમયે અરેબિયા વિસ્તાર હેજાઝ અને નજદ નામના બે ભાગોમાં વહેંચાયેલું હતું. પશ્ચિમી કિનારાનો વિસ્તાર હેજાઝ હતો. તેમાં મક્કા, મદીના અને જેદ્દાહ જેવાં શહેરો છે. અલગ અલગ સમયમાં ઉમાઇદ, અબ્બાસિદ, ઇજિપ્ત અને ઑટોમને આ વિસ્તાર પર શાસન કર્યુ છે.

રણ અને પર્વતીય વિસ્તાર નજદના નામે ઓળખાતો હતો. ત્યાં વિચરતા અને યુદ્ધપ્રેમી બેદૂઇન જનજાતિના લોકો રહેતા હતા. આ વિસ્તારમાં રિયાધ જેવાં શહેરો છે. આ વિસ્તાર પર ક્યારેય વિદેશી તાકાતોનું શાસન નથી રહ્યું. આ લોકો હંમેશાં પોતાને આઝાદ માનતા રહ્યા છે.

ઉસ્માનિયા કે ઑટોમન સામ્રાજ્યનો ભાગ કેવી રીતે બન્યું

વર્ષ 1557માં ઉસ્માની શાસક સુલેમાન સલીમ પહેલાના હાથે સીરિયા અને ઇજિપ્તમાં સત્તારૂઢ મામલુકોના પરાજય પછી તુર્કીએ હેજાઝ પર નિયંત્રણ મેળવી લીધું.

સુલતાન સલીમે પોતાને મક્કાના રક્ષક જાહેર કરી દીધા.

સુલતાન સલીમે બાદમાં રાતા સમુદ્રના કિનારે વસેલા અરેબિયાના અન્ય વિસ્તાર સુધી તુર્કી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. છતાં અરેબિયાનો એક મોટો વિસ્તાર આઝાદ જ રહ્યો.

પહેલા અને બીજા દોરનું સાઉદી રાષ્ટ્ર

સાઉદી અરેબિયાનો એક પ્રાચીન મકબરો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સાઉદી અરેબિયાનો એક પ્રાચીન મકબરો

મહોમ્મદ બિન સઉદે 1744માં સાઉદી અરેબિયામાં પહેલું રાષ્ટ્ર સ્થાપ્યું. તે સમયે તે અરેબિયાના ધાર્મિક નેતા મહોમ્મદ ઇબ્ન અબ્દુલ વહાબની મદદથી રિયાધ પાસે દિરિયા નામના વિસ્તારમાં રહેતી એક પ્રજાતિના પ્રમુખ હતા. તેમણે ઉસ્માનના શાસનથી અલગ થઈને દિરિયા અમીરાત નામનું એક સામ્રાજ્ય બનાવ્યું હતું જે ઇતિહાસમાં પહેલું સાઉદી રાજ્ય હતું. જોકે તે એક શહેરી રાજ્ય જેવું હતું.

જેમ્સ વેનબ્રાંટે ‘એ બ્રીફ હિસ્ટ્રી ઑફ સાઉદી અરેબિયા’ નામના પુસ્તકમાં લખ્યું છે, મહોમ્મદ ઇબ્ન અબ્દુલ વહાબને પોતાના આદર્શોના પ્રચાર માટે સૈન્ય સમર્થનની જરૂર હતી.

આ બાજુ મહોમ્મદ બિન સઉદને સ્વાધીન અરેબિયન રાષ્ટ્રની રચના માટે ધાર્મિક સમર્થનની જરૂર હતી. એ બંનેએ મળીને નજદને સંગઠિત કરવાની પહેલ કરી.

રિયાધમાં ફરકતો સાઉદી અરેબિયાનો ઝંડો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રિયાધમાં ફરકતો સાઉદી અરેબિયાનો ઝંડો

મહોમ્મદ ઇબ્ન સઉદના ઉત્તરાધિકારી અબ્દુલ અલ-અઝીઝે બાદમાં ઑટોમન શાસકોને પરાજિત કરી ઇરાકના કરબલા સહિત કેટલાક વિસ્તારો પર કબજો કરી લીધો. તે સમયે લગ્નના માધ્યમથી નજદ અને હેજાઝમાં એકતા બની.

આ પછી 1803માં એક જીવલેણ હુમલામાં તેમનું અવસાન થયું. આ પછી તેમના પુત્ર સઉદ બિન અબ્દુલ અઝીઝે મક્કા અને મદીના પર કબજો કર્યો. પણ તુર્કીના લોકોના સતત હુમલાઓને કારણે તે રાષ્ટ્ર પોતાનું અસ્તિત્વ ટકાવી ના શક્યું.

1818માં દિરિયા પર ફરી તુર્કી લોકોનો કબજો થઈ ગયો. સાત મહિના સુધી ચાલેલા સંઘર્ષના અંતે અબ્દુલ્લા ઇબ્ને સઉદે ઇજિપ્તના સૈન્ય કમાન્ડર ઇબ્રાહિમ પાશા સમક્ષ આત્મસમર્પણ કરી દીધું. બાદમાં કૉન્સ્ટેન્ટિનોપલમાં તેમનો શિરચ્છેદ કરી દેવાયો.

તુર્કીના ઇબ્ને અબ્દુલ્લા ઇબ્ને મહોમ્મદ ઇબ્ને સઉદે બીજી વાર સાઉદી રાષ્ટ્રની સ્થાપના કરી હતી. તે દિરિયા અમીરાતના અંતિમ શાસક અબ્દુલ્લાના પિતરાઈ ભાઈ હતા.

પહેલાં સાઉદી રાષ્ટ્રના પતન પછી તેમણે અલ સઉદ પરિવારના કેટલાક અન્ય સભ્યો સાથે ભાગીને રણમાં એક જનજાતિ પાસે શરણું લીધું હતું.

માદાબી અલ રશીદે ‘હિસ્ટ્રી ઑફ સાઉદી અરેબિયા’ નામના પુસ્તકમાં લખ્યું છે, “તેમણે 1823માં તુર્કી અને ઇજિપ્ત સામે યુદ્ધ શરૂ કર્યું અને રિયાધ અને દિરિયા પર ફરીવાર કબજો કર્યો. તેમણે રિયાધને રાજધાની બનાવતા નજદ અમીરાત નામના બીજા સાઉદી રાષ્ટ્રની જાહેરાત કરી દીધી. પણ તેઓ પણ વધારે દિવસો સુધી ટકી ના શક્યા. એક પિતરાઈ ભાઈએ 1834માં તેમની હત્યા કરી દીધી. આ પછી 1891માં બીજા સાઉદી રાષ્ટ્રનું પણ પતન થયું. તેના અંતિમ શાસક અબ્દુલ રહેમાન બિન ફૈઝલે પોતાના દીકરા અબ્દુલ અઝીઝ સાથે મૂર્રા નામની એક બેદૂઇન જનજાતિ પાસે શરણું લીધું હતું.”

હાલનું સાઉદી અરેબિયા

તેલનો કૂવો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તેલનો કૂવો

અબ્દુલ અઝીઝ બિન અબ્દુલ રહેમાન બિન ફૈઝલ, જે ઇબ્ન સઉદ તરીકે વધુ પ્રખ્યાત છે, તેમણે 1902માં રિયાધ પર કબજો કર્યા પછી ત્રીજી વખત સાઉદી રાષ્ટ્રની સ્થાપના કરી. જોકે, તેને અલગ રાષ્ટ્ર તરીકે માન્યતા આપવામાં આવી ન હતી.

ઇતિહાસકાર જેમ્સ વેનબ્રાંડે લખ્યું છે, “જ્યારે ઇબ્ન સઉદ રિયાધ પર કબજો કરવા ગયા ત્યારે તેમની સાથે માત્ર 40 લોકો હતા. પરંતુ રિયાધના માર્ગમાં બેદૂઇન જાતિના ઘણા લોકો તેમની સાથે જોડાયા. તે સમયે, મક્કા અને મદીના સહિત સાઉદી અરેબિયાના મોટાભાગના ભાગો ઑટોમન શાસકોના નિયંત્રણ હેઠળ હતા.

બીજી તરફ, હિજાઝ પ્રદેશ શરીફ હુસૈન નામના શાસકના નિયંત્રણ હેઠળ હતો અને નજદ ઇબ્ન સઉદના નિયંત્રણ હેઠળ હતું. પરંતુ તેણે નજદમાં રશીદીઓ સામે યુદ્ધ ચાલુ રાખવું પડ્યું.

તે સમયે બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને રશિયા સહિત ઘણી વિદેશી શક્તિઓ તે વિસ્તાર પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરી રહી હતી. પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયા પછી શરીફ હુસૈન અંગ્રેજો સાથે જોડાયા હતા. તે સમયે બ્રિટિશ સેનાએ ઑટોમન સામ્રાજ્ય સામેની લડાઈમાં આરબોની મદદ કરી હતી. ટ્રેનિંગ આપવા ઉપરાંત તેણે હથિયારો સપ્લાય કરવાનું પણ શરૂ કર્યું હતું.

પ્રથમ વિશ્વયુદ્ધમાં હાર બાદ સાઉદી અરેબિયા ઑટોમન શાસકોના હાથમાંથી નીકળી ગયું હતું. પરંતુ યુદ્ધ સમાપ્ત થયા પછી, એક ગુપ્ત કરાર હેઠળ, બ્રિટન અને ફ્રાન્સે મધ્ય પૂર્વના વિવિધ ક્ષેત્રોને એકબીજામાં વહેંચી દીધા. તે સમયે શરીફ હુસૈન અને ઇબ્ન સઉદ વચ્ચે આરબ વિસ્તારોના નિયંત્રણ માટે લડાઈ શરૂ થઈ.

મદબી અલ રશીદે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે ઇબ્ને સઉદે સૌપ્રથમ રશીદીઓને હરાવ્યા અને નજદ પર કબજો કર્યો. આ પછી, 1924માં, તેમના પર હજ યાત્રીઓ પર હુમલાનો આરોપ લગાવીને તેમણે હેજાઝમાં સૈન્ય અભિયાન પણ શરૂ કર્યું.

દરમિયાન શરીફ હુસૈનના બ્રિટન સાથેના સંબંધોમાં તિરાડ પડવા લાગી હતી. બ્રિટિશ મદદ ન મળતા શરીફ અકાબા ભાગી ગયો હતો. એ પછી ઇબ્ને સઉદે હેજાઝ અને નજદ પર કબજો જમાવ્યો.

1926માં મક્કા-મદીના અને જેદ્દાહ પર નિયંત્રણ મેળવ્યા પછી અબ્દુલ અઝીઝ બિન સઉદે પોતાને હેજાઝના રાજા જાહેર કર્યા. તે પહેલાથી જ નજદનો સુલતાન હતો. તેમણે આગામી વર્ષે જાન્યુઆરીમાં તેમણે નજદ અને હેજાઝને ભેગા કરીને 'કિંગડમ ઑફ નજદ અને હેજાઝ' બનાવવાની જાહેરાત કરી.

તેમણે બ્રિટિશ સરકાર સાથેના કરાર હેઠળ આ માટે માન્યતા પણ મેળવી હતી. તે સમયે તે પોતાના નામ સાથે ઇમામનું બિરુદ લગાડતા હતા. પરંતુ સરકારી કામમાં તેઓ બાદશાહ જ કહેવામાં આવતા હતા.

સાઉદી અરેબિયા ક્યારે દેશ ક્યારે બન્યો?

saudi

ઇમેજ સ્રોત, Getty Images

આ પછી તેમણે આરબોને તેમની પરંપરાગત જીવનશૈલી બદલવાનો આદેશ આપ્યો. ઇબ્ન સઉદે બેદૂઇન જાતિઓની પરસ્પર લડાઈઓ, હુમલાઓ અને લૂંટ પર પ્રતિબંધ મૂક્યો હતો. 18 સપ્ટેમ્બર 1932ના રોજ ઇબ્ને સાઉદે હેજાઝ અને સાઉદને એક દેશ તરીકે જાહેર કરતું શાહી હુકમનામું બહાર પાડ્યું.

તે પછી 23 સપ્ટેમ્બરે તેમણે એક શાહી આદેશ જારી કર્યો કે હવેથી આરબ વિસ્તાર અલ મામલાકાતુલ અરેબિયા આસ-સાઉદિયા અથવા સાઉદી અરેબિયા તરીકે ઓળખાશે. પરંતુ ત્યાં સુધીમાં સાઉદી અરેબિયાના મોટાભાગના લોકો વિચરતી જીવનશૈલીથી ટેવાયેલા હતા. તેમની આર્થિક સ્થિતિ પણ બહુ સારી ન હતી.

પરંતુ ખનીજ તેલની શોધ પછી તે વિસ્તારનું ચિત્ર બદલાઈ ગયું. સાઉદી અરેબિયામાં 1922માં ખનીજ તેલની શોધ શરૂ થઈ હતી.

કાર્લ એશ વિટસેલ, એક અમેરિકન નાગરિક ચાર્લ્સ ક્રેનની મદદથી 1932માં સાઉદી અરેબિયા આવ્યા અને તેલની શોધ શરૂ કરી.

તે પછી 1935થી શારકામ શરૂ થયું અને 1938માં પહેલીવાર તેલનું ઉત્પાદન શરૂ થયું.

ત્યારથી સાઉદી અરેબિયાનો ચહેરો બદલાવા લાગ્યો.

બીબીસી
બીબીસી